શું આ દેશના યુવાનો આટલું કરશે !
માતા-પિતાની
છત્રછાયામાં ઉછરતા બાળકો સમયના વહેણ સાથે ક્યારે બાળકમાંથી યુવાનીના ઉંબરે પગ મુકી
દે છે તે ખબર જ પડતી નથી. તેનામાં વસંતના
વાયરાને વિચારોમાં લપેટવાની કે ફાગણની ફોરમને પારખવાની શક્તિનો સ્ત્રોત ક્યારે
પ્રગટ થઇ જાય છે તે સમજણ માતા-પિતાને આવે તે પહેલાં યુવાની ક્યારેક કોઇક જગ્યાએ
પોતાનો કરતબ બતાવી ચુકી હોય છે. ક્યાંક હર હર ભોલેના નાદ વચ્ચે ભાંગનો નસો યુવા
જગતને ડોલાવી રહ્યો હોય છે. જીવ અને શિવના મિલનના દિવસોમાં, કે શ્રી રામના
પ્રાગ્ટયના દિવસોમાં વસંત પંચમીથી શરૂ થનારો ભારતીય સંસ્કૃતિનો ૪૦ દિવસોનો ઉત્સવ એ
એકલો કુદરતનો જ ઉત્સવ નથી, એ તો કુદરત દ્વારા પૃથ્વી પર અવતરણ પામેલા મનુષ્યના
જીવનવિકાસમાં આગેકૂચ કરવાનો શિક્ષણરૂપી પરીક્ષાના ઉત્સવનો સમયગાળો પણ છે. આવા સમયે
પ્રતિવર્ષ યુવાનીના ઉંબરે પગ મુકતા યુવાનોનો તરૂણાવસ્થાનો સમયગાળો અને તેમાં
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની બોર્ડની પરીક્ષામાંથી પસાર થઇ જીવનઘડતરના પ્રથમ સોપાનને
આત્મસાત કરવાનો સમય છે.
આજકાલ
શિક્ષણની દિશા અને દશા શું છે તે કળવુંમુશ્કેલ છે. શિક્ષણ પર થઇ રહેલા અખતરા એ
ખતરાનો ખેલ છે કે ખતમ થવાનો ખેલ છે તે જ સમજાતું નથી. છાશવારે બદલાતા
અભ્યાસક્રમો,છાશવારે બદલાતી શિક્ષણનીતિઓ વલોણા પછીની ખટાશમાં ના ફેરવાઇ જાય તે
જોવાનું કાર્ય સમાજનું છે. વિદ્યાર્થીનાવિકાસમાંટેકનોલોજી મહત્વની છે જ પણ પ્રાચીન
સમયથી ચાલ્યું આવતું ગુરૂનું મહત્વ આજેય ખૂબ જ જરૂરી છે. ગુરૂ વિના જ્ઞાનની
અપેક્ષા રાખવી એ અધુરાપણાની નિશાની છે.અભ્યાસક્રમોની નવરચનામાં વિદ્યાર્થીકેન્દ્રી
વિચારધારાને બદલે ગણ્યાગાઠયાકહેવાતાશિક્ષણશાસ્ત્રીઓના અહમને સંતોષવાના કાર્યો તો
નથી થઇ રહ્યાને ! હા અને જો આ વાતમાં તથ્ય હોય તો વિદ્યાર્થીજગત પર તેની વિપરીત
અસર થવાની છે તે ચોક્કસ છે.અભ્યાસક્રમ,માતા-પિતાની અપેક્ષાઓ,અને વિદ્યાર્થીની ક્ષમતાને
નજરઅંદાજ કરવાની આજની પરિસ્થિતિનો પડઘો આજે સમાજમાં વિદ્યાર્થીઓના આત્મઘાત સ્વરૂપે
પડી રહ્યો છે. વિદ્યાર્થીઓના માનસિક તણાવનું પ્રમાણ વધી રહ્યું છે. વિદ્યાર્થી
પરસેન્ટાઇલરેન્કના વિષચક્રમાં ફસાઈ રહ્યો છે. આવા સમયે આ તમામ તનાવયુક્ત
પરિસ્થિતિમાંથી કે પરીક્ષાના ભયમાંથી વિદ્યાર્થીને બહાર લાવવાની ખૂબ જ જરૂર છે.
એકમાત્ર
વધુ પર્સેન્ટાઇલ રેન્ક જ જીવન છે,કેએકમાત્ર વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરવો એ જ
માત્ર લક્ષ્યછે એવું માની લેવાની જરૂર નથી. અનેક અભ્યાસક્રમો એવા છે કે તે તમારા
જીવનને શ્રેષ્ઠ બનાવી શકે છે. એક ચિત્રકાર પણ આજે ડોક્ટર કે એન્જિનીયરની સમકક્ષ
પોતાનું જીવન ચલાવી શકે છે. માત્ર ને માત્ર જરૂર છે તમે જે અભ્યાસક્રમ પસંદ કરો
તેમાં તમારી કાબેલિયત પુરવાર કરવાની. ઓછા પર્સેન્ટાઇલ રેન્ક મેળવીને પણમનગમતોઅભ્યાસક્રમ
પસંદ કરીઆગળ વધી શકાય છે. માત્ર શહેરમાં જ સારૂ શિક્ષણ મળે છે અને ગામડામાં નહીં
તે ખ્યાલ મનમાંથી દૂર કરો.. એ.પી.જે.અબ્દુલ કલામ, સરદાર વલ્લભભાઇ પટેલ, જવાહરલાલ
નહેરૂ જેવી આપણા દેશની મહાન વિભૂતિઓ પણ ગામડામાં જ શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ સ્થાને
બિરાજમાન થયેલ હતી.
તમારી
પસંદગીનો અભ્યાસક્રમ પસંદ કરો, સમગ્ર વર્ષ દરમિયાન ગૂરૂજનો પાસેથી મળતા જ્ઞાનને
નિયમિત સમયસર પ્રાપ્ત કરો, પોતાને બધુ જ આવડે છે,પોતાને બધી જ સમજણ પડે છે તેવો
સંકલ્પ કરો. પોતાનો ગોલ પહેલેથી જ નક્કી કરો. સૂર્યોદય પહેલાં જાગો,તૈયાર થઇ પાંચ
થી દશ મિનીટ ધ્યાન-યોગ કરો. ઊંડા શ્વાસ લો. રાત્રે સૂતા પહેલાં પથારીમાં બેસી આંખો
બંધ રાખી દિવસ દરમિયાન કરેલા અભ્યાસલક્ષી કાર્યની સમીક્ષા કરો. મને મારી ક્ષમતા પર
અને મારી બુધ્ધિ પર ગર્વ છે તેવો આત્મવિશ્વાસ પ્રાપ્ત કરો. નિયમિત રાત્રે છ થી સાત
કલાક ઊંઘ લો. સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસનું આયોજન કરો. વર્ગમાં કે શાળામાં સારા
મિત્રો સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરો. રમતગમત અને મનોરંજન માટે પણ અમુક નિશ્ચિત સમય
પસંદ કરો. નિયમિત પ્રત્યેક દિવસે માતા-પિતા અને ગુરૂજીને વંદન કરો. અને જુઓ
પરીક્ષાનો ડર આપોઆપ આપના મનમાંથી દૂર થઇ જશે. પરીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત
થશે. આપ બધાને આવનારા સમયમાં આવનારી તમામ પ્રકારની પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થાય
તેવી શુભેચ્છાઓ.
યુવાનીના
ઉંબરે પગ મુકતા મારા વ્હાલા મિત્રો
સંસ્કાર, સભ્યતા સાથે સાર્થક્તા પ્રાપ્ત કરી દેશના વિકાસમાં તેજોમય ના બની શકાય ?
શું આ દેશના યુવાનોપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સંપૂર્ણ તેયારી કરી પરીક્ષાનાહાઉને
ભગાડી જવલંત સફળતા પ્રાપ્ત ના કરી શકે ? મા સરસ્વતીના આપ સંતાનો છો અને તેથી જ
ભય,ડર,બીકનેમનમાંથી દૂર કરી આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો સફળતા ચોક્કસ મળશે જ.
No comments:
Post a Comment