વેલેન્ટાઇન ડે …..પ્રેમ શું છે ?( કાવ્ય )……બે અજનબી પ્રેમીઓની પ્રેમ કથા
વેલેન્ટાઇન ડે …..પ્રેમ શું છે ?( કાવ્ય )……બે અજનબી પ્રેમીઓની પ્રેમ કથા
૧૪મી
ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે એ પ્રેમી જનો માટેનો અગત્યનો દિવસ ગણાય
છે.વસંત ઋતુ આવતાં જેમ કુદરત પુર બહારમાં ખીલી ઉઠે છે એમ વેલેન્ટાઇન
પ્રસંગે યુવાન પ્રેમીજનોમાં યૌવન સહજ પ્રેમ ખીલી ઉઠે છે.વેલેન્ટાઇન એ
પ્રેમીઓ માટેની વસંત ઋતુ છે.
વેલેન્ટાઈન ડે એ પ્રેમીજનો વચ્ચેની પ્રેમની લાગણીઓની અનેક રીતે અભિવ્યક્તિ કરવાનો દિવસ .
સામાન્ય રીતે વસંત પંચમી અને વેલેન્ટાઈન ડે એક સાથે આવે છે એ કેટલો સુંદર સંયોગ છે !
વસંત એટલે પ્રકૃતીનું યૌવન .વેલેન્ટાઇન ડે એટલે યુવાનીની વસંત .
વેલેન્ટાઇન ડે ઉપરની પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી એક અછાંદસ રચના
નીચેની લીંક પર વાંચો.
પ્રેમનાં
અનેક સ્વરૂપો છે. આ ભાવને વ્યક્ત કરતી પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી એક
બીજી કાવ્ય રચના ” પ્રેમ છું છે ?” નીચે પ્રસ્તુત છે.
પ્રેમ શુ છે ? … કાવ્ય…વિનોદ પટેલ
પ્રેમ ખરેખર શુ છે એ બહું જ ગહન સવાલ છે,
પ્રેમ કહેવાની નહી પણ અનુભૂતિની વાત છે,
પ્રેમમાં પડવાનું નહી, ઊભા થવાનું હોય છે,
પ્રેમમાં પંખી જેમ ગગનમાં ઉડવાનું હોય છે ,
પ્રેમ એ મન ગમતી એક ઉત્તમ લાગણી છે,
પ્રેમ એ દિલના દર્દોની એક અકસીર દવા છે,
પ્રેમ એ છોડવું ન ગમે એવું એક બંધન છે,
પ્રેમ અનેક રૂપે સર્વત્ર વિહરતો જોવાય છે,
મા-બાપનો સંતાનો પ્રત્યેનો પ્રેમ જાણીતો છે,
પ્રેમ વશ થઇ બહેની વીરાને રાખી બાંધે છે,
પતિ-પત્નીનો પ્રેમ સંસારનો સાચો પાયો છે,
દેશ પ્રેમ માટે માનવો બલિદાનો આપે છે,
સાહિત્ય પ્રેમ એ જીવન ઉત્કર્ષની ચાવી છે,
ચલચિત્રોમાંનો પ્રેમ એક ધંધાદારી પ્રેમ છે,
લયલા-મજનું ,શીરી-ફરહાદ પ્રેમ પ્રતીકો છે,
તિરસ્કાર નહીં પણ પ્રેમ જ સદા એક સત્ય છે,
પ્રેમ આંધળો હોય છે, એમ લોકોમાં કહેવાય છે
પ્રેમાંધ સંત સાપને રસ્સી માની છેતરાય છે,
બધાં જ ધર્મોમાં પ્રેમનો મહિમા ગવાયો છે,
મોહન ઘેલી મીરાંનો પ્રેમ કેવો અદભૂત છે!
વાગી કટારી પ્રેમની એમ મીરાં જ ગાય છે,
રામ ઘેલી શબરી પ્રભુને એંઠા બોર ચખાડે છે,
રસોઈમાં જેમ નમક એમ જીવનમાં પ્રેમ છે,
જેણે પ્રેમ કર્યો નથી એનું જીવન બેકાર છે,
પ્રેમ વિહીન કોઈ પણ જીવન ક્લ્પવું મુશ્કેલ છે.
સૌ પ્રેમી મિત્રોને હેપ્પી વેલેન્ટાઇન ડે .
વિનોદ પટેલ , સાન ડિયેગો ,કેલીફોર્નીયા
બે અજનબી પ્રેમી પંખીડાંની ગજબની લવ સ્ટોરી
અમેરિકાના
ન્યુ મેક્ષિકો સ્ટેટમાં આવેલ મૂક્ય શહેર આલ્બુકર્ક માં રહેતા ડાઉન
સિન્ડ્રોમ ગ્રસ્ત એક યુવાન ટીમ હેરીસ Tim Harris ની વેલેન્ટાઈન ડે ને
અનુરૂપ આ પ્રેમ કથા જાણવા જેવી છે.
આખા
અમેરિકામાં ડાઉન સિન્ડ્રોમ સાથે આલ્બુકર્કમાં રેસ્ટોરંટ ચલાવતો ટીમ હેરીસ
Tim Harris એક માત્ર પ્રથમ જ માલિક હતો .એની રેસ્ટોરંટનું નામ Tim’s Place
હતું.પાંચ વર્ષ સુધી સખત મહેનત કરી એના આ ધંધામાં એના પ્રાણ રેડીને એને
સધ્ધર કર્યો હતો.
પરંતુ
એક દિવસે એના રેગ્યુલર ગ્રાહકો સમક્ષ એણે જાહેર કર્યું કે એ ટૂંક સમયમાં જ
રેસ્ટોરંટ બંધ કરે છે અને બીજા સ્ટેટમાં ડેનવર શહેરમાં મુવ થાય છે. એના
ગ્રાહકોને આ સમાચાર જાણીને ખુબ નવાઈ લાગી કે ટીમ એનો આવો જામેલો ધંધો કેમ
બંધ કરતો હશે .
રેસ્ટોરન્ટના ગ્રાહકોએ જ્યારે એનું કારણ જાણ્યું ત્યારે એમને એથી ય વધુ નવાઈ લાગી.
કારણ
એ હતું કે ડાઉન સિન્ડ્રોમ લોકોની એક કન્વેન્શનમાં ટીમને એક ટીફની જહોન્સન
Tiffani Johnson નામની યુવતી સાથે પરિચય થયો. પરિચય પાંગરીને પ્રેમમાં
પરિણમ્યો .ટીફની કહે છે “I think I got hit by the love bug.”
ટીમની
પણ ટીફની જેવી જ માનસિક પરિસ્થિતિ હતી .ટીમે એક દિવસ ટીફની આગળ ઘૂંટણીએ
પડીને એના વેલેન્ટાઇન થવાની ઓફર કરી. ટીફ્નીએ ખુશીથી સ્વીકારી. એને તો એ જ
જોઈતું હતું. પરંતુ એક મુશ્કેલી એ હતી કે ટીફની દુર ડેનવર માં રહેતી હતી
અને ટીમ સાથે રહેવા આવી શકે એમ નહોતી.
ટીફની
સાથે રહી શકે એ માટે ટીમે એની જામેલી રેસ્ટોરન્ટ બંધ કરીને ડેનવર મુવ
થવાનો મનમાં પાક્કો નિર્ણય કરી લીધો. ડેનવરમાં જઈને નવેસરથી ત્યાં ધંધો કરે
પણ એ જામે કે ના જામે એની એને પરવા નહોતી. ટીફની માટેના એના પ્રેમ ખાતર
એણે એક મોટું જોખમ માથે વહોરી લીધું.
આલ્બુકર્કમાં
એના ગ્રાહકોને એ પ્રિય બની ગયો હતો. રેસ્ટોરન્ટ બંધ કરવાના ટીમના નિર્ણયથી
ઘણા ગ્રાહકો તો એને બાથમાં લઈને રડવા લાગ્યા હતા.પ્રેમને ખાતર ટીમ આટલો
મહાન ત્યાગ કરવા તૈયાર થઇ ગયો હતો એ એમને સમજાતું નહોતું.
પરંતુ
ટીમ એમને સમજાવતો હતો “Every time I feel sad, my girlfriend makes me
feel a lot happier, When I look into her eyes, I see love. I see joy.
And I see that I have a future here.”
ટીમના
ફાધર કહે છે કે ટીમ એનો જામેલો ધંધો સમેટી આલ્બુકર્કથી ડેનવર મુવ થવાના
વિચારથી મનથી દુખી તો છે પણ એની પ્રિયતમા ટીફની સાથે રહેવા માટે જવાનું થશે
એ કારણથી એને આવો ઉત્તેજિત અને ઉત્સાહી થતો મેં એને કદી ય જોયો નથી.
આવાં
અજનબી પ્રેમી પંખીડાંની ગજબની પ્રેમ કથા નીચેના બે વિડીયોમાં તમે નીહાળશો
ત્યારે તમને પણ થશે કે પ્રેમ એ ખરેખર શું છે અને માનવી પાસે એ શું શું
કરાવે છે ?પ્રેમ માણસના શરીરને નહી પણ એમાં ધબકતા હૃદયને ઓળખે છે.
No comments:
Post a Comment