Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

24 September 2015

પીતાની મીલકતમાંથી હક માગતી દીકરીને, બાપનું કરજ ચુકવવામાં હક માગવાનું શું કામ નથી સુઝતું ?

પીતાની મીલકતમાંથી હક માગતી દીકરીને, બાપનું કરજ ચુકવવામાં હક માગવાનું શું કામ નથી સુઝતું ?

–રોહીત શાહ
બાપની મીલકતમાંથી પોતાનો કાયદેસર હીસ્સો માગતી દીકરીના અનેક કીસ્સા તમે વાંચ્યા–સાંભળ્યા હશે; પરન્તુ બાપ દેવું(કરજ) મુકીને ગયો હોય અને દીકરાઓ એના હપ્તા ચુકવતા હોય, ત્યાં કોઈ દીકરીએ પોતાના હીસ્સામાં આવતું દેવું ચુકવવાની તૈયારી બતાવી હોય એવો એક પણ કીસ્સો કદી ક્યાંય વાંચ્યો–સાંભળ્યો છે ખરો ?
શું કાયદો એકતરફી જ છે ? જે દીકરીને બાપની મીલકતમાં દીકરા જેટલો જ હક હોય, તે દીકરીનો, બાપનું કરજ ચુકવવામાં કશો હીસ્સો નથી હોતો ? કોઈ દીકરીએ આજ સુધીમાં કેમ એવો હીસ્સો માગ્યો જ નથી ?
એક તરફ કાનુન હોય છે, તો બીજી તરફ સામાજીક પરમ્પરા હોય છે. આપણે ત્યાં સામાજીક પરમ્પરા એવી છે કે દીકરીને સાસરે વળાવ્યા પછી તેનો બાપની મીલકત પર કશો હક હોતો નથી. દીકરીને પારકી થાપણ કહેવામાં આવી છે. આપણી સામાજીક પરમ્પરા તો એટલી હદ સુધીની છે કે દીકરીના ઘરનું પાણીયે બાપ ન પીએ. પોતાના કારણે દીકરીના ઘેર જરાય આર્થીક ઘસારો ન પડવો જોઈએ એવું દરેક બાપ, સામાજીક પરમ્પરાથી સમજતો હોય છે. કદાચ કોઈ કારણસર દીકરીને જરાય ઘસારો આપ્યો હોય તો બાપ દીકરીના હાથમાં થોડીક રકમ મુકીને વીદાય લેતો હોય છે. દર વર્ષે દીકરીને સાસરવાસરુપે કંઈક રકમ આપવાની, દીકરીનું સન્તાન પરણે ત્યારે મોસાળું કરવાનું, સાસરેથી દીકરી અવનારનવાર પેરન્ટ્સને મળવા પીયર આવે ત્યારે તેને જવા–આવવાનું ભાડું આપવાનું, હોળી–દીવાળી જેવા તહેવારોમાં દીકરીને ઘેર મીઠાઈ મોકલવાની, વૅકેશનમાં દીકરી પોતાનાં સન્તાનો સાથે પીયરમાં થોડા દીવસ રહેવા આવે ત્યારે તેને ખુશ રાખવાની, ભાઈનાં લગ્ન હોય ત્યારે દીકરી–જમાઈને ખાસ વ્યવહારો ચુકવવાના, આ ઉપરાન્ત અનેક સામાજીક પરમ્પરાઓમાં દીકરીને છુટક–છુટક લાભ આપવાનાં નીમીત્તો ગોઠવેલાં છે. એનું કારણ એટલું જ છે કે એ સીવાય દીકરીને બાપની મીલકતમાંથી કશો હીસ્સો આપવાનો હોતો નથી.
હવે જો કોઈ દીકરી સામાજીક પરમ્પરા પ્રમાણે પોતાના તમામ હકો લઈને બેઠેલી હોય છતાં; પછીથી બાપની મીલકતમાંથી કાનુની હક માગવા આવે ત્યારે તે કેવી ભુંડી, સ્વાર્થી અને કપટી લાગે ? કેટલાક કીસ્સામાં દીકરીની એવી દાનત નથી હોતી; પણ જમાઈરાજા તેને એમ કરવા દબાણ કરતા હોય છે ! જે હોય તે; પણદીકરીએ કાં તો સમ્પુર્ણપણે કાયદા મુજબના હકો મેળવવા જોઈએ કાં તો પછી સામાજીક પરમ્પરા મુજબના લાભ લેવાના હોય. બન્ને લાભ લેવાની લુચ્ચાઈ તેણે ન બતાવવાની હોય. જ્યાં આવાં સ્વાર્થનાં સમીકરણો ગોઠવાય ત્યાં સમ્બન્ધોની સુવાસ અને ઉષ્મા શી રીતે ટકી શકે?
આપણી સામાજીક પરમ્પરા અનુસાર બાપની મીલકતના વારસદાર તરીકે માત્ર દીકરાઓને જ માન્ય કરેલા છે. એની સામે દીકરાઓને માથે કેટલીક વધારાની જવાબદારીઓ પણ મુકવામાં આવી છે, જેમ કે મા–બાપ વહેલાં મૃત્યુ પામે ત્યારે નાનાં ભાઈ–બહેનોની સમ્પુર્ણ જવાબદારી મોટો ભાઈ ઉઠાવે છે. ઘરડાં મા–બાપને દીકરાઓ જ રાખે છે અને તેમની સારસંભાળ, દવા–દારુનો સમગ્ર ખર્ચ પોતે જ ઉઠાવે છે. એટલું જ નહીં; પરણેલી બહેન–દીકરીઓને ત્યાં સઘળા વ્યવહારો પણ ભાઈએ જ કરવાના હોય છે. મા–બાપ છેલ્લે જો કરજ મુકીને ગયાં હોય તો દીકરાઓએ જ એ ચુકવવાનું હોય છે. એટલું જ નહીં; મા–બાપનાં અવસાન પછીના મરણોત્તર વ્યવહારો પણ દીકરાઓએ જ પાર પાડવાના હોય છે. આજ સુધી મેં એક પણ કીસ્સો એવો નથી સાંભળ્યો કે જેમાં ભાઈઓએ પોતાના બાપનું દેવું ચુકવવામાં બહેન પાસેથી કશી અપેક્ષાય રાખી હોય.
એક બીજી વાત તરફ પણ ધ્યાન આપવું જોઈએ. સપોઝ એક બાપને બે–ત્રણ દીકરા છે. પહેલા દીકરાનાં લગ્ન વખતે ફૅમીલીની આર્થીક સ્થીતી સમૃદ્ધ હોવાથી તેનાં લગ્ન ખુબ ધામધુમથી કર્યાં હોય. મોટી વહુને લગ્ન વખતે વીસ–ત્રીસ તોલા સોનાના દાગીના આપેલા હોય. ત્યાર પછી બીજા–ત્રીજા દીકરાનાં લગ્ન વખતે જો ફૅમીલીની આર્થીક સ્થીતી નબળી પડી ગઈ હોય તો મોટી વહુને આપેલા દાગીનામાંથી થોડાક પાછા લઈને બીજી વહુને આપી શકાતા; પરન્તુ દીકરીને તો જે કંઈ આપ્યું એ સાસરે લઈને જાય છે. પછી તેની પાસેથી કશુંય પાછું લેવાનું–મેળવવાનું રહેતું નથી.
વચ્ચે એક સ્પષ્ટતા કરી લઉં કે કેટલીક બહેન–દીકરીઓ એવી ખાનદાન અને સંસ્કારી હોય છે કે મા–બાપની સંભાળ રુડી રીતે લેતી હોય છે. તેનાં સાસરીયાં અને જમાઈ એવાં પ્રેમાળ હોય છે કે તેનાં મા–બાપને પોતાને ત્યાં જ લાવીને રાખે છે. એવી બહેન–દીકરીઓ પણ સંસારમાં છે કે જે ભાઈની આર્થીક સ્થીતી નબળી હોય ત્યારે તેની પાસેથી કશી અપેક્ષા નથી રાખતી. ઉલટાની ખાનગીમાં તેને હેલ્પ કરતી હોય છે. પોતાના ભાઈનું સમાજમાં જરાય ખરાબ ન દેખાય એ માટે બહેન તેનું વારંવાર ઉપરાણું લેતી રહે છે. પોતે તકલીફ વેઠીનેય, મહેણાં–ટોણાં સહન કરીનેય ભાઈનું સુખ ઝંખતી બહેન–દીકરીઓ પણ આ સંસારમાં ઓછી નથી; પરંતુ અહીં માત્ર એવી બહેન–દીકરીઓની વાત કરવી છે, જેઓ સામાજીક અને કાનુની બન્ને તરફના લાભ લેવાની લાલચુ અને લુચ્ચી છે.
ક્યારેક સાસરેથી બે–ચાર દીવસ માટે પેરન્ટ્સને મળવા પીયર આવેલી બહેન–દીકરીઓ જતાં–જતાં એવી દીવાસળી ચાંપતી જાય છે કે ઘરમાં ભડકા ઉઠે. ‘ભાભી તારા માટે આટલુંય નથી કરતી ?’, ‘ભાભી ઘરમાં કેવી અવ્યવસ્થા રાખે છે ?’, ‘ભાભીની રસોઈ તો મોઢામાંય ન જાય એવી છે ! તમે કઈ રીતે ખાઓ છો ?’, ‘ભાભી નોકરી કરે છે એમાં આટલો રોફ શેનો મારે છે ?’, ‘ભાભી તો મારા ભાઈનુંય કંઈ સાંભળતી જ નથી !’ – આવા તો કેટલાય પલીતા ચાંપીને બહેન–દીકરીઓ જતી હોય છે. એમાં કેટલીક બહેન–દીકરીઓ તો એટલી નફ્ફટ હોય છે કે પોતાના સાસરામાં પોતે પોતાનાં સાસુ–સસરાને સાથે રાખતી જ ન હોય. રાખે તો ઠેબે ચઢાવતી હોય. સાસુ–સસરાની સેવા કરવાને બદલે તેમની પાસે વેઠ કરાવતી હોય ! એવાં બહેનબા પીયર આવીને ભાભીની વીરુદ્ધમાં કાનભંભેરણી કરવામાં શુરાતન ધરાવતાં હોય. મહીને એકાદ વખત પીયર જઈને પેરન્ટ્સને ભાવતી વાનગી આપી આવે અને વહાલાં થઈ આવે. પેરન્ટ્સને દીકરીની લાગણી દેખાય, તેની રાજરમત ન દેખાય. આવી સ્થીતીમાં પેરન્ટ્સે જ પોતાની દીકરીને કહી દેવું જોઈએ કે ‘બેટા, તારે અમારા ઘરની કોઈ વાતમાં ટાંગ અડાડવાની જરુર નથી. મારી પુત્રવધુ અમને સારી રીતે સાચવે છે. અમને તેની સામે કોઈ શીકાયત નથી, તો તું શા માટે ડહાપણ કરે છે ? તું તારાં સાસુ–સસરાને સારી રીતે રાખે એટલું ઈનફ છે, બેટા !’
આટલી ખાનદાની બતાવજો !
બહેન–દીકરીની વાત આવે છે એટલે મોટા ભાગના પેરન્ટ્સ ગળગળાં અને લાગણીશીલ થઈ ઉઠે છે. ભાઈ પણ સમાજમાં આબરુ સાચવવા માટે મુંગા મોઢે બહેનના જુલમ વેઠી લે છે. ક્યારેક ભાભી કંટાળીને આકરાં વેણ કહે તો તે કડવી લાગે છે. તેને ‘પારકી જણી’ કહીને અલગ પાડવામાં આવે છે; પરન્તુ જેને દાઝતું હોય તે ક્યાં સુધી ચુપ રહે ? ક્યારેક તો તે પોતાની જીભ ખુલ્લી મુકે ને ! બહેન–દીકરીઓને એક જ વાત કહેવી છે : તમે પીયર જાઓ ત્યારે ત્યાં બીનજરુરી પલીતા ન ચાંપશો. ખોટા પ્રશ્નો ઉભા કરીને પીયરીયાંને દુ:ખી ન કરશો. તમારે જો બાપની મીલકતમાંથી કાનુની હક મેળવવો હોય તો તમે સામાજીક પરમ્પરા અનુસાર જે લાભો મેળવી લીધા છે એ પરત કરવાની ખાનદાની બતાવજો ! બેસવા માટેની એક ડાળને સલામત રાખજો.
 રોહીત શાહ

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી