સુપ્રસિદ્ધહાસ્ય લેખક પદ્મશ્રી તારક મહેતા હવે નથી રહ્યા…હાર્દિક શ્રધાંજલિ

Tarak Mehta
સ્વ.તારક મહેતાને હાર્દિક શ્રધાંજલિ
”પંચાવન વર્ષ કૉમેડીમાં કાઢયાં,એનો અફસોસ તો ના જ હોય…….. ટૂંકમાં લોકોને હસાવ્યા અને થોડું કમાયા પણ ખરા.હવે થોડા વખતથી તકલીફ છે.મને પોતાને હસવું આવતું નથી.”
“હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.”
તારક મહેતા
” ‘ટપુ ‘નું સર્જન ‘ગમી જાય એવું ‘ છે. અમર નહીં કહું. અજર કહેવું મુશ્કેલ છે, પણ આગવું સ્થાન લે એવું પાત્ર છે.
આપણા હાસ્ય સાહિત્યમાં હાસ્યરસનું પાત્ર સર્જવું બહુ મુશ્કેલ છે.હું હજી આજેય સર્જી શક્યો નથી. ”
– જ્યોતીન્દ્ર દવે
૨૬ મી ડીસેમ્બર, ૧૯૨૯માં અમદાવાદમાં જન્મેલ પ્રખ્યાત હાસ્ય લેખક તારક મહેતા નું 88 વર્ષેની વયે અમદાવાદ ખાતેના એમના નિવાસસ્થાને આજે ૧લી માર્ચ,૨૦૧૭ ના રોજ લાંબી માંદગી બાદ નિધનથયું છે. પરિવારજનોએ સદગતની ઇચ્છા અનુસાર તેમના દેહનું દાન કરવાનો નિર્ણય લેતાં તેમના દેહને વી.એસ હોસ્પિટલ લઈ જવાયો હતો.
પદ્મશ્રી તારક મહેતાના નિધનથી સાહિત્ય જગતમાં અને એમના અનેક પ્રસંશકોમાં શોકની લાગણી ફેલાઇ છે.
તારક મહેતાના જીવનની ઝાંખી જૂઓ આ બે વીડિયોમાં ...
TARAK MEHTA | Gujarat Sahitya Academy |
સર્જક અને સર્જન | તારક મહેતા

Tarak Mehta - One of the most famous humorist in Gujarati literature.
Hear him in his own words.

વિનોદ વિહારમાં તારીખ ૨૦મી ફેબ્રુઆરી ૨૦૧૭ ની પોસ્ટ નંબર ( 1019 ) માં તારક મહેતાનાં ધર્મપત્ની ઇન્દુબેનનો એમના પતિ તારક મહેતા વિશેનો એક રસપ્રદ લેખ પ્રસિદ્ધ થયો છે. આ લેખ નીચેની લીંક પર વાંચી શકાશે.

સૌજન્ય-khabarchhe.com
No comments:
Post a Comment