નંબર પ્રમાણે પતંગ ચગાવનારને ઓળખો.
- આમ તો એ કેસરી રંગનો જ પતંગ ચગાવતા હતા. એમને આડા આવતા પતંગને કાપી નાખવાની સારી ફાવટ હતી પણ હવે દિલ્લી ગયા પછી એમના પતંગમાં લીલો રંગ ભળી ગયો છે. એમનો પતંગ દિલ્લી ને બિહાર બાજુ ભર દોરીએ કપાઈ ગયો હતો.
- આમના પતંગને ગુલાંટ મારતા જ આવડે છે. એ ચગે છે ઓછો પણ સડસડ કરતો અવાજ વધુ કરે છે. એમને પતંગો ઉડાવનારાઓની મિલીભગતની શંકા વધુ રહે છે.
- જ્યારે પણ દેશમાં આફતરૂપી ભરપૂર હવા આવે છે એમનો પતંગ કપાઈને દૂર જતો રહે છે. પહેલાં મા પતંગ ચગાવતાં અને દીકરો ફીરકી પકડતો. હવે દીકરાને પતંગ ચગાવવો છે પણ મા એને માંડ ચગેલો પતંગ ચગાવવા આપી ફીરકી પકડવા તૈયાર નથી. એમના પતંગમાં એક સ્વામીએ લંગરીયું નાખ્યું છે. પતંગ ગમે ત્યારે કપાય જાય તેવી શક્યતા છે.
- આમને પોતે પતંગ કાપે ત્યારે જોરજોરથી પીપૂડી ને ભૂંગળા વગાડે છે પણ જ્યારે એમનો પતંગ કપાય જાય ત્યારે એ સમૂહમાં ભેગા થઈ બાધવા એવી જાય છે.
- આ લોકો પતંગ ચગાવવાના બદલે જોવાનું જ કામ કરે છે. એ લોકો કેસરી રંગના પતંગ કપાય તો મનમાં મલકાય છે પણ જો લીલા રંગનો પતંગ કપાય તો દેકારો કરી મૂકે છે. કેટલાક તો અગાશી છોડી જવાની ધમકી પણ આપવા માંડે છે.
No comments:
Post a Comment