શું આ દેશનો યુવાન આટલું કરશે !
ભાગ-૧૨
શ્રી કે.કે.પટેલ
શ્રી સરદાર પટેલ વિદ્યાલય
દાણા તા:-કપડવંજ જિ:-ખેડા
યુવાનીના
ઉંબરે પગ મુકવા થનગની રહેલા મારા વ્હાલા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીમિત્રોએ
વર્ષ દરમિયાન કરેલ કઠોર તપશ્ચર્યાના પરિપાક સ્વરૂપે લેવાયેલ કસોટી પૂર્ણ કરી
મુક્તિનો આનંદ માણતા હશે. જે વ્યક્તિ
જીવનને બંધન માને છે તે જ મુક્તિ વિશે વિચારે બાકી જીવનમાં જો સ્વયં વિચારવામાં
આવે તો ક્યારેય કોઇ બંધન હોતુ જ નથી. બંધનના વાડા તો આપણે જાતે જ ઊભા કરીએ છીએ અને
પછી તેના કાળચક્રમાં ફસાઇ જઇએ છીએ. માનવદેહે જ્યારે આપણે આ પૃથ્વી પર જન્મ લીધો છે
ત્યારે પ્રત્યેક ક્ષણ કે પ્રત્યેક પળ વેડફાઇ ન જાય તે રીતે સત્કર્મોના માર્ગે ચાલીશું
તો કોઇપણ પ્રકારના બંધનો આપણને બાંધી શકશે નહીં. પરમકૃપાળુ પરમાત્માએ માનવદેહની
ખૂબ જ અદભૂત રચના કરી છે. પણ તેમાં મનની ચંચળતાને લીધે ક્યારેક માનવી સાચા કે
સત્યના માર્ગથી ભટકી જાય છે. પોતાની નિષ્ઠા કે કર્મને ભૂલી જીવનમાં જેની જરૂર નથી
એવા કાર્યો પાછળ પાગલ બની કર્મના સિધ્ધાંતોનો ભોગ બને છે. પોતાને સોપવામાં આવેલ
ફરજમાં બેદરકારી, પોતાના કાર્યમાં નિષ્ઠાનો અભાવ,અસત્યના ઐરાવત પર બેસી અનેકાનેક
વિટંબણાઓનો પોતે સામનો કરે છે,સાથે સાથે અન્યને પણ તેના થકી મુશ્કેલીઓનો સામનો
કરવો પડે છે.
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની પરીક્ષા આપી
ભવિષ્યની ચિંતામાં આપણે જીવનનૈયાને સફળતાપૂર્વક પાર પાડવા કેવા પ્રકારના
અભ્યાસક્રમોમાં એડમીશન લઇ આગળ વધવું તેની પળોજણમાં હોઇશું. મિત્રો, પરીક્ષારૂપી
યજ્ઞમાંથી બહાર આવ્યા બાદ સૌ પ્રથમ તો આનંદીત બનવા અને હળવાશ અનુભવવા સારા મિત્રો
સાથે એક નાના પ્રવાસનું આયોજન માતા-પિતાની પૂર્વમંજુરી લઇ ગોઠવો. પ્રકૃતિની ગોદમાં
શુધ્ધ ઓક્સિજનથી પોતાના તન-મનને બળવાન બનાવો. મન-મસ્તિસ્ક પરના બોજને ખંખેરી
નાંખો. ઉપદેશાત્મક સારૂ ચલચિત્ર મિત્રો સાથે બેસી માણો. પરીક્ષામાં સફળતા મળશે કે
નિષ્ફળતા મળશે તેની ચિંતામાંથી બહાર આવો. સફળતા મળશે તો આગળ વધવાના જેટલા રસ્તા છે
તેટલા જ નિષ્ફળતા મળશે તો પણ આગળ વધવાના રસ્તા છે. નિષ્ફળતામાંથી પણ સફળતાના શિખરો
સર કરનારા ઘણાબધા નામાંકિત મહાનુભાવોનો આપણને પરિચય છે. કદાચ નિષ્ફળતાને કારણે જ
તેમના જીવનમાં પરિવર્તન આવ્યું હોય તેવું પણ બન્યું હોય.
શ્રીમદ ભગવત ગીતામાં કહ્યું છે કે ફળની આશા
રાખ્યા વગર કર્મ કરતો જા કારણ કે જીવનમાં કરેલા બધા જ કર્મો ફળ આપે જ છે,માટે
કોઇપણ કાર્યને નિષ્ફળ થયેલું ન માનો જો તે સત્યનિષ્ઠા અને સાચા માર્ગનું હોય.
અમેરિકાના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડૉ.એરિક ફ્રાંસિસ એક ફેઇલિયર તરીકે ઓળખાતા હતા
પણ એમણે એ નિષ્ફળતામાં થયેલી
ભૂલોને સુધારી સફળ કાર્ડિયોલોજિસ્ટની નામના પ્રાપ્ત કરી.
સફળતા
પ્રાપ્ત કરવી એ દરેક વ્યક્તિની ખ્વાઇશ હોય છે. પણ સફળતા ન મળવા પાછળ ઘણા બધા કારણો
જવાબદાર હોય છે. સફળતાની પારાશીશી આપણે શું માનીએ છીએ,ઊંચા ગુણાંકન પ્રાપ્ત કરવા એ
સફળતા છે ? ડૉકટર કે એન્જિનીયર જેવા અભ્યાસક્રમોમાં એડમીશન મળી જવું એ સફળતા છે ?
આવા અભ્યાસક્રમોમાં એડમીશન મેળવનાર વિદ્યાર્થીઓને સફળતા માટે આપણે અભિનંદન આપી
શકીએ છીએ,પણ બધાને આવી સફળતા ના મળે તો નાસીપાસ થવું એ બરાબર નથી. ઓછા ગુણાંકન
લાવી શિક્ષક કે પ્રાધ્યાપક બનનારા કેટલાક આપણા ગુરૂજનો
પણ ઉચ્ચ પ્રકારની આપણને શિક્ષા આપી સફળતા અપાવે છે તો શું તેઓએ ઓછા ગુણાંકન
પ્રાપ્ત કરી કંઇ ગુમાવ્યું છે ? ના પણ સમાજમાં નામ અને ઇજ્જત પ્રાપ્ત કર્યા છે.
ઓછા ગુણાંકન પ્રાપ્ત કરનારા કે નિષ્ફળતા પ્રાપ્ત કરનારા કેટલાય યુવાનો લશ્કરમાં
જોડાઇ દેશની સરહદો પર સુરક્ષા માટે રાતદિવસ એક કરી રહ્યા છે તે તેમની સફળતા નથી ?
હેલનકેલરના
મતે, નિષ્ફળતાને હરાવી લાઇફમાં સકસેસ મેળવવાનો એક માત્ર ઉપાય એ છે કે જ્યાં સુધી
આપણે સ્વયં હારતા નથી ત્યાં સુધી આપણને કોઇ હરાવી શકતું નથી,કારણ કે આપણને હરાવનાર
નિષ્ફળતાનું પલડુ ક્યારેય કાયમ માટે ભારી હોતું નથી તેથી બંધ દિશા પર નજર રાખવા
કરતાં જે દિશાઓ ખુલ્લી છે તેના તરફ એક નજર કરીશું તો જીત ક્યારેય આપણાથી દૂર જશે
નહીં.
આ
તબક્કે હરિવંશરાય બચ્ચનની યાદગાર પંક્તિઓને યાદ કરીએ,
“ લહેરો સે ડર કર,નૌકા પાર નહીં હોતી,
કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી.
નન્હી ચીટીં દાના લેકર ચલતી હૈ,
ચઢતી હૈ દિવારો પર,પર સૌ બાર ફિસલતી હૈ,
મનકા વિશ્વાસ રગોમેં સાહસ ભરતા હૈ,
ચઢકર ગીરના,ગીરકર ચઢના,ન અખરતા હૈ,
આખિર ઉનકી મહેનત બેકાર નહીં હોતી,
કોશિશ કરેનેવાલો કી કભી હાર નહીં હોતી.”
ખરેખર કોઇએ સાચે જ કહ્યું છે કે,
It’s never too late to start over.If you weren’t happy
with yesterday. Try something different today don’t stay stuck do better.
No comments:
Post a Comment