Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

15 August 2016

‘ડૅડ, વૉટ ઈઝ ધીસ ?’

ડૅડ, વૉટ ઈઝ ધીસ ?

–દેવીકા ધ્રુવ
અષાઢથી આસોના દીવસો શરુ થાય છે એની સાથે તહેવારોના દમ્ભી, ખર્ચાળ ઉત્સવો અને મન્દીરોમાં દેખાદેખી પથરાતા સહસ્ર ભોજનોના થાળ નજર સામે આવે છે. મુળ સાચા ભાવ પર કેવા ખોટા થરોની લીલ બાઝી ગઈ છે અને જનતા સ્વેચ્છાએ આંખો પર પટ્ટી બાંધીને ફરી રહી છે. મને તો લાગે છે કે માણસ ભુલો પડ્યો છે.
ખાસ કરીને ઠેકઠેકાણે ધર્મ વીશે, ખોટા રીતરીવાજો વીશે, ચોઘડીયાં જોઈને કામ કરવા બાબતે, સ્વર્ગ-નર્ક અને ગયા જનમનાં પાપો અંગેનો સદીઓ જુનો સંકુચીત, ચીલાચાલુ આંધળો અભીગમ, હજી આજે પણ જાણે ભયને કારણે વીશ્વમાં ઠેર ઠેર ચાલુ જ રહ્યો છે. આંધળી શ્રદ્ધાએ ધર્મની સાથે સમાજને અને પોતાની જાતને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે.
ખરેખર તો ધર્મ કોને કહેવાય તે જ જાણવાની જરુર છે. હું તો એટલે સુધી કહીશ કે જાણવાની નહીં; માત્ર આંખ ખુલ્લી રાખીને જોવાની જ જરુર છે. દુનીયામાં અને કુદરતમાં પ્રકૃતીના કોઈ પણ ભાગના કોઈપણ પદાર્થને જુઓ. ગેરંટી સાથે કહું છું કે, ચોક્કસ સમજાઈ જશે કે ધર્મ શું છે. આપણી જેમ જ સજીવ એવાં પશુ, પંખી, ઝાડ-પાન તડકાછાંયડા વેઠીને પણ શાન્ત ઉભા છે, જ્યારે જે કરવાનું છે તે કરે છે, ઋતુ પ્રમાણે બદલાય છે; છતાં સતત આપ્યા જ કરે છે. ત્યાં કોઈ શુભ-લાભનાં ચોઘડીયે કશું બનતું નથી. અરે, જન્મ કે મરણ પણ ક્યાં ચોઘડીયાં જોઈને થાય છે..!!
સાંજને ટાણે એકધારી લાઈનમાં, સાથોસાથ માળા તરફ વળતાં પંખીઓને કદી જોયાં છે? ગોધણવેળાએ ગમાણમાં વળતાં પશુઓને જોયાં છે? ક્યાંય કશી વાડાબન્ધી નથી. આમ જોઈએ તો માનવીને વાણી અને વીચારની શક્તી તો એક વરદાનરુપે મળેલી છે. પણ એને જ કારણે કેટકેટલા ઉધામા? કેટકેટલી અશાંતી? શા માટે? શાંતીથી રહેવાનું તો દરેકને ગમે છે. તો પછી આ શેની ધમાલ છે? માત્ર અને માત્ર જડ માન્યતાઓની અને આંધળા અનુકરણની. એક મુક્તકમાં ખુબ સુન્દર વાત કરી છે કે :
ન જાનેકી જરુરત હૈ મન્દીર-મસ્જીદોંમેં,
ન હૈ ભગવાન બુતોંમેં, ન પથ્થરોંમેં;
પાસ હૈ ફીર ભી હમ અન્જાન ઢુંઢતે હૈં,
વો તો બસતા હર ઈન્સાનકે દીલમેં હૈ.
સીધી, સાદી સમજણ હોવી એ જ અગત્યનું છે. દરેક માનવીના લોહીનો રંગ લાલ છે. ભેદભાવ શેનો છે? ધર્મોના ભેદ આપણે કેમ બનાવ્યા? વર્ણવ્યવસ્થા તો આજીવીકાનાં સાધનો અનુસાર રચાઈ. એને ધર્મ કોણે કહ્યો? કેમ કહ્યો? ઉંચનીચના ભેદો સારાંખોટાં કામો મુજબ હોય.. રંગ કે કહેવાતા ધર્મો પ્રમાણે નહીં. આ સમજણ પર પ્રકાશ પડવો જરુરી છે.
છેલ્લાં કેટલાયે વર્ષોથી હું જોતી આવી છું કે ધર્મને નામે, સાચેસાચ જાતજાતના ધન્ધા અને વાડાબન્ધી જ ઉભાં થયાં છે. જેવી ઠંડી ઓછી થવા માંડે કે તરત જ અમેરીકાના જુદા જુદા શહેરોમાં પ.પુ.ધ.ધુ (પરમ પુજ્ય ધર્મ ધુરન્ધરો)ઓની, મહારાજોની આવન–જાવન ધામધુમથી થવા માંડે, ડૉલરથી થેલા ભરાવા માંડે અને કરુણતા તો એ બની જાય કે સરવાળે, ધર્મ અને શ્રદ્ધા જેવા ભાવો, સમ્પ્રદાયોની ગલીગુંચીઓમાં અટવાઈ અલોપ થઈ જાય…!!! આંખને ઉઘાડી શકે અને દૃષ્ટીને માંજી શકે એ માનવતા નામનો સાચો રાહ જ અદૃશ્ય થઈ જાય!
કેટલીક વાર તો એમ લાગે છે કે, જગત ઈર્ષા અને સ્પર્ધા વચ્ચે જીવે છે. સૌને દેખાડાના અખાડામાં રસ છે. એ જ એની તાસીર છે અને તસ્વીર છે. અધમોની અન્ધારી આલમનું આજે પુરેપુરું વર્ચસ્વ છે. હેનરી મીલરે ક્યાંક લખ્યું છે કે, ‘દેખાતા ધર્મની હીલચાલના જો એક્સરે કઢાવીએ તો તેમાં એક નહીં, અનેક રોગ મળે. સંસ્કૃતીને અને ધર્મને જાણે કે કેન્સર થયું છે જેનું નીદાન ચીન્તાનો વીષય છે.’ સો સચ્ચીદાનન્દ પણ ઓછા પડે એવી આ સ્થીતીના ઉકેલ માટે વારંવાર જુદી જુદી રીતે ટોર્ચલાઈટ ધરી અજવાળું કરતા રહેવું પડે તેમ છે.
આજે સંસારને એવા માનવીઓની જરુર છે કે જે સારી કુટુમ્બરચના માટે ઉમદા ચીન્તન કરતા હોય. આચારમાં મુકવી સરળ પડે એવી વ્યવસ્થા કરતા હોય. જગતથી દુર જઈને ભગવા પહેરીને નહીં; પણ સંસારમાં રહીને જ આ બધું કરવાનું હોય છે. સ્વર્ગ–નર્કની વાતો તો મીથ્યા છે. કોણે ઉપરથી નીચે આવીને કહ્યું કે ત્યાં શું છે? આ તો બધી આપણી કેવળ કલ્પનાઓ છે, ભ્રામક માન્યતાઓ છે, ખોટા ડર છે. માન્યતાઓને મજબુત કરનારા સાધુસંન્યાસીઓ વગેરેના ચરણ-સ્પર્શકરીને, હીંચકે ઝુલાવીને કે આરતી ઉતારીને અન્ધશ્રદ્ધાને આપણે પોસી છે. આ બધી જ મહામુર્ખતા છે.
ડૉ. ગુણવંત શાહે ખુબ સાચું લખ્યું છે કે ‘શીક્ષણ સંસ્થાઓએ જાગૃત થઈને આગળ આવવાની જરુર છે. અભ્યાસક્રમમાં ઢોંગી બાવાઓનો ઉલ્લેખ અનીવાર્ય બન્યો છે. બાળપણથી જ બાળકને સંસ્કારવામાં આવે કે ‘કોઈ બાવા કે બાપુ આપણું કલ્યાણ કરી શકે નહીં.’ આપણે જાતે જ તે માટે તૈયાર થવાનું છે એવી પાકી સમજ શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવાની તાતી જરુર છે. સાચા યુગદ્રષ્ટાઓ તો સમગ્ર માનવજાતના વ્યાપક કલ્યાણ માટે જીવનારા અને મરનારા હોય છે.’
આ જ વાતના અનુસન્ધાનમા શ્રી. દીનેશભાઈ પાંચાલનો લેખ વાંચવામાં આવ્યો હતો. તેમણે ખુબ સરસ વાત કરી કે, વીજ્ઞાનના મન્દીરમાં રૅશનાલીઝમનો દીવડો જલે છે. એ દીવડાનું ‘તેલ’ એટલે ‘બુદ્ધી’! એ બુદ્ધીના બલ્બ વડે ઉત્તમોત્તમ સંશોધનો થઈ રહ્યાં છે. વીજ્ઞાનના આકાશમાં રૅશનાલીઝમનો ધ્રુવતારક સદા ચમકતો રહેશે. બાવીસમી સદીમાં પણ સાયન્સનો સુરજ ઝળહળતો રહેશે. ચીન્તનના ચોકબજારમાં ચર્ચાની ચોપાટ પર સત્યનાં સોગટાં રમાતાં રહેશે. રૅશનાલીઝમ અને વીજ્ઞાન હવે પ્રચારના ઓશીયાળાં રહ્યાં નથી. આજનાં બાળકો રૅશનાલીસ્ટ બનીને જન્મે છે. તેઓ ખેલદીલીથી સત્યનો સ્વીકાર કરે છે. એ બાળકો દોરા–ધાગા, તાવીજ–માદળીયાં અને લીંબુ–મરચું મ્યુઝીયમમાં રાખી મુકશે. બાવીસમી સદીમાં તેમનાં બાળકો તેમને પુછશે, ‘ડૅડ, વૉટ ઈઝ ધીસ?’ તેઓ જવાબ આપશે, ‘ધીઝ આર ધ સીમ્બોલ્સ ઓફ ‘બ્લાઈન્ડ ફેઈથ ઓફ અવર ફોરફાધર્સ !
છેલ્લે, ઉપસંહારમાં એટલું જ કહીશ કે, નેટજગત પર ફરતાં ફરતાં જાણવા અને અનુભવવા મળે છે કે, અન્ધશ્રદ્ધા જેવા કેટલાક ચીન્તાજનક વીષયોને ઘણા બધા લોકોએ હાથમાં લીધો છે અને પોતપોતાની રીતે સ્પષ્ટપણે ઉચીત વીચારોને વહેતા મુક્યા છે. કેટલા બધા લોકો ‘અભીવ્યક્તી’ બ્લોગના માધ્યમથી આ વીષયે લખીલખીને આંખ ઉઘાડવાના પ્રયાસો કરી રહ્યા છે, સમાજમાં જાગૃતી લાવવાનું કામ કરી રહ્યા છે ! આપણે આશા રાખીએ કે આ સક્રીયતાથી એક નવા સમયનો ઉદય થાય, સારું પરીવર્તન આવે અને માત્ર‘માનવતા’ નામનો ધર્મ રહે. એક શાયરે સાચું જ કહ્યું છે કે :
દુઃખની ઉડાડે ધુળ તે શયતાન હોય છે,
સુખનું વહાવે ઝરણું તે ભગવાન હોય છે.
બન્નેનો મેળ સધાવીને નીપજાવે જીન્દગી,
મારું તો માનવું છે કે એ ઈન્સાન હોય છે.
અસ્તુ..
–દેવીકા ધ્રુવ

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી