જાદુઈ સંખ્યા – ૧૦૮૯
ગણિતમાં ૧૦૮૯ ની સંખ્યા જાદુઈ કહેવાય છે. ચાલો એનો જાદુ જોઈએ..
ખરેખર તો બીજી દરેક સંખ્યાની જેમ એ એક સામાન્ય સંખ્યા જ છે, પરંતુ તેની સાથે આશ્ચર્યકારક એવી ગણતરી થઇ શકે છે. આ કરી જુઓ:
ખરેખર તો બીજી દરેક સંખ્યાની જેમ એ એક સામાન્ય સંખ્યા જ છે, પરંતુ તેની સાથે આશ્ચર્યકારક એવી ગણતરી થઇ શકે છે. આ કરી જુઓ:
- જેમાં શૂન્ય ન આવતું હોય તેવી ૩ આકડાની સંખ્યા લો. આ સંખ્યાના પહેલા અને છેલ્લા અંક વચ્ચે ઓછામાં ઓછો ૨(બે) નો તફાવત હોવો જોઈએ. ( ધારો કે, abc)
- હવે આ સંખ્યાને ઉલટાવી નાખો. (cba)
- હવે બન્નેમાં મોટી સંખ્યામાં થી નાની સંખ્યા બાદ કરી નાખો. (abc-cba=xyz)
- આ જવાબને ફરીવાર ઉલટાવી નાખો. (zyx)
- આ ઉલ્ટાવેલા જવાબને મૂળ જવાબમાં ઉમેરી દો. (xyz + zyx)
- જવાબ ૧૦૮૯ આવ્યો?
ઉપર કહી શરતોનું પાલન કરતી કોઈપણ ત્રણ આંકડાની સંખ્યાને આ મુજબ ગણતા જવાબ ૧૦૮૯ જ આવશે.
આમ કેમ બને છે? જવાબ મજેદાર છે. ચાલો તપાસીએ:
ધારોકે આપણે લીધેલી સંખ્યા abc છે. અહી c એકમના સ્થાનમાં હોઈ તેની કિંમત c x 1 = c થશે. એ જ રીતે દશકના સ્થાનના b ની કિંમત b x 10 = 10bઅને સો ના સ્થાને રહેલા a ની કિંમત a x 100 = 100a થાય. આમ, સંખ્યા abc = 100a + 10b + c થશે.
આ સંખ્યાને ઉલટાવીએ ત્યારે તે cba બને છે, જેને ઉપર મુજબ 100c + 10b + a તરીકે લખી શકાય.
આ સંખ્યાને ઉલટાવીએ ત્યારે તે cba બને છે, જેને ઉપર મુજબ 100c + 10b + a તરીકે લખી શકાય.
No comments:
Post a Comment