ફાધર્સ ડે પર પિતા વિષે વાંચવા જેવા લેખો …સંકલિત

કેરો,ઈજીપ્ત નિવાસી મારા મિત્ર મુર્તઝા પટેલે એમના ફેસબુક પેજ ઉપર” પપ્પા ” વિષે લખેલ એક સુંદર ટૂંકો લેખ એમના આભાર સાથે એ નીચે પ્રસ્તુત છે :
“જે તેના લગ્ન પહેલા આખો ‘પ’ હોય, લગ્ન કર્યા બાદ ‘અડધો પ્ ‘ થઇ જાય અને તેના બાળકના જન્મ બાદ ‘પા’ થઇ જાય છે તે પૂજ્ય: ‘પપ્પા’. “
“જેની આગળ ખુદને ખુલ્લા મૂકીને, કન્ફેશન કરી અસલ ઓળખ મેળવી શકીએ એ: ‘ફાધર’. “
“જે પોતાના બાળકનાં ગમા-અણગમાને, દુઃખ-દર્દને, મુશ્કેલીઓને, નાદાનીને,ગુસ્સાને ‘પી’ નાખે છે એ: ‘પિતા’.”
” જે બાપ પોતાના બાળકને જ્યાં સુધી (તેના જેવો) બાપ બનતા ન જોઈ લે ત્યાં સુધી તેની ‘દાદા’ગીરી ચાલુ રાખવાનો પૂરો હક ધરાવે છે.”
– અને એટલે જ એવા સિલસિલાને ‘બાપદાદા’ કહેવાય છે.
“બાપ ક્યારેય ‘ડેડ’ ન હોઈ શકે. એ તો સદાય જીવંત છે. આદમથી જન્મેલાં ‘આદમી’માં કે ‘મનુ’થી પેદા થયેલાં ‘માનવી’માં….”
– | ઈજીપ્તથી બાર વર્ષિય ‘બાબા’…મુર્તઝા પટેલના ‘બાપ દિન’ નિમિત્તે ખાસ પ્રકાશિત થયેલા બાપીકા બોલ. | –
મુર્તઝા પટેલ
અમિતાભે જ્યારે પિતાને કહ્યું:મને પેદા શું કામ કર્યો?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
આજે ફાધર્સ ડે છે. આ દિવસ મધર્સ ડે જેટલો ગાજતો નથી. ઘણા લોકોને આવા ડેઝમાં વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ લાગે છે. હશે, આપણે ઉજવણીના માણસો છીએ. જો હોય સરસ મજાનું બહાનું તો સેલિબ્રેટ કરવામાં લિજ્જત છે
મા મા હોય છે અને બાપ બાપ હોય છે. બંનેની સરખામણી કોઇ જ હિસાબે વાજબી નથી. મા ગમે તે કરે તો પણ બાપનું સ્થાન લઇ શકતી નથી અને બાપ ગમે તેટલા ધમપછાડા કરે તો પણ માની જગ્યા ન લઇ શકે. મા વધુ મહાન કે પિતા વધુ ગ્રેટ? એવી ચર્ચા પણ અસ્થાને છે. બંને પોતપોતાની જગ્યાએ મહાન હોય છે. બાપ થોડોક જુદો હોય છે. ઘણી વખત એ મા જેટલો વ્યક્ત થઇ શકતો નથી. આસાનીથી રડી શકતો નથી. ઘણુંબધું દિલમાં દબાવીને બેઠો હોય છે. ચહેરો વધુ કરડાકીવાળો લાગતો હોય છે. મા કદાચ દિલથી વધુ વિચારતી હોય છે, બાપ દિમાગનો ઉપયોગ વધુ કરતો હોય છે. મા અને બાપમાં જે બેઝિક તફાવત છે એ રહેવાનો જ છે પણ એક વાત ક્યારેય બદલાવાની નથી કે તેને સંતાનોનું એટલું જ પેટમાં બળતું હોય છે જેટલું માને થતું હોય છે.
પપ્પા @ ૭૫ : મારા ‘પરિવાર’નું એકમાત્ર સ્વજન..!
જય વસાવડા

આજે જેઠ વદ બારસ. પંચાંગની તિથિ મુજબ મારાપપ્પાને ૭૫ વર્ષ પૂર્ણ થયા. તારીખ મુજબ એક દિવસ પછી ૩૦ જૂન, ગુરુવારે ૭૫ વર્ષનું અમૃતપર્વ પૂરું કરશે. લહેરથી જીવવા જેટલી કમાણી છે, પણ મોટા ઉત્સવો ઉજવવા જેટલું ગજું નથી. એટલે આ અમૃતપર્વની ઉજાણીની શરૂઆત રીડરબિરાદરોના પ્યારા અને પહોળા પરિવાર સાથેના શબ્દોત્સવથી. ‘અહા ! જિંદગી’ ઓક્ટોબર ૨૦૦૮ના દિવાળી અંક માટે દિપક સોલિયાએ પ્રેમાગ્રહથી પપ્પા પર જે લેખ લખાવ્યો, એ ૨૦૦૯માં મૃગેશભાઈએ એટલા જ ઉમળકાથી ‘રીડગુજરાતી’ ઉપર મુકેલો, જેમાં એણે ચિક્કાર હિટ્સ મળી. એ જ લેખ જરાતરા પૂરક માહિતી સાથે મુકું છું. એ છપાયા પછી ફેફસાના ઘસારા ઉપરાંત પપ્પાને આ વર્ષે બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવ્યો, જે સદભાગ્યે રીવર્સ થયો, અને બંને ઘૂટણમાં સંધિવાની તીવ્ર અસર છે. મારે આ વર્ષે એમને લઈને એમને ગમતા દેશો ફેરવવા છે, પણ એમને થોડો વધુ થાક લાગે છે. દાંતનું હવે ચોકઠું પણ બનાવવાનું છે. મારી જંજાળ વધતા એમની સાથે ઓછો સમય વીતાવવાનો ગિલ્ટ મને ય સતાવે છે. હશે, જીન્દગી હર કદમ એક નઈ જંગ હૈ. પણ એ ૭૫ના પડાવ પર ભારે તકલીફો વેઠીને ય પહોંચ્યા છે. ભૂલો ઘણી કરી છે, પણ શાંત સરળ પ્રેમ એનાથી થોડોક વધુ કર્યો છે. આ જગતમાં મને સૌથી વધુ ચાહતી એ એકમાત્ર હયાત વ્યક્તિ છે. એમને આ જાહેરમાં પ્રણામ કરું છું, વ્હાલ કરું છું.
૭૫ વર્ષના પિતા પર વ્હાલ વરસાવતો શ્રી જય વસાવડા નો આ આખો લેખ વાંચવા નીચેની લીંક પર ક્લિક કરશો.
|
No comments:
Post a Comment