મ ન ગમતાં સંવાદો
૧
“ બહુ ઉદાસ જણાય છે ? ”
“ હમમ… ”
“ તારા ચહેરા પર કોઈ ટેન્શન હોય એવું લાગે છે ! ”
“ હા યાર કંઈક એવું જ છે ”
“ મિત્ર પાસે દિલ ખોલવાથી ભાર હળવો કરવાનું તો શાસ્ત્રોમાં પણ લખ્યું છે. ”
“ સાચી વાત છે પણ , મિત્રને બોજારૂપ બનવું નથી ગમતું ”
“ ઠીક છે, પણ કોઈને તો તારે કહેવું જ પડશે. એનાથી મને જ કહી દે. ”
“ વ્યવહારિક કામો, ઘરની જવાદારી અને માંદગીઓને લઇ થોડી આર્થિક સંકડામણ અનુભવુ છું. ”
“ અરે યાર બહુ સેડ વાત છે. ”
“ એટેલે જ તો, પણ શું કરું ? મને કોઈ પાસે પૈસા લેવાની આદત નહિ ને ! ”
“ અરે ગાંડા, હું છું ને, જરા પણ ચિંતા ના કરીશ ”
“ થેંક યુ દોસ્ત, તેં મારું અડધું ટેન્શન દુર કરી દીધું. ”
થોડા દિવસો પછી
“ આપણે થોડા દિવસ પહેલા વાત થયેલી..યાદ છે ? ”
“ અરે હા બિલકુ યાદ છે કહે, હું છું ને ! તને કોઈ પાસે પૈસા લેવાની આદત નથી; તો તારે કયા માંગવા છે, હું તારી જોડે આવીશ. હું માંગીશ; મિત્ર જો છું તારો ”
No comments:
Post a Comment