Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

22 August 2016

થોડુંક વિચારીએ…. – તંત્રી


થોડુંક વિચારીએ…. – તંત્રી

રીડગુજરાતી પર રોજ સૌ લેખો પર ‘કોમેન્ટ’ લખે પરંતુ આજે મને થયું કે હવે ‘કોમેન્ટ’ પર લેખ લખવાનો સમય આવી ગયો છે ! તેથી આ પ્રતિભાવ લખવાની સુવિધા વિશે કેટલીક બાબતો આપની સાથે વહેંચવા માગું છું. મને આશા છે કે આપ એ વિશે ગંભીરતાથી વિચારશો.
આપણે પ્રતિભાવ શા માટે લખીએ છીએ ? સ્વાભાવિક છે કે પુસ્તક, સામાયિક કે અખબાર વાંચીને આપણે લેખકને તુરંત ફોન કરી દેતા નથી. ઘણીવાર તો લેખક સાથે આપણો કોઈ સંપર્ક કે ઓળખાણ હોતી નથી. કોઈ સુંદર લેખ વાંચીને લેખકને બિરદાવવાનું મન હોય તો પણ સંપર્ક કરવો અઘરો બની જાય છે. 21મી સદીમાં ટેકનોલોજીના આ માધ્યમથી લેખકને આપણો વિચાર પહોંચાડવો સરળ બની રહે છે. પ્રતિભાવ લખવાનો હેતુ લેખકનો લેખ વાંચ્યા પછી આપણા મનમાં જે વિચાર ઊગ્યો હોય તેને સર્જક સુધી પહોંચતો કરવાનો હોવો જોઈએ. શક્ય છે કે કોઈ વાર્તામાં આપણને અમુક સંવાદ, દ્રશ્ય કે વિચાર ન ગમ્યા હોય. એ બાબતો વિશે પણ આપણે વિવેકથી આપણું મંતવ્ય જરૂર રજુ કરી શકીએ. પ્રતિભાવ લખવો એટલે લેખકના વિચાર સાથે સંમત થઈ જવું એમ તો નથી જ પરંતુ સાથે સાથે વિરોધમાં આક્રમકતા હોવી પણ જરૂરી નથી. આપણી ભાષા એ આપણા સ્વભાવનો પરિચય છે.
પ્રત્યેક લેખનું સ્તર એક પ્રકારનું હોતું નથી. બાળવાર્તા સરળતાથી સમજાઈ જાય છે જ્યારે અમુક લેખો વિચારમંથન માંગી લે છે. એ પ્રકારના લેખો પર ઉતાવળે લખાયેલો અભિપ્રાય ક્યારેક લેખના વિષયને બરાબર ન્યાય આપી શકે તેમ હોતો નથી. ઘણીવાર તો બે-ત્રણ વાર વાંચન થાય ત્યારે લેખકના કહેવાનું તાત્પર્ય બરાબર સમજાતું હોય છે. મનનને વાંચન બાદ એથી જ તો બીજા ક્રમે મૂકવામાં આવ્યું છે. વિચારશીલ લેખોના તત્વને યોગ્ય રીતે સમજ્યા વગર લખાતા પ્રતિભાવોની દિશા ક્યાંક તો સાવ અલગ હોય છે અથવા તો એ પ્રતિભાવો ઉપર ઉપરથી લખાયેલા હોય છે.

ઘણા લેખો પર એટલા સુંદર પ્રતિભાવો હોય છે કે તેના કારણે લેખને ચાર ચાંદ લાગી જાય છે. પરંતુ દુર્ભાગ્યે એવું ઘણું ઓછું બને છે. આપણે ક્યારેક સત્યને પકડવાની જગ્યાએ ‘મમ સત્ય’ને પકડી લેતાં હોઈએ છીએ અને પછી એમાંથી શરૂ થાય છે લાંબી લાંબી ચર્ચાઓ. એ ચર્ચાઓ કરતી વખતે આપણે એ વાત વીસરી જઈએ છીએ કે દરેક વ્યક્તિને પોતાના અલગ વિચારો હોય છે. દરેક વ્યક્તિ અલગ પ્રદેશ અને અલગ વાતાવરણમાંથી આવે છે. આપણે કંઈ એને અહીં બ્રહ્મજ્ઞાન આપવા માટે બેઠા નથી. ઘણાંને વળી એવું હોય છે કે પોતાને જે કહેવું હોય એ જ કહે છે, લેખ ગમે તે વિષય પર હોય ! કદાચ પહેલેથી જ પ્રતિભાવ તૈયાર રાખ્યો હોય તેમ લાગે ! લેખને અલગ-અલગ લોકોના દ્રષ્ટિકોણથી સમજવા માટે જો કોઈ વાચક ‘50 પ્રતિભાવો’ જોઈને પ્રતિભાવ વાંચવા શરૂ કરે તો તેને વિચારોને બદલે કેવળ ચર્ચાઓ જ મળે ! હાસ્યલેખોને એ સંદર્ભમાં ન સમજતાં ગંભીરવાતો શરૂ થઈ જાય અને ગંભીરલેખો ક્યારેક હાસ્યમાં ખપી જાય. ‘તમે કેપિટલ લેટર્સમાં કોમેન્ટ કેમ લખી ?’, ‘તમે અંગ્રેજીમાં કોમેન્ટ કેમ લખી ?’, ‘આ વાર્તામાં આવે છે એ ગાડી ત્રણ વાગે તો બોરીવલી ઊભી જ નથી રહેતી….’ – આ પ્રકારના પ્રતિભાવો અને વિસ્તૃત ચર્ચાઓથી આપણે શું સિદ્ધ કરવા માંગીએ છીએ તે સમજાતું નથી.
જેમ જેમ વાંચનનું સ્તર વધે તેમ તેમ વાંચનારનું જીવન સ્તર પણ ઊંચું જવું જોઈએ. આપણું મન વાંચનથી વધારે પરિપકવ થવું જોઈએ. આપણા ચિત્તની શાંતિમાં વધારો થવો જોઈએ. આ કારણે જ રીડગુજરાતી પર એવા લેખો પસંદ કરવામાં આવે છે કે જેમાં આક્રમકતા ન હોય. રાજકારણના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ અને જીવનના સંઘર્ષોથી આખો સંસાર ભર્યો પડ્યો છે. એ બધું જાણવા માટે આપણી પાસે અનેક સાધનો છે. આપણા જીવનનો ફક્ત એક ખૂણો ચિત્તની શાંતિ અનુભવવા માટે હોય એવો રીડગુજરાતીનો પ્રયાસ છે. પરંતુ આ પ્રયાસમાં સોનામાં સુગંધ તો ત્યારે ભળે કે જ્યારે પ્રતિભાવો પણ એટલા વિચારપ્રેરક અને લેખના વિચારોની સમકક્ષ હોય. કોઈ અન્ય ભાષાના લોકો જુએ તો એને લાગવું જોઈએ કે આ વાચકવર્ગ કેળવાયેલો અને પરિપક્વ છે. રીડગુજરાતી ઉત્તમ લેખોની સાઈટ બને એ સાથે ઉત્તમ પ્રતિભાવોની સાઈટ બને તો કેવું સારું ! અન્ય ભાષાના લોકો આપણને સમગ્રતાથી જોતા હોય છે એ ધ્યાન રાખવું રહ્યું. સાહિત્યમાં પણ ચર્ચાઓ અને વિવાદોને પ્રેરે તેવા અનેક લેખો હોય છે. હું ધારું તો રોજની 100 કોમેન્ટ મળે એવા લેખો મૂકી શકું ! પરંતુ વાદ અને તર્કનું બહુ આયુષ્ય નથી હોતું. લોકોને ઉત્તેજિત કરવાનો મારો કોઈ હેતુ નથી. સરવાળે એ બધી કસરત મનની અશાંતિમાં વધારો કરે છે. સમાજને શાંતિની જરૂર છે. આપણે કંઈ કોમેન્ટના આંકડાઓની પ્રગતિ નથી જોવી. આપણને જીવનની પ્રગતિમાં રસ હોવો જોઈએ. એવા પ્રતિભાવો જ શું કામ લખવા કે જેના પછી અનેક ખુલાસાઓ કરવા પડે ?
એકવાર કોઈ એક વાચકે મને ફોન કરીને ત્યાં સુધી કહ્યું કે ‘આ તમારા રીડગુજરાતી પર કાયમ ચર્ચાઓ જ ચાલ્યા કરે છે ?’ કોઈના મનમાં આપણા વિશે શું છાપ છે એ ત્રીજાને પૂછીએ તો જ ખબર પડે. ‘ઈન્ટરનેટયુગમાં ગુજરાતી ભાષાનો વિકાસ અને તેનું અધ્યયન’ આવા કોઈ વિષય પર ભવિષ્યમાં રિસર્ચ કરનાર વ્યક્તિ ક્યારેક કશું લખશે ત્યારે આપણા દરેક વર્તનની નોંધ લેવાશે, એટલું આપણે સમજવું રહ્યું. દરેક વાચકને પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે પરંતુ એનો દુરુપયોગ ન થવો જોઈએ. તત્વચિંતકો કહે છે કે નદી ત્યારે જ પૂજાય છે જ્યારે તે બે કાંઠાના બંધનને સ્વીકારીને વહે છે. સ્વતંત્રતા વિવેક ગુમાવે છે ત્યારે એ સ્વતંત્રતા રહેતી જ નથી. કેટલાકે વળી મને એમ પણ કહ્યું કે હવે અમે પ્રતિભાવ લખવાનું બંધ કર્યું કારણ કે પછી ચર્ચાઓમાં બહુ સમય બગડે છે – આ પ્રકારના કંઈ કેટલાક કારણોથી લેખક યોગ્ય પ્રતિભાવકોને ગુમાવે છે. એક વાર એક લેખકે મને એમ પણ કહ્યું કે “મને આશા હતી કે મારા લેખના વિષય પર તમારી સાઈટના વાચકો પાસેથી કંઈક વધારે વિશ્લેષણ મળશે પરંતુ આશ્ચર્ય એ થયું કે પ્રતિભાવોમાં તો કોઈ બીજી જ વાતો ચાલતી હતી….” હું એમને શું જવાબ આપું ? એવા સમયે ક્યારેક મારે ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવું પડે છે.
રીડગુજરાતી પર પ્રત્યેક પ્રતિભાવોની નામ, સ્થળ વગેરેની તમામ ઝીણી-ઝીણી વિગતો નોંધવામાં આવે છે. હદ તો ત્યારે થઈ કે આ વિગતો ચકાસતાં એક ભાઈ બે અલગ-અલગ નામે પ્રતિભાવ લગતા નજરે ચઢ્યાં ! પોતાના મતને દ્રઢ કરવા માટે એમને અન્ય નામની જરૂર પડતી હતી ! લાગે છે કે ઈન્ટરનેટને હજુ મનોરંજનના કલેવરમાંથી નીકળતા એક દસકો લાગશે. આટલા સબળ માધ્યમનું આપણે કેટલું અવમૂલ્યન કરતાં હોઈએ છીએ ! એ ભાઈ માટે આ ‘ટાઈમપાસ’ પ્રવૃત્તિ હતી પરંતુ એમના વિચિત્ર પ્રતિભાવોનો જવાબ આપવામાં કોણ જાણે કેટલાય વાચકોનો અમૂલ્ય સમય વેડફાયો. જેમને મન આ પ્રકારનો ઉદ્દેશ હોય તેઓ કૃપયા રીડગુજરાતીથી દૂર રહે તો સારું, એવી નમ્ર વિનંતી. મનોરંજન માટે તેઓને ઈન્ટરનેટ પર બીજી ઘણી સાઈટ મળી રહેશે.
જેમ જેમ ટેકનોલોજી આગળ વધે તેમ તેમ રીડગુજરાતી પર વધુ ને વધુ સુવિધાઓ ઉમેરવામાં આવે છે. આ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો તે આપણી ઉપર છે. જેમ કે પ્રત્યેક પ્રતિભાવોની સાથે ‘reply’ની સુવિધા હોય છે. આ સુવિધાનો હેતુ એ છે કે કોઈ વાચકના વિચારો આપને લેખની સમકક્ષ કે વિચારપ્રેરક લાગે તો આપણે એમને બિરદાવી શકીએ. અથવા તો કોઈ વાચકે કોઈ માહિતી વિશે પૂછપરછ કરી હોય તો આ સુવિધા દ્વારા આપણે તેમને જરૂરી માહિતી પૂરી પાડી શકીએ. એને બદલે તેનો ઉપયોગ mp3 ક્યાંથી ડાઉનલોડ કરવી કે ફલાણી વસ્તુ માટે કઈ સાઈટ છે – એવી બાબતોમાં કરવો કેટલો યોગ્ય છે ?
આજના વ્યસ્ત સમયમાંથી લોકો જીવનનો કોઈ અર્થ પ્રાપ્ત કરવા માટે અને ઘડીક માનસિક વિસામો મેળવવા અને સ્વસ્થ વાંચન માટે રીડગુજરાતી પર આવતા હોય ત્યારે લેખનની ગુણવત્તા માટે જેટલી તંત્રીની જવાબદારી છે એટલી પ્રતિભાવો માટે વાચકગણની પણ છે – એમ સ્વીકારવું રહ્યું. મેં અગાઉ પણ ક્યારેક કહ્યું હતું કે રીડગુજરાતી કોઈ બિઝનેસ કે કંપની નથી કે તેના કોઈ નંબર વન બનવાના ‘ટાર્ગેટ’ હોય ! આ સ્પર્ધાનું ક્ષેત્ર નથી, શ્રદ્ધાનું ક્ષેત્ર છે. અહીં આપણે સૌએ સાથે બેસીને આપણા જીવન વિશે વિચાર કરવાનો છે. એમ કરવામાં અનેક લોકો સાથે આપણા વિચારોનો મેળ ન બેસે એ સ્વાભાવિક છે. સૌના વિચારોની ગરિમા જાળવીને આપણે વિનમ્રતાથી આપણો મત વ્યક્ત કરીએ એમાં જ આપણી શોભા છે. કોઈક તત્વચિંતકે કહ્યું છે કે ક્યાં અટકી જવું તે આપણને આવડવું જોઈએ.
વાચકમિત્રો, આ તમામ બાબતોનો અર્થ એ નથી કે આપના પ્રતિભાવો ગુણવત્તાવિહીન છે. ઘણા સુંદર પ્રતિભાવો રોજેરોજ પ્રાપ્ત થતા રહે છે. અનેક નવોદિત સર્જકો આપના પ્રતિભાવોમાંથી પ્રોત્સાહન પ્રાપ્ત કરે છે. ઘણા વાચકોના જીવનના અનુભવોની સુંદર વાતો એમાં સમાયેલી છે. કેટલીક વાર સર્જકને પણ એમાંથી નવા વિચારો પ્રાપ્ત થતા હોય છે. ઉપરોક્ત તમામ બાબતો પ્રતિભાવોને વધારે પરિપક્વ બનાવવા માટેનો એક વિચાર છે. રીડગુજરાતીને સૌ સ્નેહભાવે ભાષાની મહત્વની વેબસાઈટ ગણે છે. તેના વાચકો વિશ્વમાં હજારોની સંખ્યામાં ફેલાયેલા છે. અનેક સંસ્થાઓ, શાળાઓ, ગુરુકુળો અને જ્ઞાતિમંડળો-કલબોમાં સમય-સમય પર તે પ્રોજેક્ટર દ્વારા બતાવવામાં આવે છે. અનેક નામી-અનામી સંસ્થાઓ અને સભાઓ તેનો વિચાર-મનન માટે ઉપયોગ કરે છે. તો આવા સમયે આપનો પ્રત્યેક વિચાર મહત્વનો બની જાય છે. જ્યારે આપણો વિચાર હજારો લોકો સુધી પહોંચતો હોય ત્યારે આપણે કેવી રીતે વર્તવું જોઈએ તે આપણે ખુદને પૂછીને સમજવું રહ્યું.
રીડગુજરાતીના સૌ વાચકમિત્રો મારા માટે એક પરિવાર છે. એ પરિવારને એકસુત્રતામાં પરોવી રાખવા માટે, તેના સભ્ય તરીકે ક્યારેક બે શબ્દો કહેવા હું જરૂરી સમજું છું. મને આશા છે કે આપ આ બાબતે ગંભીરતાથી વિચારશો અને સમગ્ર વિશ્વ સમક્ષ આપણે આપણી ભાષા સાથે કઈ રીતે ઉપસ્થિત થવું એનો નિર્ણય કરી શકશો. આજે અહીં જ વીરમીએ અને લેખો ને બદલે આપણે આજસુધી શું લખ્યું છે એની પર વિચાર કરતાં આત્મખોજ કરીએ. આવતીકાલે સવારે નવા બે લેખો સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો….
સૌ વાચકમિત્રોને પ્રણામ.
લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.કોમ

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી