
એક મહાસત્તાની જમીન…’મેડિસન’ સ્ક્વેર પર મોટિવેશનલ સ્પિચ અને મેગા-મેદનીના સર્કલ દ્વારા પોતાના દેશ અને દેશવાસીઓનું માર્કેટિંગ કરી બતાવનાર મોદી નામના આ મહાનાયકે સાબિત કરી બતાવ્યું છે કે ભારત પણ એક (દબાવાયેલી) મહાસત્તા હતી અને હવે જનસત્તાની મદદથી પાછી મેદાનમાં લાવવામાં આવી રહી છે.
જેનો ‘સરકારી (અને સહકારી) શુક્ર’ જયારે પ્રબળ હોય ત્યારે ‘મંગળ’ પણ નડ્યા વિના સાથ આપતો રહે છે તેનું આ એક તાજું ઉદાહરણ છે. વિવિધ મીડિયા દ્વારા સાચું જ કહેવાયું છે કે ગઈકાલે એ જગ્યા ખુદ ‘મોદી’સન બની ગઈ હતી. અને કેમ ન બને?
જે દેશનું સોશિયલ મીડિયા આટલું બધું ક્રિયેટીવ હોય અને જેનો સામાજિક ક્ષેત્રે અક્સીર ઉપયોગ કરી શકાતો હોય ત્યારે ‘શેમલેસ’ પ્રમોશન કરવું પણ જરૂરી થાય છે. મોદી સાહેબે આ જ તક ઝડપી છે અને એક કાંકરે ઘણાં ફળો તોડી બતાવ્યા છે.
વર્ષો પહેલા ઈ.સ. ૧૮૯૩માં શિકાગો ખાતે અમેરિકનોને ઘેલું લગાડનાર એક યુવા નરેન્દ્ર જ હતો. અને આજે વર્ષો પછી આ યુવાદિલ નરેન્દ્રએ રિપીટેશન કર્યું…
No comments:
Post a Comment