પિતૃ દેવો ભવ …. ફાધર્સ ડે …ભાવાંજલિ
આજે ૧૯ મી જુન, રવિવાર એ ફાધર્સ ડે - પિતૃ દિન છે ત્યારે મારા પુ. પિતાશ્રીને યાદ કરી એમને નમન કરી ભાવાંજલિ અર્પું છું.
દરેકના જીવનમાં પિતાનું કેટલું મહત્વ રહેલું હોય છે એ નીચેનું ચિત્ર સ્પષ્ટ કરે છે.હાથના પંજામાં જેમ અંગુઠા વિના ચાલે નહી એવું જ ઘરમાં ઘરમાં એક પિતાનું સ્થાન હોય છે.આ ચિત્ર થોડા શબ્દોમાં ઘણું કહી જાય છે.

મારા પુ. પિતાશ્રી ને હાર્દિક ભાવાંજલિ

જીવન ગીત ભલે તમારું બંધ થયું તમારા જતાં,
પણ એ સંગીતના સુરો હજુ હવામાં સંભળાઈ રહ્યા.
શબ્દો બહુ ઓછા પડે ,ગણવા ઉપકારો બધા આપના,
અલ્પ શબ્દો થકી ,અંજલિ આપી રહ્યો આજે પ્રેમથી
મુજ જીવનમાં અગત્યનું અંગ તમે હતા ઓ પિતા,
આ પિતૃ દિને યાદ કરી,વંદુ તમોને હૃદયના ભાવથી
વિનોદ પટેલ
કર્મ યોગી (સત્ય ઘટના પર આધારીત વાર્તા ).... વિનોદ પટેલ
જુન ૨૦૧૫માં ફાધર્સ ડે નિમિત્તે પ્રતિલિપિ દ્વારા એક વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લેખન સ્પર્ધાનો વિષય પિતા સંબંધિત-“માય ડેડી સ્ટ્રોન્ગેષ્ટ” રાખવામાં આવ્યો હતો.
આ લેખન સ્પર્ધામાં મારા પિતાશ્રીના જીવનની સત્ય ઘટના આધારિત વાર્તા મોકલી હતી એને થોડી મઠારી અહી પ્રસ્તુત છે .
જાણીતા વાર્તા લેખક મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રીએ આ વાર્તા વાંચીને આપેલ પ્રતિભાવ સાભાર પ્રસ્તુત ....
જ્યારે પિતા-પુત્રના જીવનસત્યની વાત વાર્તા બને ત્યારે નયનોમાંથી અશ્રુધાર રૂપે માત્ર આદર અને અહોભાવ જ વહે. ભારત, બર્મા, અને અમેરિકાના વિશાળ ફલક પર વહેતી વાર્તા એ માત્ર એક પટેલ કુટુંબની વાર્તા નથી પણ એક સૈકાના ઈતિહાસની ગાથા પણ છે. પિતાની રોલર કોસ્ટર લાઈફ અને અપંગ પુત્રની હામ; પિતા-પુત્રના જીવન સંઘર્ષની વાસ્તવિક વાત, કાલ્પનિક વાર્તા કરતાં પણ વધુ સવેદનશીલ અને હૃદયસ્પર્શી બની છે. વહેતાં અશ્રુબિંદુ અંતમાં શબ્દ બની પુત્ર્ના કવિહૃદયમાંથી કાવ્ય રૂપે સરતાં થાય છે. વિનોદભાઈ અભિનંદન અને ધન્યવાદ. ઉત્તમ કૃતિ.
પ્રવીણ શાસ્ત્રી.
( એક કર્તવ્યનિષ્ઠ અને કાર્યનિષ્ઠ પિતાની સંઘર્ષ કથા)
શ્રી પ્રવીણ શાસ્ત્રી લિખિત એક પિતાની આવી જ સત્ય કથા એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.આ વાર્તામાં પણ તેઓએ એમના પુ. પિતાશ્રીની સુંદર ભાવાંજલિ અર્પી છે.
જીવનમાં પિતાની મહત્તા દર્શાવતો મને ખુબ ગમતો એક
સુંદર યુ-ટ્યુબ વિડીયો .
આ વિડીયોમાં ગાયક Paul Enka પિતાને યાદ કરીને એના કર્ણ મધુર સ્વરે એના સ્વર્ગસ્થ પિતાને એક હૃદય સ્પર્શી શ્રધાંજલિ આપે છે.આ અંગ્રેજી ગીત સાંભળશો ત્યારે વાચકને લાગશે કે Paul Enka પોતાના પિતાના જીવનની જ જાણે વાત કરતો ન હોય !
MY PAPA – Paul Enka
|
No comments:
Post a Comment