Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

8 December 2015

સિરિયાની આંતરિક લડાઈ ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણામશે?

સિરિયાની આંતરિક લડાઈ ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણામશે?

(સંકલન શ્રેણી સામયિક માટે લખાયેલો લેખ, લ.તા.૧/૧૨/૧૫)
તાજેતરમાં તુર્કીએ રશિયાના વિમાનને તોડી પાડ્યું તો સામે રશિયાએ તુર્કી પર પ્રતિબંધો લાદી દીધા. પ્રશ્ન એ થાય કે તુર્કીએ આવું પગલું અચાનક કેમ ભર્યું? તે પણ રશિયા ‘જેવા ભાંગ્યું તોય ભરૂચ’ જેવા દેશ સામે? બીજો પ્રશ્ન એ થાય કે સિરિયામાં આઈએસઆઈએસની ત્યાંના પ્રમુખ બશર અલ અસાદ સામે લડાઈ ચાલે છે. અને રશિયા આઈએસઆઈએસના ક્રૂર, ખૂંખાર, ને અધમ ત્રાસવાદીઓ સામે લડે છે તો એમાં તુર્કીએ કૂદી પડવાની શી જરૂર હતી? તુર્કીએ તો આમાં સાથ આપવો જોઈએ.
આ સવાલનો જવાબ મેળવવા પહેલાં સિરિયામાં ચાલી રહેલા યુદ્ધની વાત સમજવી પડશે. સિરિયાનું યુદ્ધ ચાર વર્ષથી ચાલી રહ્યું છે. વર્ષ ૨૦૧૧માં ટ્યુનિશિયા, ઇજિપ્ત, યમન વગેરે દેશોમાં ક્રાંતિ થઈ હતી. તેને આરબ સ્પ્રિન્ગ તરીકે ઓળખવામાં આવે છે. માર્ચ ૨૦૧૧માં સિરિયા પણ તેની ઝપટમાં આવી ગયું. દક્ષિણ સિરિયાના ડેરા શહેરમાં એક શાળાની દીવાલ પર કેટલાક તરુણોએ ક્રાંતિકારી સૂત્રો લખ્યા. આ તરુણોની ધરપકડ કરવામાં આવી. એના પગલે વિરોધ પ્રદર્શનો થયાં. અસાદનું રાજીનામું માગવામાં આવ્યું. આ પ્રદર્શનો ધીમે ધીમે હિંસક બન્યાં.
ધીમે ધીમે ગૃહ યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ. સિરિયામાં જે લડાઈ ચાલી તે મુખ્યત્વે સુન્ની અને શિયા નામના મુસ્લિમોના બે સંપ્રદાયની લડાઈ છે. શાસક અસાદના નેતૃત્વમાં અલાવિત સંપ્રદાયના હાથમાં રાજ છે. અને અલાવિત એ શિયા પંથનો ફાંટો અથવા પેટા પંથ છે. સુન્ની સંપ્રદાય ઝનૂની હોવાની છાપ ધરાવે છે. વહાબી નામનો અતિ ઝનૂની પેટા પંથ સુન્ની પંથનો જ ફાંટો છે. અને વહાબીઓનું સાઉદી અરેબિયામાં પ્રભુત્વ છે. પાકિસ્તાનમાં પણ જે અવારનવાર વિસ્ફોટો થાય છે અને પાકિસ્તાન એવો પ્રચાર કરે છે કે અમે લોકો પણ ત્રાસવાદનો ભોગ છીએ તે વાત વાહિયાત છે. હકીકતે પાકિસ્તાનમાં પણ સુન્ની અને શિયા વચ્ચે પ્રભુત્વની લડાઈ ચાલ્યા કરે છે. અને મોટા ભાગે શિયાઓની મસ્જિદ આગળ જ, નમાઝ ટાણે વિસ્ફોટો થતા હોય છે. દર વર્ષે સેંકડો શિયાઓની હત્યા પાકિસ્તાનમાં થાય છે. જવાબમાં શિયાઓ સુન્નીઓની હત્યા કરે છે.
એટલે પહેલી વાત તો એ સ્પષ્ટ થઈ કે સિરિયામાં કે અન્ય આરબ દેશોમાં મુખ્ય ઝઘડો સુન્ની અને શિયાઓ વચ્ચેનો ઝઘડો છે. હવે બહુમતીમાં સુન્ની છે. તેમની વસતિ કુલ મુસ્લિમ વસતિના ૮૫થી ૯૦ ટકા છે. જ્યારે શિયાઓની વસતિ કુલ મુસ્લિમ વસતિના ૧૦ ટકા માંડ છે. આ આંકડા અમેરિકાની બુદ્ધિવાદી સંસ્થા પીઇડબ્લ્યુ ફોરમ પ્રમાણેના છે. એટલે મોટા ભાગના જે મુસ્લિમ દેશો છે જેમ કે સાઉદી અરેબિયા, ઈજિપ્ત, જોર્ડન એ બધામાં સુન્નીઓની બહુમતી છે. જ્યારે ઈરાન. અને બહરૈનમાં શિયાઓની બહુમતી છે. એટલે સિરિયામાં અસાદની શિયા સરકારને રશિયા, ચીન અને ઈરાનનો ટેકો છે તો બળવાખોરોને સાઉદી અરેબિયા, કતાર અને તુર્કી વગેરે દેશોનો ટેકો છે. વળી, અસાદ જગતજમાદાર અમેરિકાના કહ્યાગરા ન હોવાથી અમેરિકા અને તેના પીઠ્ઠુ દેશો પણ બળવાખોરોને ટેકો આપતા હતા. શસ્ત્રો વગેરે પૂરાં પાડતા હતા, પરંતુ તેમાં ઇસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ લેવન્ટ અથવા ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરિયા નામનું સંગઠન પહેલાં ઈરાકમાં લડાઈ કરવા લાગ્યું અને પછી તેણે સિરિયાના ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં પણ ઝંપલાવ્યું. આ આઈએસઆઈએસ પણ સુન્નીઓનું જ સંગઠન છે. એટલે એક દલીલ એવી કરી શકાય કે ત્રાસવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો પરંતુ પંથ જરૂર હોય છે અને તે મુખ્યત્વે સુન્ની જોવા મળે છે. તેનો હેતુ ઈરાક અને સિરિયામાં ઈસ્લામી રાજ સ્થાપિત કરવાનો છે.
ઈરાકમાં સદ્દામ હુસૈનને સમાપ્ત કરવા માટે અમેરિકાએ યુદ્ધ આદર્યું અને તે પછી ‘બળતું ઘર કૃષ્ણાર્પણ’ કરીને ત્યાંથી ઉચાળા ભરી ગયા. તે પછી ત્યાં પણ સુન્નીઓ અને શિયાઓ વચ્ચે લડાઈ ફાટી નીકળી. આ આઈએસઆઈએસ પહેલાં અલ કાયદાનો હિસ્સો હતું. અને અલ કાયદાને મોટું અમેરિકાએ જ કર્યું હતું.
આના માટે થોડા પાછળ જવું પડશે. બીજા વિશ્વ યુદ્ધ પછી મોટા ભાગનું વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું હતું. એક તરફ અમેરિકાના નેતૃત્વમાં મૂડીવાદી દેશો હતા, તો બીજી તરફ, સોવિયેત સંઘ (જે પછી અનેક દેશોમાં વહેંચાઈ ગયું, તેનો મોટો હિસ્સો આજે રશિયા તરીકે જાણીતો છે.)ના નેતૃત્વમાં સામ્યવાદી વિચારધારાવાળા દેશો હતા. ભારતે ૧૯૪૭માં સ્વતંત્રતા પછી આમ તો તટસ્થ રહેવાની નીતિ અપનાવી હતી પરંતુ તેનો ઝુકાવ સોવિયેત સંઘ (યુએસએસઆર) તરફ હતો તે હવે જાણીતી વાત છે.  ૧૯૮૦માં આરબ દેશો, અફઘાનિસ્તાન વગેરેમાં યુએસએસઆરનો પ્રભાવ ઓછો કરવા અમેરિકાએ કટ્ટર ઈસ્લામી – મુખ્યત્વે સુન્નીઓનાં લડાયક સંગઠનો તૈયાર કર્યાં. તેમને સીઆઈએએ શસ્ત્ર અને પ્રશિક્ષણ સહાય આપી. આ રીતે અફઘાનિસ્તાનમાં તાલિબાનો તૈયાર થયા. તો બીજી તરફ મધ્ય પૂર્વ એશિયામાં ઓસામા બિન લાદેનનું અલ કાયદા તૈયાર થયું. બ્રિટનના પૂર્વ વિદેશ પ્રધાન રોબિન કૂકે હાઉસ ઑફ કોમન્સ (ભારતની લોકસભાની જેમ યુકેનું નીચલું ગૃહ)ને કહ્યું હતું કે “અલ કાયદા ખરેખર કોઈ ત્રાસવાદી જૂથ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય મુજાહિદ્દીનો (એટલે કે ગેરિલા યૌદ્ધાઓ) અને શસ્ત્રો દાણચોરો નો ડેટાબેઝ છે જેનો ઉપયોગ સીઆઈએ અને સાઉદી અરેબિયા સોવિયેત સંઘના કબજાવાળા અફઘાનિસ્તાનમાં બળવાખોરોને શસ્ત્રો, નાણાં વગેરે સહાય પૂરી પાડવા કરે છે. અરેબિક એવા અલ કાયદાનો અર્થ જ ડેટાબેઝ થાય છે.” અમેરિકાના પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ. બુશના સંરક્ષણ મંત્રી રોબર્ટ ગેટ્સે પણ આ વાત જાહેરમાં સ્વીકારેલી છે. આમ, અમેરિકાએ અને સાઉદી અરેબિયાએ ઓસામા બિન લાદેન અને અલ કાયદાને મોટું કર્યું, જ્યારે તેને ભૌગોલિક અને અન્ય સુવિધાઓ પાકિસ્તાને આપી. જવાબમાં પાકિસ્તાને તેમાંથી થોડી મલાઈ તારવી લઈ તેનો ભારત સામે કાશ્મીરમાં અને અન્યત્ર ઉપયોગ ક્યો. અંગ્રેજીમાં કટ્ટરવાદી વિચારસરણીને જમણેરી અથવા રાઇટ વિંગ એક્સ્ટ્રીમિઝમ કહે છે. ભારતમાં તેનો ઉલ્લેખ હિન્દુવાદી સંગઠનોના સંદર્ભમાં કરાય છે, પરંતુ બ્રિટિશરોએ સ્વતંત્રતા બાદ ભારત મહાસત્તા ન બની જાય તે માટે જેમ કટ્ટરવાદી મુસ્લિમોને પાળી પોષી ભારતનું વિભાજન કરાવી પાકિસ્તાન નામનું કાયમી ગુમડું આપી દીધું તેમ, અમેરિકાએ પણ આ રીતે ઈસ્લામિક રાઇટ વિંગ એક્સ્ટ્રીમિઝમને જન્માવ્યું તેને મોટું કર્યું. પણ આનો અર્થ  પણ ન કરી શકાય કે જો અમેરિકા ન હોત તો આ ત્રાસવાદીઓ ન હોત. જેમના વિચારમાં જ કટ્ટરતા ભરી છે અને લડાઈ લડીને ઈસ્લામી રાજ ફેલાવવું છે તેઓ કોઈ ને કોઈ રીતે સંગઠન બનાવીને કામ કરવાના જ હતા. અલ કાયદાનો હેતુ રૂપાળો (મુસ્લિમોની દૃષ્ટિએ) રખાયો કે જ્યાં જ્યાં મુસ્લિમો પર દમન થતું હોય ત્યાં અલ કાયદા લડશે.
તો આ અલ કાયદા કેમ અમેરિકા વિરુદ્ધ થયું? જ્યાં સુધી અલ કાયદા અમેરિકાના દુશ્મન દેશો સામે લડતું હતું ત્યાં સુધી અમેરિકાને કોઈ વાંધો નહોતો, ચાહે તે અફઘાનિસ્તાનમાં સોવિયેત સંઘ સામે હોય કે પછી યુગોસ્લાવિયા કે પછી બોસનિયા. પરંતુ ૧૯૯૦ના દાયકામાં ઈરાક પ્રમુખ સદ્દામ હુસૈને કુવૈત પર હુમલો કર્યો અને અમેરિકા તેમજ સાથી દળોએ કુવૈતના બચાવમાં ઝુકાવ્યું. તે પછી અમેરિકા અને સાથીદળો સાઉદી અરેબિયામાં રહ્યા.
આના કારણે લાદેન અને અલ કાયદા અમેરિકા વિરોધી બન્યાં. તે પછી ૨૦૦૧માં ન્યૂ યોર્કમાં વિમાનથી હુમલો થયો. અમેરિકાએ અફઘાનિસ્તાન અને ઈરાકમાં આક્રમણો કર્યાં. લાદેનનો તો અંત આવ્યો, પણ આ જ અલ કાયદામાંથી આઈએસઆઈએસનો જન્મ થયો. આઈએસઆઈએસ એટલી હદે ક્રૂર બન્યું અને ખાસ કરીને સ્માર્ટ ફોન,સોશિયલ વગેરેના જમાનામાં તેણે અનેક ખૂંખાર –ક્રુર હત્યાના વિડિયો ઉતારી દુનિયાભરમાં પ્રચલિત કર્યા. તેણે અનેક ખ્રિસ્તીઓના પણ માથા વાઢ્યાં. ખ્રિસ્તીઓની હત્યા થાય એટલે અમેરિકાએ બોલવું જ પડે ને યુદ્ધ પણ કરવું પડે. પરંતુ તેણે ઈરાકમાં યુદ્ધ કામગીરી કરી, પરંતુ સિરિયાથી તે દૂર રહ્યું. કારણકે સિરિયામાં આઈએસઆઈએસ અસાદને ઉથલાવવાનું તેનું કામ કરી રહ્યું હતું.
પણ અસાદને બચાવવા માટે રશિયા તૂટી પડ્યું. રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતીન આમેય કડક મિજાજના, માર્શલ આર્ટના જાણકાર, અનેક સાહસી પ્રવૃત્તિઓ કરનારા છે. રશિયાની કામગીરીમાં તુર્કમેન નામથી જાણીતા તુર્કીના લોકો, કે જે સિરિયામાં આંતરિક યુદ્ધમાં બળવાખોરો સાથે સામેલ છે તેઓ મરાવા લાગ્યા. આથી આનું પરિણામ છેવટે એ આવ્યું કે અમેરિકાએ આપેલી કહેવાતી બાતમીના આધારે તુર્કીએ રશિયાનું વિમાન તોડી પાડ્યું. આના પરિણામે રશિયાએ તુર્કી સામે આર્થિક પ્રતિબંધો લાદી દીધા.
બીજી તરફ, ફ્રાન્સ સામાન્ય રીતે અમેરિકાનું સાથી રહ્યું છે. ફ્રાન્સે પણ અમેરિકા અને બ્રિટનની જેમ અસાદનો વિરોધ કર્યો
પરંતુ તેને ત્યાં હિજાબ (બુર્ખા) પર પ્રતિબંધ સહિત કડક નિયમો લાગુ કરાતા તેના પર આઈએસઆઈએસે પેરિસમાં ભીષણ હુમલાઓ કર્યો.  આના પગલે ફ્રાન્સ પણ રશિયાની જેમ આઈએસઆઈએસ પર સિરિયામાં તૂટી પડ્યું.
આમ, સિરિયાની આંતરિક લડાઈમાં અનેક પેચીદા દૃષ્ટિકોણ છે. અને સમય સમય સાથે સાથીઓ અને દુશ્મનો બદલાઈ રહ્યા છે. જેમ કે નવેમ્બરના પેરિસ હુમલા પહેલાં ફ્રાન્સ પહેલાં અમેરિકાનું સાથી હતું પણ હવે તે આઈએસઆઈએસ પર હુમલા કરી રહ્યું છે. અમેરિકા અને બ્રિટન એક યા બીજા બહાને આઈએસઆઈએસ સામે કાર્યવાહી કરવાનું ટાળતા રહ્યા છે. પરંતુ તુર્કીએ રશિયાનું વિમાન તોડી પાડ્યું તે પગલે ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવના જાગી છે તે હકીકત નકારી શકાય નહીં. આમાં ભારત શાંતિથી જોઈને બેસી રહેશે કે તેણે પણ જોડાવું પડશે તે તો સમય જ કહેશે.

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી