વિશ્વ માતૃભાષા દિન…../ “ગુજરાતી કે ગુજરેજી !” ….. બે હાસ્ય લેખો
૨૧ મી ફેબ્રુઆરી નો દિવસ વિશ્વભરમાં માતૃભાષા દિવસની ઉજવણીનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.
વૈશ્વીકરણના
ઝડપથી બદલાઈ રહેલ આજના સમયમાં કોઈ પણ દેશ કે રાજ્યની માતૃભાષા ટકી રહે તેમ
જ તેનું મહત્વ જળવાઇ રહે એ માટે જરૂરી પ્રયાસો હાથ ધરવા માટે કટિબદ્ધ
થવાનું આહ્વાહન કરતો આ દિવસ છે.
ગુજરાતી
ભાષાની આજની હાલત અને એના ભાવી વિષે વિચારકોમાં અવાર નવાર ચિંતાઓ વ્યક્ત
થતી રહે છે. આજે ગુજરાતી ભાષા લુપ્ત તો થઇ રહી નથી ને ? એવી શંકાઓ પણ
કરવામાં આવે છે.
ભારતમાં
પહેલાં દેવ ભાષા ગણાતી સંસ્કૃત ભાષાનું ભારે ચલણ અને વર્ચસ્વ હતું.આજે એની
શું હાલત છે ?આજે સંસ્કૃત ભાષા જાણનાર અને બોલનાર લોકોની સંખ્યા આંગળીના
વેઢે ગણી શકાય એટલી થઇ ગઈ છે.વિશ્વમાંથી દર વર્ષે ૧૫ જેટલી ભાષા લુપ્ત થઇ
નાશ પામે છે.
કવિ
ખબરદાર રચિત કાવ્ય પંક્તિઓ “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં
સદાકાળ ગુજરાત ”ને આપણે વારંવાર બોલતા હોઈએ છીએ.પરતું વિદેશોમાં વસતા
યુવાનોને ગુજરાતીમાં આજે બહુ રસ નથી દેખાતો . મારા મિત્ર શ્રી આનંદરાવ
લિંગાયત કહે છે એમ જે ભાષા રોટલો રળી આપવામાં કામ ના આવે એ ભાષાનું ભાવી
ખતરામાં પડે છે.
વિદેશમાં
વસતા ગુજરાતીઓમાં આથી જ ગુજરાતી ને બદલે અંગ્રેજીનું ચલણ વધુ જોવા મળે છે
અને એમની નવી પેઢી માટે તો ગુજરાતી ભાષા એક વિદેશી ભાષા જેવી જ અનજાન બની
ગઈ છે.
અંગ્રેજી
ભાષાનો વધતો જતો પ્રભાવ એ ચિંતાનું એક કારણ તો છે જ પરંતુ ગુજરાતી ભાષાના
હજારો શબ્દો લુપ્ત થતા જાય છે અને અને અંગ્રેજીના ઘણા નવા શબ્દો એમાં
ઉમેરાતા જાય છે એ બીજી ચીંતા વ્યક્ત થાય છે.ગુજરાત સમાચારના એક અહેવાલ
પ્રમાણે ગામડાઓમાં બોલાતી રોજિંદી ગુજરાતી ભાષામાં ૨૦ ટકા અંગ્રેજી શબ્દો
અને શહેરી વિસ્તારોમાં લગભગ ૪૦ ટકા અંગ્રેજી શબ્દો ઘૂસી ગયા છે. આમ ગુજરાતી
અને અંગ્રેજીના મિશ્રણથી બનેલી એક નવી “વર્ણ શંકર ભાષા -ગુજરેજી " નું ચલણ
વધી રહ્યું છે.
આવી “વર્ણ શંકર ભાષા -ગુજરેજી " વિષે કટાક્ષ કરતા બે હાસ્ય લેખો ....
૧.ડો. રઈશ મનીઆર લિખિત “ગુજરાતી લેંગ્વેજમાં થોટ્સ એક્સપ્રેસ કરવાનું થોડું ઓડ લાગે છે”(વાતનું વતેસર) અને
૨. શ્રી નિર્મિશ ઠાકર લિખિત “ઇંગ્લિશ મીડિયમવાળાનું ગુજરાતી-ગુજરેજી ” આજના વિશ્વ માતૃભાષાના દિવસે આજની પોસ્ટમાં વાચકો માટે પ્રસ્તુત છે.
આ
હાસ્ય લેખોમાં કરેલ કટાક્ષને હસી કાઢવા જેવો નથી પરંતુ એને ગંભીરતાથી લઈને
આપણી ગુજરાતી ભાષાની અસ્મિતા,શુધ્ધતા જાળવવા તથા ભાષાનો પ્રચાર,
પ્રસાર,સંવર્ધન અને વિકાસ માટે આજના વિશ્વ માતૃભાષાના દિવસે સુજ્ઞ વાચકો વિચારે અને જે શક્ય હોય એ બધું કરી છૂટવા નિશ્ચય કરે એવી આશા રાખીએ.
વિનોદ પટેલ
“ગુજરાતી લેંગ્વેજમાં થોટ્સ એક્સપ્રેસ કરવાનું થોડું ઓડ લાગે છે”(વાતનું વતેસર)
–ડો. રઈશ મનીઆર
ધીમે
ધીમે વિશ્વ એકાકાર થઈ રહ્યું છે. એક વિશ્વ, એક ભાષા, એક સંસ્કૃતિ તરફ આપણે
ગતિ કરી રહ્યા છીએ. એના મોટામોટા ફાયદાઓ વચ્ચે નાનાં નાનાં નુકસાનો પણ છે.
પિઝા અને બર્ગરના યુનિફોર્મ, સ્ટાન્ડર્ડ સ્વાદથી દાળઢોકળીના સ્વાદનું
અલાયદાપણું આપણે ગુમાવી રહ્યા છીએ. આપણે ત્યાં ગુજરાતમાં દર સો કિલોમીટરે
દાળનો સ્વાદ આગવો હોય છે. સુરતની દાળ જુદી, અમદાવાદની જુદી અને રાજકોટની
જુદી (મુંબઈની દાળ, રામો ક્યાંનો છે? મરાઠી, ઉડિયા, બંગાળી…એના પર આધાર
રાખે છે) તો પ્રાદેશિકતા અને સ્થાનિકતાની પણ એક સુવાસ હોય છે, એ સુવાસનું
ભાવિ હવે ભયમાં છે.
બાર
ગાઉ બોલી બદલાય એવી કહેવત હતી પણ વિશ્વમાંથી દર વર્ષે ૧૫ જેટલી ભાષા નાશ
પામે છે.લાગે છે કે બસો-બારસો વર્ષ પછી વિશ્વમાં એક જ ભાષા બોલાતી હશે.
બાકીની ભાષાઓ મ્યુઝિયમમાં હશે.
દસ
વર્ષ પહેલાં કવિતાના કાર્યક્રમો માટે ઈંગ્લેન્ડ ગયો હતો ત્યારે સાતે સાત
કાર્યક્રમમાં ઓડિયન્સ પંચાવનની ઉપરનું હતું, કારણ? યુવાનોને ગુજરાતીમાં રસ
નથી. ઈંગ્લેન્ડ કે અમેરિકામાં ગુજરાતી ભાષાની શું હાલત છે એ તો જૂનો ટોપિક
છે. હવે સ્વર્ગસ્થ ટોપિક ગણાય, પણ ગુજરાતમાં ય હવે તો ભાષાસાહિત્ય, કવિતા
કે કલાના કાર્યક્રમ વખતે વાલ્મીકિને થયેલો એવો શોક થાય છે અને શ્લોક સ્ફૂરે
છે.
જ્યાં સ્નાન કરવા ઊતર્યો બિલકુલ સૂકી નદી છે,
એ લુપ્ત થઈ ચૂકી છે એ તો સરસ્વતી છે
વસ્ત્રહરણનું સાહસ ને એકલો દુઃશાસન,
કંઈકેટલાની એમાં નિઃશબ્દ સંમતિ છે
ચંદ્રકાંત
બક્ષીજીએ એક વાર કહ્યું હતું કે જ્યાં સુધી દેશવિદેશમાં વસતાં ગુજરાતીઓના
ડાઇનિંગ ટેબલ પર ગુજરાતી અથાણું રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષાને કાંઈ
થવાનું નથી.એમની આ શ્રદ્ધા પર શ્રદ્ધા રાખી અમે સૌ કવિઓએ હવે કવિતા લખવાનું બંધ કરી અથાણાં વેચવાનું નક્કી કર્યું છે.
ગુજરાતી
ભાષા મરી જશે એવું કહેવાને બદલે મરી રહી છે એવું કહેવું વધારે યોગ્ય હશે.
આપણાં દાદા-દાદી પાસે, આપણાં મા-બાપ પાસે ભાષાની જે સમૃદ્ધિ, કહેવતો,
મહાવરાઓનો જે વૈભવ હતો એનો અંશ પણ આપણી પાસે છે કે? એમની પાસે જીવનની દરેક
બાબતને સ્પર્શતી કહેવતો હતી. કથા હતી, કહેણી હતી. આપણી ગુજરાતી ભાષા
દિનપ્રતિદિન ચપટી અને ચળકાટ વગરની બનતી જાય છે.
બાળકોને
અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો વિરોધ નથી પણ એમને ગુજરાતી ભાષા, કલા,
સંસ્કૃતિ અને પરંપરાની ઉજળી બાજુઓ…જવા દો વાત…કૂવામાં હોય તો હવાડામાં આવે
ને.
શોધું છું પુત્રમાં ગુજરાતીપણું,
શું મેં વાવ્યું છે, હવે હું શું લણું
આ વસિયત લખી ગુજરાતીમાં
પુત્ર એ વાંચી શકે તો ય ઘણું
ગુજરાતમાં
ય હવે છોકરાઓને ગુજરાતીમાં અભિવ્યક્ત થતાં આવડતું નથી. આજકાલના યુવાનો
કેવું ગુજરાતી (અને કેવું ઇંગ્લિશ) બોલે છે એનો એક નમૂનો પ્રસ્તુત છે.
એક ગુજરાતી યુવાનનો વાર્તાલાપ.
યુ
સી ગુજરાતી લેંગ્વેજમાં થોટ્સ એક્સપ્રેસ કરવાનું થોડું ઓડ લાગે છે. બીકોઝ
કે ધ હોલ એજ્યુકેશન આઈ ટૂક એ બધું, એક્ચુઅલી, આઈમીન, ઈંગ્લિશમાં હતું.
યુ
નો, ધેર ઈસ એ સિક્રેટ અબાઉટ હું કેવી રીતના બોલું છું. એકચુલી વ્હેન આઈ
સ્ટાર્ટ સ્પીકિંગ અ સેન્ટેન્સ ઇન ઈંગ્લિશ હાફ વે વોટ હેપંસ, યુ નો… મારે
બાકીનું વાક્ય ગુજરાતીમાં પૂરું કરવું પડે છે.આવું ઇંગ્લિશ બોલવા કરતાં તો
ગુજરાતી બોલવું ઇઝ મચ મચ બેટર એમ વિચારી ગુજરાતી બોલવા જાઉં છું. તો આઈ
ડોન્ટ ફાઇંડ પ્રોપર…શું કહેવાય? ગુજરાતી વર્ડ્સ ના મળે યાર.. સો આઈ મિક્ષ
અપ. સમ ટાઇમ્સ કોઈ ર્પિટક્યુલર વસ્તુ માટે મને ગુજરાતી વર્ડ ખબર નથી હોતો
અને એટ ધ સેઇમ ટાઇમ એને ઇંગ્લિશમાં શું કહેવાય તે પણ યાદ આવતું નથી. મેની
ટાઇમ્સ મારી બોથ ધ લેંગ્વેજની વોકેબલરી મને દગો આપે ત્યારે મારા હેંડસ અને
મારા શોલ્ડર્સ મારી મદદે આવે. મોસ્ટ ઓફ ધ ટાઇમ આઈ એડ અપ ટોકિંગ વિથ માય
હેંડસ. યુ સી…પીપલ અંડરસ્ટેન્ડ… નાવ ઇમેજિન કે હું ઠૂંઠો હોત તો મારું શું
થતે? કોઈ વાર શોચવા જાઉંને તો…પેલું શું કહેવાય? બહુ…શરમના…ના…એનાથી બેટર
વર્ડ છે…હં. ક્ષોભ.. જો કેવું યાદ આવી ગયું? હવે એ ના પૂછશો કે ઈંગ્લિશમાં
એને શું કહેવાય. કોઈ પૂછે ને ન આવડે તો હું એમ્બેરેસિંગ લાગે.
ગોટપીટ
કરીને આપણાં ગુજરાતીઓને તો બનાવી જવાય, પણ યુસી, નવરાત્રિમાં મારી ફોરેનર
ફ્રેન્ડ આવી’તી. મેં કહ્યું ‘થિસ ઈઝ અવર નાઇન નાઇટ્સ’ ગરબો ચાલતો’તો. મેં
કહ્યું ‘ધિસ ઈઝ અવર રોટેટિંગ ડાન્સ’. ‘‘તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે
મને ગમતું રે આ તો કહું છું રે પાતળિયા તને અમથું.’’ મને પૂછે ‘વોટ ડુ ધિસ
લાઇંસ મીન?’ આઈ સેઇડ, ‘વી જસ્ટ સિંગ ઈટ, વી હેવ સ્ટોપ્ડ ઇંટરપ્રિન્ટિંગ ધેમ
સિંસ માય ગ્રાંડમાઝ ટાઇમ.’ આઈ મીન યુ સી. તમે એમ ને એમ ગરબાનો મતલબ કેવી
રીતે સમજાવી શકો? યુ નો પહેલાં તો ગુજરાતી આવડવું જોઈએ. પછી અંગ્રેજી
આવડવું જોઈએ. આ ફોરેનરો પણ છે ને મોટી લપ હોય છે. આપણે ગુજરાતીઓ ફોરેન જઈએ
તો કોઈને કશું પૂછીએ છીએ? ચૂપચાપ એફિલ ટાવર સાથે ફોટો પડાવીને આવતાં રહીએ
છીએને?
ઈટ્સ
ક્રેઝી, મારી ફોરેનર ફ્રેન્ડ કહે કે મારે થોડા ગુજરાતી વડ્ર્સ શીખવા છે.
મને થયું કે મને તો આવો વિચાર આવ્યો જ નંઈ. તમે જ કો’ હવે ગુજરાતીમાં એને
હું શું શીખવું? ગુજરાતીમાં ગાળો પાક્કી આવડે છે. બૂલશીટ. અંગ્રેજીમાં તો
એય ન આવડે. અંગ્રેજીમાં રિકવેસ્ટથી થોડી વાત કરી શકું બાકી ઝઘડો તો
ગુજરાતીમાં જ ફાવે. એમાં ય જો કે સુરતી, પાલનપુરીની સામે તો કાચો જ પડું.
મારાં દાદી મારા માટે કે’ છે, બાવાના બેય બગડયા… નાવ ડોન્ટ આસ્ક મી વોટ ઈટ
મીસ. સમટાઇમ્સ શી સેઇઝ ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો. આઈ અંડરસ્ટેન્ડ કૂતરો
એન્ડ ઘર, બટ આઈ ડોન્ટ અંડરસ્ટેન્ડ ધોબી એન્ડ ઘાટ. ઈટ સીમ્સ ફની એન્ડ
સાર્કાસ્ટીક. આઈ ટોલ્ડ દાદીમા ટુ એકસપ્લેઇન. શી સેઇડ પાકા ઘડે કાંઠા ન ચડે.
આઈ ડોન્ટ અંડરસ્ટેન્ડ ઇવન ધીસ શીટ. શી સેઇડ ભેંસ આગળ ભાગવત. આમાં ભેંસ
ક્યાંથી આવી? બુલશીટ…ધીસ સ્ટુપિડ લેંગ્વેજિસ..ધ હોલ બંચ ઓફ શીટ…એની માને
પયણે…
=======================
ઇંગ્લિશ મીડિયમવાળાનું ગુજરાતી-"ગુજરેજી "
નિર્મિશ ઠાકર
ઇન
અવર સ્કૂલ…યુ નો, ‘ગુજરાતી ભાષા બચાવો વીક‘ સેલિબ્રેટ કરવાની છે, એટલે મેં
પન આ નિબંધ રાઇટ કરીયું છે, કાન્ટ હેલ્પ! ઇન ફેકટ, આ મેં લખિયું એ તો બેટર
છે. ઇફ યુ આસ્ક માય ઓપિનિયન, બેમાંથી એક જ સર્વાઇવ કરશે, આઇધર ‘ઊઝા–જોડની‘
ઓર ‘ગુજરાતી લેંગ્વેજ‘. ચોઇસ ઇઝ યોર્સ! ઇન શોર્ટ, કમ્પેરેટિવલી અમારો રોલ
નાનો છે, ‘ગુજરાતી‘ને મારવામાં. અંધેર ઇઝ એવરી વ્હેર, સો ડોન્ટ વરી…બી
હેપી…એન્ડ એન્જૉય માય ગુજરાતી નિબંધ!
આપણું કન્ટ્રી
વન્સ
અપ ઓન અ ટાઇમ, એક ‘ભરત‘ નામનું કિંગ હતું. વેરી બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ!
વેરી પાવરફૂલ, એને તો સિકસ પેક એબ્સ પન હતું, સમ વન ટોલ્ડ મી લાઇક ધેટ! ઇન
શોર્ટ, ‘ભરત‘ના નામ પરથી આપણા કન્ટ્રીનું નામ પડિયું ‘ઇન્ડિયા‘ ગોટ માય
પોઇન્ટ?
ફોર
અવર કન્ટ્રી…યુ સી, સૌથી મોટું હેડેક છે… લાઇન ઓફ કન્ટ્રોલ! ચારે બાજુ
અનસેફ. ઓન પેપર, કાશ્મીર ઇઝ અવર્સ! હિમાલય પર ચાઇનાનું ડેન્જર છે જ. ને
ત્રન બાજુ સમંદર છે, એટલે ટેરરિઝમને કન્ટ્રોલ કરવું ઇમ્પોસિબલ છે. એમ આઇ
રાઇટ?
લિવિંગ
રાજ ઠાકરે એપાર્ટ, સ્ટીલ વી આર ટુગેધર. મારા ઘરમાં પન ઇવન, મારા ફાધર મને
સમટાઇમ્સ ફટકારે, એટલે યુ.પી.વાલાને બોમ્બેમાં થોડો માર પડે, તો ઇટ ઇઝ
ટોલરેબલ, ઇફ લિમિટ ઇઝ નોટ ક્રોસ્ડ! ઓવરઓલ જૉવો તો…વી આર ટુગેધર! નો
પ્રોબ્લેમ! એમ તો અમારા સુરતમાં બિહારી રિક્ષાવાલાઓ એટલા ઇનક્રિઝ થયા કે
સિટીબસ પન ફૂટપાથ પર રન કરતું હતું, પછી આર.ટી.ઓ.માં રિક્ષાઓનું
રજિસ્ટ્રેશન પન કલોઝ થઇ ગીયું.
સો,
વ્હેર ધેર ઇઝ અ વીલ, ધેર ઇઝ અ વે! એટ એની કોસ્ટ, આપણું કન્ટ્રી સુપરપાવર
તો બનવાનું જ, એ તમે હાલ જ લખી લો! (લખીને મારી પેન પાછું આપજૉ! ડોન્ટ
ટ્રાય ટુ બી ઓનર ઓફ માય પેન, માઇન્ડ વેલ!)
આપણું
ગુજરાત પન આર્ટ ઓફ ધ કન્ટ્રી કહેવાય, એટલે એના માટે ફયુ વડ્ર્ઝ રાઇટ કરું
તો, યુ વિલ નોટ ઓબ્જેકટ, ધેટ આઇ નો વેરી વેલ. વલ્ર્ડ મેપ પર, એઝ કમ્પેર્ડ
ટુ પોરબંદર, ગોધરા ઇઝ મોર ફેમસ! ત્રણ દિવસ તો આખું ગુજરાત એવું વાઇબ્રેટ
થયેલું કે એના વાઇબ્રેશન્સ પન આફટર–શોકની જેમ યુ સી, વી કેન ફીલ. ઇન ધેટવે
ઓલ સો, આપણે… ‘વાઇબ્રન્ટ ગુજરાત‘ કહીએ તો, નથિંગ રોંગ.
બટ
વન થિંગ ઇઝ ધેર, યુ સી. ગુજરાતનો સ્પિરિટ કવિ નર્મદે બિલ્ટ અપ કરેલો… કે
વન્સ ધ સ્ટેપ ઇઝ ટેકન, વુડ નોટ બી ટેકન બેક…આઇ મિન ડગલો ભર્યો કે…ના
હટવું…સમથિંગ લાઇક ધેટ! વી આર પ્રાઉડ ઓફ સચ પોએટ્સ એન્ડ રાઇટર્સ.
આપણા
કન્ટ્રી માટે નિબંધ રાઇટ કરતું હોય… ને ઇફ વી ફર્ગેટ રાષ્ટ્રપિતા… આઈ એમ
સોરી… રાષ્ટ્રપતિ…મહાત્મા ગાંધી, તો નો વન વિલ ફર્ગીવ અસ. એમનાં બા, ઇફ આઈ
એમ નોટ રોંગ, કસ્તુરબાએ પન આ કન્ટ્રી માટે બહુ મોટો બલિદાન આપિયો હતો!
અનફોરર્યુનેટલી, આજે પીપલ સ્કેર્ડ ટુ ગીવ બલિદાન. બટ આઇ ઓલવેઝ થિંક લાઇક
સંજય ગાંધી, ઇફ યુ નો હીમ!
પીપલ
જો બલિદાન ના આપે તો એમને પકડી પકડીને… ધે મસ્ટ બી ફોસ્ર્ડ ટુ ગીવ બલિદાન.
કોઇ પન ફેલો કન્ટ્રીથી મોટો હોતું નથી. ઇફ સમ વન થિંકસ લાઇક ધેટ, વન મસ્ટ
કટ ટુ સાઇઝ. આઇ વુડ ઓલવેઝ વિશ ટુ ફાઇટ ઇલેકશન વિથ ધ સ્લોંગન પીપલ જો બલિદાન
ના આપે તો એમને પકડી પકડીને… ધે મસ્ટ બી ફોસ્ર્ડ ટુ ગીવ બલિદાન. કોઇ પન
ફેલો કન્ટ્રીથી મોટો હોતું નથી. ઇફ સમ વન થિંકસ લાઇક ધેટ, વન મસ્ટ કટ ટુ
સાઇઝ. આઇ વુડ ઓલવેઝ વિશ ટુ ફાઇટ ઇલેકશન વિથ ધ સ્લોંગન ‘બોચી પકડીને બલિદાન
અપાવો!’ બાત ખલાસ!
મારો એક દેશભકિતનો સોંગ રાઇટ કરીને… આઇ ફિનિશ ધીસ ગુજરાતી નિબંધ:
ઓ માય કન્ટ્રી… યુ ડોન્ટ વરી,
બી હેપી!
ઇન્ડિયા તું છે મારું કન્ટ્રી,
બી હેપી, બી હેપી!
આઇ નો એવરીવ્હેર
શેઇમલેસ સાઉન્ડ-સાઉન્ડ
વલ્ર્ડ-પીસ જતું રહ્યું
સમવ્હેર અન્ડરગ્રાઉન્ડ!
કન્ફયુઝ માય માઇન્ડ.
રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ !
ઇન્ડિયા તું છે મારું કન્ટ્રી,
બી હેપી, બી હેપી!
સો… આણે બધાં ત્રન વાર સાથે શાઉટ કરવાનો છે…
મધર ઇન્ડિયાની જે, મધર ઇન્ડિયાની જે, મધર ઇન્ડિયાની જે!
ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ!
સુરતી મુક્તકો …. શ્રી નિમિશ ઠાકર નિર્મિશ ઠાકર
સુરતી મુક્તકો
[1] આજની મારી ડસા
હાઠ મારો માગટી’ટી કૈંક છોકરીઓ, હવે –
આ જવાની પર સમયનો કાટ લાયગો, હું કરા ?
‘સ્હેજ ટેકો આપજોની !’ આજ બોઈલી પ્રેમઠી
એક ડોસીએ ય મારો હાઠ માયગો, હું કરા ?
[2] કાંતિ અને ક્રાંતિ
કાંટિ નામે એક નવરો ચૂટનીને ચારે ચઈરો
જોટજોટામાં ટો એ ક્રાંટિપ્રનેટા ઠઈ ગીયો
આપને ઉલ્લૂ હટા, ટો બી ફરી ઉલ્લૂ બઈના
ક્રાંટિનું કૈં ના ઠયું પન કાંટિ નેટા ઠઈ ગીયો !
[3] સ્કૂલમાં એડમીશન
કોઈ પ્રિન્સિપલ નઠી હોટો સીઢો
મેં મારી રીટનો રસ્ટો લીઢો
‘ઝાલ ડોનેસન’ કીઢું ને મેં પછી –
બાબલો આખો જ ટાં આલી ડીઢો !
[4] મારી કવિટા
રોટાં કરી ડે એવી હસ્ટીને હું કરે ?
કાવ્યો લખાવે એવી મસ્ટીને હું કરે ?
પટનીને મેં કહ્યું લે વાંચ આ ગઝલ,
બોલી ટરટ પછી એ : ‘પસ્ટીને હું કરે ?’
[5] કોઓપરેટીવ બેંક વિશે
ખાટાં ખોલી ખોલીને ભૈ, હું લેવાનું ટંબૂરો ?
પૈહા પાછા ના ય મલે ભૈ, હું લેવાનું ટંબૂરો ?
બેંક લૂંટવા જાવ ટો એની લાઈન, ને એ લાઈનમાં –
પેલ્લો મેનેજર હોવાનો, હું લેવાનો ટંબૂરો ?
મારા કવી મિત્ર શ્રી રમેશ પટેલના બ્લોગ "આકાશદીપ " માં પ્રસિદ્ધ નીચેનો લેખ પણ આજની પોસ્ટના સંદર્ભમાં વાંચવા જેવો છે.
No comments:
Post a Comment