Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
10 May 2021
20 March 2020
૨૦ માર્ચ એટલે ચકલીઓ માટેનો સમર્પિત દિવસ.
૨૦ માર્ચ એટલે ચકલીઓ માટેનો સમર્પિત દિવસ.
૨૦ માર્ચે વલ્ડ સ્પેરો ડેની ઉજવણી થાય છે. એમ કહીને ચકલી આંખ લૂછે
૨૦ માર્ચે વલ્ડ સ્પેરો ડેની ઉજવણી થાય છે. એમ કહીને ચકલી આંખ લૂછે
વસતીથી ફાટફાટ તારા આ શ્હેરમાં મારો તે ભાવ કોણ પૂછે?
એમ કહીને ચકલી આંખ લૂછે
કોંક્રિટના જંગલમાં રાખ્યું તે કોઈ દિ’ ખુદ માટે શ્વાસ લેવા કાણું?
તારું જ ઠેકાણું પડતું ના હોય ત્યાં મારું ક્યાં ગોતું ઠેકાણું?
સપનું દેખાડે એ જોઉં કે દફનાવું, કહી દે કે કરવાનું શું છે?
એમ કહીને ચકલી આંખ લૂછે
કીધું ક્યારેય તેં આ મોબાઈલના ટાવરને એનાથી કેવી હું ધ્રુજું?
ધસમસતો તોફાની ટ્રાફિક ક્યાં સમજે? છે મારો સ્વભાવ ઘણો ઋજુ!
એક દિવસ માંડ કર્યો મારા નામે ને તો ય વળ કાં ચડાવો છો મૂછે?
એમ કહીને ચકલી આંખ લૂછે
તારા ડ્રોઈંગરુમમાં ફોટો મારો છે, એની પાછળ હું માળો એક બાંધું?
ફાટી બેહાલ થયું જીવતર આ, તું કયે તો જરાક આ રીતે સાંધું;
કચરો કે કલબલ નહીં થાવા દઉં, કહેજે મેડમને કે પ્રોમિસ કર્યું છે,
એમ કહીને ચકલી આંખ લૂછે
વસતીથી ફાટફાટ તારા આ શ્હેરમાં મારો તે ભાવ કોણ પૂછે?
એમ કહીને ચકલી આંખ લૂછે : હિમલ
પંડ્યા
કોઈ પણ દિવસ ને વિશ્વ દિવસ તરીકે જાહેર કરીએ તો કેમ આજે જ વિશ્વ ચકલી દિવસ જાહેર કર્યો ? પક્ષીઓ માં તો ઘણા પક્ષી છે તો પછી ચકલી ને જ કેમ વિશ્વ દિવસ તરીકે ઉજવીયે? મોર તો આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો આપણે એનો પણ કોઈ દિવસ નથી ઉજવતા અને ચકલી ને જ કેમ?
આજ થી ૩૦-૩૫ વર્ષ કે એની પહેલા ના સમય માં ગામ હોય કે શહેર સવાર હોય કે સાંજ ચકલી નો ચી ચી અવાજ સંભળાતો જ હોય. બાળપણ નો સમય હોય એટલે સ્કૂલે જવાનું. વેકેશન હોય એટલે આખો દિવસ ઘરે જ હોઈએ ત્યારે પણ પક્ષી નો અવાજ આવતો હોય અને એમાં પણ ચકલી નું ચી ચી ચાલુ જ હોય.
એક સમય એવું લાગે કે જો આ ચી ચી અવાજ નહિ આવે તો નહિ ગમે. ચકલીઓ આ ચી ચી પણ બપોર ની ગરમી માં એક મ્યુઝિક જેવું લાગે . ત્યારે આ ચકલી એટલે. ચી ચી ના અવાજ સાથે સમગ્ર વાતાવરણ ને ગુંજતું કરનાર મનગમતું પક્ષી. આજકાલ ચકલી વિલુપ્ત થતું પક્ષી બન્યું છે. ત્યારે ફરીથી ઘર આંગણે આવતી કરવા ચકલી બચાવવા ઝુંબેશ કરવી જોઈએ.
પણ આજે જોઈએ તો આપણી આસપાસ કોઈ ચકલી દેખાય છે કે નહિ. નોર્મલી સવાર માં કોયલ અને ચકલીઓ નો અવાજ સાંભળી ને જે લોકો ઉઠતા હતા એ જ આજે એલાર્મ ના અવાજ માં પણ નથી ઉઠી શકતા. એલાર્મ માં ગમે એવું મ્યુઝિક હોય પણ પક્ષી નો નેચરલ મ્યુઝિક કૈંક અલગ હોય છે. કેમ આજે પહેલા જેટલી ચકલી નથી દેખાતી કેમ આજે ચકલીઓ ની પ્રજાતિ લુપ્ત થઇ રહી છે. શું આ પ્રજાતિ લુપ્ત થવા પાછળ આપણે જવાબદાર છીએ? સીધી રીતે નહિ પણ આડકતરી રીતે હા એની પાછળ આપણે જ જવાબદાર છીએ. આજ ના આ ફાસ્ટ યુગ માં આપણે પૈસા કમાવા અને સુખ સમૃદ્ધિ પાછળ આપણે ઘેલા થઇ ગયા છીએ.આ બધા ની પાછળ આપણે પર્યાવરણ અને પશુ - પક્ષી ને થતા નુકશાન ને ભૂલી ગયા છીએ ગ્લોબલ વોર્મિંગ અને પ્રદુષણ ને લીધે કેટકેટલી પ્રજાતિ ઓ લુપ્ત થઇ ગઈ છે અને પર્યાવરણ ને પણ નુકશાન થઇ રહ્યું છે. શું આને રોકવા નો કોઈ ઉપાય નથી?
વર્ષો પહેલાં આપણા લાકડાં અને નળિયા નાં ઘરો માં એ બિન્દાસ થી પોતાનું રહેઠાણ બનાવતી અને આપણે પણ ઝીરો રેંટ થી તેને મનપસંદ જગ્યા આપતાં. બદલામાં તે ઘરના બાળકો થી માંડી વડીલો સુધી દરેક માટે સંગીત ની રંગત ઝમાંવતી. આયા, ઝૂ ની ગરજ સારતી.
એજ ચકલી ને જોવા આજે પૈસા ખર્ચીને પ્રાણી સંગ્રહાલય માં જઈએ છીએ... "જાને કહાં ગયે વો દિન "
જંગલ કપાતા ગયા અને આંગણાનું આ પક્ષી પણ ખોવાતું ગયું છે. .ત્યારે આ ચકલીને લુપ્ત થતી બચાવવા માટે ચકલીને બચાવવા માટે ઘણાં લોકો માળા, કુંડા બનાવી તેને વિસરાતી બચાવવા ના પ્રયત્નો કરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ચકલીઓના માળાનું વિતરણ કરી રહી છે. જે પ્રસંસનીય છે. ચકલી પ્રેમી અને પક્ષી વિદોની જહેમતથી લોકોમાં જાગૃતિ આવી છે. પોતાનાં ઘર અને મંદિરમાં ચકલીના માળા લગાવી ચકલીઓની રખેવાળી શરુ કરાઇ છે. જેના કારણે આજે શહેરના મોટાભાગના વિસ્તારમાં ચકલીઓ આવતી થઇ છે.જેથી આવનારી પેઢી માત્ર તસ્વીરમાં જ નહીં ચકલીને જોઇને નહીં.પરંતુ ઘરમાં જ ચકલીની ચીચી સાંભળે તેવા પ્રયાસના ભાગ રૂપે આ માળાનું વિતરણ કરાઇ રહ્યુ છે.
ત્યારે ૨૦ માર્ચે વલ્ડ સ્પેરો ડેની ઉજવણી કરીને એક દિવસ માટે ચકલીની જાળવણી કરવા કરતા જો આખુંયે વર્ષ આ નાના પક્ષીની કાળજી લેવાય તો આ લુપ્ત થતા જીવેને બચાવી શકાશે.
ચકલીની કેટલીક બાબતો પર નજર કરીએ તો વિશ્વમાં કુલ ૧૬૯ પ્રકારની ચકલીઓ છે જેમા ભારતમા ૬૨ પ્રકારની ચકલીઓ જોવા મળે છે
એક ચકલી રોજ ચારથી પાંચ ગ્રામ દાણા ખાય છે અને ચાર ચમચી પાણી પીવે છે. તેનુ વજન ૨૫થી ૩૦ ગ્રામ હોય છે. તેની લંબાઇ ૨૨ સેમી છે. ચકલી ૧૫ દિવસમાં ઉડતા શીખી જાય છે
ફેબ્રુઆરીથી જુનની વચ્ચે તે પ્રજનન કરે છે. ચકો મેટીંગ માટે ચકીને અવાજ કરીને બોલાવે છે પણ અવાજ પ્રદુષણને કારણે ચકી તે અવાજને સાંભળી શકતી નથી.
આજ ના આ દિવસે સૌ સાથે મળી ને એક નિર્ણય લઈએ કે આપણે આપણા સુખ માટે કોઈ પર્યાવરણ કે પશુ-પક્ષી ને નુકશાન ના પહોંચે તેનું ધ્યાન રાખશું અને આ જીવો નું પૂરતું રક્ષણ કરીશું.

11 March 2020
4 March 2020
બૉર્ડની પરીક્ષા...... જીંદગીનું પ્રથમ સંભારણું.!!
બૉર્ડની પરીક્ષા...... જીંદગીનું પ્રથમ સંભારણું.!!
બૉર્ડની પરીક્ષા શરૂ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે એક શિક્ષક તરીકે, કેટલીક અગત્યની વાતો કહેવી છે.
*સમાજે આટલું ધ્યાન રાખવું :-
દરેક પરીક્ષા આગળના ધોરણમાં પ્રવેશ મેળવવાનું *ધારા ધોરણ * છે. આ ધારા ધોરણમાં વધુ-ઓછું થવાથી કોઈ બહુ મોટો ફરક પડી જવાનો નથી. એટલે સમગ્ર સમાજને બે હાથ જોડીને વિનંતી છે કે જેના બાળકો SSC/HSCમાં છે એ વાલીઓને કે એવા વિદ્યાર્થીઓને કે એમને ભણાવતાં શિક્ષકોને ખાલીખોટા સવાલો કરીને ટોર્ચર કરવાનું ટાળજો. તમે આપેલો સવાલબાજીનો માનસિક ત્રાસ કોઈની પરીક્ષા તો શું જિંદગી પણ બગાડી શકે.
બીજું કશું ન થાય તો ચૂપ રહેજો, કારણ વિના મહેણાં-ટોણાં બોલીને કોઈની હિંમત ન તોડતા. ખોટી અફવાઓ ન ફેલાવતા. બને તો મદદરૂપ થજો,
સકારાત્મક વાતો કરજો, હિંમત આપજો. આમાંનું કશું ન થાય તો मौनं ही महाव्रतम् ।
*શિક્ષકો મિત્રો એ આટલું ધ્યાનમાં રાખવું :-
આપણે આખું વર્ષ દિલ દઈને ભણાવ્યું છે. આખું વર્ષ જીવ નીચોવીને કામ કર્યું છે.
નાનામાંનાના મુદ્દે સ્પષ્ટતા-ચીવટ કેળવીને અભ્યાસક્રમને ન્યાય આપ્યો છે. દરેક બાળકને આપણે માપી-જોખીને એની ક્ષમતા મુજબ તૈયાર કર્યું છે. હવે પરીક્ષા લેવાઈ રહી છે એ વાસ્તવમાં બાળકની નહીં, તમારી પરીક્ષા છે. બાળકના પરિણામમાં આપણા પરસેવાની સોડમ હશે. તમારા વિદ્યાર્થીઓના માર્કમાં આપણી મહેનતની ચમક દેખાશે. બીજા કંઈપણ કહે, આપણે આપણાં બાળકને નાસીપાસ નહિં કરીએ . આપણને ખબર હોય કે અમુક-તમુક બાળક પાસ થાય એમ નથી, તો પણ એના વખાણ કરજો. એને પ્રોત્સાહન આપજો. પરીક્ષા પ્રેઝન્ટેશની કળામાત્ર છે એ આપણે જાણીએ છીએ. બાળકને આ સમજાવી એનો ઉત્સાહ વધારજો.
છેલ્લી ઘડીએ નહીં કરવાના કામોની એક નાની યાદી આપું છું
શિક્ષકમિત્રો ! ખાસ જોજો :
-કોઈપણ પેપરના આગલા દિવસે કે આગલા કલાકે બાળકને કશું પૂછશો નહીં : આ વાંચ્યું ? આ જોયું ? ફલાણું કર્યું ? ઢીંકણું યાદ છે ? -આવા કોઈ જ સવાલો ન કરો. કોઈ એવો ગંભીર મુદ્દો યાદ ન કરાવો.
-વિદ્યાર્થી સાથે એનાથી વધારે ક્ષમતાવાળા વિદ્યાર્થીઓ વિશે વાત જ ન કરો. નામ લેવાનું પણ ટાળો. એનાથી ઓછી ક્ષમતાવાળા વિદ્યાર્થીઓના નામજોગ ઉદાહરણ દઈને એને ઉત્સાહિત કરો. એ તમારો હનુમાન છે, આપણે બૉર્ડની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી જાંબુવાનની ભૂમિકામાં રહેવાનું છે. નાપાસ થવાની શકયતાવાળાને પણ આપણે ખૂબ વખાણવાનો છે. એવા બાળકો સંવેદનશીલ વધારે હશે. એનો ઉત્સાહ વધારવામાં કોઈ કસર ન છોડશો. પ્રથમ હરોળના વિદ્યાર્થીઓ પણ બિલકુલ આવા જ સંવેદનશીલ હોય છે.
A1ની કક્ષાએ પહોંચેલા વિદ્યાર્થીઓને વારંવાર પ્રોત્સાહિત કરવા પડે છે. એમની સાથે પણ પેપરના આગલા દિવસે કે આગલા કલાકે કોઈ સવાલબાજી ન કરો. ઉપર કહ્યું એવું કશું પૂછવાની જરૂર નથી. બસ, એને ખુશ રાખો. એના વખાણ કરો. એની લખાવટ, એનો પહેરવેશ, એની શિસ્ત, એની બોલી, એનો સ્વભાવ, એનો હાવભાવ... વગેરે બાબતે ચર્ચા કરીને એને ખુશ રાખો. વિદ્યાર્થીને ખુશ રાખશો તો એ તમારા ધાર્યા કરતાં વધુ પરિણામ લાવી આપશે. શિક્ષકધર્મ નિભાવજો, સાહેબગીરી ન કરતા.
*વાલીઓએ આટલું ધ્યાનમાં રાખવું. :-
તમારું બાળક તમારી નજીકની શાળામાં પરીક્ષા આપવા જવાનું છે અને માત્ર ત્રણ કલાક પેપર લખીને પરત આવી જવાનું છે. એને માર્સમિશન પર મોકલતા હોવ એવો માહોલ ન બનાવશો. એ સીમા પર યુદ્ધ લડવા નથી જતું. તમારું બાળક વધુ કે ઓછા માર્ક લઈ આવશે તો કોઈ આભ નથી તૂટી પડવાનું. સચિન તેંદુલકર SSCમાં નાપાસ થયા પછી પણ વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટર-બેટ્સમેન છે. તમારું બાળક એનાથી તો વધારે હોંશિયાર છે જ. એની પરીક્ષાને લઈને ઘરમાં કરફ્યૂ લગાડવાની જરૂર નથી. એને સામાન્ય ઘટનાની જેમ જ જુઓ. વારંવાર ટોકીટોકીને એને સંવેદનબધીર ન બનાવી દેતા.યાદ રાખજો, પરીક્ષા આજે છે ને કાલે નથી, તમારું બાળક કાયમ તમારું જ રહેવાનું છે.
પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી બાળકને બાઇક/એક્ટિવા કે કોઈ વાહન ન આપો. જાતે જ લેવા-મૂકવા જજો અથવા અન્ય કોઈ વડીલ લેવા-મૂકવા જાય એવી વ્યવસ્થા કરજો.
વિદ્યાર્થીઓએ આટલું ધ્યાનમાં રાખવું :-
તમે પરીક્ષા આપવા જાવ છો કોઈ રણસંગ્રામ ખેલવો નથી જતા અને યાદ રાખો આ તમારા જીવનની પહેલી કે બીજી પરીક્ષા છે છેલ્લી નથી આખું વર્ષ સરસ મહેનત કરી છે તો પછી ગભરાવાની જરૂર છે આરામથી તમારી પોતાની જ સ્કૂલમાં પરીક્ષા આપતા હોય એમ જ પરીક્ષા આપવા જજો ત્યાં મારા તમારા જેવા શિક્ષકો જ પરીક્ષાની વ્યવસ્થા માં રોકાયેલા હશે એટલે કોઈ પણ સંજોગોમાં ગભરાશો નહીં સીસીટીવી તમને ડરાવવા માટે નથી પરીક્ષા નો એક ભાગ છે કેમેરા ન હોય તો તમારા જેવા હોશિયાર વિદ્યાર્થીઓ પાછળ રહી જાય અને અભ્યાસમાં નબળા કૉપી કરવાવાળા તમારાથી આગળ વધી જાય એમ ને રોકવા માટે સીસીટીવી કેમેરા છે પરીક્ષા સમયે કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપતા ચૂપચાપ આપણી પોતાની જગ્યા પર બેસી ને પેપર ની રાહ જુઓ.
છેલ્લી ઘડીએ રસ્તામાં કોઈ શિક્ષક, વિદ્યાર્થી, વાલી પૂછે કે આ જોયું ? પેલું જોયું? દરેક ને ના પાડી ને ત્યાંથી આગળ નીકળી જજો. કોઈ પણ સંજોગોમાં પેપર ફૂટ્યાની અફવા સાંભળતા નહીં. આ કોઈ ફુગ્ગો, સાયકલ ટાયર નથી કે ગમે તેમ અને ગમે ત્યારે ફૂટી જાય. ખૂબ સજ્જડ વ્યવસ્થાઓ ગોઠવાયેલી હોય છે એટલે ચિંતા કર્યા વગર તમે તમારા પરીક્ષા કાર્યમાં આગળ વધો. પેપરમાં તમારે તમને આવડતા પ્રશ્નોનાં યોગ્ય રીતે જવાબ લખવાના છે. સુંદર રીતે આંખને જોવું ગમે એ જ રીતે દરેક પ્રશ્ન લખજો. તમારા શિક્ષકે આપેલ દરેક સૂચન ધ્યાનમાં લઈને પેપર લખજો. લખતી વખતે મન એકાગ્ર રાખજો .મનમાં માતા પિતા અને પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરી પેપર લખવાનું શરૂ કરજો. તમારા પાઉચ કંપાસ માં જરૂર પૂરતી જ ચીજો રાખજો. જે દરેક પેપર પછી આગળ ના પેપર ને ધ્યાનમાં રાખીને બદલવી. લાલ, ગુલાબી, કેસરી મરૂન કે ભળતા રંગની પેન કે પેન્સિલ ભૂલથી પણ સાથે ન રાખતા. માત્ર વાદળી અને કાળી બે કલર ની પેન સાથે રાખવી. જવાબ વહી માં કોઈપણ પ્રકારની નિશાની ન કરો. વિષયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પેન્સિલ પરિકર સ્કેલ વગેરે સાથે રાખો. ઘરથી નીકળતા પહેલા તમારી ઘડિયાળ ચાલુ છે કે કેમ? રીસીપ્ટ લીધી છે કે કેમ તે બરાબર ચેક કરી લો. પેપર પૂરું કરીને આવ્યા પછી કોઈ પણ સંજોગોમાં સોલ્વ કરવા ન બેસશો. યોગ્ય જગ્યાએ મૂકી દો કમસેકમ બે કલાક માટે કોઈ પુસ્તક ભણવાની વાત ન કરો. આરામ કરો. ભાઈ- બહેન, મમ્મી-પપ્પા સાથે પરીક્ષા સિવાયની હળવી વાતો કરો. ટીવી મોબાઇલ જુવો. સુઈ જાવ તમે તમારી ક્ષમતા કરતો વધુ પરિણામ ચોક્કસ લાવશો એવી મને શ્રદ્ધા છે.
ઋગ્વેદમાં પણ કહ્યું છે કે
" હું જ્યારે સંકલ્પ કરી લવ ત્યારે પર્વતો પણ મને રોકી શકતા નથી.".
આવા દ્રઢ સંકલ્પ સાથે જો પરીક્ષા આપવા જઈએ તો ચોક્કસ આપણને સફળતા મળે જ. આ પરીક્ષાને એક પર્વ-ઉત્સવ સમજી અને આપણે સૌ આપણા બાળકોને આપણી આવતીકાલની પેઢીને પૂર્ણ સહયોગ આપીએ અને પરીક્ષાના આ અવસરને ખુબ સુંદર રીતે ઉજવીએ તો આવતી કાલની પેઢી ઉજળી બનશે જ એવી મને શ્રધ્ધા છે. Wish you all the best.
Subscribe to:
Posts (Atom)