Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

20 March 2016

મારી અન્તીમ ઈચ્છાઓ

મારી અન્તીમ ઈચ્છાઓ

–કશ્યપ ચન્દુલાલ દલાલ
મારું જીવન એકન્દરે સારું ગયું છે. મારાં 47 વર્ષનાં (2016માં) સામાજીક કાર્યોથી મને ઘણો સન્તોષ થયો છે. તેમાં પણ છેલ્લાં 05 વર્ષ દરમ્યાન મારી પુસ્તીકા–‘ચાલો, આપણે વડીલ (વૃદ્ધ) થતાં શીખીએ’, ભલે મારાથી ભુલથી લખાઈ ગઈ છે; પરન્તુ તેને જે પ્રચંડ આવકાર મળ્યો છે, તેનાથી મને અનહદ આનન્દ થયો છે. આ પૃથ્વી પર અવતરીને મારા દ્વારા કંઈક સારું કામ થઈ શક્યું છે તેવો મને અનુભવ થાય છે.
અત્યારે (2016માં) મારું સ્વાસ્થ્ય ઘણું સારું છે. પરન્તુ હવે (મને 75 વર્ષ પુરાં થયાં છે એટલે) ધીમે ધીમે શરીર ઘરડું થતું જવાનું અને તબીયત બગડતી જવાની એ વાત નક્કી અને એટલે મોટે ભાગે નાનાંમોટાં શારીરીક દુ:ખો વધતાં જ જવાનાં. મૃત્યુ દરેક માટે નીશ્ચીત છે, જેનાથી હું પણ બાકાત નથી જ રહેવાનો. મારા હવે પછીના જીવનમાં પડવાનાં સંભવીત શારીરીક દુ:ખોમાંથી મારું મૃત્યુ જ મને છોડાવી શકશે, તે જ મારો મુક્તીદાતા છે અને એટલે જ મારા માટે તો મૃત્યુ અત્યન્ત મંગલકારી છે.
મારી અન્તીમ ઈચ્છાઓ નીચે પ્રમાણે છે :-
 1. મારી માંદગીમાંથી જો સમ્પુર્ણ સાજા થવાની કોઈ શક્યતા ના હોય તો મારા શરીરમાં છેલ્લી ઘડી સુધી ઈન્જેક્શનો ઘુસાડવાં નહીં કે નાકમાં ટોટીઓ ઘુસાડવી નહીં. મારા કુટુમ્બીજનો આનું ખાસ ધ્યાન રાખે. વળી મને જો કેન્સર (ત્રીજા કે ચોથા સ્ટેજનું) કે તેના જેવો કોઈ અન્ય અસાધ્ય રોગ થયો હોય તો, મારા તેવા રોગની કોઈ સારવાર કરવી નહીં. મને માત્ર પીડા ના થાય તેવી જ દવા આપવી. કેન્સર (ત્રીજા કે ચોથા સ્ટેજનું) કે તેના જેવો કોઈ અન્ય અસાધ્ય રોગ મટી જશે એવા કોઈ પણ પથીના ડૉક્ટરોનાં ઠાલાં આશ્વાસનોથી કોઈએ ભરમાવું નહીં. વળી તેના પીડાજનક ઉપચારો મને કબુલ પણ નથી. ૭૫ તો થયાં ! ૭૫ વર્ષની જીન્દગીથી મને ઘણો સન્તોષ છે. વળી અત્યન્ત ખર્ચાળ ઉપચાર પછી પણ, હું તો જાણે મરવાનો જ; પરન્તુ મરતાં મરતાં મારા કુટુમ્બીજનોને પણ આર્થીક રીતે મારતા જવાનું મને કબુલ નથી. આવી પરીસ્થીતીમાંથી હું વહેલો છુટું તેવી તમારે મને શુભેચ્છાઓ આપવી.
 2. મારી માંદગીમાંથી જો મારા સમ્પુર્ણ સાજા થવાની કોઈ શક્યતા ના હોય અને હું બેભાન અવસ્થા(કૉમા)માં હોઉં, મગજ મર્યું હોય ને શરીર માત્ર શ્વાસ લેતું હોય; તો મારા પર દયા કરી સમયસર મારા શરીરને અવયવોનાં પ્રત્યારોપણ માટે હૉસ્પીટલને સોંપી દેવું. જેથી મારાં અંગો જેવાં કે નેત્ર, કીડની, લીવર વગેરે અવયવોનાં પ્રત્યારોપણથી અન્યોનું શરીર સક્ષમ બને. તેમ જ મેં દેહદાન તો કર્યું જ છે, તેથી મારો મૃતદેહ હૉસ્પીટલમાં શીક્ષણાર્થે સોંપશો.
 3. મને સમ્પુર્ણ પરવશતા કબુલ નથી. મારી તેવી સ્થીતીમાં મને જૈન મુનીઓ જેવો સંથારો લેતાં કોઈએ અટકાવવો નહીં. હું કેટલું લાંબુ જીવું તે મારે માટે સહેજ પણ મહત્ત્વનું નથી. મને મહત્ત્વ એનું છે કે હું કેવું (Quality of Life) જીવું છું.
 4. કોઈએ મારા મૃત્યુનો શોક કરવો નહીં– મારી પત્ની નીતાએ પણ નહીં; કારણ કે મૃત્યુ સહુ કોઈ માટે અત્યન્ત મંગલકારી છે.
 5. મારા મૃતદેહ પર કોઈ ફુલ કે હાર ચઢાવવાં નહીં કે અગરબત્તી કરવી નહીં કે અત્તર લગાવવું નહીં.હા, કોઈને ગંધ ના આવે તે માટે મૃતદેહને નવડાવીને સાફ જરુર કરવો. ખાદીનાં કપડાં જ પહેરાવવાં. બીજું કશું ઓઢાડવું નહીં..
 6. આનન્દબેઠક(બેસણું) જરુર રાખવું. આનન્દબેઠક(બેસણા) દરમ્યાન મારા મનગમતાં ગીતો વગાડવાં– ભજનો નહીં. આનન્દબેઠક(બેસણા)માં આવેલાને મારી વીનન્તી કે મારા ગાયેલાં ગીતો ગાઈ સંભળાવીને તેઓ મને યાદ કરે અને બીજાને પણ મારી યાદ કરાવે. વળી, મારા મજાકીયા સ્વભાવને યાદ કરી, મારી હળવી મજાકો–રમુજો એક બીજાને કહી સંભળાવી તેની ઉજાણી કરે. કોઈએ રડવાનું તો નહીં જ; કારણ કે મૃત્યુ સહુ કોઈ માટે અત્યન્ત મંગલકારી છે. આનંદબેઠક (બેસણું)ની સમગ્ર વ્યવસ્થા અમારા દીકરા બાદલે અને અમારી દીકરી અલ્પાએ કરવી.
 7. મારા મૃત્યુ પછી કોઈએ સફેદ વસ્ત્રો પહેરવાં નહીં– મારી પત્ની નીતાએ પણ નહીં. મારી સ્મશાનયાત્રામાં કે આનન્દબેઠક(બેસણા)માં પણ સહુએ રોજીન્દા રંગીન વસ્ત્રો જ પહેરવાં; કારણ કે મારે માટે મૃત્યુ તો અત્યન્ત મંગલકારી છે.
 8. મારી સ્મશાનયાત્રા દરમ્યાન બેન્ડ-વાજાં સાથે મારી ઠાઠડીની ફરતે સહુએ નાચ–ગાન કરવાં; કારણ કે મારા માટે મૃત્યુ અત્યન્ત મંગલકારી છે. વળી, વીર કવી નર્મદ કહે છે તેમ : ‘મારાથી તમે છુટ્યા અને વળી, તમારાથી હુંયે છુટ્યો !’
 9. મેં શપથ લીધા છે તે પ્રમાણે મારા મૃતદેહનું ‘દેહદાન’ કરવું. જો હું અમદાવાદથી ક્યાંક દુર મૃત્યુ પામું અને ત્યાં દેહદાન શક્ય ના હોય તો મારા પાર્થીવ દેહને અમદાવાદ સુધી લાવવો નહીં. ત્યાં જ દફનવીધી કરી નાખવો. તેવે વખતે શક્ય હોય ત્યાં સુધી મને ભુમીદાહ આપવો. જો ખરાબાની જમીન મળી જાય તો ઉત્તમ. શક્ય હોય તો ત્યારે વીડીયો રેકોર્ડીંગ કરી લેવું.
 10. મારા મૃત્યુ પછી માત્ર બે જ પ્રસંગો ઉજવવા– 1. સ્મશાનયાત્રા, અને 2.આનન્દબેઠક(બેસણું). નહીં દસમું, નહીં બારમું, નહીં તેરમું, નહીં સરાવવાનું, નહીં વરસી વાળવાની અને નહીં કશા પ્રકારનાં શ્રાદ્ધ. આનન્દબેઠક(બેસણું) પતી જાય એટલે બધ્ધા જ છુટ્ટા. તે જ દીવસથી સહુ પોતપોતાનાં કામ–ધન્ધે લાગી જાય.
 11. હું જે સંસ્થાઓ સાથે સંકળાયેલો છું, તે સંસ્થાઓએ મારા મૃત્યુ માટે કોઈ શોકઠરાવ કરવો નહીં. પરન્તુ તેને બદલે ‘આનન્દઠરાવ’ કરવો; કારણ કે હવે તેઓ બધા મારાથી છુટ્યા. હું હવે તેમનું માથુ નહીં ખાઉં અને લોહી નહીં પીઉં.
 12. મારા મૃત્યુને કારણે કોઈ પણ નીર્ધારીત માંગલીક પ્રસંગ અટકાવવો નહીં. હું તો ઈચ્છું કે મારા કુટુમ્બીજનો સામે ચાલીને તેમને કહે કે, ‘કશ્યપની અનહદ ઈચ્છા હતી કે તમારે માંગલીક પ્રસંગ જરુરથી ચાલુ રાખવો.’
હું વીવેકબુદ્ધીવાદી (Rationalist) છું. એટલે ભુત-પ્રેતમાં તો માનતો જ નથી. પરન્તુ જે લોકો ભુત-પ્રેતમાં માને છે, તેવા લોકોને માનસીક દબાણમાં લાવવા માટે કહી રાખું છું કે, જેઓ ઉપરની મારી ઈચ્છાઓ પ્રમાણે નહીં વર્તે, તેમને હું ભુત થઈને વળગીશ.!!!
–કશ્યપ ચન્દુલાલ દલાલ

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી