Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

14 March 2016

…તો એ ધર્મના ખોળામાંથી તરત ઉભા થઈ જજો .......મારી કેફીયત

મારી કેફીયત

Prem_Sumesara
–પ્રેમ સુમેસરા
દશમાંથી નવ વ્યક્તી પ્રા. રમણભાઈ પાઠકને વાંચીને રૅશનાલીસ્ટ બન્યા હોય એવું ઈતીહાસ કહે છે. હું પણ એ જ ઈતીહાસનો એક ભાગ છું. ત્રીસેક વર્ષ પહેલાના સમયગાળા પર જ્યારે હું દૃષ્ટીપાત કરું છું, ત્યારે‘ગુજરાતમીત્ર’ અને તેમાં આવતી મુરબ્બી રમણભાઈ પાઠકની ‘રમણભ્રમણ’ કૉલમ મારા માનસપટલ પરથી પસાર થઈ રહી છે. ત્યારે તો એવો અંદાજ સુધ્ધાં મને ક્યાંથી હોય કે એ જ પ્રા. રમણભાઈ પાઠક સાથે ગાઢ આત્મીય સમ્બન્ધો બંધાશે ? અને એમની ‘રમણભ્રમણ’ કૉલમ થકી સુરતની ‘સત્યશોધક સભા’ સાથે સંકળાવાનું બનશે ? પાઠક સાહેબની જ કૉલમના નામથી પ્રસ્થાપીત થનાર પારીતોષીક ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’નો એક હીસ્સો બનવાનું  સદ્ ભાગ્ય મને પ્રાપ્ત થશે ?
પાઠક સાહેબનાં લખાણથી પ્રભાવીત થઈ જ્યારે પ્રથમ વખત, ત્રીસેક વર્ષ પહેલાં, મારી કીશોરાવસ્થામાં, રીંગરોડ પર આવેલી પત્રકાર કૉલોનીમાં, પાઠક સાહેબને મળવાનું બન્યું; ત્યારે જ પાઠક સાહેબના નીરાડમ્બરી, ની:સ્પૃહી, નીરાભીમાની અને આભીજાત્યપુર્ણ વ્યક્તીત્વનો એક અદ્ભુત અને અનન્ય અનુભવ મને થયો. મારા મનમાં ‘તેઓ તો મોટા લેખક’ તરીકેનો એમના વીશેનો ખ્યાલ લઈને, જ્યારે પ્રથમ વખત હું મળવા ગયો ત્યારે, વર્ષોથી ઓળખતા હોઈએ એવી આત્મીય અનુભુતી કરાવનાર પાઠક સાહેબનું આ અદ્ભુત અને આકર્ષક વ્યક્તીત્વ જેટલું ઉજાગર થવું જોઈએ એટલું થયું નથી. રમણભાઈ પાઠકની વીચારધારાને અનુસરતી એક સંસ્થા સુરતમાં કાર્યરત છે એવી જાણકારી પણ પાઠક સાહેબની કૉલમ ‘રમણભ્રમણ’ થકી જ થઈ. હું તે વખતે સંસ્થાના હાલના પ્રમુખ અને તે વખતના મન્ત્રી શ્રી. બાબુભાઈ દેસાઈસાહેબને મળ્યો. મેં જણાવ્યું કે, ‘મને પણ રૅશનાલીઝમની પ્રવૃત્તીમાં રસ છે. સંસ્થામાં જોડાવા માંગુ છું.’ ત્યારે દેસાઈસાહેબે એમનું સ્વલીખીત પુસ્તક ‘ભગવદ્ગીતાની ભીતરમાં’ મને આપ્યું. સંસ્થાની વાર્ષીક ફી, તે વખતે પાંચ રુપીયા હતી, તે આપી હું વીધીવત્ સંસ્થામાં જોડાયો. ત્યારે તો એવો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે સત્યશોધક સભા અને શ્રી. બાબુભાઈ દેસાઈ મારા જીવનના એક અભીન્ન અને અકાટ્ય અંગ બની રહેશે.
એ જ અરસામાં અર્થાત્ ત્રીસેક વર્ષ પહેલાં, કૉલેજમાં વીજય ભગત સાથે ઓળખાણ થઈ. આકસ્મીક અને અદ્ભુત વાત તો એ બની કે વીજયે પણ એ જ સમયે પાઠકસાહેબની મુલાકાત લીધેલી. એ પણ સત્યશોધક સભા સાથે જોડાયો. અમારા બન્ને મીત્રોનું રૅશનાલીઝમની પ્રવૃત્તી સાથે સંલગ્ન બનવાનું સમાન્તરે બન્યું. ‘બે વ્યસની વહેલા દોસ્તો બની જાય’ તેમ, મારા અને વીજય ભગતના સમાન વીચાર અને શોખને કારણે, અમારી ઓળખાણ ‘ગાઢ મીત્રતા’માં પરીણમી. એ મીત્રતા આજ પર્યન્ત રહી, એટલું જ નહીં; તે ‘મનની મૈત્રી’માં પરીણમી, તેનું સમગ્ર શ્રેય ‘રૅશનાલીઝમ’ને જ આપી શકાય. પછી તો અમે બન્ને મીત્રો ‘રૅશનાલીઝમની રાહે’ નીકળી પડ્યા.
કોઈ વ્યક્તી જીવનમાં બનતી દુર્ઘટનાને કારણે રાતોરાત નાસ્તીક બની જાય છે. એ નાસ્તીકતા પરીપકવ નથી હોતી; કારણ કે આવા કીસ્સામાં જો જીવનમાં કોઈ સુખદ ઘટનાનું પુનર્નીર્માણ થાય તો રાતોરાત ફરી વખત આસ્તીક બની જવાનું જોખમ પણ ઉભું રહે છે. નાસ્તીકતા એ ઘટના આધારીત નહીં; પરન્તુસમજણપુર્વક (વીવેકબુદ્ધી પુર્વક)ની વીચારધારા પર ટકેલો, જીવન જીવવાનો એક ઉમદા અને ઉત્તમ ‘જીવન માર્ગ’ છે. રૅશનાલીઝમને છીછરાપણા’ સાથે નહીં; પરન્તુ ઉંડાણ સાથે નીસ્બત છે. રૅશનાલીઝમમાં કશું પણ ‘ઉપરછલ્લું’ ન હોઈ શકે. આવી સમજે મને રૅશનાલીઝમ વીશે ગહન અને વીશાળ ચીન્તન–મનન કરવાની ફરજ પાડી. જેના પરીપાક રુપે આજે મન–મગજ પરથી અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો, રુઢ માન્યતાઓથી અલીપ્ત રહી, એક નવા, નાવીન્યપુર્ણ અને સત્યમુલક ‘ચશ્માં’ અર્થાત્ ‘વૈજ્ઞાનીક અભીગમ’ કેળવવાથી દુનીયાને જોવાનો, નીહાળવાનો અને મુલવવાનો એક અલગ જ ‘દૃષ્ટીકોણ’ પ્રાપ્ત થયો. વીચારસૃષ્ટી પર આવતા મોતીયાની સારવાર રૅશનાલીઝમની ‘વીચારધારા’થી શક્ય બને છે. રૅશનાલીઝમ એટલે ફક્ત નાસ્તીકતા કે ધર્મનો વીરોધ જ નહીં; પરન્તુ જીવનને સમગ્ર પરીપ્રેક્ષ્યમાં વીચારવું અને સમગ્ર જીવનના આરોહ–અવરોહને સ્પર્શતી કોઈ પણ બાબતને વૈજ્ઞાનીક અભીગમથી અને વીવેકબુદ્ધીથી જોવી.રૅશનાલીઝમની વીચારધારાની આ જ ફળશ્રુતી છે.
જીવનના આજના આ પડાવ પર જરીક પોરો ખાઈને જ્યારે વીચારવાનો અવકાશ પ્રાપ્ત થાય છે, ત્યારે સમજાય છે કે જો જીવનમાં રૅશનલ વીચારધારા સ્થાપીત ન થઈ હોત તો જીવન બેશક, જેમ મધદરીયે શઢ વગરનું વહાણ હાલક–ડોલક થાય તેમ, જીવન પણ દીશાવીહીન અને અસ્થીર હોત. રૅશનાલીઝમરુપી સઢે જીવનરુપી નૌકાને એક ચોક્કસ દીશા આપી અને જીવન જીવવાની ‘કેડી’ સુઝાડી. જીવનની ‘મંઝીલ’ તય કરી આપી. જે વ્યક્તી રૅશનાલીઝમરુપી દીવો હાથમાં ઝાલે છે. એને કદાપી અજ્ઞાનરુપી અન્ધકારમાં ‘ઠોકર’ ખાવી પડતી નથી.
વર્ષો સુધી સંસ્થામાં ડૉ. બી. એ. પરીખસાહેબના પ્રમુખપદે અને માર્ગદર્શન હેઠળ કામ કર્યા પછી, હાલ સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ દેસાઈસાહેબ સાથે સંસ્થાની પ્રવૃત્તીઓમાં ખભેખભા મીલાવી કામ કરવાનો એક અનેરો આનંદ આવી રહ્યો છે. હું જાણું છું ત્યાં સુધી, સંસ્થાની પારદર્શીતા અને તટસ્થતાના ગુણને જો ઉજાગર ના કરવામાં આવે તો હું નગુણો કહેવાઉં.  સંસ્થા સાથે સંકળાયેલા ત્રણ મીત્રો શ્રી સુર્યકાંત શાહસાહેબ, વડીલશ્રી મધુભાઈ કાકડીયા અને મીત્ર શ્રી. ગુણવન્ત ચૌધરી, સંસ્થામાં મારા કરતાં પાછળથી જોડાયા અને ત્રણે મીત્રોને ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ મારા કરતા વહેલો પ્રાપ્ત થયો. તેનું એકમાત્ર કારણ આ ત્રણેય મીત્રોનું સંસ્થાની પ્રવૃત્તીઓમાં ગળાડુબ રહેવું અને સક્રીયતા દાખવવી એ જ છે. સુવર્ણચન્દ્રક આપવાની ટીકા કરનારાઓને, તેમના પ્રશ્નનો આ જવાબ છે કે ચન્દ્રક ‘સીનીયોરીટી’ના આધારે નહીં; પરન્તુ ‘મેરીટ’ને આધારે અપાય છે અને કોઈ પણ સંસ્થાનો આ જ સાચો માપદંડ હોઈ શકે. આવી સંસ્થા સાથે જોડાવાનો મને આનંદ અને ગૌરવ બન્ને છે.
ક્રીસ્ટોફર કોલંબસનો દાખલો ટાંકીને કહું તો એમ કહી શકાય કે, કોલંબસ ભારત શોધવા નીકળેલો અને મળી ગયું અમેરીકા ! એમ મારે કહેવું હોય તો એમ કહી શકું કે, હું ભારતરુપી ‘રૅશનાલીઝમ’ શોધવા નીકળેલો, તો સફરમાં ભારતરુપી રૅશનાલીઝમ તો મળ્યું જ; સાથે સાથે અમેરીકારુપી જીવનની અમીરાત કહી શકાય એવા મીત્રો અને વડીલો પણ મળ્યા. એને હું મારા જીવનની સૌથી મોટી સમ્પ્રાપ્તી સમજુ છું. વડીલશ્રી ડૉ. બી. એ. પરીખ સાહેબ, પરમ મીત્રો એવા શ્રી. વલ્લભભાઈ ઈટાલીયાવીજય ભગતસીદ્ધાર્થ દેગામીછગનભાઈ બરવાળીયાગુણવંત ચૌધરીસંજય ઢીમર અને સુનીલ શાહ જેવા સહૃદયી મીત્રોને કારણે જીવન આનન્દદાયક અને હળવું લાગે છે.
માણસો બે પ્રકારના હોય છે : એક પ્રકાર એવો હોય છે કે જેઓ પારીતોષીકો કે ઍવોર્ડ પાસે ‘જતા’ હોય છે. જ્યારે બીજા પ્રકારના માણસો પાસે પારીતોષીકો કે ઍવોર્ડ સામેથી ‘આવતા’ હોય છે. જીવનમાં આવેલી સમજ અને પરીપક્વતાએ આજે મને એવા પડાવ પર ખડો કર્યો છે કે, સ્થીર જીવનમાં કોઈપણ પ્રકારની ઈચ્છાઓ, મહત્ત્વાકાંક્ષાઓ, ખેવનાઓ, ઝંખનાઓ હવે રહી નથી. આ દમ્ભ નથી કે દબાવેલી ઈચ્છાઓ પણ નથી; પરન્તુ રૅશનાલીઝમ અને સાહીત્યના સંસર્ગથી કેળવાયેલો કેવળ એક ની:સ્પૃહી ભાવ છે. ભગવદ્ગીતાના સુત્રને ટાંકીને કહી શકાય કે, કર્મ આપણા હાથમાં છે; પરન્તુ ફળ આપણી ઈચ્છા પ્રમાણે ન પણ હોઈ શકે. આવા અનાસક્ત ભાવ સાથે એક ફીલ્મી ગીતની પંક્તી ટાંકીને કહેવું છે કે : ‘જો મીલ ગયા ઉસીકો મુકદ્દર સમજ લીયા.’
કંઈક આવા ભાવ સાથે જ્યારે આજે મને ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ એનાયત થઈ રહ્યો છે, ત્યારે આનન્દ કેવળ એ વાતનો થાય છે કે આ ચન્દ્રક આત્મીય અને હૃદયસ્થ એવા પીતાતુલ્ય પ્રા. રમણભાઈ પાઠકના નામ સાથે જોડાયેલો છે. અને જે સંસ્થાને મારા જીવનનાં ત્રીસ વર્ષ આપ્યાં છે તે સંસ્થા ‘સત્યશોધક સભા’ આ ચન્દ્રક આ વર્ષે મને અર્પણ કરી રહી છે. તેનો આદરપુર્વક અને સન્માનપુર્વક સ્વીકાર કરવો એ જ મારું કર્મ અને કર્તવ્ય બની રહે છે. છેલ્લે આદતવશ એક પંક્તી ટાંકીને સૌનો હૃદયપુર્વક આભાર માનું છું…
‘સીર્ફ ખ્વાહીશોં સે હી નહીં ગીરતે ફુલ ઝોલીમેં, કર્મ કી શાખ કો હીલાના હોગા;
કબ તક કોસતે રહોગે અંધેરોં કો, અપને હીસ્સે કા દીયા જલાના હોગા.’
–પ્રેમ સુમેસરા

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી