ઘમ્મર વલોણું-૧૨
ઘમ્મર વલોણું-૧૨
અરે ભૂતકાળ, તું ભાગી ગયો ?
કેટલું દોડયો તું આજ ને પામવા ? પામીને
તું કેટલું પામ્યો ? અરે એક જ દિવસમાં તો તું ભૂતકાળ બની ગયો ? પણ તને એ તો
જરૂર ખબર હશે કે લોકો વર્તમાન કાળને વધુ માને છે. અરે ભલા, એ પણ ભૂલી ગયો
કે લોકો તો ઉગતા સૂર્યની જ પૂજા કરવા ટેવાયેલા છે ?
હજી સમય છે તને, ભાગી જા, દુર દુર ભાગી
જા. એક ક્ષિતિજ થી લઈને બીજી ક્ષિતિજ સુધી તો આજે પોતાનું સામ્રાજ્ય સ્થાપી
દીધું છે. અને ત્રીજી ક્ષિતિજનું મને જ્ઞાન નથી. અને અગર જો તને ત્રીજી
ક્ષિતિજ વિષે ખ્યાલ હોય તો એ ભણી જવામાં શાણપણ છે.
મને ખ્યાલ છે તું શા માટે હસે છે ? તારું
હસવું વ્યાજબી તો છે જ. એટલે જ તો તું હસે છે ને ; કે,અમે લોકો ભૂતકાળમાં
ગરકાવ થઈને એક અનોખો અદભુત લહાવો લઈએ છીએ ? પણ ભલા તું એ પણ યાદ રાખ કે,
કેટલાં લોકો પોતાનો ભૂતકાળ યાદ રાખીને ખુશ છે ? મને તો ઘણા લોકો મળ્યા છે
જે પોતાનો ભૂતકાળ સંઘર્ષમય વીત્યો હોવાનું કબુલે છે. એ લોકો સંઘર્ષ થકી જે
પામ્યા છે અને આજે ખુશ થાય છે તેમાં તું કેમ આટલો હરખાય છે ? તે હરખાય છે એ
તો આજ છે ભૂતકાળ તો નથી !! પણ હું તને એટલો નારાજ પણ નહિ કરું
વાલા….ભૂતકાળને વાગોળીને લોકો જે અનુભૂતિ પામે છે તે લોકો જ આજ ને માણી શકે
છે !
કરી દીધો ને મને નારાજ, અરે રે તું મને
તારા વિષે મારી વાત કહેવા માંગે છે ? કેમ દુઃખી કરે છે મને ? લોકો પણ આ
વાંચીને કન્ફ્યુજ થાય છે. તો ઠીક છે સાંભળી લે, હું તો એક ની સો વાતે તારી
સાથે સહમત છું કે હું એ કોઈ સદાકાળ નથી ને સમાજ એક વ્યક્તિ થકી નથી….આ આખો
સંસાર તો આજની પણ વાત કરશે ને ગઈ કાલની પણ. અને વધુ તો આવનારી કાલને આજ
બનાવવા તત્પરતાની સાથે દુઃખી પણ થશે.
હા..હા. હા. હા. હા…. હું પૂર્ણ રીતે એ
માનું છું કે આજ છે તે ગઈ કાલ થવાની છે અને આવતી કાલ પણ ગઈ કાલ થવાની છે;
જે તારું આગવું સ્વરૂપ છે. તો ભલા તું આવનારી કાલ વિષે વધુ નથી વિચારતો, પણ
કમ સે કમ આજને તો માણવા દે ! કારણ એકદમ સરળ છે આજ એ આજ છે જે આજ જ રહે છે.
No comments:
Post a Comment