Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

1 September 2016

પ્રેરણાદાયી વાત----આપણે જ આપણા વિચિત્ર વર્તન દ્વારા પ્રભુને કન્ફ્યુઝ કરી દઇએ છીએ.

 

એક સાધુ નદી કિનારે એમના કપડા મુકીને સ્નાન કરવા માટે ગયા. ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા એણે સ્નાન પૂર્ણ કર્યુ. નદીમાંથી થોડું પાણી લોટામાં ભરીને સૂર્યનારાયણને અંજલી પણ આપી. સ્નાનવિધી પુરી કરીને એ નદી કાંઠે રાખેલા એમના કપડા લેવા માટે આવ્યા.
એમણે જોયુ તો કપડા ગંદા થઇ ગયા હતા. નદી કિનારા પર નાના બાળકો રમતા હતા અને આ બાળકો ગંદા પગ સાથે દોડાદોડી કરી રહ્યા હતા એમાં જ અજાણતા બાળકોના પગ કપડા પર પડતા કપડા ગંદા થયા હતા. સાધુને આ વાત સમજાય ગઇ એટલે સાધુ દુર કપડા ધોતી બાળકોની માતાને ખીજાયા અને ઘણું ન બોલવાનું પણ બોલ્યા
સાધુના બરાડા સાંભળીને બાળકનો પિતા પણ ત્યાં આવ્યો અને સાધુને વાણી પર વિવેક રાખવા માટે વિનંતી કરી. સાધુ તો સતત તાડુક્યે જ જતો હતો. પછી તો પેલો પુરૂષ પણ ક્રોધે ભરાયો અને સાધુને ગાળો આપવાની શરૂઆત કરી સામે સાધુએ પણ ગાળોવાળી કરી બંને ગાળો બોલીને થાક્યા એટલે એકબીજાને મારવા પર ઉતરી આવ્યા. આ મારામારીમાં પેલા પુરૂષે સાધુને માથામાં કોઇ બોથડ પદાર્થ માર્યો અને સાધુનું મૃત્યુ થયું.

સાધુ ઉપર ગયા એટલે ત્યાં પણ રાડારાડી કરવા લાગ્યા કે મારે ભગવાનને મળવું છે ક્યાં છે એ ? બોલાવો ભગવાનને મારે એને ફરીયાદ કરવી છે. દુતો આ સાધુને ભગવાન પાસે લઇ ગયા એટલે સાધુએ ભગવાનને ફરિયાદ કરતા કહ્યુ , “ તમારે ત્યાં કંઇ ન્યાય જેવુ છે કે નહી. હું કેટલા વર્ષોથી તમારી સેવા પુજા કરુ છું. અરે મે તમારા માટે મારું ઘર, મારો પરિવાર બધુ જ છોડીને સંન્યાસ લીધો. મેં તમારા માટે આટલું કર્યુ અને તમે મને બચાવવા માટે પણ ના આવ્યા?”

ભગવાને કહ્યુ, “ જો ભાઇ જરા શાંતિથી મારી સાંભળ. તું મુશ્કેલીમાં છો એવા સમાચાર મળતા હું તરત જ તારી મદદ માટે આવી પહોંચ્યો હતો. નદી કાંઠે આવીને ઉભો રહ્યો પણ હું નક્કિ ન કરી શક્યો કે તમારા બંનેમાંથી સાધુ કોણ છે?”

મિત્રો, વિકટ પરિસ્થિતીમાં પણ પોતાની જાત પર સંયમ રાખી શકે તે સજ્જન. પરમાત્મા આવા સજ્જનોની મદદ કરવા માટે હંમેશા હાજર જ હોઇ છે પણ આપણે જ આપણા વિચિત્ર વર્તન દ્વારા પ્રભુને કન્ફ્યુઝ કરી દઇએ છીએ.

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી