મ ન ગમતાં સંવાદો–૫
“ હજી તું શર્ટ અને દેશી પેન્ટ જ પહેરે છે ? ”
“ કેમ ? હું જોકર જેવો તો નથી લાગતો ને ? ”
“ તારો જવાબ હું આપું તો, ના જોકર જેવો બિલકુલ નથી લાગતો. ”
“ મારો જવાબ પણ એજ કે, આ કપડા પહેરું કે તારા જેવા પહેરું, એમાં ઓળખ તો એજ રહેવાની ”
“ ઓહ ઠીક છે જવા દે, પણ હજી તારી બોલવાની સ્ટાઈલ પણ એજ છે ”
“ ગામ માં બધા બોલે એવું જ તો હું પણ બોલું છું. અને હું કોઈ નાટક કે ફિલ્મોમાં કામ નથી કરતો કે અલગ દેખાવા માટે સ્ટાઈલ બદલવી પડે. ”
“ એ તો બરાબર પણ થોડું પરિવર્તન આપણામાં થાય તો નુકસાની નથી ! ”
“ અને ફાયદો પણ નથી રાઈટ ? ”
“ ઓહ, તું કેમ આવું વિચારે છે ? ”
“ હું તો ફક્ત તારા પ્રશ્નોને અનુસરું છું અને જવાબો આપું છું ”
“ ખરું, પણ મારી વાત તને સમજાય છે ખરી ? ”
“ ચોક્કસ સમજાય છે. તારું એજ કહેવાનું થાય છે ને કે; મારામાં કોઈ પરિવર્તન ના આવ્યું ? ”
“ સમજે છે તો પછી કેમ……? ”
“ તું પણ થોડા વર્ષો પહેલા મારી જેમ રહેતો હતો. મારા જેવા કપડા પહેરતો હતો. મારી જેમ બોલતો હતો. ”
“ હા, જો હવે તારામાં ને મારામાં કેટલો ફરક છે ? ”
“ તને કદાચ ખોટું લાગશે પણ, જો તું અહીંજ રહેતો હોત તો ? તારા માં ને મારામાં કોઈ ફરક હોત ? ”
“ ચલ જવા દે, ઘણા ટાઈમે મળ્યા છીએ તો કોઈ બીજી વાતો કરીએ ”
“ હમ્મ્મ્મ ”
No comments:
Post a Comment