સંત-વાણી..!
એકવાર એક સંતપુરુષે તેમના ચેલાઓ ને એક પ્રશ્ન પુછ્યો, જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ ત્યારે શામાટે ઊંચા અવાજે બોલીએ છીએ? શામાટે કોઈ અપસેટ હોય ત્યારે એક-બીજા સાથે જોર-જોરથી ઊંચા અવાજમાં જ વાત કરે છે?બધા ચેલાઓ વિચારવા લાગ્યા અને એક ચેલાએ જવાબ આપ્યો; આપણે આપણી ધૈર્ય અને માનસિક શાંન્તિ ગુમાવીએ છીએ તેથી બુમો પાડી ઊંચા અવાજે વાત કરીએ છીએ.
સંતે આગળ જણાવતાં કહ્યુ; પણ શામાટે ઊંચા અવાજની જરુર પડે છે? જ્યાં બીજો વ્યક્તિ તેની પાસે નજીકમાં હોય છે શુ તેમણે નીચા અવાજે શાંન્તિ પૂવૅક વાત કરવી શક્ય નથી? પરંતુ વ્યક્તિ ગુસ્સામાં હોયછે ત્યારે શામાટે બુમો પાડી ઊંચા અવાજે વાત કરવી પસંદ કરે છે?
ચેલાઓ એ બે-ત્રણ વાતો રજુ કરી અલગ-અલગ જવાબ આપવા પ્રયત્નો કર્યા પરંતુ તેમની વાતોથી સંત સંતુષ્ટ થયા નહી.
અંતમાં સંતે વિસ્તારથી સમજાવતાં કહ્યુ; જ્યારે બે વ્યક્તિ એક-બીજા ઉપર ગુસ્સો વ્યક્ત કરેછે ત્યારે બંન્નેનાં હ્ર્દય વચ્ચે વધુ અંતર થઈ જાય છે. આમ તે અંતરને ઓછુ કરવા ત્થા બોલેલા અવાજને એક-બજા સુધી પહોચાડવા બોલને ઊંચા અવાજે આક્ર્મક રીતે રજુ કરે છે.
જેટલા તમે ગુસ્સામાં વધુ તેટલો તમારો અવાજ ઊંચો અને કંઈક જુદો હશે.
આગળ સમજાવતાં સંતે કહ્યુ; તમે જોયુ હશે કે જ્યારે બે-વ્યક્તિ એક-બીજાને ચાહતા હોય, એક-બીજા પ્રત્યે પ્રેમભાવ હોય ત્યારે શુ બને છે? તે ક્યારે પણ ઊંચા સ્વરમાં બોલશે નહિ અને મૃદુભાવે વાતચીત કરશે!
કેમ? કારણકે તેમના બંનેનાં હ્ર્દય એક-બીજાની ખૂબજ નજીક છે અને વચ્ચેનુ અંતર ઘણું ઓછું છે. સંતે આગળ વાત ચાલુ રાખી અને જણાવ્યુ કે જ્યારે તેઓ એક-બીજાને ગળાડુબ પ્રેમ કરતા હોય ત્યારે શુ બને છે? તેઓ એક શબ્દ પણ ઉચ્ચારતા નથી, ફક્ત ધીમે ધીમે કાનમાં બોલે છે અને તેમના પ્રેમ સંબંધોમાં એક-બીજાથી વધુ નજીક આવે છે. અને અંતમાં ધીમે ધીમે કાનમાં બોલવાની જરુરત પણ જણાતી નથી, ફક્ત એક-બીજાની દ્રષ્ટિ઼ એક થઈ જાયછે; તેઓ એકરુપ બની જાયછે.
શિખઃ
જ્યારે તમે વાદવિવાદ કરો; દલીલ કરો ત્યારે તમારાં હ્ર્દયના અંતરને વધતુ અટકાવજો, ક્યારે એવા શબ્દનો ઉપયોગ ન કરશો જેથી કરીને તમારા વચ્ચેનુ અંતર એટલુ બધુ ના વધી જાય કે જેથી તમને પછા ફરવાનો કોઈ માગૅ મળવો મુશ્કેલ લાગે.
નોધઃ મૂળ અંગ્રેજીનો અનુવાદ કરેલ છે.
આભાર
રમેશ પટેલ.
No comments:
Post a Comment