Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

30 December 2015

૨૦૧૫: ધર્મકથા, ઐતિહાસિક અને અશ્લીલતાની ભરમાર


(ગુજરાત ગાર્ડિયનની ફિલ્મ પૂર્તિમાં ‘ટેલિટૉક’ કૉલમમાં તા.૨૫/૧૨/૧૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)
ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે આવતા શુક્રવારે નવું વર્ષ ચાલુ થશે. સદી પ્રમાણે અત્યારે ૨૧મી સદી ચાલી રહી છે. પરંતુ ટીવીમાં હજુ ક્યાંક ભૂતપ્રેતના શો ચાલે છે તો ક્યાંક અશ્લીલતાની સીમા પાર કરી દેવાઈ છે. ક્રિએટિવિટીના નામે ગણિતની ભાષામાં કહીએ તો ટેન્ડ્સ ટૂ ઝીરો છે. પૌરાણિક સિરિયલો તો ચાલે છે, પરંતુ હવે એમાં એક નવું પરિમાણ ઉમેરાયું છે. ધાર્મિક સિરિયલોમાં હવે મન ફાવે તેમ રંગો ભરવાના. ઐતિહાસિક સિરિયલોમાં ઇતિહાસ સાથે ચેડા કરવાનાં. ફ્રીડમ ઑફ એક્સ્પ્રેશન અને ક્રિએટિવ લિબર્ટીના નામે દર વર્ષે અશ્લીલતાની નવી ને નવી હદ પાર કરતા જવાની.
આ વર્ષે બિપાશા બસુનો ‘ડર સબ કો લગતા હૈ’ શરૂ થયો જેમાં ભૂતપ્રેતની વાર્તા જ હોય છે. બિપાશાનું ગ્લેમર અને હોરર. આ બંનેનું મિશ્રણ જોવા મળ્યું. શોની ફોટોગ્રાફી વગેરે ગુણવત્તા સારી રહી, પરંતુ દર વખતે હૉન્ટેડ હાઉસ અને સુપરનેચરલ ચીજો કેટલાને ગમે? દર વખતે કેટલું નવું આપી શકાય? તો રિયાલિટી શોની ભરમાર અને તેના વિવાદો પણ ચાલુ રહ્યા. ‘બિગ બોસ ૯’માં જે મોડલો કે અભિનેત્રીઓ બિન્દાસ્ત (બૉલ્ડ) હતી તેમને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા લાવીને તેની ટીઆરપી ઉંચકાવા પ્રયાસો થયા, પરંતુ તે ફ્લોપ જ રહ્યો. આ અંગે ગયા અઠવાડિયે જ લખી ગયા છીએ એટલે પુનરાવર્તન કરતા નથી. શોમાં સલમાન-શાહરુખ ખાન ફરી એક વાર ‘બ્રોમાન્સ’નો ઢોંગ કરતા જોવા મળ્યા. સલમાનને સજા ન થઈ તે ‘બિગ બોસ’ના નિર્માતાઓ માટે સારું થયું નહીંતર તેમને નવો હોસ્ટ શોધવો પડત.
હિન્દી ફિલ્મના કલાકારોને નાના પડદાની લાલચ આ વર્ષે પણ સિરિયલો-શોમાં લાવતી રહી. એક સમયની હોટ એક્ટ્રેસ ગણાતી શિલ્પા શિરોડકર ‘એક મુઠ્ઠી આસમાન’ (ઝી) પછી ફરી એક વાર નવી સિરિયલ ‘સિલસિલા પ્યાર કા’માં આવી રહી છે. જોકે જાહેરખબર ભલે વર્ષાંતે શરૂ થઈ હોય, શો ૪ જાન્યુઆરીથી સ્ટાર પ્લસ પર રાત્રે ૮.૩૦ વાગે શરૂ થશે. અનુપમ ખેરના શો ‘કુછ ભી હો સકતા હૈ’ની બીજી શ્રેણી આવી. તેમાં ઋષિ કપૂરનો ઇન્ટરવ્યૂ છેલ્લી ઘડીએ રદ્દ થતાં તેણે ટ્વિટર પર હંગામો કર્યો.
વિરોધના હંગામા છતાં ચાલુ રહેલી એકતા કપૂરની ભૂતપૂર્વ (ભૂતપૂર્વ એટલા માટે કારણકે એકતા કપૂર તેમાંથી નીકળી ગઈ હતી) ‘જોધા અકબર’ સિરિયલ અંતે ૭ ઑગસ્ટના રોજ શાંત થઈ. આ સિરિયલમાં ઇતિહાસ સાથે ચેડા થયા હોવાનો કેટલાક રાજપૂતોનો દાવો હતો. રાજપૂતોએ આ જ રીતે સોની ટીવી પરની ‘ભારત કા વીર પુત્ર- મહારાણા પ્રતાપ’નો પણ વિરોધ કરેલો. જોકે મહદંશે આવા વિરોધ વાંઝણા પુરવાર થાય છે. આ સિરિયલ ગત ૧૦ ડિસેમ્બરે સમાપ્ત થઈ ગઈ છે.
આ જ રીતે કલર્સ પરની  ‘ચક્રવર્તી સમ્રાટ અશોક’માં પણ ક્રિએટિવ લિબર્ટીના નામે ચેડા કરાયા છે. બિંદુસારના સમયમાં ઈસ્લામ પંથનો ઉદ્ભવ જ નહોતો થયો તો ‘મીર’ અને તેની દીકરી ‘નૂર’ એવાં ઇસ્લામિક નામ ધરાવતા પાત્રો, જેમની રહેણીકરણી, બોલચાલ બધી રીતે ઇસ્લામિક છે, તેઓ ક્યાંથી આવે? આવા તો બીજા ઘણા ફેરફારો ફિક્શનના નામે કરાયા છે. આવું જ ‘સિયા કે રામ’માં કરાયું છે. એ માન્યું કે રામાયણના અનેક સંસ્કરણો છે અને હિન્દુ સિવાય જૈન મતાવલંબીઓ અને અન્ય મતાવલંબીઓએ પોતાની માન્યતાઓ પ્રમાણે રામાયણની કથા રચી છે. પરંતુ જે આધારભૂત રામાયણ મનાય છે તે વાલ્મીકિ રામાયણ અને લોકપ્રિય રામાયણ તુલસી રચિત રામાયણ છે. જે લોકો કાર્ટૂન કે સિરિયલ/ફિલ્મના નામના વિરોધમાં કોઈને મારી નાખતા નથી કે ત્રાસવાદી હુમલા નથી કરતા તેમની લાગણી સાથે શા માટે આ ક્રિએટિવ કમ્યૂનિટી સતત રમતી આવે છે તે સમજાતું નથી.
પૌરાણિક ધર્મકથાઓ પર આધારિત ‘સૂર્ય પુત્ર કર્ણ’ અને ‘જય સંતોષી મા’ પણ આ વર્ષે આવી. તો બીજી તરફ ઈચ્છાધારી નાગણ બદલો લે તેવી ફિલ્મી વાર્તાને સિરિયલમાં બદલી એકતા કપૂરે ફરી એક વાર સાબિત કર્યું કે તેનું સોપ ક્વીન તરીકે સામ્રાજ્ય યથાવત્ છે. ૨૧મી સદીમાં પણ ‘નાગિન’ના ટીઆરપી સૌથી વધુ જોવા મળે છે તે નવાઈની વાત છે.
આ વર્ષે સિરિયલોની સાથે રિયાલિટી શો પણ ચાલુ જ રહ્યા. હિમેશ રેશમિયા, મિકા સિંહ, સુનીધિ ચૌહાણ અને શાનને નિર્ણાયક તરીકે દર્શાવાતા ‘વોઇસ ઑફ ઇન્ડિયા’માં એક સારું પરિવર્તન એ કરાયું હતું કે તેમાં જ્યારે સ્પર્ધક પોતાની ગાયન કળા રજૂ કરતો હોય ત્યારે નિર્ણાયકો ઊંધા ફરી જતા હતા. જેથી સ્પર્ધકોના દેખાવની તેમના નિર્ણય પર અસર ન પડે. આ જ રીતે બાળકોના ‘ઇન્ડિયન આઈડોલ જુનિયર ૨૦૧૫’ પણ લોકોને ઘણો પસંદ પડ્યો. જોકે તેમાં અભિનેત્રી સોનાક્ષી સિંહા જે આલિયા ભટ્ટની જેમ ઠીક-ઠીક પણ ગાઈ શકતી હોય તેવું જાણમાં નથી, તેને નિર્ણાયક તરીકે લેવામાં આવી તે ટીકાપાત્ર રહ્યું. ‘રોડિઝ’માં નિષ્ફળ અભિનેત્રી એશા દેઓલને નિર્ણાયક તરીકે લેવાનો નિર્ણય પણ ટીકાપાત્ર ઠર્યો. આ જ રીતે લેખક ચેતન ભગતને એકતા કપૂરના શો ‘નચ બલિયે-૭’માં નિર્ણાયક તરીકે કેમ પસંદ કરાયા તે સવાલ પણ મૂંઝવી ગયો. ‘નચ બલિયે-૭  ‘માં તેનું માળખું બદલી નાખ્યું. માત્ર ડાન્સ પર આધારિત શો રાખવાના બદલે તેનું ફોર્મેટ ‘બિગ બોસ’  જેવું કરી નખાયું. આ ફોર્મેટ અંતર્ગત કલાકારોના ડાન્સ શનિ-રવિ જ દર્શાવાતા હતા જ્યારે સપ્તાહના બાકીના દિવસોમાં  ‘બિગ બોસ’ની જેમ કલાકારોની દિનચર્યા દર્શાવાની. આ ઉપરાંત ખતરોં કે ખિલાડી, માસ્ટર શેફ વગેરે રિયાલિટી શો પણ ચાલુ રહ્યા.
અશ્લીલતા ને ઉદ્દંડતાની નવી ને નવી હદ ફિલ્મોની સાથે ટીવીમાં પણ પાર કરાતી જાય છે. અગાઉ સોની ટીવી પર ‘કોમેડી સર્કસ’ આવતું હતું તેમાં અર્ચના પૂરણસિંહ, રોહિત શેટ્ટી, શેખર સુમન ને સોહેલ ખાનની હળવી મજાક કરાતી હતી, પરંતુ ઇન્ટરનેટ પર ‘એઆઈબી- રોસ્ટ’નો સાવ અપમાનજનક અને અશ્લીલતાપૂર્ણ કાર્યક્રમ આવ્યો તેને જોઈને બંધ પડેલા ‘કોમેડી સર્કસ’ના વિપુલ ડી. શાહે આ જ પ્રકારનો શો બનાવ્યો.
’કોમેડી નાઇટ્સ બચાવો’. પરંતુ ‘કોમેડી સર્કસ’માં જે વૈવિધ્ય અને ક્રિએટિવિટી જોવા મળતી હતી તેનો અહીં અભાવ છે. અહીં તો જે મહેમાનોને બોલાવાય છે તેનું ભયંકર અપમાન થાય તેવી મજાક કરાય છે. અને તેમાં ભારતીની વાહિયાત હરકતો અશ્લીલતાની હદને દિવસે ને દિવસે પાર કરતી જાય છે. ‘કોમેડી નાઇટ બચાવો’ જેના પરથી પ્રેરિત છે તે ઇન્ટરનેટના ‘એઆઈબી’વાળાઓ-ગુરસિમરન ખાંબા અને તન્મય ભટ્ટે સ્ટાર પ્લસ પર રવિવારે રાતે દસ વાગે ‘ઓન એર-એઆઈબી’ શરૂ કર્યું છે. તેમાં પણ નેતાઓથી લઈને અભિનેતાઓની ભદ્દી મજાક ઉડાડાય છે. જેમ કે ઈઝરાયેલના વડા પ્રધાન નેતનયાહુએ કહ્યું કે જર્મનીનો તત્કાલીન વડો હિટલર જ્યુને તગેડી મૂકવા માગતો હતો. તેમનો નરસંહાર કરવા માગતો નહોતો. પરંતુ તેને જેરુસલેમના ગ્રાન્ડ મુફ્તિએ સલાહ આપી તેથી તેણે આમ કર્યું. હવે જે યહૂદીઓ પર અત્યાચાર કરાયો હોય તે યહૂદીઓના વડા આમ કહેતા હશે તો કંઈક તથ્ય જ હશે ને. પરંતુ ‘ઓન એર-એઆઈબી’માં આ નિવેદનને પોઇન્ટ કરીને એટલી મજાક ઉડાવી કે વાત ન પૂછો. એ મજાકના શબ્દો તો ચોક્કસ યાદ નથી પણ કંઈક આવી હતી કે જો નેતન્યાહુ કહે છે કે હિટલર યહુદીઓને મારવા નહોતો માગતો તો સન્ની લિયોન પણ પોર્ન ફિલ્મો કરવા નહોતી માગતી….આ પ્રકારની મજાક.
બિગ મેજિક ચેનલ પર ‘બોયઝ’ સિરિયલમાં દ્વિઅર્થી સંવાદોની ભરમાર છે અને અહીં વિદ્યાર્થીને શિક્ષિકા પર લાઇન મારતા બતાવાય છે. એમટીવી પર ‘બિગ એફ’ સિરિયલમાં લેસ્બિયન અને તેમની કિસનાં દૃશ્યો સુધી વાત પહોંચી ગઈ.
અમિતાભ બચ્ચનનું ટીવી પર પુનરાગમન એ રીતે થયું કે તેઓ ‘કૌન બનેગા કરોડપતિ’ સાથે નહીં, પણ એક નવા શો ‘આજ કી રાત હૈ ઝિંદગી’ સાથે રજૂ થયા, પરંતુ વર્ષ ૨૦૦૧માં કે અત્યારે પણ ‘કૌન બનેગા કરોડપતિ’માં જે જાદુ તેઓ જગાડી શકે છે તેવો જાદુ જગાડી શક્યા નહીં. શોની જાહેરાત પ્રમાણે તે મ્યૂઝિકલ શો હોવાનું અનુમાન હતું. જ્યારે તેમાં સામાન્ય માણસની અસામાન્ય સિદ્ધિઓની વાત કરાય છે. દરેક વાતમાં અમિતાભની નકલ કરતા શાહરુખ ખાનનું પણ નાના પડદે પુનરાગમન નિષ્ફળ નિવડ્યું. તેનો શો ‘ઇન્ડિયા પૂછેગા સબ સે શાણા કૌન’ ભયંકર નિષ્ફળ નિવડ્યો. ફરહાન અખ્તરનો શો ‘આઈ કેન ડૂ’ પણ ચાલ્યો નહીં.
સિરિયલ ફિક્કી પડે ત્યારે વાર્તામાં કોઈ પાત્રને મારી નાખવું, પેઢીઓ બદલી નવા કલાકારો લઈ આવવા આ વલણ આ વર્ષે પણ ચાલુ રહ્યું. ‘કુબૂલ હૈ’, ‘દિયા ઔર બાતી’, ‘સાથ નિભાના સાથિયા’, ‘દિયા ઔર બાતી’, ‘બંધન’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં આ બંને ટ્રેન્ડ જોવા મળ્યા.
કોમેડી સિરિયલ સારી રીતે આપો તો લોકપ્રિય થાય છે તેવું ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ અને ‘ભાભીજી ઘર પે હૈ’માં કહી શકાય. ‘સુમિત સબ સંભાલ લેગા’ પણ ઠીક-ઠીક લોકપ્રિય થઈ છે. સોની ટીવી અને સ્ટાર પ્લસે તેના ડિજિટલ પ્લેટફોર્મ પર જ ખાસ કાર્યક્રમ શરૂ કરવાનો ટ્રેન્ડ પણ શરૂ કર્યો છે. સોનીએ ‘લવબાઇટ્સ’ નામની શ્રેણી તેના માત્ર ડિજિટલ પ્લેટફોર્મ પર જ રજૂ કરી તો સ્ટાર પ્લસે તેના કાર્યક્રમો પહેલા એપિસોડથી માણી શકાય તે માટે હોટસ્ટાર એપ લાવી.
આ વર્ષે ટીવી કલાકારોમાં લગ્ન અને ભંગાણના કિસ્સાઓ પણ જોવા મળ્યા. ભંગાણના કિસ્સાની વાત કરીએ તો સારા ખાન-પારસ છિબરાની, પલ્લવી સુભાષ-અનિકેત વિશ્વાસરાવ, શ્વેતા મુનશી-રતિકાંત બહેરા, દલજીત કૌર-શાલીન ભનૌત, દિવ્યંકા ત્રિપાઠી-શરદ મલ્હોત્રા, આ બધાં છૂટાં પડ્યાં છે. તો  ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની વર્ષા ઉર્ફે પૂજા જોશી, ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની દયા ઉર્ફે દિશા વાકાણી, પ્રનીત ભટ્ટ, વ્રજેશ હીરજી, નિગાર ખાન, નિકિતન ધીર, કરણ પટેલ, ચંદન પ્રભાકર, દૃષ્ટિ ધામી વગેરે અનેક કલાકારોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Follow

Get every new post delivered to your Inbox.
Join 2,533 other followers


No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી