શૂન્ય અને એકડાનું સર્જન
|
શૂન્ય એટલે ખાલીપણાનો ભાવ.
શૂન્ય એટલે કંઈ જ નહિ.
આપણે એવું માનીએ છીએ, પરંતુ
બ્રહ્મગુપ્ત જેવા પ્રથમ ગણિતશાસ્ત્રી હતા, જેઓએ શૂન્યને જન્મ આપ્યો. આપણા દેશના
મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી ભાસ્કરાચાર્ય શૂન્યને પુષ્પમ કહેતા. આ
શૂન્યમાંથી સૃષ્ટિ પ્રગટ થઈ છે અને શૂન્યમાં જ વિલીન થવાની છે. સન્ 1152 માં એમણે
એક સમીકરણ આપ્યું.
1÷0=અનંત
અર્થાત
એકને શૂન્ય વડે ભાગીએ તો અનંત પ્રાપ્ત થાય. આ માનવા પાછળ એમનો તર્ક કંઈક આવો હતો.
જો 1 ને
વધુ ને વધુ નાની રકમ વડે ભાગતાં જવાબમાં આંકડો વધતો જાય છે અને જવાબ મોટો બનતો જાય
છે. શૂન્યની આવી શક્તિ સમજનારા ભાસ્કરાચાર્ય શૂન્યથી ડરતા હતા.
આપણા
ભણતરની સફળ શરૂઆત એકડો ઘૂંટવાથી થાય છે. આમ, શૂન્ય પછી એકડો જ પૂર્ણતાનો પ્રતિક
છે. અંગ્રેજીમાં તેને ONE અને UNITY પણ કહેવાય. આમ, 2, 3, 4, 5, 6, 7, 8, 9 જેવી સંજ્ઞાઓ સેકન્ડ હેન્ડ
છે. આમ, શૂન્ય પછીની સૌથી મહાન શોધ તે એકડો.
1 ની ડાબી
બાજુએ શૂન્ય મૂકીએ તો તેની કિંમતમાં ફેર પડતો નથી, એટલે કે તે 1 ની કિંમત 1 જ રહે.
પરંતુ જો 1 ની જમણી બાજુ શૂન્ય મૂકતા જઈએ તો તેની કિંમતમાં કેટલો ફેર પડે છે તે
જોઈએ.
એક
|
1
|
દસ
|
10
|
સો
|
100
|
હજાર
|
1000
|
દસ હજાર
|
10,000
|
લાખ
|
1,00,000
|
દસ લાખ
|
10,00,000
|
કરોડ
|
1,00,00,000
|
દસ કરોડ
|
10,00,00,000
|
અબજ
|
1,00,00,00,000
|
દસ અબજ
|
10,00,00,00,000
|
નિખર્વ
|
1,00,00,00,00,000
|
મહાપઠા
|
10,00,00,00,00,000
|
શંકુ
|
1,00,00,00,00,00,000
|
જલધિ શંકુ
|
10,00,00,00,00,00,000
|
અંત્ય
|
1,00,00,00,00,00,00,000
|
મધ્ય
|
10,00,00,00,00,00,00,000
|
પરાર્ધ
|
1,00,00,00,00,00,00,00,000
|
ધુન
|
10,00,00,00,00,00,00,00,000
|
મહાધુન
|
1,00,00,00,00,00,00,00,00,000
|
અક્ષૌહિણી
|
10,00,00,00,00,00,00,00,00,000
|
મહાક્ષૌહિણી
|
1,00,00,00,00,00,00,00,00,00,000
|
No comments:
Post a Comment