“સંકેત ” વાર્તા માસિકમાં પ્રકાશિત મારી વાર્તા “યુવાની,પ્રેમ અને વાસના”
 |
|
પ્રતિલિપિ.કોમ પ્રકાશિત વાર્તા ઈ-માસિક " સંકેત" ના ફેબ્રુઆરી ૨૦૧૬ ના અંક નંબર ૭ માં અન્ય લેખકો સાથે મારી વાર્તા "યુવાની,પ્રેમ અને વાસના" નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વાર્તામાં એક ગામડામાં ઉછરેલો એક યુવાન મુંબઈ કોલેજમાં અભ્યાસ દરમ્યાન પ્રેમના નામે વાસનાનો શિકાર બને છે અને એક યુવતીના જીવનમાં તોફાનો સર્જે છે.ઘણા યુવાનોનો પ્રેમ એ સાચો દિલનો પ્રેમ નહિ પણ એની પાછળ વાસના કામ કરી રહી હોય છે એ આ વાર્તા નો મધ્યવર્તી વિચાર છે.
મારી આ વાર્તાને "સંકેત" વાર્તા માસિકમાં પ્રગટ કરવા માટે પ્રતિલિપિ.કોમ અને સંપાદિકા સુ.શ્રી નિમિષા દલાલ ,ગુજરાતી વિભાગ, નો હું આભારી છું. -વિ .પ.
યુવાની,પ્રેમ અને વાસના... (વાર્તા ).... વિનોદ પટેલ
રાકેશ ધીરજલાલ શેઠનો લાડ કોડમાં ઉછરેલો એકનો એક પુત્ર હતો. ધીરજલાલનાં પ્રથમ પત્ની રાકેશને માત્ર ચાર વર્ષનો મુકીને ભગવાનને વ્હાલાં થઇ ગયાં હતાં પરંતુ એમનાં બીજી વારનાં પત્ની તારાબહેને રાકેશને સગી માની ખોટ કદી જણાવા દીધી ન હતી.રાકેશ સૌને ગમી જાય એવો દેખાવડો છોકરો હતો.
રાકેશએ ગામની જ હાઈસ્કુલમાંથી એસ.એસ.સી.ની પરીક્ષા સારા માર્કથી પાસ કરી એ પછી ધીરજલાલે અને રાકેશે એન્જીનીયરીંગમાં આગળ મુંબઈની જાણીતી કોલેજમાં જવાનું નક્કી કર્યું.નવા સત્રમાં એક દિવસે મુંબઈની એ કોલેજમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવા માટે જ્યારે રાકેશ એમનાથી પહેલી વાર નજરથી દુર કરવો પડ્યો એટલે પ્રેમાળ માતા પિતાનું હૃદય કપાયું તો હતું પણ પુત્રના સારા ભવિષ્યનો વિચાર કરી એમના મનનું દુઃખ ભૂલી એને હસતા મુખે આશીર્વાદ આપી વિદાય આપી હતી.
પ્રતિલિપિ.કોમની નીચેની લીંક પર આ આખી વાર્તા વાંચવા માટે નીચેના ચિત્ર પર ક્લિક કરો.

|
No comments:
Post a Comment