Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

5 November 2016

દિલમાં દીવો કરવાનું પર્વ …. દીપોત્સવી પર્વ ….

દિલમાં દીવો કરવાનું પર્વ …. દીપોત્સવી પર્વ ….

વાઘ બારશ ,ધનતેરશકાળી ચૌદસ દિવાળી ,બેસતું -નવું વર્ષભાઈ બીજ,લાભ પાંચમ સુધીના દિવસો સુધી ચાલતો લોક ઉત્સવ અને આનંદનું પર્વ એટલે દીપોત્સવી પર્વ.અમાસના અંધકારમાં શરુ થતું દીપોત્સવી પર્વ એ તિમિરથી તેજ તરફ ગતી કરવાનું પર્વ છે .

અજ્ઞાનનો અંધકાર દુર કરી અંતરમાં જ્ઞાનનો દીપક પ્રગટાવીએ નહી ત્યાં સુધી દિવાળીમાં ફક્ત દીવા પ્રગટાવીને ખુશ થવાથી કામ નથી પતી જતું નથી.

દીપોત્સવી પર્વમાં અનેક મિત્રો તરફથી ઈ-મેલ, સ્માર્ટ ફોન અને વોટ્સએપ મારફતે ઘણા સરસ વિચારવા જેવા ચિત્રાંકિત દિવાળી સંદેશાઓ મળતા હોય છે. એવા મને ગમેલા કેટલાક સંદેશાઓ આ પોસ્ટમાં રજુ કર્યા છે.

વિનોદ વિહારના આજના દીપોત્સવી અંકમાં દિવાળી તથા નુતન વર્ષ અંગેની આવી નીચેની ચિત્રાંકિત સાહિત્ય સામગ્રી માણો. 

સુરતના મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં મોકલેલ આ ચિત્રમાં દિવાળી ખરેખર શું છે એ સરસ રીતે સમજાવ્યું છે.

diwali-chiman

આ ચિત્રમાંનો દિવાળીનો સદેશ ગાંઠે બાંધવા જેવો છે.દિવાળી આવે એટલે સાપ ગયા અને લીસોટા રહ્યા એ કથન મુજબ ચીલા ચાલુ રીતે એને ઉજવીએ એ પુરતું નથી.દિવાળીમાં ઓછા નશીબદાર માણસો પ્રત્યે જો તમારા હમદર્દી ,લાગણી કે સંવેદના અને પ્રેમ જો જાગે તો એ સાચી દિવાળીની ઉજવણી કહેવાય.

જે લોકો એમના જીવનની  સફરમાં એકલા પડી ગયા છે એમને મળો, એમની સાથે પ્રેમથી વાત કરો,એમની આંખોની ઉદાસી  દુર કરી એમની આંખોમાં ખુશીની ચમક ભરો,જે લોકો એમના હૃદયમાં વરસો જુના ઘાવ લઈને ફરે છે એમને અહમને દુર કરીને મળીને એમને શેની પીડા સતાવે છે એ સમજી લઈને દિવાળી –બેસતા વર્ષના આ તહેવારોમાં એમની સાથેની કોઈ પણ પ્રકારની ગેર સમજ હોય તો દુર કરવા પ્રયત્ન કરો.

જેમણે તમને એમની જાતથી વધુ ચાહ્યા છે એવાં મા-બાપ કે અન્ય વડીલોને નમન કરી એમનો ચરણ સ્પર્શ કરી દિવાળીમાં એમના આશીર્વાદ પામો તો ખરી દિવાળી-નવું વર્ષ  ઉજવ્યું કહેવાય .

સૌથી વધુ તો દિવાળીમાં બહાર અનેક દીવડાઓ પ્રગટાવી એનો પ્રકાશ જોઇને તમે રાજી થાઓ એ પુરતું નથી.તમારા અંતરમાં પડેલું અજ્ઞાનનું અંધારું દુર કરી ત્યાં જ્ઞાનનો દીપક  જલાવી એના સાત્વિક પ્રકાશથી તમે ભીતરમાં ના ઝળહળો ત્યાં સુધી ખરી દિવાળી ઉજવી ના કહેવાય. 

નીચેના બે ચિત્રોમાં પણ બે મહાન આધ્યાત્મિક આત્માઓ- ઓશો અને આર્ટ ઓફ લીવીંગ ના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીએ પણ સૌને   ભીતરમાં અજવાળું કરવાની શીખ આપી છે .

diwali-osho

 (ચિત્ર સૌજન્ય- શ્રી શરદ શાહ ,અમદાવાદ)

ગુજરાતીમાં અનુવાદ

દિવાળીનો દીપક 
અને એનો બહારનો પ્રકાશ
કેટલો મનોહર લાગે છે !
પરંતુ 
મનુષ્યની અંદર પડેલું અંધારું 
એ દુર કરી શકતો નથી !
ભીતરમાં ધ્યાનની
રોશની જો પ્રગટે તો 
જિંદગીનો હરેક દિવસ 
દિવાળીદિવાળી જ છે.

ઓશો

અનુવાદ – વિનોદ પટેલ

શ્રી શ્રી રવિશંકરજી નો ચિત્ર-સંદેશ

diwali-quote-sri-sri

ગુજરાતીમાં અનુવાદ

દિવાળી આવે એટલે

માત્ર દિવાઓ પ્રગટાવ્યા

એટલે દિવાળી ઉજવાઈ ગઈ

એમ રખે માનતા !

મુદ્દાની વાત તો એ છે કે

તમારી ભીતર જ્ઞાનના

દીપકના પ્રકાશથી

તમે જાતે પ્રકાશિત થવા જોઈએ

કે જેથી તમે જીંદગીમાં

બીજા ઘણા માણસોના

જીવન માર્ગમાં

પ્રકાશ પાથરી શકો.

 

શ્રી શ્રી રવિશંકરજી

(આર્ટ ઓફ લાઈફ ના પ્રણેતા)

sri-sri-ravishankar-jpg

 

નવું વિક્રમ સંવત વર્ષ ૨૦૭૩  

ન્યુ જર્સીના શ્રી વિપુલ દેસાઈ એ મોકલેલ નીચેના ચિત્ર પર ક્લિક કરી દિવાળી-નવા વર્ષ અંગેના વિવિધ ચિત્ર- સંદેશ માણો.

diwali-sal-mubaarak-vipul

નવા વર્ષ વિશેની મારી એક કાવ્ય રચના

નવા વરસે ….

નવા વરસે નવલા રે થઇએ
જૂના તો કેમ કરીને રહીએ

આનંદથી અન્યોન્ય હળીએ મળીને
સર્વત્ર હસી ખુશી વહેંચતા ફરીએ

નવા ઉત્સાહ અને નવા ઉમંગ સાથે
દુર્ગુણો દુર કરી સદગુણો અપનાવીએ

અજ્ઞાન છોડી ,જ્ઞાનની જ્યોત પ્રગટાવી
નિરાશા ખંખેરી આશાનો દીપ જ્લાવીએ

નવા વરસે નવલા બની નવેસરથી
નવું વર્ષ હળીમળી પ્રેમથી ઉજવીએ
નવા વર્ષે,નવેસરથીનવલા થઈએ
નવા વર્ષે સૌ સ્નેહી જનો અને મિત્રોને
હળીએ મળીએ,સાલ મુબારક કહીએ.

વિનોદ પટેલ

દિવાળીમાં ગૃહ-ગાયત્રી પૂજનનું ચિત્ર  

gayatri-chiman

ऊँ भू भुव :स्वतत् सवितु वरेण्यं

भर्गदेवस्य धियो यो प्रचोदयात् 

અર્થ- તે પ્રાણ સ્વરૂપદુખનાશકસુખ સ્વરૂપશ્રેષ્ઠ,તેજસ્વીપાપનાશકદેવસ્વરૂપ પરમાત્માને અમે અન્તરાત્મામાં ધારણ કરીએ છીએઇશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરે.

diwali-taramandal-new

આપણી આ જિંદગી એક સતત લખાતું પુસ્તક છે.હિંદુ કેલેન્ડર-પંચાંગ મુજબ સંવત વર્ષ  ૨૦૭૩ના પહેલા દિવસે આ પુસ્તકના પ્રથમ પ્રકરણનું પ્રથમ કોરું પાનું ખુલે છે. આ શુભ દિવસે એમાં વર્ષભર સારું કાર્ય કરવાના મનોભાવની નોધ લખીને એની શુભ શરૂઆત કરીએ કે જેથી વર્ષાન્તે જ્યારે પુસ્તક પૂરું થાય ત્યારે સંતોષની અનુભૂતિ થાય.

આપની જીવન નવલકથાના બાકીના બધાં જ પ્રકરણો આકર્ષક અને સંતોષપૂર્ણ,સુંદર અને પ્રેરક બને એવી શુભ કામનાઓ.

વિનોદ વિહારના સૌ વાચક મિત્રો, સ્નેહી જનોને સંવત ૨૦૭૩નું નવું વર્ષ સર્વ પ્રકારે સુખ-શાંતિ-સમૃદ્ધિ સભર અને નિરામય નીવડે એવી મારી હાર્દિક શુભ ભાવનાઓ.

ૐ સર્વે ભવન્તુ સુખિન:।

સર્વે સન્તુ નિરામયા:।

સર્વે ભદ્રાણિ પશ્યન્તુ।

મા કશ્રિત્ દુ:ખ ભાગ્ભવેત્।।

શાંતીમંત્ર

ॐ सहनाववतु,सह नौ भुनक्तु ,सहवीर्यम् करवावहै
तेजस्विना वधितमस्तु,मा विद्विषावहै!

 ૐ શાન્તિ: શાન્તિ: શાન્તિ:।।

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી