Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

14 January 2016

સફળ થવાનું રહસ્ય! કીડી જેવું મગજ કેળવો — એક પ્રેરણાદાયી લેખ.

સફળ થવાનું રહસ્ય! કીડી જેવું મગજ કેળવો — એક પ્રેરણાદાયી લેખ.

 આજની આ એકવીસમી સદીમાં દરેક મનુષ્યનું સ્વપ્ન જીવનમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી એ હોય છે. આ વિષયમાં ઘણા લેખકોએ પોતાના ધૂમ વેચાતાં પુસ્તકોમાં ઘણું ઘણું લખ્યું છે.લોકો મોટી ફી ચૂકવીને અનેક સેમિનારોમાં સુખી થવાના નુસખા શીખવા માટે જતા હોય છે.જ્યાં સુધી માણસની સુખ મેળવવાની ઝંખના ચાલુ છે, ત્યાં સુધી યોગ-સાધનાની માફક એના વિષે પણ લખાવાનું ચાલુ રહેશે.

મૂળ સુરતના પણ હાલ ન્યુ જર્સીમાં રહેતા શ્રી વિપુલ દેસાઈનો નીચેનો લેખ મારા એક મિત્રે મને ઈ-મેઈલમાં મોકલ્યો હતો. મને એ લેખ ખુબ ગમ્યો એટલે મારા બ્લોગના વાચકોને પણ વાંચવો પ્રેરણાદાયી થશે એમ લાગતા આજની પોસ્ટમાં મુક્યો છે.આ લેખમાં કીડી જેવું નાનું નાજુક પ્રાણી બુદ્ધિશાળી જણાતી મનુષ્ય જાતને જીન્દગી સારી રીતે જીવવા માટેનું રહસ્ય કેવી રીતે શીખવે છે એ સુંદર રીતે રજુ કરવામાં આવ્યું છે.

આ લેખને મારા બ્લોગમાં મુકવાની ઈ-મેલથી સંમતિ આપવા બદલ શ્રી વિપુલ દેસાઈનો આભારી છું. સંમતિ આપતા ઈ–મેલના અંતે તેઓ લખે છે કે “જિંદગીના જે કંઈ થોડા દિવસો બાકી છે તે આનંદથી પસાર થવા જોઈએ.જો લોકોને કોઈ સારી વસ્તુઓ પહોંચાડી શકાય તો આ જિંદગીનો ફેરો સફળ થયો કહેવાય.” હું એમના આ સુવિચારોમાં સંમત થાઉં છું.મારી ૭૫ વર્ષની જૈફ ઉમરે મારો ગુજરાતી બ્લોગ વિનોદ વિહાર શરુ કરવાનાં મુખ્ય કારણોમાં નિજાનંદ ઉપરાંત આ પણ એક મુખ્ય કારણ છે.  

                                                                                   — વિનોદ આર. પટેલ   

__________________________________________________________________________

સફળ થવાનું રહસ્ય ! કીડી જેવું મગજ કેળવો .                          લેખક-  વિપુલ દેસાઈ

આપણે બધા હંમેશા સારા બનવા માટે મોટા લોકોનું અનુકરણ કરીએ છીએ. આપણે એમની સફળતાનું રહસ્ય જાણવા માટે હંમેશા ઉત્સુક હોઈએ છીએ. પરંતુ આપણે એ વસ્તુ ભૂલી જઈએ છીએ કે ઘણી વખત આપણને જીવનનો મોટામાં મોટો બોધપાઠ આપણી નજીકની સામાન્ય વ્યક્તિ કે વસ્તુ પાસેથી મળે છે. આવો બોધપાઠ હંમેશા યાદ રહી જાય છે. આપણે સામાન્ય કીડીનો જ દાખલો લઈએ તો તમને નવાઈ લાગશે કે આટલું નાનું પ્રાણી આપણને  જિંદગી વધુ સારી રીતે કેવી રીતે જીવી શકાય એ શીખવે છે. દુનિયાના પ્રખ્યાત અભીપ્રેરણાત્મક ગુરુ જીમ રોહને “કીડીની ફિલોસોફી” વિકસાવી છે. જિંદગી કેવી રીતે વધુ સારી રીતે જીવી શકાય તેને માટે તેણે કીડીની વર્તણુંક પરથી ચાર બોધપાઠનું સંશોધન કર્યું છે. જીમ રોહનતો આ દુનિયામાં નથી રહ્યા પરંતુ એમનો સંદેશો આપણને સુંદર પ્રેરણા આપે છે. જીમ રોહનની “કીડીની ફિલોસોફી”ના ચાર બોધપાઠ નીચે પ્રમાણે છે.

૧ – કીડી કોઈપણ દિવસ હાર નથી માનતી, હિંમત નથી હારતી કે ગમે તેવી તકલીફમાં મેદાન છોડીને ભાગી જવાની કોશિશ નથી કરતી. કીડીના ચાલવાના રસ્તામાં જો કોઈ અડચણ આવે તો કીડી શું કરે છે એ તો તમને ખબર જ હશે. કીડીના ચાલવાના માર્ગ વચ્ચે તમારી આંગળી આડી મૂકીદો તો કીડી આજુબાજુમાંથી રસ્તો શોધશે અથવા તો આંગળી ઉપર થઈને જવાની કોશિશ કરશે. એ સમયે એ ત્યાં કેડે હાથ મુકીને નિરાશ વદને ઉભી રહીને ટગર ટગર જોયા નથી કરતી. એ રસ્તો છોડીને પાછી નથી ફરતી. આપણે પણ જીવન વધુ સારી રીતે જીવવા માટે તેનું અનુકરણ કરવું જરૂરી છે. દરેકની જિંદગીમાં હંમેશા કોઈને કોઈ વિઘ્નતો આવવાના. પરંતુ આપણે આવા પડકારોને ઝીલી લઈને આપણું લક્ષ્ય સિદ્ધ કરવા માટે  હંમેશા કઈને કઈ પ્રયત્નો કરતા રહેવું જોઈએ, કોઈ બીજા ઉપાયો શોધવાના પ્રયત્નો કરવા જરૂરી છે. વિન્સ્ટન ચર્ચીલે એટલા માટે જ કહ્યું છે કે “Never give up. Never, never give up!”

૨ – કીડી આખા ઉનાળામાં શિયાળાનો વિચાર કરે છે. ઉનાળાની અધવચ્ચે કીડી શિયાળામાં જોઈતા ખોરાકની તૈયારીમાં લાગી જાય છે. કીડીને ખબર છે કે ઉનાળાનો સારો વખત હંમેશા માટે નથી રહેવાનો. ઉનાળા પછી શિયાળો આવવાનો જ છે. કીડીની આવી વર્તણુંક પરથી એક સુંદર બોધપાઠ શીખવાનો મળે છે. તમારો સારો વખત ચાલતો હોય ત્યારે એ હંમેશા સારો જ રહેશે એમ માનીને બીજા સાથે અહંકારી કે ઉદ્ધત થઈને વર્તવાની કોઈ જરૂર નથી. દરેકને સારા પછી ખરાબ કે ખરાબ પછી સારો વખત આવે જ છે. માટે દરેક સાથે સારી રીતે વર્તો અને ભવિષ્યની ચિંતા કરીને બચત કરો. હંમેશા ધ્યેય ઊંચું રાખો. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે સારો વખત હંમેશા માટે નથી રહેતો પરંતુ સારા માણસો હંમેશા તમારી સાથે રહેશે.

૩ – કીડી આખા ઉનાળામાં શિયાળાનો વિચાર કરે છે પણ કકડતી ઠંડીમાં કે સ્નોના તોફાન વખતે કીડી હંમેશા એજ વિચારતી હોય છે કે આ ઠંડી કે સ્નો થોડો વખત રહેશે પછી તો  ઉનાળો આવવાનો જ છે ને? ઉનાળાના સુર્યના કિરણોને જોઈને ખુશ ખુશ થઇને કીડી પોતાના દરમાંથી બહાર આવીને પોતાનું કામકાજ આનંદ ઉત્સાહથી શરુ કરે છે. જ્યારે આપણે ખુબ જ મુશ્કેલીઓ વચ્ચે ઘેરાઈ ગયા હોઈ એ અને એમાંથી ઉગારવાનો કોઈ રસ્તો જ નહિ દેખાતો હોય ત્યારે કીડીને યાદ કરજો. પોતાની જાતને કહેજો કે જેમ આ આપત્તિઓ આવી તેવી જ રીતે સુખ પણ આવશે. દુ:ખના આ કાળા ડીબાંગ વાદળો હંમેશને માટે નથી રહેવાના એ વિખેરાઈ જશે અને સુખનો સુર્ય ચોક્કસ બીજે દિવસે ઉગવાનો છે. ફક્ત જરૂર છે ધીરજની. આવા વખતે મહત્વની વસ્તુ છે તમારું વલણ, તમારો દ્રષ્ટિકોણ જે હંમેશા હકારાત્મક હોવો જરૂરી છે. કહેવત છે કે“ખરાબ વખત કાયમ માટે નથી રહેતો પણ ખરાબ માણસો કાયમ માટે ખરાબ જ રહે છે”.

૪ – કીડી શિયાળાનો ખોરાક ભેગો કરવા માટે પોતાનાથી બને એટલા બધાજ પ્રયત્નો કરે છે. કીડી શિયાળા માટે કેટલો ખોરાક ભેગો કરી શકે? તેનામાં જેટલી તાકાત હોય તેટલો. કામ કેટલું કરવું કે કરી શકો તે માટેનો આ એક સુંદર નૈતિક સિદ્ધાંત છે. તમારાથી બની શકે તેટલા પ્રયત્ન કરો. કીડી કોઈપણ દિવસ બીજી કીડીએ કેટલું ભેગું કર્યું તેની ચિંતા કરતી નથી. પોતાને એકલીનેજ કેમ આટલુ  બધું સખત કામ કરવું પડે છે? નથી તો તેના ઓછા પગાર ધોરણ વીશે ફરિયાદ કરતી. બસ, એ તો પોતાના કામમાં મશગુલ હોય છે. એ તો પોતાનાથી બને તેટલો ખોરાક ભેગો કરે છે. સુખ અને સફળતા તમે કરેલા ૧૦૦% પ્રયત્નો અને તેને માટે તમે તમારાથી બની શકે તેટલા કરેલા અથાગ પ્રયાસોનું પરિણામ છે.

જીમ રોહનની “કીડીની ફિલોસોફી”ના ચાર પગલાઓને અનુસરો અને એનો ચમત્કાર તમે પોતેજ જુઓ. કોઈપણ વખત પીછેહઠ નહિ કરો, હંમેશા સકારાત્મક વિચારો અને તમારાથી બને તેટલા પ્રયત્નો કરો.

આ ઉપરાંત કીડીના જીવનમાંથી બીજો પણ એક બોધપાઠ લેવા જેવો છે. તમને એ ખબર છે કે કીડી પોતાના વજન કરતા ૨૦ ઘણું વજન ઊંચકી શકે છે? હકીકતમાં તો આપણે પણ તેના જેવા જ છીએ. આપણે ધારીએ તેના કરતા પણ ઘણો અધિક બોજ વહન કરવાની આપણામાં શક્તિ છે. જયારે તમેં કોઈ ચિંતાના બોજાતળે દબાઈ ગયા હો અને તમને એમ લાગતું હોય કે તમારાથી એ ભાર નહિ ઝીલાય તો ગભરાઈ જવાની જગ્યાએ પેલી કીડીને યાદ કરો. તમને ત્યારે કીડી કરતા પોતાનો બોજો હલકો લાગશે. અરે, તમારી આજુબાજુ નજર કરો તો તમને તમારાથી પણ ઘણો જ વધારે બોજો કે દુ”ખ કે તકલીફો લઈને ફરતા લોકો જોવા મળશે.

                                                                                ====  વિપુલ દેસાઇ 

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી