Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

13 April 2016

એક પ્રેરક વિડીયો

એક પ્રેરક વિડીયો


દયાભાવનો વિસ્તાર થાય એવું ઇચ્છતા હોવ તો આ પ્રકારના કાર્યોની વારંવાર પ્રશંસા કરતા રહો

dayabhav

N Raghuram

દર વર્ષે "જોય ઓફ ગીવિંગ" વીક એટલે કે ‘આપવાના આનંદ’ નું સપ્તાહ આવે છે અને પછી ભૂલાવી દેવા માટે ઘણી બધી ગતિ વિધી થાય છે. પરંતુ 92 વર્ષીય એન્જેલા ફર્નાન્ડિસને રોજ સ્વાદિષ્ટ અને ગરમ ભોજન મળે છે અને તે પણ માત્ર જોય ઓફ ગીવિંગ વીકમાં નહીં પણ આખું વર્ષ. આ પ્રક્રિયા સતત ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી કોઇપણ જાતના અપવાદ વગર ચાલી રહી છે, બિલકુલ મફત. દાળ, રોટલી, શાક અને ભાતની સાથે આવનારી ડિશીશને "ઓછું મીઠું અને મસાલા નાંખી બનાવવામાં આવે છે જેથી આ ઉંમરે તેમને તે સરળતાથી પચી શકે. માત્ર ભોજનનો ડબ્બો પહોંચાડીને જ આ દયાભાવના વાળું કામ પૂરું થઇ જતું નથી.

ડિશ રોજ આવે છે, માંગ્યા વગરની આ પ્રેમની સરસ સોગાદ છે, કારણ કે એક વ્યક્તિ આવીને તેમને જમવાનું આપશે,તેમની તબિયત વિશે પૂછશે, આજુ-બાજુંના નાના-મોટાં કામ કરી આપશે,તેમને પ્રેમથી ભેટશે અને જતાં પહેલાં ઇશ્વરને તેમના માટે પ્રાર્થના કરશે. જે માણસ ભોજન લઇને આવે છે તે ફક્ત તેમના માટે ભોજન લાવતો નથી. તે બપોરે પોતાની કારમાં ઘરે-ઘરે જઇને ભોજન પહોંચાડે છે. તેજસ્વી ચહેરા સાથે તે દરવાજો ખખડાવે છે અને સંબંધિત વૃદ્ધને તે પોતાના હાથે ડબ્બો સોંપે છે. તેમની તબિયત વિશે જાણ્યાં સિવાય તે તેમનો ઉંબરો છોડતો નથી. આ ઘરોમાં નબળાં, વયોવૃદ્ધ એક-બે વ્યક્તિ નથી, જેમને કાં તો તેમના ભરોસે છોડી દેવાયા છે અથવા તો તેમની પાસે પોતાની સંભાળ રાખવાની સગવડ નથી. જો ડબ્બો તેમના સુધી ન પહોંચે તો મુંબઇમાં આ 30 વૃદ્ધો વિશે કંઇક ભયાનક સાંભળવા મળે છે.

જેઓ થોડા વર્ષો પહેલાં આ મહાનગરીમાં ગર્વ સાથે કામ કરતા હતાં, આજે તેમને કોઇ કારણોસર મહાનગરે તેમને નિસહાય છોડી દીધાં છે, તેમની સાથે રહેનારા લોકો ચાલ્યાં ગયાં . સમય સાથે સંબંધો અને સ્વાસ્થ્યએ જવાબ અાપી દીધો અને પડોશીઓએ પણ આ ગુજરતી પેઢી સાથે અંતર કરી લીધું. આજે જ્યારે ભોજન તેમના ઘરે પહોંચે છે, તેમના હાલ-ચાલ પૂછાય છે, તો દરવાજો બંધ થતા પહેલાં આભાર વ્યક્ત કરતું હાસ્ય અને ખૂબ બધાં આશિર્વાદ સાથે ડીલિવરી મેનને વિદાય મળે છે.

છેલ્લાં 1095 દિવસ એટલે કે પૂરાં ત્રણ વર્ષથી તે ન તો ક્યારેય ગાયબ રહ્યો કે ન ક્યારેય પોતાનો સમય ચૂક્યો. અને દર વર્ષે ઓક્ટોબરમાં તે પોતાની સેવાઓ  માટે મીડિયામાં છવાયેલો રહે છે. દર વર્ષે મીડિયાનો કોઇનો કોઇ ભાગ તેમના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે પ્રશંસા કરતો રહે છે.

મળો 57 વર્ષના માર્ક ડિસુઝાને, તેઓ મુંબઈના બોરીવલીમાંથી આવેલી પોતાની ઓફીસમાંથી તમામ કામ સંભાળે છે.

તેમણે માતા પિતાના અવસાન બાદ અને પોતે વૃદ્ધાવસ્થા તરફ આગળ ધપી રહ્યા છે ત્યારે આ નિર્ણય લીધો છે. ત્રણ વર્ષ પહેલાં જ્યારે તેમના મનમાં આ વિચાર આવ્યો ત્યારે તેમના પત્ની વિવોને પોતાના કપબોર્ડમાંથી બચતના પાંચ હજાર રૂપિયા કાઢીને તેમના હાથમાં આપી દીધા હતા અને કહ્યું હતું કે, ‘કાલથી જ કામ શરૂ કરી દો.’ તેમની ભાવના એ હતી કે સારા કામમાં મોડું થવું જોઈએ નહીં. અને તેમણે મોડું કર્યું પણ નહીં. પત્નીએ ટેકો આપતાં તેેમના ઉત્સાહમાં વધારો થયો. એ જ દિવસે સાંજે તેઓ ટિફિન કેરિયર ખરીદી લાવ્યા અને બીજા જ દિવસેથી ભોજન બનાવવાનું શરૂ કરી દીધું. શરૂઆત બે વૃદ્ધોથી થઈ. આજે તેઓ 300 વૃદ્ધોને સેવા આપી રહ્યા છે. આ ચેરિટી અત્યંત દક્ષતા અને વ્યાવસાયિક કુશળતા સાથે કરવામાં આવે છે. જે રીતે પૈસા કમાવવા માટે કરવામાં આવે છે એ જ ગંભીરતાથી આ કામ કરાય છે.

એવી દુનિયામાં જ્યાં અંગત બચત લોકોની પ્રાથમિકતા હોય છે ડિસુઝા ડબ્બા ડિલિવરીના કામમાં વર્ષમાં ક્યારેય રજા પાડતા નથી. મધ્યમવર્ગીય પરિવારના રસોડામાં બનાવવામાં આવતા ડબા જરૂરિયાતમંદની જરૂરત પ્રમાણે રાંધવામાં આવે છે અને તે પણ વિના મૂલ્યે. તેની માત્ર પ્રશંસા જ થવી જોઈએ નહીં પણ વખાણ વારંવાર થતા રહેવા જોઈએ જેથી આ કરુણામય કામનો સંદેશ વધુને વધુ વ્યાપક બને અને આ પ્રકારના કામો અન્યત્ર પણ થતા રહે. દિવ્યભાસ્કર જવાબદાર સંગઠન તરીકે ‘અન્નદાન’નો વિનમ્ર પ્રયાસ શરૂ કરે છે.જેથી વંચિત લોકોને સુધી તેને પહોંચાડી શકાય.

અમે ડિસુઝા જેવા લોકોને સલામ કરીએ છીએ જે આ પ્રકારના કામમાં અથાકપણે લાગેલા છે.

ફંડા એ છે કે માનવતા યથાવત રહેવી જોઈએ.

સારા કર્મોથી માનવતા ઉજળી બને છે. આ કર્મ અમર બની જાય છે.

સૌજન્ય- દિવ્ય ભાસ્કર.કોમ


57 વર્ષના માર્ક ડિસુઝાને અને એમની ટીફીન સેવા અંગેનો આંખે દેખ્યો અહેવાલ આ વિડીયોજોવાથી મળી રહેશે.

Mark D'souza from Borivali, Mumbai delivers free tiffins

Living alone at 98, she gets a free lunchbox delivered to her everyday

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી