માઈક્રોફિક્શન ... સાવચેતી !
માઈક્રોફિક્શન ... સાવચેતી !
રમેશ એક શોપિંગ સેન્ટરના જાણીતા સ્ટોરમાં સવારમાં ખરીદી કરવા ગયો હતો.સ્ટોરના જેનીટરએ થોડા સમય પહેલાં જ ફ્લોર પર પોતું ફેરવ્યું હોઈ સ્ટોરના સુવાળા ટાઈલ્સ હજુ થોડા ભીના હતા.
જો કે ફ્લોર ભીની હોવાની ચેતવણીનું એક બોર્ડ ત્યાં મુકવામાં આવ્યું હતું પણ ઉતાવળમાં રમેશના જોવામાં એ ના આવ્યું.
રમેશ લપસીને ચત્તાપાટ સ્ટોરની ફ્લોર પર નીચે પટકાયો.નશીબ જોગે એ બચી ગયો.એના કોઈ અંગને નુકશાન ના થયું.એ વખતે જ ત્યાંથી વ્હીલ ચેરમાં બેસીને પસાર થતા એક કિશોરે રમેશને નીચે પડતો જોયો.
પડીને ઉભા થયેલા રમેશની નજીકમાં એની વ્હીલચેર ખેંચી લાવીને એણે રમેશને કહ્યું :
"અંકલ, આર યુ ઓ.કે. ! બસ આ રીતે જ આ જ સ્ટોરમાં હું બે વર્ષ પહેલાં નીચે પડ્યો હતો અને મારી કરોડ રજ્જુને મોટું નુકશાન કરી બેઠો હતો !"
માઈક્રોફિક્શન ... દિવ્યાંગ
સોમવારની સાંજના ૬ વાગ્યાના સમયે ઓફીસમાંથી છૂટીને ઘેર પહોંચવા માટે આતુર પેસેન્જરોની બસ સ્ટેન્ડ પર મોટી ગીર્દી જમા થઇ હતી.
કોઈ બસ આવતી ત્યારે શશક્ત પેસેન્જરો લાઈન તોડીને એમના બળને જોરે બસમાં ચડી જતા હતા.
આ બધા લોકોમાં બે પગે લકવાને લીધે ચાલવા માટે અશક્ત એક વિકલાંગ યુવાન બે બગલમાં લાકડાની ઘોડી સાથે ત્રણ બસો ગઈ છતાં બસમાં ચડી શક્યો ન હતો.છેવટે બહુ રાહ જોયા પછી જ્યારે બસ સ્ટેન્ડ પર ગીર્દી ઓછી થઇ ત્યારે એ એક બસમાં ચડ્યો તો ખરો પણ બેસવાની કોઈ સીટ ખાલી ના હોવાથી બગલમાં બે ઘોડીઓ સાથે માંડ સમતોલન જાળવતો ઉભો રહ્યો.
કોઈ પુરુષ પેસેન્જરે ઉભા થઇ એને બેસવા માટે સીટ ઓફર ના કરી પણ એક મહિલા એને આ સ્થિતિમાં જોઈ તરત જ ઉભી થઈને એ વિકલાંગ ભાઈને હાથથી પકડી એની સીટ ઉપર ધીમેથી બેસાડી દીધો.
મનમાં આભાર માનતા આ વિકલાંગે એ બહેનની સામે જોયું તો એમની આંખમાં એણે આંસુ જોયાં.
વિકલાંગએ કહ્યું "બહેન,મારી આવી અપંગાવસ્થા જોઇને દયા આવી એટલે આપ રડો છો? મારી દયા ના ખાશો"
મહિલાએ ખુલાસો કરતાં જવાબ આપ્યો :"ના ભાઈ,વિકલાંગો પર મને કદી દયાની લાગણી થઈ નથી કે થશે નહિ.વિકલાંગોને હું કદી અશક્ત માનતી જ નથી.તેઓ વિકલાંગ નહી પણ દિવ્યાંગ હોય છે.હું તો એ માટે રડું છું કે તમને જોઈ તમારા જેવો બે ઘોડીની મદદથી ચાલતો મને ખુબ વ્હાલો મારો દીકરો મને યાદ આવી ગયો.સ્કૂલમાંથી છૂટીને બસ પકડવા માટે ઉતાવળે રસ્તો ઓળંગવા જતાં એ પડી ગયો અને એક ટ્રક નીચે આવી જતાં ગયા મહીને જ એ મૃત્યુ પામ્યો ! “
--વિનોદ પટેલ,સાન ડીએગો
"બેઠક"-શબ્દો નું સર્જનમાં પ્રકાશિત મારી બે માઈક્રોફિક્શન વાર્તાઓ સાવચેતી,
No comments:
Post a Comment