Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

15 June 2016

બાળકને પ્રથમ વખત શાળાએ મોકલતા માતા-પિતાને ....

બાળકને પ્રથમ વખત શાળાએ મોકલતા માતા-પિતાને ......

બાળકની સ્ટુડન્ટ લાઇફની શરૃઆત હોય ત્યારે ક્યારેય પણ બાળકને અભ્યાસ અને સ્કૂલ પ્રત્યે નકારાત્મક ભાવ જાગે તેવા નેગેટિવ કમાન્ડ ન આપો. નેગેટિવ કમાન્ડથી પણ બાળકની માનસિકતા બગડે છે અને તે શાળાએ જવા માટે મેન્ટલી પ્રીપેર થતું નથી
હવે વેકેશન પૂરું થવામાં છે અને થોડા દિવસોમાં નવું સત્ર શરૃ થઈ રહ્યું છે ત્યારે જે બાળકને પહેલી વખત શાળાએ મોકલવાનું હોય તેવાં પેરેન્ટ્સ માટે આ સમયગાળો થોડો તકલીફભર્યો હોય છે. બાળકને જ્યારે પહેલી વાર પેરેન્ટ્સથી અળગું થવાનું આવે ત્યારે તે શાળા જતી વખતે બૂમબરાડા કરી મૂકે તે સ્વાભાવિક છે, તો ચાલો જાણી લઇએ કે બાળક રડયા વગર હસતાં હસતાં શાળાએ જાય તે માટે પેરેન્ટ્સે શું કરવું જોઈએ...
બાળકના જીવનનું પ્રથમ પરિવર્તન
જ્યારે બાળક શાળાએ જવાનું શરૃ કરે છે ત્યારે આપણને એવું લાગે છે કે આ તેમના જીવનનો નાનકડો ચેન્જ છે, પરંતુ બાળક માટે આ બહુ મોટો ચેન્જ હોય છે. બાળક આજ સુધી સતત પેરેન્ટ્સની છત્રછાયામાં રમતું-ભમતું હોય છે અને અચાનક તેને પાંચ-સાત કલાક પેરેન્ટ્સથી અળગું રહેવાનું થાય છે. તદુપરાંત સમય સાથે જેને કંઈ જ લેવાદેવા ન હોય તે બાળકને હવે શાળાનો સમય સાચવવા માટે નિયમિત દિનચર્યા માટે પણ જાતને કેળવવાની હોય છે,તો જો આ સમયે પેરેન્ટ્સ બાળકને ધાકધમકી આપ્યા વિના માનસિક રીતે તૈયાર કરે તો શરૃઆતના પિરિયડમાં પણ બાળક રડયા વગર શાળાએ જતું હોય છે.
તમારી શાળાના પ્રથમ દિવસને યાદ કરો
ઘણાં પેરેન્ટ્સ બાળકને શાળાએ મૂકતી વખતે એટલી બધી સખતાઈથી વર્તે છે કે બાળકને શાળા પ્રત્યે કોઈ કારણ વગર અણગમો થઈ જાય છે. જ્યારે તમે પહેલી વખત તમારા સંતાનને શાળાએ મોકલતા હો તો તમારે તમારા શાળાનો પહેલો દિવસ અને તે દિવસની તમારી માનસિક સ્થિતિ યાદ કરી લેવી. જો તમે આ બાબતને યાદ કરીને ડીલિંગ કરશો તો બહુ સરળતાથી બાળકની માનસિકતા, તેના ભયને સમજી શકશો અને ડીલિંગ પણ સારી રીતે કરી શકશો.
શાળા પ્રત્યેના નકારાત્મક ભાવને દૂર કરો
બાળકની શાળા પ્રત્યેની નકારાત્મકતાને દૂર કરવાથી પણ બાળક હસતાંમુખે સરળતાથી શાળાએ જાય છે. આ માટે પેરેન્ટ્સે બાળકને થોડા સમય પહેલાં જ શાળાએ જવા માટે માનસિક રીતે તૈયાર કરવાનું શરૃ કરી દેવું જોઈએ. તેમણે બાળકને હંમેશાં વાત વાતમાં શાળા પ્રત્યે રસ ઊપજે તેવા જ પ્રયત્ન કરવા જોઈએ, જેથી બાળકને શાળાએ જવાનો ભય નહીં રહે અને તે સરળતાથી શાળાએ જવા તૈયાર થશે.
લાગણીવશ ન થાવ
બાળકને શાળાએ પ્રથમ વખત મૂકતી વખતે બે રીતે બાળક સાથે વર્તન કરવામાં આવે છે. એક તો તેની સાથે વધુ પડતી સખતાઈથી વર્તવામાં આવે છે તો બીજી રીતે ક્યારેક બાળકને રડતાં જોઈને પેરેન્ટસ લાગણીવશ થઈ જાય છે અને તેની જિદ્દને માની લેતાં હોય છે. બાળક વધુ રડવા માંડે અથવા શાળાએ ન જવાની જિદ્દ કરે તો પેરેન્ટ્સ તેની વાત માનીને શાળાને બદલે ઘરે પાછું લાવે છે. આવો લાગણીનો અતિરેક પણ બાળક માટે નુકસાનકારક સાબિત થાય છે.
તમારું બાળક શાળા જતાં પહેલાં રડે છે?
* બાળકને શાળાના ગેટ સુધી લાવતાં પહેલાં માનસિક રીતે તૈયાર કરો.
* નવો યુનિફોર્મ, સ્કૂલબેગ, શૂઝનું આકર્ષણ જગાવીને પણ શાળા પ્રત્યે સકારાત્મક ભાવ જગાવી શકાય.
* રોજ બાળકને ભાવતો નાસ્તો ભરી આપો.
* તેમનું મિત્રવર્તુળ બનાવવામાં મદદ કરો.
* હળવાશપૂર્વક ભણાવો, જેથી તેમને ભણતર ભાર વગરનું લાગે.

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી