Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

4 April 2016

શનીદેવ અને સત્યશોધક સભા

શનીદેવ અને સત્યશોધક સભા

–દીનેશ પાંચાલ
વીજાપુર જીલ્લાનું મહુડી ગામ શ્રી. ઘંટાકર્ણ મહાવીરદાદાને કારણે જાણીતું બન્યું છે. ત્યાં એવી માન્યતા છે કે દાદાની ડેરીની બાજુમાં ઘંટ છે. તેનો અવાજ જ્યાં સુધી સંભળાય તેટલા વીસ્તારમાં કોઈ પણ પ્રકારની તકલીફ કે ઉપદ્રવો થતાં નથી. શ્રી. ઘંટાકર્ણદાદા લોકોનાં સંકટો દુર કરીને તેમને સમ્પત્તીવાન બનાવે છે. દાદાની સુખડીનો પ્રસાદ ત્યાં જ ખાઈ જવો પડે. જો દરવાજાની બહાર લઈ ગયા તો તે વ્યક્તીને માનસીક વીકૃતી આવે અથવા પરત જતી વેળા તેમની કાર–વાહનને અકસ્માત નડે. આ માન્યતાને પ્રયોગની એરણ પર ચકાસવા માટે અંક્લેશ્વરની ‘સત્યશોધક સભા’ના પ્રમુખ શ્રી. અબ્દુલ વકાની તથા ગોધરાની ‘હ્યુમેનીસ્ટ રેશનાલીસ્ટ સોસાયટી‘ના પ્રમુખ શ્રી. મુકુન્દ સીંધવ ત્યાં ગયા હતા. ‘વીજ્ઞાનમંચ’, નવસારીના સેક્રેટરી અનેચર્ચાપત્રી મંડળ, નવસારીના ટ્રેઝરર શ્રી. ગોવીંદ મારુએ પણ ત્યાં જઈને તપાસ કરી હતી; પણ એ માન્યતા જુઠી હોવાનું જણાતાં શ્રી. મારુએ તારીખ 09 જુલાઈ, 1997ના ‘ગુજરાતમીત્ર’માં એક ચર્ચાપત્ર લખીને જાહેર કર્યું હતું કે એ બધી જ વાતો જુઠી છે. અમે સ્વયમ્ ત્યાં જઈને સુખડીનો પ્રસાદ ઘર સુધી લઈ આવ્યા હતા. પણ ન તો અમને કોઈ માનસીક વીકૃતી આવી હતી કે ન તો અમારી બસને કોઈ અકસ્માત નડ્યો હતો.
દોસ્તો, આ વાત એટલા માટે યાદ આવી કે મહારાષ્ટ્રના અહમદનગરથી 35 કીલોમીટર દુર આવેલા શીંગણાપુર ગામમાં શનીદેવનું મન્દીર આવેલું છે. ત્યાંના શનીદેવ વીશે પણ આવી જ લોકવાયકાઓ પ્રવર્તે છે. કહે છે કે ત્યાં શનીદેવનો એવો પ્રતાપ છે કે વર્ષોથી ગામમાં ચોરી થઈ નથી. ગામમાં લોકો રાત્રે પોતાનાં ઘર ખુલ્લાં રાખીને સુએ છે. બલકે ત્યાં ઘરને બારી–દરવાજા જ નથી ! કોઈ યાત્રાળુ અખતરો કરવા માટે ત્યાંથી માટીનું એક ઢેફું પણ કારમાં લઈ આવે તો કારને અચુક અકસ્માત થાય છે. (આ અંગે સત્યશોધકોએ ત્યાં જાતે જઈને સત્ય શોધવું જોઈએ)
રૅશનલ અભીગમ દ્વારા પૈસાનો વ્યય અટકી શકે
દોસ્તો, અન્ધશ્રદ્ધાળુ લોકોની પાયાની તકલીફ એ છે કે તેમની આગળ જે કાંઈ રજુ કરવામાં આવે તે બધું જ તેઓ આંખો મીચીને સાચું માની લે છે. ભક્તી અને ધર્મના અફીણી નશામાં તેઓ એવા ચકચુર હોય છે કે લુંટાઈ ગયા પછી પણ તેમને ભુલનું ભાન થતું નથી. (આસારામનો ભોગ બનેલી એક મહીલાએ પોલીસને કહ્યું હતું, ‘અમારી પાસે બીજું શું હતું…? એક શરીર હતું. ઈશ્વરે આપેલું.. એ શરીર ઈશ્વરના ચરણે સમર્પીત કરીને અમે આ ભવ સુધારી લીધો…!’) આવી આંધળી શ્રદ્ધાએ ધર્મ ભેગું સમાજને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે. એ કારણે આજે સમાજને મન્દીરો કરતાં સત્યશોધક સભાની વીશેષ જરુર છે. દેશભરની તમામ સત્યશોધક સભાઓ લોકોને અન્ધશ્રદ્ધાથી મુક્ત થઈને, નક્કર સત્યોના આધારે રેશનલ જીવન જીવવાનો સંદેશો આપે છે. તાજેતરમાં જ તેમણે રોડ પર નીકળતા લગ્નના વરઘોડા વગેરેનો વીરોધ કર્યો. આપણે ત્યાં જાહેર માર્ગો પર હવે તો ધર્મગુરુઓની પાલખી પણ નીકળે છે. દશ હજાર ફટાકડાની લુમ ફોડવામાં આવે છે. લોકો જાહેર રસ્તા વચ્ચે ડીસ્કો કરે છે… ગરબા ગાય છે અને રાહદારી તે જોવા ત્યાં ઉભા રહી જાય છે. એ કારણે ટ્રાફીક જામ થઈ જાય છે અને લોકોની પરેશાનીનો પાર રહેતો નથી. કંઈક એવું સમજાય છે કેદેવદર્શન દ્વારા જે શાન્તી પ્રાપ્ત થાય છે તે કેવળ મનોવૈજ્ઞાનીક શાન્તીની ભ્રાન્તી હોય છે. બાળપણથી આપણને એ પ્રકારની ખોટી સમજણ વારસામાં પ્રાપ્ત થઈ છે. એથી દેવીદેવતાના ફોટાઓને આપણે દુઃખ મીટાવનારા ભગવાનો ગણીએ છીએ. તેમના ફોટા કે મુર્તી જોઈને આપણને થોડી આભાસી શાન્તી મળે છે; પણ એ શાન્તી મનમાં ફીટ થયેલી પુર્વધારણાઓને કારણે મળતી હોય છે. આફ્રીકાના જંગલી આદીવાસીઓનેશ્રી ગણેશજી કે શ્રી રામચન્દ્રજીની મુર્તી બતાવો તો તેને શાન્તી નહીં મળે; કેમકે તેમના દીમાગમાં રામચન્દ્રજી વીશે કોઈ પુર્વધારણા બંધાયેલી નથી. આપણે ત્યાં વર્ષભર અનેક જાહેર યજ્ઞો થતા રહે છે. એક યજ્ઞમાં લાખો રુપીયા હોમાય છે; પણ એ યજ્ઞથી માણસના કેટલાં દુઃખ–દર્દો દુર થઈ શક્યાં તેના ‘પ્રોફીટ એન્ડ લોસ’ જાણી શકાયાં નથી. બૌદ્ધીકો એથી જ કહે છે કે અંધારામાં છોડાતા તીર જેવી ભક્તી પાછળ સમય અને નાણાંની બરબાદી કરવાને બદલે, જીવનની નક્કર સમસ્યાઓ પાછળ સમય આપવો જોઈએ. તાત્પર્ય એટલું જ, આ દુનીયાને ‘આસારામ’ કરતાં ‘આઈન્સ્ટાઈન’ વધુ ઉપયોગી છે.
શનીદેવમાં 144મી કલમ
શનીદેવની મુળ વાત પર આવીએ. અત્યારે મહારાષ્ટ્રમાં ત્યાંની સરકારે 144મી કલમ લાગુ પાડી છે. કારણ એ છે કે મહીલાઓને ત્યાં શનીદેવના મન્દીરમાં પ્રવેશ ન મળતો હોવાને કારણે તેઓ આન્દોલને ચઢ્યાં છે.‘આર્ટ ઓફ લીવીંગ’ના શ્રી શ્રી રવીશંકરજીએ કહ્યું કે દેશના બંધારણે સર્વને સમાન અધીકાર આપ્યો છે, એથી મહીલાઓને પણ મન્દીરમાં પ્રવેશ મળવો જોઈએ. પણ મન્દીરના વહીવટીતન્ત્રને એ નીર્ણય મંજુર નથી, તેથી ગજગ્રાહ હજી ચાલુ છે. ભુમાતા રણરાગીણી બ્રીગેડના તૃપ્તી દેસાઈએ કહ્યું છે કે ‘અમને પુજાનો અધીકાર ન આપવામાં આવશે તો અમે નરેન્દ્ર મોદીજી પાસે જઈશું !’ અહીં એ નારીવાદી બહેનોને પુછવાનું મન થાય છે કે તમને આખરે દેખાયો દેખાયો ને માત્ર ભક્તીનો અધીકાર જ દેખાયો ? તમે છાસવારે નારીના હકો માટે ઝંડો લઈને નીકળી પડો છો. તમારી ઘણી ફરીયાદો સાચી હોય છે તેની ના નથી; પણ જરા વીચારો, શું ભક્તી કરવાનો અધીકાર મળશે એથી તમારું કલ્યાણ થઈ જશે ? તમે મોદી સાહેબ સુધી જવા માગો છો તે તમારી ખુમારી ગમે છે; સ્‍ત્રીઓ પોતાને થતા અન્‍યાયો માટે આટલી જાગૃત થઈ છે તે આનન્દની વાત છે. બસ, સ્‍ત્રીઓએ હવે પુરી તટસ્‍થતાથી પોતાના નારી જીવનના પ્‍લસ માઈનસનો અભ્‍યાસ કરવો જોઈએ. સ્‍ત્રીઓ સંસારમાં હૃદય જેવું મહત્ત્વનું સ્‍થાન ધરાવે છે એ કારણે સ્‍ત્રીઓની જવાબદારી વધી જાય છે. એથી તેમણે તેમની મર્યાદાઓ પણ નજરમાં રાખવી જોઈએ. આ વાત માત્ર સ્‍ત્રીઓની જ નથી, તમામ ધાર્મીક સ્‍ત્રી–પુરુષોને સરખી રીતે લાગુ પડે છે.
સ્ત્રી–પુરુષોને પુજા કરવાનો સમાન અધીકાર હોવો જોઈએ એવો શ્રી શ્રી રવીશંકરજીનો મત આવકારદાયક ગણાય. સન્તો એટલે ટોળાની આગળ ચાલતું પહેલું મોટું ઘેટું. એ ઘેટું જો ભીંત ભુલશે તો આખો સમાજ ખોટા માર્ગે ચાલશે. સમાજની બૌદ્ધીક તન્દુરસ્તી માટે ધર્મગુરુઓની મનદુરસ્તી રહે તે જરુરી છે. કેમ કે કુવાના પાણીની ગંદકી દુર નહીં થશે તો આખા ગામે ગંદુ પાણી પીવું પડશે. હમણાં થોડા સમય પુર્વે ટીવી પર દેશના સાત મોટા ધર્મગુરુઓ તથા જ્યોતીષીઓ વચ્ચે એક ચર્ચા યોજાઈ હતી. તેમાં શનીદેવ, દેવ નહીં; માત્ર એક ઉપગ્રહ છે એવો પ્રધાન સુર વહેતો થયો હતો. આપણા સમાજ પર સદીઓથી આંધળી ધાર્મીક્તાનો પ્રભાવ રહ્યો છે. પણ એકાદ–બે ભગવાધારી સન્તો પણ હવે સત્યશોધક સભાનું કામ કરી રહ્યા છે તે આનન્દની વાત ગણાય. વેલ ડન સન્તો…! બસ, હવે શનીદેવની આ ‘પનોતી’ ઉતરે એટલે બીજું અભીયાન એ ચલાવો કે- ‘ઈશ્વર છે કે નહીં…?’

ધુપછાંવ

એક શ્રદ્ધાને ખાતર ધરમ કેટલા…?
એક ઈશ્વરને માટે મમત કેટલો…?

–બરકત વીરાણી બેફામ

– દીનેશ પાંચાલ

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી