લાંબુ જીવવાનાં સુવર્ણસૂત્રો
અભિનેત્રી
અને નૃત્યાંગના જોહરા જ્યારે એકસો વર્ષ પૂર્ણ કરી ચૂક્યાં છે ત્યારે કેટલીક વાતો
કરવી છે. જાપાનમાં સો વર્ષ પૂર્ણ કરી ચૂકેલા વડીલોનું સંગઠન છે અર્થાત્ ત્યાં સો
વર્ષ પૂર્ણ કરવાં સામાન્ય વાત છે. આપણે પૂજ્ય શાસ્ત્રીજીની શતાબ્દી ઊજવી છે.
પ્રશ્ર્ન થાય કે કેટલા ભારતીયો સદી પૂર્ણ કરી શક્યા છે ?
ભારતીય
ચિકિત્સા પદ્ધતિમાં ચરક સંહિતા પ્રમાણે કલિયુગમાં મનુષ્યનું આયુષ્ય સો વર્ષનું છે.
તે પૂર્વે મૃત્યુ અકાલ છે.

(1) નિવાસની ભૂમિ, ત્યાંની આબોહવા પ્રમાણેનો ખોરાક લેવો. ખોરાકમાં છએ રસ હોવા
જરૂરી છે. ઋતુ બદલાય તે પ્રમાણે વનસ્પતિસૃષ્ટિમાં પરિવર્તન આવે છે. દરેક પ્રદેશની
પોતાની વનસ્પતિ હોય છે. ભૂમિના પંચભૌતિક સંગઠન પ્રમાણે ઊગેલી વનસ્પતિ, શાક, અનાજ, ફળ ઓળખીને, ઋતુ પ્રમાણે, શરીર મનને અનુકૂળ હોય તે
પ્રમાણે, ગુણવત્તાવાળા, વીર્યવાન (પોટેન્ટ), હોવા જોઈએ. તે સ્વાદવાળાં અને
તાજાં વાપરવા (કોલ્ડ સ્ટોરેજ, પ્રિઝર્વેટિવવાળા નહીં). કુટુમ્બનો પરંપરાગત આહાર બાળકના
બંધારણ, સ્વાસ્થ્ય
અને સ્વસ્થવર્ધન માટે જરૂરી છે, કારણ કે એ તેનું પંચભૌતિક સંગઠન છે.
(2) ઋતુ ઋતુના પહેરવેશ અને જીવનક્રમ છે. ઉનાળામાં શરબત, ફુવારા, સુગંધવાળાં ફૂલ, અત્તર વાપરવાનાં છે, તો ચોમાસામાં સફેદ વસ્ત્રો, કોરી ઊંચી સુરક્ષિત જગ્યાનું
મહત્ત્વ છે. વસંત ઋતુમાં કફ વધે છે તેથી ફળ, મઠો, શ્રીખંડ નથી ખાવાનાં તો શરદઋતુમાં દૂધ, દૂધપાક, દૂધપૌંઆ અને ચાંદનીમાં રહેવું
પથ્ય છે.
(3) મનુષ્યજીવનને ચાર ભાગમાં વહેંચ્યું છે : બાલ, યૌવન, મધ્યમ અને વૃદ્ધ.
મનુષ્યજીવનની શરૂઆત સંતાનેચ્છા થાય ત્યારથી ગણી ચાલતાં અનેક જન્મજાત તકલીફો
નિવારાઈ જાય. બાલ્યકાલમાં મધુર રસ, મધ, દૂધપ્રધાન આહાર; યૌવનથી વૃદ્ધ સુધી ષડ્રસ આહાર દોષોને સમ રાખે છે.
બાલ્યકાળમાં કફ, યૌવનમાં કફ સાથે પિત્ત ભળે છે, મધ્યમમાં પિત્ત અને વૃદ્ધમાં વાતપ્રાધાન્ય છે. ચિર યૌવન
ઇચ્છનારે યૌવનકાલમાં જ રસાયન સેવન સદ્વૃત્ત અને સદાચાર સાથે સેવવાં પડે. સો વર્ષ
સરળતાથી જીવવા મન પર આપણો કાબૂ ફરજિયાત છે.
એક
બેઠકમાં શ્રેષ્ઠ સંતાનપ્રાપ્તિની ચર્ચા ચાલતી હતી. સદ્વૃત્તની ચર્ચા ચાલતાં એક
પ્રતિભાગી કહે ‘તુલસીને પાણી, અતિથિનો સત્કાર.’ એ તો દિનચર્યા દૈનિક જિંદગી છે. સદ્વૃત્તને ટૂંકમાં કહેવું
હોય તો ‘અન્યો
આપણી સાથે વર્તે એવી આપણી ઇચ્છા પ્રમાણે આપણે બીજા એટલે પશુ, પક્ષી, વૃક્ષ, વેલી, કીટકો, સૂર્ય, ચંદ્ર, જલ, વાયુ અને માણસ સાથેનું વર્તન.
કોઈ કવચ પાઠ વાંચ્યો હોય તો શરીરનાં અંગોના અધિષ્ઠાતા દેવો કહ્યા છે. પ્રકૃતિમાં
જે કાર્ય જે કરે છે તે જ કાર્ય તે આપણા શરીરમાં કરે છે. પશ્ર્ચિમમાં પ્રચલિત 7 ગોલ્ડન રૂલ્સ ઓફ હેલ્ધી
લીવિંગ એ પંચમહાભૂતો પ્રત્યેની સભાનતાને કેળવી નીરોગી પ્રસન્ન પૂર્ણાયુષ્ય સાથે
પૃથ્વીલોક માણીએ.
No comments:
Post a Comment