Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

10 June 2016

‘મહાભારતની જીવનકથાઓ’ –ડૉ. ગુણવંત શાહ

‘મહાભારતની જીવનકથાઓ’

ડૉ. ગુણવંત શાહ
એક કીલોગ્રામ ધર્મમાં એક ટન અન્ધશ્રદ્ધા ભળે ત્યારે ધર્મ ક્ષીણ થાય છે. જે તે ધર્મમાં પેઠેલાં હઠીલાં અનીષ્ટોની સામે એ ધર્મમાં જ એવાં સુધારક પરીબળો પેદા થવાં જોઈએજે વીદ્રોહ જગાડે. એ વીદ્રોહ ધર્મરક્ષક છે. હીન્દુ ધર્મમાં એટલાં અનીષ્ટો પેઠાં છે કે એક સચ્ચીદાનન્દ ઓછા પડે. ચમત્કારવહેમ અને અન્ધશ્રદ્ધા સામે લડવા માટે જે હીમ્મત જોઈએ તે ક્યાંથી લાવવી ?નીર્ભયતા વીનાની સાધુતા એટલે રીફીલ વીનાની બોલપેન !
જગતમાં એવો એક પણ ધર્મ નથી, જેમાં કાળક્રમે કચરો જમા ન થયો હોય. એ કચરાને પણ પવીત્ર ગણવાનો અને સાચવી રાખવાનો બોધ આપે તેવા માણસને લોકો ‘ધર્મગુરુ’ કહે છે. મહન્તમુલ્લાપાદરી’ જેવા ત્રણ ખલનાયકો સદીઓથી જામી પડેલા ‘ધાર્મીક’ કચરાનું રક્ષણ કરતા આવ્યા છે. પ્રત્યેક ધર્મમાં માર્ટીન લ્યુથરદયાનન્દવીવેકાનન્દનર્મદદુર્ગારામ અને ગાંધી જેવા સુધારકો સમયાન્તરે પેદા થવા જોઈએ.
જે ધર્મમાં વીર નર્મદ કે દુર્ગારામ મહેતા કે જ્યોતીબા ફુલે કે ડૉ. આંબેડકર પાકી જ ન શકે, તે ધર્મ કાળક્રમે સડે છે અને ધર્મમાં શ્રદ્ધા રાખનારી પ્રજાને પછાત રાખવામાં સફળ થાય છે. ખ્રીસ્તી ધર્મસુધારક માર્ટીન લ્યુથરને પ્રતાપે પોપની સત્તા સામે પડકાર ઉભો થયેલો. ‘પ્રોટેસ્ટ’ પરથી ‘પ્રોટેસ્ટન્ટ’ શબ્દ બન્યો છે.લ્યુથરના વીદ્રોહને પ્રતાપે ખ્રીસ્તી પરમ્પરામાં પ્રોટેસ્ટન્ટ મીજાજ પેદા થયો. એ મીજાજ યુગપ્રવર્તક બની રહ્યો. એ મીજાજને કારણે પોપની અન્ધશ્રદ્ધાળુ માયાજાળમાંથી ખ્રીસ્તી પ્રજા તે કાળે મુક્ત બની. સ્વામી સચ્ચીદાનન્દજી હીન્દુ પરમ્પરાના ભગવાંધારી સાધુ છે અને એમનો પ્રોટેસ્ટન્ટ મીજાજ સદીઓથી જામી પડેલા એવા પવીત્ર ગણાતા કચરા સામે વીદ્રોહ જગાડનારો છે. આવો પ્રાણવાન વીદ્રોહ જ ધર્મને બચાવી લેતો હોય છે.
સ્વામીજીએ ગુજરાતને અનેક સુન્દર પુસ્તકો આપ્યાં છે. લાંબા પ્રવાસો કરીને એમણે ગુજરાતનાં દુર દુરનાં ગામોમાં જઈને સુધારાનો શંખધ્વની પહોંચાડ્યો છે. એમનાં પુસ્તકો ખુબ વંચાય છે અને વેચાય છે. સાધુવેશ ધારણ કરનારા આ સન્ત, લોકોને દમ્ભી સાધુઓ સામે નીર્ભયપણે ચેતવે છે. પંકજ ત્રીવેદીની હત્યા થઈ ત્યારે એમણે જે ઉચીત ‘ક્રોધ(મન્યુ)’ પ્રગટ કર્યો તેમાં ગાંધીજીને ગમી જાય તેવી નીર્ભયતા હતી. અહીંસા જ્યારે કાયરતા, અનીર્ણાયકતા અને મધુર છતાં જુઠા શબ્દને પનારે પડે ત્યારે એ મહાત્મા ગાંધીની કે મહાવીરની અહીંસા રહેતી નથી.
મહાવીર સ્વામીએ મેઘકુમારને ઉપદેશ આપ્યો ત્યારે કહ્યું હતું : ‘અભય વીનાની અહીંસા તો અહીંસા જ નથી.’ સાચી વાત ગોળ ગોળ વાણીમાં દબાતા સાદે કહે તે કદી પણ ‘ગાંધીજન’ ન હોઈ શકે. મધરાતે આશ્રમમાં થયેલા હુમલામાં સ્વામીજી બચી ગયા એ ગુજરાતનું સદ્ નસીબ ગણાય.
એક કીલોગ્રામ ધર્મમાં એક ટન અન્ધશ્રદ્ધા ભળે ત્યારે ધર્મ ક્ષીણ થાય છે. જે તે ધર્મમાં પેઠેલાં હઠીલાં અનીષ્ટોની સામે એ ધર્મમાં જ એવાં સુધારક પરબીળો પેદા થવાં જોઈએ, જે વીદ્રોહ જગાડે. એ વીદ્રોહ ધર્મરક્ષક છે. હીન્દુ ધર્મમાં એટલાં અનીષ્ટો પેઠાં છે કે એક સચ્ચીદાનન્દ ઓછા પડે. ચમત્કાર, વહેમ અને અન્ધશ્રદ્ધા સામે લડવા માટે જે હીમ્મત જોઈએ તે ક્યાંથી લાવવી ? નીર્ભયતા વીનાની સાધુતા એટલે રીફીલ વીનાની બોલપેન !
સ્વામીજીએ લખેલા એક એવા પુસ્તકની વાત કરવી છે, જે પ્રત્યેક ગુજરાતીએ વાંચવું જોઈએ. સાવ સરળ ભાષામાં લખાયેલી મહાભારતની કથાઓ એટલી રસપુર્ણ છે કે વાચકને પુસ્તક છોડવાનું મન ન થાય. (‘મહાભારતની જીવનકથાઓ’સ્વામી સચ્ચીદાનંદ, ગુર્જર સાહીત્ય ભવન, અમદાવાદ1રુપીયા : 120/-) આ કથાઓને અંતે સ્વામીજીએ જે મૌલીક ટીપ્પણી કરી છે તે કથાનો મર્મ અદ્યતન સન્દર્ભમાં પ્રગટ કરનારી છે.
અહીં માત્ર એક જ પ્રસંગકથા પ્રસ્તુત છે :
પુત્ર ઉત્પન્ન કરતાં પહેલાં (અગસ્ત્ય) ઋષીએ લોપામુદ્રાને પુછ્યું હતું : ‘તારે હજાર પુત્રો જોઈએ છે કે સો પુત્રો ?’ પછી ફરી પુછ્યું : ‘તારે સો પુત્રો જોઈએ કે દસ પુત્રો?’ ફરી પુછ્યું : ‘તારે દસ પુત્રો જોઈએ કે એક પુત્ર ?’ લોપામુદ્રાએ કહ્યું કે : ‘મારે તો હજારની બરાબરી કરે તેવો એક જ પુત્ર જોઈએ છે. કુરકુરીયાંને ભેગાં કરીને હું શું કરું ?’ આ રીતે ઋષીને એક પુત્ર ઈધ્મવાહ થયો. પીતૃઓ તૃપ્ત થયા. સન્તાનપ્રાપ્તી પણ જીવનનો લહાવો છે. તે પુરો થયો. બોધપાઠ છે : સંસારથી ભાગો નહીં. પારકાં છોકરાંને ચેલા બનાવવા તેના કરતાં પોતાનાં જ સન્તાન પેદા કરો. (મહાભારત : વનપર્વ 96–97મો અધ્યાય)
પુસ્તકને પાને પાને એકવીસમી સદીને સુપેરે સમજનારા ક્રાન્તીકારી સાધુનું જીવનદર્શન પ્રગટ થતું દીસે છે. એ જીવનદર્શન કેટલું અદ્યતન છે તેનો પરચો કરાવે તેવા પ્રાણવાન શબ્દો સાધુના સ્વમુખેથી પ્રગટ થયા છે. સાંભળો :
‘કામ સ્વયં ઉર્જા છે, મહાઉર્જા છે. તે છે તો જીવન છે. તે નથી તો જીવન નથી. પણ આ ઉર્જાને મીત્ર બનાવતાં ન આવડે, તો તે વીનાશક પણ છે. કામને મીત્ર બનાવવા માટે નીતીશાસ્ત્રો છે. તેમણે મર્યાદા બાંધી છે. ઉર્જા મર્યાદામાં રહે, તો જ મહાનીર્માણ કરી શકે. અગ્ની ચુલામાં રહે તો જ રસોઈ બને. જો ચુલા બહાર આખા ઘરમાં ફેલાઈ જાય તો મહાવીનાશ નોતરી મુકે. કામનું પણ આવું જ છે. જ્યારે જ્યારે કામ, મર્યાદા મુકીને બહાર નીકળ્યો છે, ત્યારે ત્યારે મહાવીનાશ થયો છે.’
આવા શબ્દો નવી પેઢી સુધી કોણ પહોંચાડશે ? એમાં ક્યાંય કાન પર જનોઈ ચડાવીને કે નાક બંધ કરીને દુર્ગંધથી બચવાની વાત નથી. ‘સેક્સ’ નામની પવીત્ર બાબતનો આવો તન્દુરસ્ત સ્વીકાર, સ્વસ્થ સમાજના નીર્માણ માટે જરુરી છે. બેજવાબદાર સેક્સ સુનામી સર્જે છે. આ લખાણ વાંચી રહ્યા પછી દોડીને આ પુસ્તક ખરીદવા જેવું છે.
આ પુસ્તક કોને અર્પણ થયું છે ? સાંભળો :
‘મારી દૃષ્ટીએ મહાભારતનું સૌથી વધુ વાસ્તવવાદી અને મારું પ્રીય પાત્ર, જેણે પ્રત્યેક વીપત્તીમાં પાંડવોને બચાવ્યાં છે, તેવા ગદાધારી ભીમને આ પુસ્તક અર્પણ કરું છું.’
સ્વામીજીની આ અર્પણનોંધમાં એમની આગવી જીવનદૃષ્ટી પ્રગટ થતી જણાય છે. તેઓ માનવીય દૃષ્ટીબીન્દુના સમર્થક છે; પરન્તુ કાયરતામુલક અહીંસા પ્રત્યે એમને સખત અણગમો છે. તેઓ રાવણના માનવ–અધીકારોની પણ ચીન્તા કરે તેવા મધુર મધુર અને નરમ નરમ સાધુ નથી. જે અસમર્થ હોય એની ક્ષમાનું કોઈ મુલ્ય નથી.
આતંકવાદ સામે ઝુકી પડતી પ્રજાને પણ ‘અહીંસક’ ગણે તેવું નીર્વીર્ય ભોળપણ સ્વામીજીને માન્ય નથી. બકાસુરનો વધ કરનાર ભીમ માનવ–અધીકારનો રક્ષક ગણાય કે ભક્ષક ? નીર્દોષ મનુષ્યોની સામુહીક હત્યા કરવા માટે તત્પર એવા કોઈ આતંકવાદીને હણવામાં કોઈ પાપ ખરું ? સ્વામીજી આવા કેટલાક પ્રશ્નો અંગે બીલકુલ સ્પષ્ટ છે. પોતાની વાત પુરી નીર્ભયતા સાથે રજુ કરવામાં એમની વાણી જબરી અસરકારક સાબીત થઈ છે. ગુજરાત એમનું ઋણી છે. ભીમનો આવો ઋણસ્વીકાર સ્વામીજી સીવાય કોણ કરે ?
ઓશો રજનીશ જ્યારે ભગવાન બની ગયા ન હતા અને કેવળ આચાર્ય હતા, ત્યારે એમણે એક પ્રશ્ન જાહેર પ્રવચનમાં ઉઠાવ્યો હતો : ‘યહુદી પ્રજાની નીર્દય કત્લેઆમ કરનારા હીટલરનું કોઈ મનુષ્યે શરુઆતમાં જ ખુન કરી નાખ્યું હોત, તો લગભગ પન્દર લાખ યહુદીઓ ગેસ ચેમ્બરમાં ખતમ થતાં બચી ગયા હોત. આપણે એ ખુનીને ‘પાપી’ કહેવો કે ‘પુણ્યશાળી’ ?’ રજનીશે જવાબ પણ પોતે જ આપ્યો હતો : એ ખુનીને ‘મહાત્મા’ ગણવો રહ્યો ! થોડાક પરીચયને આધારે કહેવાનું મન થાય છે કે હીન્દુ ધર્મમાં પેઠેલાં અનીષ્ટો સામે આટલી હીમ્મતથી બંડ પોકારનારા બીજા સાધુ ઝટ જડતા નથી. લોકો તેમને કાન દઈને સાંભળે છે અને આંખ દઈને વાંચે છે. એમનો સહજ સ્થાયીભાવ છે : ‘પાખંડ–ખંડન’.

પાઘડીનો વળ છેડે

‘આપણું ઘડતર એવી ભક્તીથી કરવામાં આવ્યું, જે અન્તે વેવલી થઈ ગઈ. શોષણનું માધ્યમ બની. વીરતા વીનાની વેવલી ભક્તીથી પણ પ્રજા તો દુર્બળ જ થઈ. ભગવાન અને ગુરુને નામે સદીઓથી તેનું શોષણ થઈ રહ્યું છે… ગુરુઓ સમૃદ્ધ થયા. હા, પ્રજા જ દરીદ્ર થઈ ગઈ. એકલી દરીદ્ર જ નહીં, દુર્બળ પણ થઈ ગઈ. આ વેવલી ભક્તી પણ વીરતા વીનાની, શસ્ત્રો વીનાની, પડકાર વીનાની, મોટે ભાગે સ્ત્રીઓ માટેની થઈ ગઈ, થઈ રહી છે… જો જગત્ મીથ્યા જ હોય, તો ગુલામ રહો કે આઝાદ રહો, કંગાળ–દરીદ્ર રહો કે સમૃદ્ધ રહો. શો ફરક પડે છે ? બધું સ્વપ્ન જ છે. વીરતા, શૌર્ય, કર્મઠતા, સાહસનું તો નામ જ ન રહ્યું… ફરીથી ઋષીમાર્ગનું મહત્ત્વ સમજાય તો હજી પણ નવીનર્માણ થઈ શકે છે. –સ્વામી સચ્ચીદાનંદ (‘મહાભારતની જીવનકથાઓ’)

–ડૉ. ગુણવંત શાહ

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી