કેટલાયે વર્ષો પહેલાં , આપણે નિયતિને એકવચન આપ્યું હતું,અને હવે સમય આવી ગયો છેકે આપણે આપણું વચન નિભાવીએ,ભલે પૂરેપુરૂંનહિં, પણ મહદ અંશે નિભાવીએ. મધરાતનેટકોરે, જ્યારે વિશ્વ સુતું હશે,ભારત જીવન અનેસ્વતંત્રતાને માટે જાગી જશે.એવી ક્ષણો આવેછે,જે ઈતિહાસમાં વિરલ હોય છે, જ્યારે આપણેજુનામાંથી બહાર નીકળી નવા યુગમાંકદમ મૂકીએ છીએ, જ્યારે એક યુગ સમાપ્ત થઈજાય છે,જ્યારે એક દેશનો લાંબા સમયથીદબાયલો આત્મા મુકત થઈ જાય છે. આ એકસંજોગ જ છે કે આ પવિત્ર મોકા પર આપણેભારત અને એના લોકોની સેવા કરવા,અનેસૌથી વધારે તો માનવતાની સેવા કરવાસમર્પિત થવાની પ્રતિજ્ઞા લઈએ છીએ.
ઈતિહાસની શરૂઆતથી જ ભારતે પોતાનીઅનંત શોધની શરૂઆત કરી દીધી હતી. અગણ્યસદીઓ, એના સંઘર્ષો અને એની ભવ્યસફળતાઓ અને એની વિફળતાઓથી ભરી પડીછે.સારા અને ખરાબ, બન્ને સમયમાં ભારતે નતોએની શોધખોળની દૃષ્ટી ખોઈ,ન તો કદી એણેશક્તિ આપવાવાળા સિધ્ધાંતોને ભુલાવ્યા.
આજે આપણા દુર્ભાગ્યના સમયની અવધી પૂરીથઈ છે, અને ભારત પોતાને ફરી શોધી લેશે.આજે આપણે જે ઉપલબ્ધીનો ઉત્સવ મનાવીરહ્યા છીએ એ તો માત્ર એક કદમ ચાલ્યા છીએ,અવસરો અને મોટી મોટી જીત અનેઉપલબ્ધીઓ આપણી વાટ જોઈ રહી છે. શુંઆપણે એટલા શક્તિશાળી અને બુધ્ધિમાન છીએકે આપણે આ તકને સમજી શકીએ? અનેભવિષ્યની ચુનોતિઓને સ્વીકારી શકીએ?
સ્વતંત્રતા અને શાસન, જવાબદારીઓ પણ સાથેલઈ આવે છે. એ જવાબદારી, આ સભા, જે એકસ્વાયત્ત સંસ્થા છે, જે ભારતના સ્વાયત્ત લોકોનુંપ્રતિનિધિત્વ કરે છે, એની ઉપર આવે છે.સ્વતંત્રતાના જન્મની પહેલાં આપણે હાડતોડમહેનતનાં બધાં દુખ સહ્યાં છે, અને એ દુખનીયાદથી ખળભળી જઈએ છીએ. એમાંનુંકેટલુંક દુખ હજી પણ મોજુદ છે. પણ ભૂતકાળખતમ થઈ ગયો છે, અને હવે ભવિષ્ય જ આપણીસામે જોઈ રહ્યું છે.
આ ભવિષ્ય આરામ કરવા કે ચેનથી બેસવા માટેનથી,પણ પ્રયત્ન કરવાના છે કે આપણે વારંવારકરેલી પ્રતિજ્ઞા, આજે ફરી એ જ પ્રતિજ્ઞા કરીશું,તેને પુરી કરી શકીએ. ભારતની સેવાનો અર્થ,લાખો પીડિત લોકોની સેવા કરવાનો છે. એનોમતલબ ગરીબી, અજ્ઞાનતા,બિમારી અનેઅવસરની અસમાનતાને દૂર કરવાનોછે.આપણી પેઢીના મહામાનવની મહાત્વાકાંક્ષાહરેક આંખનાં એક એક આંસુ લુંછવાનો છે. શક્યછે એ કામ આપણા માટે સંભવ ન હોય, પણ જ્યાંસુધી પીડિતોના આંસુ ખતમ ન થાય ત્યાં સુધીઆપણું કામ પુરૂં નહિં થાય.
અને એટલે આપણાં સપનાં સાકાર કરવા માટે આપણે સખત મહેનત અને કાર્ય કરવાં પડશે. જેસપનાં ભારત માટે છે, એ વિશ્વ માટે પણ છે. બધાં રાષ્ટ્રો અને એના લોકો આજે એક બીજાસાથે નજદીકથી સંકળાયલાં છે,કોઈ પણ પોતાનેઅલગ રાખવાનો વિચાર પણ ન કરી શકે.શાંતિને અવિભાજ્ય કહેવાય છે; એમ જઆઝાદીનું પણ છે, એવું જ સમૃધ્ધિનું છે અનેવિનાશનું પણ એવું જ છે. આ દુનિયા એક છે,એને અલગ અલગ ટુકડામાં બાંટી શકાય નહિં.
ભારતાના લોકો માટે, જેના આપણે પ્રતિનિધિઓછીએ,આપણે આ મહાન ઉપલબ્ધીઓ પર સૌનેઆસ્થા અને વિશ્વાસની સાથે આપણી સાથેશામીલ થવાની અપીલ કરીએ છીએ. આજેહલકી અને વિનાશકારી ટીકાનો સમય નથી,અને દુર્ભાવના રાખવાનો અને દોષારોપણકરવાનો પણ સમય નથી. આપણે મુક્ત ભારતનુંએવું મહાન નિર્માણ કરવું છે કે જ્યાં બધાં બાળકોરહી શકે.
નિયત દિવસ આવી ગયો છે-એ દિવસ જેનિયતિ દ્વારા નિયત હતો- અને લાંબી નિદ્રા અનેસંઘર્ષ પછી; આગળ જવા ફરી જાગૃત, જીવંત,મુકત અને સ્વતંત્ર ઊભું છે.કેટલેક અંશે આપણોભૂતકાળ હજી પણ આપણને જકડી રહ્યું છે,આપણેજે પહેલાં પ્રતિજ્ઞા કરી છે એને નિભાવવા, ઘણું બધું કરવું પડશે. હવે નિર્ણાયક બિન્દુપણ ભૂતકાળ થઈ ગયું છે.
આપણા માટે ઈતિહાસની નવેસરથી શરૂઆતથઈ ચૂકી છે,જે ઈતિહાસને આપણે બનાવશું અનેએના વિષે અન્ય લોકો લખશે.
આ ભારતવાસીઓ માટે, પૂરા એશિયા માટે અનેવિશ્વ માટે એક સૌભાગ્યપૂર્ણ ક્ષણ છે. એક નવાસિતારાનો ઉદય થયો છે, પૂર્વમાં સ્વતંત્રતાનોસિતારો એક નવી આશા લઈને આવ્યો છે, અનેએ એક પરિપૂર્ણ દૃષ્ટીને મુર્હત સ્વરૂપ આપશે. આસિતારો ક્યારે પણ અસ્ત નહીં થાય, અને આશાક્યારે પણ ધૂંધળી નહિં થાય.
આપણે આ સવતંત્રતાનો આનંદ લઈશું, જ્યારેઆપણી ચારે કોર વાદળા ઘેરાયલા છે અનેઆપણા લોકો અનેક દુખોથી પીડિત છે, અનેઆપણે કઠણ સમસ્યાઓ થી ઘેરાયલા છીએ.આઝાદીની સાથે જવાબદારીઓ અને સમસ્યાઓઆવે છે, અને એનો આપણે શિસ્ત સાથે સામનોકરવો પડશે.
આ દિવસે આપણે સર્વપ્રથમ આ સ્વતંત્રતાનાવાસ્તુકાર,આપણા રાષ્ટ્રપિતા મહાત્માને નમનકરીએ છીએ, જેમણે સ્વતંત્રતાની મશાલ ઉપાડીઅને આપણા ઉપર છવાયલા અંધકારને દૂરકર્યો, અને ભારતાના પુરાણાગૌરવને સ્થાપિતકર્યો.
આપણે ના સમજીમાં ઘણી વાર એમના સંદેશથીદૂર ભટકી જઈએ છીએ, માત્ર આપણે જ નહિં,પણ આવનારી પેઢીઓ પણ એમના સંદેશનેયાદ રાખશે અને ભારતના આ મહાન સપૂતનાઅદ્વિતીય વિશ્વાસ અને શક્તિ તથા સાહસ અનેવિનમ્રતાને દિલમાં સજાવી રાખશે.આપણે ક્યારેય પણ આ સ્વતંત્રતાની મશાલનેબુઝાવા નહિં દઈએ, ભલે ગમે તેટલો પવન,તોફાન કે આંધી આવે.
આપણે એ અજ્ઞાત સ્વયંસેવકો અને સૈનિકોનેપણ નમન કરીએ છીએ, જે લોકોએ પ્રસંશા કેઈનામની ઇચ્છા વગર, જીવનભર ભારતનીસેવા કરી છે.
આપણે આપણાં એ ભાઈ-બહેનો માટે ચિંતીતછીએ કે જે લોકો રાજનિતીક સીમાઓને લઈનેઆપણાથી દૂર થઈ ગયા છે, અને દુર્ભાગ્યવશવર્તમાન સમયમાં મળેલી સ્વતંત્રતાને સુધારીનહિં શકીએ. ભલે ગમે તે થાય, એ લોકો આપણાંછે અને આપણાં રહેશે, આપણે એમના સારા-માઠા સમયમાં ભાગીદાર રહીશું.
ભવિષ્ય આપણી સામે તાકી રહ્યું છે. આપણે ક્યાંજવું છે અને આપણા પ્રયત્નો કયા હોવા જોઈએ?ભારતના સામાન્ય નાગરિક, ખેડૂતો અને મજૂરોમાટે સ્વતંત્રતાનો અવસર લાવવા માટે, ગરીબીઅને અજ્ઞાનતા તથા બિમારીથી લડવા અને એનેસમાપ્ત કરવા; એક સમૃધ્ધ, લોકતાંત્રિક અનેપ્રગતિશીલ રાષ્ટ્રનું નિર્માણ કરવા, સામાજીક,આર્થિક અને રાજનૈતિક સંસ્થા બનાવીએ જે દરેકપુરૂષ અને સ્ત્રીને માટે ન્યાય અને જીવનનીસુરક્ષા સુનિશ્ચિત કરે.
આપણું આગળનું કામ મુશ્કેલ છે. આપણાંમાંથીકોઈ આરામ નહિં કરી શકે, જ્યાં સુધી આપણીપ્રતિજ્ઞા પુરી ન કરીએ ત્યાં સુધી, આપણેભારતના બધા લોકોને એમની ભાગ્યરેખા સુધીન પહોંચાડી દઈએ ત્યાં સુધી.
આપણે હિમ્મતવાળા પ્રથમ પંક્તિના મહાનદેશના નાગરિક છીએ, અને આપણે ઉચ્ચમાપદંડ ઉપર ખરા ઉતરવાનું છે. આપણે બધા,ભલે કોઈપણ ધર્મથી સંબંધિતહોઈએ,સમાનરૂપથી, સમાનઅધિકાર,વિશેષાધિકાર અને દાયિત્વ સાથેભારતના સંતાન છીએ.આપણે સાંપ્રદાયિકતાઅને સાંકળી મનોવૃતિને પ્રોત્સાહિત ન કરીશકીએ. કોઈ પણ દેશ, જેના લોકોના વિચારોસંકુચિત હોય, તે મહાન ન બની શકે.
આપણે વિશ્વના દેશો અને પ્રજા માટેશુભકામનાઓ કરીએ છીએ અને આપણે એમનીસાથે સહયોગ કરીને શાંતિ સ્વતંત્રતા અનેલોકતંત્રને આગળ વધારવા કૃતનિશ્ચયી છીએ.
અને ભારતની પ્રાચીન, શાશ્વત અને હંમેશાં નવીસ્ફૂર્તિ આપવાવાળી આપણી અત્યંત પ્રિયમાતૄભૂમિને શ્રધાથી નમન કરીએ છીએ, અનેફરીથી એની સેવા કરવાનો સંકલ્પ લઈએ છીએ.
જયહિન્દ
(ભાષાંતર- પી. કે. દાવડા)
No comments:
Post a Comment