ગાંધીજી સંત હતા, મહાન રાષ્ટ્રનેતા નહીં!
ગાંધીજી મહાન હતા, સંત હતા, સાદગીભર્યું જીવન જીવતા હતા, નીત્તિવાન હતા, સમાજસુધારણા કરતા હતા, પ્રાર્થનામાં માનતા હતા, સ્વદેશી જીવનશૈલી અને સ્વદેશી ચીજોના આગ્રહી હતા, કુદરતી ઉપચારમાં માનતા હતા, રામરાજ્યમાં માનતા હતા, અહિંસામાં માનતા હતા, લોકોને સાથે જોડી શકતા હતા તેની સાથે એ પણ સ્વીકારવું રહ્યું કે તેનાથી તેઓ મહાન રાષ્ટ્રનેતા નથી થઈ જતા.
તેમની આળપંપાળની નીતિઓ આ દેશ માટે ઘાતક રહી છે જે આજે પણ રાજનેતાઓ દ્વારા ચાલુ છે. તેમનો નહેરુ પ્રેમ દેશ માટે ખૂબ જ નુકસાનદેહ સિદ્ધ થયો. તેઓ રાજકારણ નહોતા રમતા તેવું નથી. સુભાષચંદ્ર બોઝ કૉંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા પણ બોઝના કેટલાક વિચારો (જેમ કે દેશને પૂર્ણ સ્વરાજ મળવું જોઈએ, જ્યારે ગાંધીજી અંગ્રેજોના આધિપત્ય હેઠળ આંશિક સ્વરાજના મતવાળા હતા) પસંદ ન હોવાથી સીતારામૈયા પટ્ટભીની હાર મારી હાર છે તેમ કહી દીધું. ગાંધીજીના આ ત્રાગાને વશ થઈ બોઝે રાજીનામું આપી દીધું. રાષ્ટ્રવાદી ઝીણા કટ્ટર થયા તેમાં પણ ગાંધીજીનું પ્રદાન ઓછું નથી. ગાંધીજીના અસહકાર આંદોલનનો વિરોધ ઝીણાએ કર્યો તેથો 1920ના અધિવેશનમાં તેમને બોલવા જ દેવાયા! તેમનો હુરિયો કૉંગ્રેસીઓએ બોલાવ્યો. ગાંધીજીની અહિંસક લડતના કારણે જ ભારતને સ્વતંત્રતા મળી એવું આજે મોટો વર્ગ એટલે માને છે કે નહેરુ-સરદારે અને કૉંગ્રેસે ગાંધીજીના છેલ્લા દિવસોમાં તેમને એકતરફ હડસેલી દીધા હતા. પણ તેમની હત્યા પછી નહેરુના વર્ચસ્વવાળી કૉંગ્રેસે ગાંધીજી અને નહેરુવંશને જ મહાન સિદ્ધ કર્યો. કૉંગ્રેસના જ એવા જ સાદગીવાળા, પ્રમાણિક અને બહાદુર લાલબહાદુર શાસ્ત્રીનો એકડો જ કાઢી નાખ્યો. આજે પણ જુઓ. શાસ્ત્રીજીનો જન્મદિન કોણે યાદ કર્યો?
પણ હકીકત એ હતી કે ગાંધીજી અને કૉંગ્રેસ ન હોત તો કદાચ આપણને વહેલી સ્વતંત્રતા મળી હોત ને કદાચ મુસ્લિમ-હિન્દુનું વિભાજન ન થયું હોત અને પાકિસ્તાનનો તો પ્રશ્ન જ ઊભો ન થયો હોત .
વિભાજનના દીધે સંપત્તિનું પણ વિભાજન થવાનું હતું. પાકિસ્તાનને બીજા હપ્તા (ઇન્સ્ટૉલમેન્ટ)ના ભાગરૂપે રૂ. 55 કરોડ દેવાના થતા હતા. પણ એ વખતે પાકિસ્તાન અડધું કાશ્મીર પચાવીને બેસી ગયું હતું. નહેરુજીને એ વખતે સદ્બુદ્ધિ સૂજી! 55 કરોડ ન આપીને કાશ્મીર પ્રશ્ન ઉકેલી શકાય. પણ ગાંધીજી દિલ્લીમાં ઉપવાસ પર બેસી ગયા જે તેમના જીવનના છેલ્લા ઉપવાસ સાબિત થયા. જોકે તેમનો એક હેતુ મુસ્લિમ-હિન્દુ એકતા સ્થાપિત કરવાનો હતો જે તેમની જ તુષ્ટીકરણની નીતિના લીધે તૂટી હતી.
વ્યક્તિની રીતે સંત મહાત્મા સો ટકા પણ તેનાથી તેમને મહાન રાષ્ટ્રનેતા તરીકે મૂલવાય તે ગાંધીજીના આત્માને પણ પસંદ ન પડે કારણકે તેય કહેતા કે વિચારોમાં ફેરફાર થતા રહે છે અને મારા છેલ્લા વિચાર સત્ય માનવા.

No comments:
Post a Comment