અવસ્થાની વ્યવસ્થા….. ચિંતન લેખ
અવસ્થાની વ્યવસ્થા...... નમ્રવાણી
- રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ
ઘરમાં બાળક વધારે હસતું હોય કે વૃદ્ધ?
જે ઘરમાં હસતાં વૃદ્ધ અને વડીલો હોય અને વિચારતા યુવાન હોય તે ઘર સુખી હોય અને જે ઘરમાં હસતાં યુવાન અને રડતા વૃદ્ધ હોય તે ઘર દુ:ખી હોય.
જેમ જેમ સમય પસાર થાય છે, તેમ તેમ બાળક યુવાન બને છે અને યુવાન વૃદ્ધ બને છે.
જેમ જેમ અવસ્થા આવે છે તેમ તેમ વ્યવસ્થા બગડવા લાગે છે અને વ્યવસ્થા હોય છે શરીરની, મનની, ભાવોની વિચારોની અને પરિસ્થિતિઓની.!! પણ એ બગડતી પરિસ્થિતિઓને સુધારવી કે વ્યવસ્થિત રાખવી એ કોના હાથમાં હોય છે?
એ વ્યક્તિના પોતાના જ હાથમાં હોય છે.
પણ થાય છે શું? મોટા ભાગના વડીલો, સિનિયર સિટીઝન્સ વર્તમાનના બદલે ભૂતકાળમાં જીવતાં હોય છે અને ભૂલી જાય છે કે, સમયની સાથે બધું જ બદલાતું હોય છે. માનવીના મન, વિચારો, ભાવો અને કુદરતની ક્રિયાઓ પણ બદલાતી હોય છે. ઘણા વડીલો એવા હોય છે કે જે ભૂતકાળને ભૂલી શક્તાં નથી અને વર્તમાનમાં જીવી શક્તાં નથી, વર્તમાનમાં ઘરમાં ગમે તેવો ખુશીનો, આનંદનો પ્રસંગ હોય ત્યારે પણ ભૂતકાળને યાદ કરી એ આનંદને માણી શક્તાં નથી.
મુબઈ સમાચાર.કોમના સૌજન્યથી આ આખો પ્રેરક લેખ વાંચવા
No comments:
Post a Comment