Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

15 July 2016

શબ્દો વિષે થોડા શબ્દો …..ચિંતન લેખ …. વિનોદ પટેલ

શબ્દો વિષે થોડા શબ્દો …..ચિંતન લેખ …. વિનોદ પટેલ

(પ્રતિલિપિ.કોમ પર મારો એક ચિંતન લેખ " શબ્દો વિષે થોડા શબ્દો " પ્રગટ થયેલ છે.વિનોદ વિહારના વાચકો માટે આ લેખ અહી આજની પોસ્ટમાં ફરી પ્રસ્તુત છે.વિ.પ.)

words

કાના માતર વિનાના અઢી અક્ષરના શબ્દ “શબ્દ” ઉપર મનન કરતાં મારા મનમાં ઉદભવેલ વિચારોને શબ્દોમાં ઉતારીને નીચે આપું છું.

રોજે રોજ લોકો દ્વારા કેટ કેટલા શબ્દો બોલાતા હશે એનો અંદાઝ મેળવવો અશક્ય છે.જગતના કરોડો લોકોના મનમાં જે શબ્દોએ જન્મ લીધો હતો એ શબ્દો વાક્યો બનીને  એમના લેખો,પુસ્તકોમાં સંગ્રહ પામીને પુસ્તકાલયોમાં કેદ બનીને સદીઓથી પડેલા છે. રોજે રોજ આપણા નેતાઓ,એમનાં ભાષણોમાં શબ્દોના બાણોની  વર્ષા કરતા હોય છે.ટીવી રેડિયો,નાટકો ચલચિત્રો એમ ગણી ન ગણાય એટલી જગાએ શબ્દો જ અને માત્ર શબ્દો સાંભળવા, કે વાંચવા મળે છે.લેખકોના વિચાર વલોણામાંથી શબ્દો રૂપી દહીં વલોવાઈને જે માખણ બને છે એનું નામ જ સાહિત્ય.જગતનો સૌથી નાનામાં નાનો અને જેનો અર્થ વિસ્તાર કરવા પુસ્તકો પણ ઓછાં પડે એવો જો કોઈ એક શબ્દ હોય તો એ શબ્દ છે "મા".

શબ્દ એટલે વાચા-વાણી.તમારા હૃદય-મનમાં ચાલતા વિચારોનો શબ્દ પડઘો પાડે છે.શબ્દ એ માનવ જાતને જન્મ સાથે જ ભગવાને આપેલી અણમોલ ભેટ છે.જન્મથી જ તમારો શબ્દ તમારી પહેચાન બનતો હોય છે.શબ્દની કિંમત કોઈ મુક કે બધિર ભાઈને નિહાળવાથી સમજાય છે.

બોલવું અને બોલી-બકી નાખવું એમાં ઘણો ફેર છે.કેટલાંક બોલે છે તો કેટલાંક બોલી નાખે છે.તમે જે બોલો એનું વજન પડવું જોઈએ .એમાં ભાવ અને અર્થ નીકળવો જોઈએ.દ્રૌપદીના કૌરવો માટે સમજ્યા વગર વાપરેલા “આંધળાના આંધળા જ હોય ” એ કટુ શબ્દોએ આખું મહાભારત રચાયું હતું એ આપણે જાણીએ છીએ. શબ્દોને દાંત નથી હોતા પણ જ્યારે પણ એનાથી કોઈના પર ઘાત કરવામાં આવે છે ત્યારે એ ઘા એટલો ઊંડો હોય છે કે જીવનની સમાપ્તિ સુધી મન ઉપર પડેલો એ ઘા કદી પૂરો રૂઝાતો નથી કે ભરાતો નથી.

એક સરસ અરબી કહેવત છે કે “નહીં બોલાયેલો શબ્દ તમારો ગુલામ છે ,બોલાયેલો શબ્દ તમારો માલિક .” એવી  જ એક બીજી શબ્દ અંગેની એક ચીની કહેવત પણ છે કે “બે વસ્તુ નબળાઈની એંધાણી છે : બોલવું ઉચિત હોય ત્યારે મૂંગા રહેવું અને મૌન ઉચિત હોય ત્યારે બોલવું.” સહદેવ માટે એમ કહેવાય છે કે એ મનમાં બધું જાણતો, સમજતો હતો પણ કોઈ પૂછે નહીં ત્યાં સુધી કશું બોલતો ન હતો.જ્યારે ભીમ કોઈ પૂછે કે ન પૂછે પણ જે મનમાં હોય એ ભરડી નાખતો.બોલવા વિષે સહદેવ અને ભીમ વચ્ચેનો મધ્યમ માર્ગ અપનાવવા જેવો ખરો !

શબ્દની સાથે ઘસો જો શબ્દને, ભડકો થશે,  

આ સૂતેલું લોહી જયારે જાગશે તડકો થશે…   

-હર્ષ બ્રહ્મભટ્ટ

શબ્દોમાં અપાર શક્તિ પડેલી છે.કોઈ સારા વક્તા દ્વારા વપરાયેલા શબ્દો લોકોને પ્રેરક બનીને જીવન પલ્ટો કરાવી શકે છે.કોઈના યોગ્ય રીતે કરેલ વખાણ એ વ્યક્તિને જીવન સારી રીતે જીવ્યા બદલ પોરસ ચડાવે છે.એનામાં પડેલી સુસુપ્ત શક્તિઓને વધુ બહાર લાવવા માટે કટીબદ્ધ કરે છે.કોઈની અયોગ્ય ટીકા સંબંધોમાં તિરાડ પાડતી હોય છે.

કોઈએ સરસ કહ્યું છે કે એવું મીઠું ન બોલો કે જગત તમને ચાવી જાય તો એટલું કડવું પણ ન બોલો કે જગત તમને થૂંકી નાખે.કેટલાક લોકોના શબ્દો દરજીની કાતરની જેમ કાપવાનું કામ કરે  છે જ્યારે કેટલાકના શબ્દો  સોયની જેમ જોડવાનું કામ કરતા હોય છે.

શબ્દ નો વિરોધી શબ્દ છે અપશબ્દ.શબ્દો એ ગમે તેમ બોલીને વેડફી મારવાની ચીજ નથી.યોગ્ય સમયે યોગ્ય શબ્દ વાપરવાની કુનેહ જરૂરી છે. મનમાં કંઇક હોય અને જીભ ઉપર કંઇક હોય એ અપ્રમાણિકતાની નિશાની છે.સારા અને સ્પષ્ટ શબ્દો વાપરનાર ઉપર લોકો વિશ્વાસ મુકતા હોય છે.આવા પ્રમાણિક માણસોના બોર બજારમાં જલ્દી ખપી જાય છે. કોઇના યોગ્ય કામના યોગ્ય વખાણ કરવા કે સારા શબ્દો વાપરવામાં કંજૂસાઈ કરવા જેવી નથી .સમજ્યા વગર અને પરિણામની કાળજી દાખવ્યા વિના બોલાયેલા શબ્દો નફરતની આગ પેદા કરી શકે છે.

સમય સુચકતા અને પ્રેમથી યોગ્ય સમયે વપરાયેલા યોગ્ય શબ્દથી કોઈની ચિંતાને હળવી કરી આશીર્વાદ સાબિત થઇ શકે છે.બીજો તમારા વિષે કઈ બોલે અને તમારી લાગણી દુભાતી હોય તો એ જ વાત તમારા બીજાના વિષે બોલાયેલા શબ્દોને પણ એટલી જ લાગુ પડે છે.શબ્દ તારે છે તો ડુબાડે પણ છે.શબ્દ હસાવે છે તો રડાવે પણ છે.શબ્દ જો અમૃત છે તો વિષ પણ છે.શબ્દ સાથે રમત ખેલવા જેવી નથી. એનો ઉપયોગ બહું જ સાવધાનીથી કરવા જેવો છે.

શબ્દ અંગે અંગ્રેજીમાં એક સુંદર અવતરણ છે.

A  careless  word may kindle strife

A  cruel word may wreck a life

A  bitter word may hate instill

A  brutal word may smite and kill

A  joyous word may light the day

A  timely word may lessen stress

A  loving word may heal and bless .

કહેવત છે કે બોલે એનાં બોર વેચાય તો એનાથી વિરુદ્ધ એક બીજી પણ કહેવત છે કે ન બોલ્યામાં નવ ગુણ.બહું બોલે નહિ એ મુગામાં અને બહું બોલે એ બોલકામાં ખપી જાય છે.એક અરબી કહેવત યાદ આવે છે કે “નહીં બોલાયેલો શબ્દ તમારો ગુલામ છે જ્યારે બોલાયેલો શબ્દ તમારો માલિક .”ઘણા માણસો જ્યાં સુધી બોલે નહીં ત્યાં સુધી એમની મૂર્ખામી વિષે શંકા રહે છે પરંતુ જ્યારે બોલે છે ત્યારે મુર્ખામી વિષે રહી સહી શંકાનું તરત જ નિવારણ થઇ જાય છે.

માણસના મનના સરોવરમાં ચાલતાં વિચાર વર્તુળો અમાપ અને અનંત હોય છે.એને નથી કોઈ આરો કે નથી કોઈ ઓવારો.શબ્દ વિષે હજુ વધુ વિચારીએ તો ઘણા શબ્દો લખી શકાય એમ છે.શબ્દ ઉપર મને જે વિચાર આવ્યા એનાથી વધુ વિચારો વાચકોના વાચન,જ્ઞાન, અનુભવ અને કલ્પના શક્તિ એમના મનમાં પણ ઉદભવે એ બિલકુલ સ્વાભાવિક છે એટલે મારા શબ્દોને આટલેથી જ વિરામ આપું છું .અસ્તુ.

વિનોદ આર. પટેલ, સાન ડીયેગો

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી