Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

10 January 2016

ધર્મ એટલે સારું જીવન જીવવાની નીયમાવલી

ધર્મ એટલે સારું જીવન જીવવાની નીયમાવલી

– દીનેશ પાંચાલ
એકવાર અમે ટ્રેનમાં જઈ રહ્યા હતા. મીત્રો જોડે ધર્મની ચર્ચા ચાલતી હતી. તેમાં એક મુસાફરે વચ્ચે પુછ્યું, ‘તમે ક્યો ધર્મ પાળો છો ?’ જવાબમાં શું કહેલું તે યાદ નથી; પણ આજે કોઈ પુછે તો કહીએ કે અમે ‘જીવનધર્મ’ પાળીએ છીએ. જીવનધર્મ આમ તો ‘માનવધર્મ’નો જ પર્યાય ગણાય પણ બે વચ્ચે થોડો ફેર છે.માનવધર્મ આદર્શવાદી છે. જીવનધર્મ વાસ્તવવાદી છે. થોડાં ઉદાહરણો વડે એ વાત સમજવાનો પ્રયત્ન કરીએ. માનવધર્મ એટલે કોઈનું બુરું ન કરવું, પાપ ન કરવું, બેઈમાની ન આચરવી, દુઃખીઓને મદદ કરવી, ભુખ્યાઓને ભોજન આપવું… વગેરે વગેરે. અને જીવનધર્મ એટલે તમે જ્યાં જે સ્થીતીમાં ઉભા હો તે સ્થીતીમાં જે રીતે જીવવું પડે તેમ જીવવું તે જીવનધર્મ કહેવાય. એક દાખલો લઈએ. બસમાં ચડતી વેળા (ધક્કામુક્કી કરવાને બદલે) લાઈનમાં, શીસ્તબદ્ધ રીતે બસમાં ચઢવું એ નાગરીક ધર્મ ગણાય. પણ બધા જ પેસેન્જરો ધક્કામુક્કી કરીને ચડતાં હોય તો તમારે પણ ન છુટકે એ રીત અપનાવવી પડે. જો તમે શીસ્તબદ્ધ રીતે બસમાં ચડવાનો આગ્રહ રાખો તો સવારની સાંજ પડે તોય કોઈ બસમાં ચડી ના શકો. પ્રથમ નજરે આ વાત ખોટા ઉપદેશ જેવી લાગશે; પણ રસ્તો જ વળાંકવાળો હોય તો સીધા માણસે પણ વંકાવું પડે. એક બીજીય વાત સ્વીકારવી પડશે. જીવનમાં માત્ર અહીંસાની જ નહીં; હીંસાનીય જરુર પડે છે. એથી ક્યારેક દયા ત્યજીને હીંસા આચરવી પડતી હોય છે. આપણા સૈનીકો ચીન કે પાકીસ્તાન સામે જે બન્દુકબાજી કરે છે તે હીંસા જ કહેવાય; પણ દેશના રક્ષણ માટે તે જરુરી છે. (પાકીસ્તાનના લશ્કરમાં કોઈ ભારતીય સૈનીક હોય અને તેણે ભારતના સૈનીકો પર ગોળીબાર કરવો પડે, તો તે તેનો જીવનધર્મ ગણાય. જો તેને આપણે ભારત સાથેની બેવફાઈ કહીશું તો આપણા દેશના પાકીસ્તાન તરફી મુસ્લીમોને વખોડવાનો આપણને કોઈ હક રહેશે નહીં.)જીવનધર્મની આચારસંહીતા એ છે કે ‘જેની ઘંટીએ દળીએ તેનાં ગીત ગાઈએ.’
સુરતના મુસ્લીમ બીરાદર મરહુમ ફીરોઝ સરકાર સાહેબ કહેતા : ‘ધર્મ માણસને બીજા સાથે હળીમળીને કેમ જીવવું તે શીખવે છે.’ તેઓ એક પંક્તી ટાંકતા : ‘મજહબ નહીં સીખાતા આપસ મેં બૈર રખના… હીન્દી હૈં હમ, વતન હૈ હીન્દોસ્તાં હમારા !’ હમણાં બે ત્રણ મુસ્લીમ મીત્રોને મળવાનું બન્યું, ત્યારે ફીરોઝ સરકાર સાહેબનું સ્મરણ થયું. મીત્રોએ ઈસ્લામ ધર્મ અંગે જે વૈજ્ઞાનીક અને મહીમાસભર વાતો કરી તે સાંભળી આનન્દ થયો. અમારે કબુલવું જોઈએ કે અમે કોઈ પણ ધર્મના અધીકૃત અભ્યાસુ નથી; પણ એટલું સમજાય છે કે કોઈ પણ ધર્મ કદી માણસને ઝનુની કે હીંસક બનવાનો ઉપદેશ આપતો નથી. ધર્મોને ગ્રંથો કરતાં જીવન સાથે વધુ ગાઢ સમ્બન્ધ હોય છે. ધર્મ એટલે બીજું કાંઈ નહીં; સારું જીવન જીવવાની નીયમાવલી ! ધર્મ હીંસા ન આચરવાનું કહે છે; પણ એ વાતને વીવેકબુદ્ધીના ત્રાજવે તોળીને તેનો અમલ કરવો પડે. ગાંધીજી અહીંસાવાદી હતા; પણ તેમણે આશ્રમમાં રોગથી પીડાતા વાછરડાને ઈંજેક્શન મુકાવી જીવનમુક્ત કરાવ્યો હતો. (આજે તેઓ ફરી જન્મે તો મચ્છરોના ત્રાસ સામે તેમણે પણ બેગોનસ્પ્રેનો છંટકાવ કરવો પડે) મહાભારતના યુદ્ધવેળા અર્જુને મુંઝવણ વ્યક્ત કરી હતી : ‘જેના પર મારે બાણ ચલાવવાનાં છે એ બધા તો મારા ભાઈઓ છે. હું એ આપ્તજનોને શી રીતે મારી શકું ?’ કૃષ્ણને બદલે ગાંધીજી હોત તો તેમણે જવાબ આપ્યો હોત : ‘અહીંસા પરમો ધર્મ’ એમ હુંય માનું છું; પણ મારા બગીચામાં ઉધઈ, ઈયળ કે અન્ય જીવાતો છોડવાઓનો નાશ કરતી હોય, તો મારે વીવેકબુદ્ધી વાપરીને તેનો નાશ કરવો પડે. ઘરમાં વીશ–પચ્ચીશ ઉંદરો ચીજવસ્તુઓનો બગાડ કરતા હોય તો તેમના પ્રત્યે કરુણા ન દાખવી શકાય. જે વીનાશ કરે છે તેનો નાશ કરવો એ પાપ નથી; જીવનધર્મ છે.
દોસ્તો, ફરજના ભાગરુપે હીંસા આચરવી પડતી હોય તો તે જરુરી છે. કોઈ માણસ કસાઈને ત્યાં પશુઓની કતલ કરવાની નોકરી કરતો હોય, તો તેનાથી અહીંસક બની શકાય ખરું ? તે દયાળુ હોઈ શકે; પણ હીંસા એનો જીવનધર્મ બની રહે છે. કોઈનું ખુન કરતા ગુંડાને (અથવા બોમ્બબ્લાસ્ટ કરતા આતંકવાદીને) પોલીસો એન્કાઉન્ટરમાં મારી નાખે, તો તેવી હત્યા પવીત્ર ગણાય. (રીઢા ગુનેગારને ફાંસીની સજા થાય ત્યારે તે રાષ્ટ્રપતીને દયાની અરજી કરે છે. મોટે ભાગે રાષ્ટ્રપતી તેની અરજી માન્ય રાખીને તેને ફાંસીથી બચાવી લે છે. એવી કહેવાતી દયા ‘મુર્ખામીભરી માનવતા’ ગણાય. આતંકવાદીઓ કે ધન્ધાદારી ખુનીઓ દયાને પાત્ર હોતા નથી. કાયદો તેને ફાંસીની સજા ફરમાવે પછી તેની દયાની અરજી માન્ય રાખવી એ થુંકેલું ચાટવા જેવી સંવૈધાનીક બેવકુફી ગણાય.) પાકીસ્તાનના આતંકવાદી અજમલ કસાબને ફાંસી થયેલી તે પુર્વે આખા દેશનો જીવ તાળવે ચોંટી ગયો હતો. (સરકાર એ શેતાનને ફાંસીને બદલે ‘શતમ્‍ જીવ શરદ’નો આશીર્વાદ આપી બેસે !) આપણા રાજકારણીઓમાં પણ 162 સાંસદો પર કોર્ટમાં કેસો ચાલે છે, એથી ક્રીમીનલો પ્રત્યે તેમનો સ્થાયીભાવ ક્ષમાનો જ રહેતો આવ્યો છે. (એમ જ હોય… વાઘ જંગલનો વડોપ્રધાન બને તો તે હરણોને બંદુકની ફેક્ટરી ખોલવાનું લાયસન્સ નહીં આપે. દીપડો કદી ‘અહીંસા પરમોધર્મ’નું પાટીયું ગળામાં લટકાવીને ફરે ખરો ?)
ધર્મના મુળ મુદ્દા પર આવીએ. માણસની પાર વીનાની અન્ધશ્રદ્ધાઓને કારણે ધર્મમાં એટલી વીકૃતીઓ પ્રવેશી ગઈ છે કે આજે ધર્મ ન પાળવા કરતાં, પાળવાથી વધુ મુશ્કેલીઓ ઉભી થાય છે. નાસ્તીકો ભગવાનનું અસ્તીત્વ નથી એમ કહીને શાંતીથી બેસી રહે છે. પણ આસ્તીકો શ્રદ્ધાને નામે મોટું ધર્મયુદ્ધ આચરી બેસે છે. એશ–આરામબાપુ અને નારાયણ સાંઈ નાસ્તીક હોત તો સેંકડો સ્ત્રીઓ બચી ગઈ હોત. (પેલી ભોગ બનેલી સગીરા પણ નાસ્તીક હોત તો બાપુના આશ્રમમાં જવાનું તેને ના સુઝ્યું હોત.) દોસ્તો, દરેક સત્ય વાત શક્ય હોતી નથી. બધાંને રાતોરાત નાસ્તીક બનાવી દઈ શકાતા નથી. પણ સત્ય અને ન્યાયનો ધરમકાંટો બન્નેનો સરખો ન્યાય કરે છે. આસ્તીક– નાસ્તીકને વચ્ચે લાવ્યા વીના એક વાત છાતી ઠોકીને કહી શકાય, કોઈ પણ વ્યક્તી દુષ્ટતા આચરે તો તેનો બચાવ ન થઈ શકે. એક સત્ય વારંવાર સમજાય છે, દેશના તમામ હીન્દુ મુસ્લીમો નાસ્તીક હોત તો (અથવા વધુ સાચું એ કે તેઓ સમજદાર આસ્તીકો હોત તો) મન્દીર મસ્જીદનો કલહ ના થતો હોત. વીનોબા ભાવેએ કહેલું : ‘બે ધર્મો કદી લડતાં નથી. બન્ને ધર્મના અજ્ઞાની અનુયાયીઓ લડે છે’ એક ‘ધર્મખોર હીન્દુ’ અને એક ‘ધર્મખોર મુસ્લીમ’ જીદે ચડે તો ધર્મયુદ્ધના નામે ધીંગાણું થાય છે. પણસજ્જન હીન્દુઓ અને સજ્જન મુસ્લીમો ભેગા મળે; તો એ સ્થળે ધર્માદા હૉસ્પીટલ બને અને બન્ને ધર્મના લાખો ગરીબ ભક્તોનો મફત ઈલાજ કરે. ધર્મનાં મુળીયાં જીવનમાં પડેલાં છે. પણ માણસ સ્થુળ ધર્મથી નહીં; બુદ્ધીયુક્ત ધર્મથી જ સુખી થઈ શકે. એ કારણે ધર્મ કદી બુદ્ધી વગરનો ન હોઈ શકે. વાત ન સમજાય તો હવે આગળ વાંચો. ભુખ એ કુદરતી પ્રકૃતી છે, અને અન્ન વીના માણસ મૃત્યુ પામી શકે છે. એથી ભુખ્યાને અન્ન આપવું એ ધર્મ કહેવાયો. એ કારણે જ ભોજનને ‘અન્નદેવતા’ કહેવામાં આવે છે. જળ વીના જીવન અશક્ય છે એથી તરસ્યાને પાણી પાવું એ ધર્મ કહેવાયો. (ઉનાળામાં લોકો તરસ્યા મુસાફરો માટે પરબ માંડે છે) દૃષ્ટી વીના માણસની જીન્દગી નકામી થઈ જાય છે. એથી અંધજનો માટે ચક્ષુદાન કરવું એ ધર્મ કહેવાયો. એ રીતે રક્તદાન, દેહદાન, કીડનીદાન, વીદ્યાદાન, વસ્ત્રદાન, અન્નદાન એ સર્વ શબ્દો સાથે ‘દાન’ શબ્દ જોડાયો છે.યાદ રહે પુજાપાઠ, આરતી, ધુપ, દીપ, હોમ–હવન જેવા કર્મકાંડોનો ઉલ્લેખ વેદ ઉપનીષદોમાં ક્યાંય નથી. એ બધું પાછળથી ધર્મગુરુઓએ ઘુસાડ્યું છે. પરન્તુ માણસની જીવનલક્ષી જરુરીયાતો પરાપુર્વથી ચાલી આવે છે એથી ઉપર જણાવ્યા તે સર્વ પ્રકારનાં દાન કરવાં એ આજનો શ્રેષ્ઠ માનવધર્મ છે અને એથીય સર્વશ્રેષ્ઠ તો એ જીવનધર્મ ગણાય.

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી