દિવાળી મુબારક !!
ગુજરાતી કેલેન્ડરને દીવાલ પર આખું વર્ષ સાચવીને રાખેલું હોય. રોજ એક એક પાનું ફાડીયે ને વર્ષનો એક દિવસ ઓછો કરીયે. કેલેન્ડરનું છેલ્લું પાનું એટલે દિવાળી !! એક કેલેન્ડર પૂરું થઈને ઉતરવા માટે બેકરાર હોય અને બીજું નવું કેલેન્ડર લાગવા માટે ઉત્સાહિત હોય. બે કેલેન્ડરના ઘટવાના અને નવાને વધાવવાના દિવસોને આપણે ઉત્સવ રૂપે પૂજીએ છીએ. જોકે આ તો મારું લોજીક છે. મને જે વિચાર આવ્યો છે એવું કોઈના મગજમાં નથી હોતું, ઇવન મારા મગજમાં પણ આ લેખ પૂરું થશે એટલે ભૂંસાઈ જશે.
આ વર્ષ મારા માટે ખુબ મહત્વનું રહ્યું. કદી નહિ ધારેલું કે જોયેલું સ્વપ્ન પૂરું થયું. મારી પ્રથમ ગુજરાતી ફિલ્મ ઓલવેયજ રહીશું સાથે ગુજરાત અને મહારાષ્ટ્રમાં રિલીઝ થઇ. અને એજ દિવસે કતારમાં પણ પ્રીમિયર જેવા શો યોજાયા. કલ્પ સીને આર્ટસ અને ફિલ્મની ટીમ વતી હું સર્વે મિત્રોનો દિલથી આભાર માનું છું. આપની શુભેચ્છા, સાથ-સહકાર અને આશીર્વાદ થકી એ બધું શક્ય બન્યું. પ્રથમ ફિલ્મ બનાવવા માટે હું કટિબદ્ધ થયો કે મને; અમેરિકા સ્થિત ડોક્ટર ચન્દ્રવદન મિસ્ત્રી કાકા અને શ્રી હિંમતલાલ જોશી યાનેકી આપણા સૌના પ્યારા આતાએ આશિષ આપીને મારી ફિલ્મને ગતિ આપેલી. બંનેનો આભાર માનું તેટલો ઓછો પડશે.
ફિલ્મ બનતી ત્યારે મનમાં એવું સપનું હતું કે મારી ફિલ્મ બીજા દેશોમાં પણ પ્રદર્શિત થાય. સૌથી પહેલા તો મારી કે બીજા કોઈ પણ પ્રોડ્યુસરની નજરમાં અમેરિકા હોય. મેં પણ ટ્રાય અજમાવી અને અમેરિકા સ્થિત મારા વેબ અને ઇમેઇલ મિત્રોના સાથ સહકારે મારી ફિલ્મ બહુ જલ્દી અમેરિકામાં પ્રદર્શિત થશે, અથવા તો થઇ પણ ગયું હોય. આ ભગીરથ કામ માટે વેગ આપવામાં શ્રી ચીમન પટેલ અને વિજય ભાઈ શાહ, નવીનભાઈ બેંકર અને બીજા ઘણા મિત્રો એ સહકાર અને ઉત્સાહ આપ્યો છે. તો એમનો ખુબ ખુબ આભાર. અમેરિકામાં ફિલ્મને પ્રદર્શિત કરવામાં શ્રી પ્રશાંત મુન્શા અને શૈલા મુન્શાનો અંતઃકરણ પૂર્વક આભાર.
નવું વર્ષ મારા માટે એટલું જ શુકન વંતુ બની રહેશે. મારી બીજી ગુજરાતી ફિલ્મ બોસ હવે તો ધમાલ રિલીઝ થશે. ફેબ્રુઆરી 2016માં પ્રથમ ફિલ્મ રિલીઝ થઇ અને તરત બીજી ફિલ્મ પણ બને છે એનાથી વિશેષ બીજું ગૌરવ શું હોઈ શકે ? મારી પહેલી ફિલ્મ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર મેડિકલ બ્રેક ડ્રોપ વાળી ફિલ્મ હતી. એકદમ નવોજ કોન્સેપટ, નીટ એન્ડ ક્લીન ઇમેજ વાળી સંપૂર્ણ ફેમિલી ફિલ્મ !! બીજી ફિલ્મ પણ અમે એકદમ નવા કોન્સેપટ સાથે લઈને આવ્યા છીએ. ફિલ્મના ટાઇટલથી એવું રીવીલ થાય કે એક કોમેડી ફિલ્મ હશે. પણ મિત્રો આ ફિલ્મ સંપૂર્ણ કોમેડી નથી. તમે મુવી જોશો ત્યારે જ ખ્યાલ આવશે કે ફિલ્મમાં શું ? અને કેવી ધમાલ થશે ! આ ફિલ્મ પણ નીટ એન્ડ ક્લીન ઇમેજ વાળી સંપૂર્ણ ફેમિલી ફિલ્મ છે. ફિલ્મમાં નરેશ કનોડીયાજી પાસે એક કેમિયો કરાવવાનો વિચાર છે. અભિષેક જૈન સાથે પણ વાત ચાલે છે.

No comments:
Post a Comment