તમારાં બાળકને એમએસજીના ઝેરથી બચાવો
‘ટેસ્ટ ભી હેલ્થ ભી’ એવા સૂત્ર સાથે જેની જાહેરખબર દર્શાવાતી હતી અને માત્ર બે મિનિટમાં તૈયાર થઈ જવાની લાલચ અપાતી હતી તે મેગી લોકોને ખૂબ પસંદ પડી ગઈ હતી. ખાસ કરીને મમ્મીઓ માટે. બે મિનિટમાં તૈયાર થઈ જાય અને બાળકોને સ્વાદમાં ભાવે એ અલગ. આથી ઘરમાં નાસ્તામાં મેગી બનવા લાગી. ધીમેધીમે જનરેશન બદલાઈ. અને નવી મમ્મીઓ કાં તો નોકરીના કારણે અથવા રસોઈ કરવાની આળસના કારણે તેનાં બાળકોને હવે જમવામાં મેગી આપવા લાગી. ઘણી જગ્યાએ ઊંધું પણ થતું. રોટલી-શાક બનાવ્યાં હોય તે ખાવાની બાળકો ના પાડે અને તેમને પૂછવામાં આવે ત્યારે તેઓ મેગી બનાવવાનું કહે.
આપણા માટે જે શ્રેય હોય છે તે આપણને ગમતું નથી. આપણને પ્રેય ગમે છે. જેમ કે બાળક હોય તો તેને રમવું ગમશે, ભણવું નહીં. આવું જ ખાવાની બાબતમાં પણ છે. ઉનાળાની ગરમીમાં આપણને ફ્રિઝનું ઠંડું પાણી ગટગટાવવાની તીવ્રતમ ઈચ્છા થાય પરંતુ તેના કરતાં માટલાનું પાણી સારું. આપણને જે ભાવતું હોય તે આપણા માટે મોટા ભાગે નુકસાનકારક હોય છે. ડાયાબિટીસના ઘણા દર્દીઓ ગળ્યું ખાવાના શોખીન હોય છે. એસિડિટીની ફરિયાદ એવા લોકો વધુ કરતા હોય જેઓ તીખું તમતમતું ખાવાના શોખીન હોય. હા, જે ખૂબ મજૂરી કરતા હોય તેમને, લોકભાષામાં કહીએ તો, પથરા પણ પચી જાય. આપણે ત્યાં નાસ્તા અને ભોજનની એટલી બધી વિવિધતા છે, તેમ છતાં, ગુજરાતમાં હવે તો ગુજરાતી સિવાય બધી જ પ્રકારની વાનગીઓ માતાઓ-વહુઓ બનાવવા લાગી છે. પંજાબી, દક્ષિણ ભારતીય, કોન્ટિનેન્ટલ, ચાઇનીઝ. આપણે ત્યાં ઝડપથી તૈયાર થતો નાસ્તો પણ છે જેમ કે સેવમમરા. સિંગદાળિયા, ચણા. ખાખરા. ચવાણુ. પરંતુ આજકાલ પેકેજ્ડ ફૂડનું ચલણ વધ્યું છે. કોઈને કંઈ ઝંઝટ કરવી નથી. અને મેગીનો ફાયદો (!) એ ખરો કે થોડા મોટાં બાળકો હોય- દસ બાર વર્ષના તો જાતે પણ મેગી બનાવી શકે.
હવે આપણને ખબર પડી છે કે વર્ષોથી જે મેગી આપણામાંના કેટલાક ખાતા હતા તે તો સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. ઘણી વાર આપણને કોઈ અધિકૃત સંસ્થા ન કહે ત્યાં સુધી અને જ્યાં સુધી તેની સામે ઝાઝો હોબાળો ન મચે ત્યાં સુધી આપણે એ બાબત માનતા નથી. બાકી, મેગી વિશે આરોગ્ય નિષ્ણાતો કહેતા જ હતા કે તેમાં મેંદો આવતો હોવાથી તે બહુ ખાવી સારી નથી. મેગી ઉપરાંત અન્ય ચાઇનીઝ વાનગીઓમાં પણ વપરાતા આજીનોમોટો વિશે પણ ઘણા સમયથી આ નિષ્ણાતો કહેતા જ હતા કે તેમાં સ્વાદ જ મળે છે, પરંતુ પોષણ નથી મળતું. હવે બધું વૈજ્ઞાનિક અને આરોગ્યની રીતે બહાર આવી રહ્યું છે ત્યારે આપણને ખબર પડી કે આ આજીનોમોટો કેટલો નુકસાનકારક છે.
આજીનોમોટો છે શું? નામ પરથી તે ગુજરાતી હોવાની ભૂલ ન કરવી. તે જાપાનીઝ શબ્દ છે. હકીકતે એક જાપાનીઝ કંપનીનું નામ છે. ઘણી વાર કોઈ ચપલ બનાવતી કંપનીનું નામ ચપલ સાથે જોડાઈ જાય તેમ એક પદાર્થ સાથે આજીનોમોટોનું નામ જોડાઈ ગયું છે. આ પદાર્થ એટલે મોનો સોડિયમ ગ્લુટામેટ જેને ટૂંકમાં એમએસજી તરીકે ઓળખવામાં આવે છે. આ પદાર્થ ઉમામીની સુનામી સર્જે છે. ઉમામી પણ એક જાપાનીઝ શબ્દ છે. તેનો અર્થ થાય છે ચટપટો, મજા પડી જાય, ટેસડો પડી જાય તેવો સ્વાદ. આ સ્વાદને આમ તો સ્વાદની એકેય શ્રેણીમાં ફિટ બેસાડી ન શકાય. ન તે ખાટો હોય, ન તે ખારો, ન મીઠો હોય ન કડવો. તેનું રાસાયણિક સૂત્ર છે – C5H8NO4Na. જાપાનના બાયોકેમિસ્ટ કિકુનાએ ઈકેદાએ પહેલી વાર તેને તૈયાર કર્યું હતું. જાપાનમાં ઘણાં સૂપોમાં કોમ્બુ નાખવામાં આવે છે. કિકુનાભાઈ આ કોમ્બુ જેવો પદાર્થ બનાવવા મથતા હતા અને તેમાં તેઓ સફળ રહ્યા.
આ એમએસજી ટમેટાં, બટેટાં, મશરૂમ, ચીઝ, અન્ય ફળો અને શાકભાજીઓમાં કુદરતી રીતે મળી આવે છે. સૌથી પહેલાં તો એ જાણી લો કે આ એમએસજી એ એક્સાઇટોટોક્સિન છે. તમને થશે કે આ એક્સાઇટોટોક્સિન વળી કઈ બલાનું નામ છે? માનો કે એમએસજી દાઉદ ઈબ્રાહિમ જેવી વ્યક્તિ છે તો એક્સાઇટોટોક્સિન એ ગુંડા છે. હવે તમને ખબર પડી ગઈ હશે કે એક્સાઇટોટોક્સિન એ એક શ્રેણી છે અને તે એવાં રસાયણોની શ્રેણી છે જે સામાન્ય રીતે એમિનો એસિડ હોય છે. તેઓ ન્યૂરોન રિસેપ્ટરને ઉત્તેજે છે. (એક્સાઇટોટોક્સિન નામમાં જ સ્પષ્ટ છે કે ઉત્તેજતાં ઝેરી તત્ત્વો) આ ન્યૂરોન રિસેપ્ટર મગજના કોષોને એકબીજા સાથે સંદેશો પહોંચાડવા દે છે. મતલબ કે જો તમારા પગ પર મચ્છર બેઠું હશે તો તમારું મગજ હાથને આદેશ આપશે કે પગ પરથી મચ્છર ઉડાડ.
એક્સાઇટોટોક્સિન ન્યૂરોન રિસેપ્ટરના સંપર્કમાં આવે છે ત્યારે આવેગમાં એક તીવ્ર ઉછાળો આવે છે. પરંતુ તે પછી તેઓ થાકી જાય છે. કેટલાક કલાકો પછી આ ન્યૂરોન મરી જાય છે. આ અસર મગજના એવા ભાગમાં થાય છે જે આપણા વર્તન, લાગણીઓ, યૌવન, ઊંઘનું ચક્ર અને રોગપ્રતિકારક શક્તિને નિયંત્રિત કરે છે.
અમેરિકાના ન્યૂરોસર્જન અને લેખક ડૉ. રસેલ બ્લેલોકે ‘એક્સાઇટોટોક્સિન: ધ ટેસ્ટ ધેટ કિલ્સ’ પુસ્તકમાં સમજાવ્યું છે કે મોનોસોડિયમ ગુલ્ટામેટ એક એક્સાઇટોટોક્સિન છે જે તમારા કોષને ઓવરએક્સાઇટ એટલે કે વધુ પડતા ઉત્તેજે છે. એટલી હદ સુધી કે તેનાથી તેને નુકસાન પહોંચી શકે અથવા તેનું મૃત્યુ થઈ શકે. આમ મગજને નુકસાન કરે છે.
આ એક્સાઇટોટોક્સિન માત્ર ન્યૂરોન સાથે જ રમત નથી રમતાં, પરંતુ જીભ સાથેય રમત રમે છે. તેમાં રહેલાં રસાયણો જીભમાં રહેલાં સ્વાદ કોષોને ઉત્તેજિત કરે છે. આથી આપણે જે ખાઈએ છીએ તેનો સ્વાદ આપણને બહુ સારો લાગે છે. આથી જ તો સૂપ, નાસ્તા, સોસ, ગ્રેવી અને બીજા અનેક ફૂડમાં આ એમએસજી (એમએસજી) અથવા એક્સાઇટોટોક્સિન નાખવામાં આવે છે.
એક્સાઇટોટોક્સિન માત્ર ચાઈનીઝ પ્રકારનાં વ્યંજનોમાં જ હોય છે એવું નથી, કેમ્પબેલના સૂપથી લઈને વેઇટ વોચર્સ અને મેકડોનાલ્ડના અમેરિકન પ્રોસેસ્ડ ફૂડમાં પણ એમએસજી તેમજ એસ્પર્ટેમ નામના એક્સાઇટોટોક્સિન હોય છે. એટલે તમે કોઈ માર્ટ, ફ્રેશ કે મોલમાં કરિયાણું લેવા જાવ અને ત્યાં પેકેજ્ડ ફૂડ, સૂપ, ચિપ્સ, વેફરના પડીકાં ખરીદો તો તેમાં, ફ્રિજમાં રાખેલા ખાદ્ય પદાર્થોમાં એક્સાઇટોટોક્સિન હોવાની પૂરી સંભાવના છે. સ્વાદમાં તો ‘કુરકુરા’ લાગે પણ પછી તેની અસરો વર્તાય.
અને આ એક્સાઇટોટોક્સિનથી કેવી અસરો થવા સંભવ છે? અગાઉ કહ્યું તેમ મગજના ન્યૂરોન સેલને તો તે મારી નાખે જ છે. ‘ધ હેલ્થ સાઇટ’ના કહેવા મુજબ, આ એમએસજી જેવા એક્સાઇટોટોક્સિનથી તમારી યાદશક્તિ અને તમારી શીખવાની પ્રક્રિયા પર અસર થાય છે (એનો અર્થ એ કે બાળકોએ આવા ખાદ્ય પદાર્થો બિલકુલ ખાવા ન જોઈએ). ડૉ. રસેલ બ્લેલોકના કહેવા પ્રમાણે, આ એમએસજીથી લર્નિંગ ડિસએબિલિટી, અલ્ઝાઇમર, પાર્કિન્સન્સ, લોઉ ગેહરિગ રોગ (જેમાં મગજ અને કરોડરજ્જુના કોષોને નુકસાન થાય છે), હંટિગ્ટન્સ ડિસીઝ થઈ શકે. પ્રયોગશાળામાં પ્રાણીઓ પર ગ્લુટામેટનાં ઇંજેક્શન આપવાથી તેમના મગજના નર્વ કોષોને નુકસાન પહોંચ્યું હતું. તેનાથી તમને આંચકીઓ, ચક્કર આવી શકે. બાળકોનાં વર્તન તો બદલાય જ સાથે મોટી ઉંમરની વ્યક્તિને પણ હાઇપરએક્ટિવિટીને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે. જેમને એમએસજીની એલર્જી હોય તેનું તો મોત પણ થઈ શકે.
ડૉ. રસેલ બ્લેલોક મુજબ, જ્યારે વધુ પડતું એમએસજી લેવામાં આવે ત્યારે કાર્ડિઆક અર્હાઇથમિયા (હૃદયના ધબકારા અનિયમિત થવા)ની સ્થિતિ થાય છે. એમાંય જ્યારે મેગ્નેશિયમનો સંગ્રહ ઓછો હોય ત્યારે (જેમ કે એથ્લેટમાં) ત્યારે ઓછા પ્રમાણમાં એમએસજી લો તો પણ કાર્ડિયાક અર્હાઇથમિયા ઉત્પન્ન થાય અને મોત પણ નિપજી શકે. આ સિવાય, એમએસજી લેનારને, ભૂખ ન લાગવી, પાચનની ક્રિયામાં ગરબડ થવી, સ્થૂળતામાં વધારો, આંખને નુકસાન, માથાનો દુખાવો, વધુ પડતો થાક, વિસ્મૃતિ, નિરાશા જેવી આરોગ્ય સંબંધી હેરાનગતિઓ થઈ શકે છે.
કેટલાક લોકો એમ કહે છે કે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)એ તો એમએસજીને ખાવા માટે સલામત ગણ્યું છે પણ આવા લોકો સિફતપૂર્વક ભૂલી જાય છે કે એફડીએ પણ જો અને તોની રીતે તેને સલામત ગણે છે. ઉપરાંત તે એમ તો કહે જ છે કે તેનાથી ટૂંકા ગાળાનાં રિએક્શન આવી શકે જેમ કે હાથ-પગમાં ખાલી ચડી જવી, પેટમાં બળતરા થવી, ઝણઝણાટી થવી, મોઢું તણાવું, છાતીમાં દુખાવો થવો, માથું દુખવું, ઉલટી થવી, હૃદયના ધબકારા વધી જવા, તંદ્રા, નબળાઈ, ખૂબ પરસેવો થવો.
તો કેવી રીતે ખબર પડે કે તમે જે બહારથી પેકેજ્ડ ફૂડ લાવ્યા તેમાં એમએસજી છે કે નહીં. આવાં ખાદ્ય પદાર્થો બનાવનારા હોંશિયાર હોય છે. તેઓ એમએસજી લખવાથી બચે છે. વળી, ફૂડ બનાવતી વખતે કે તે બન્યું હોય ત્યારથી તમે ખરીદો કે ઘરે લાવીને ફ્રિજ વગેરેમાં મૂકો ત્યાં સુધીમાં તેમાં એમએસજી બની ગયું હોવાની શક્યતા છે. એટલે પ્રોસેસ્ડ ફૂડ ખરીદો તો તેમાં સામાન્ય રીતે એમએસજી છે જ તેવું માની લેવું. તાજો ખોરાક લેવો. ઘરમાં બનેલો ખોરાક લેવો. (મમ્મીઓએ ખાસ યાદ રાખવું. થોડી મહેનત થશે પરંતુ ઘરમાં બનેલો ખોરાક બાળકોને આપશો તો તેનું આરોગ્ય અને ભવિષ્ય સુધરશે.) રેસ્ટોરન્ટમાં બને ત્યાં સુધી ખોરાક લેવાનું ટાળવું. જવું જ પડે તેમ હોય તો ત્યાં પૂછી શકાય કે એમએસજી વગરની કઈ ચીજો છે. હવે તમને ખબર પડી જ ગઈ છે કે ચાઈનીઝ અને અમેરિકન પ્રકારના, સ્ટોર કરેલા, પ્રોસેસ કરેલા, પેકેટમાં આવતા ખાદ્ય પદાર્થોમાં એમએસજી હોવાની શક્યતા છે. (અમેરિકાને બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનીઝ ફૂડનો ચસકો લાગી ગયો હતો, તેથી તેઓ પણ એમએસજી પાછળ ગાંડા થઈ ગયા, પરંતુ ધીમે ધીમે સત્ય સમજાઈ રહ્યું છે.)
એક પ્રશ્ન એ પણ ઉદ્ભવે કે જો એમએસજી આટલું ખરાબ હોય તો ચીન અને જાપાનના લોકો તો ભરપૂર તેને ખાય છે. તેમને કેમ કંઈ થતું નથી? (નેસ્લેનું પીઆર કેમ્પેઇન ચાલશે તો આવા અનેક સવાલો કેટલાક અખબારોમાં અને ન્યૂઝ ચેનલોમાં આવવા લાગવાના) એનો જવાબ એ છે કે દરેકની સંસ્કૃતિ જેમ અલગ હોય છે તેમ પચાવવાની તાસીર અલગ હોય છે. ચીનાઓ તો વાંદા-ગરોળી-ઉંદર ખાય છે. તમે તે ખાઈ શકવાના? ખાશો તો પચાવી શકવાના? અગાઉ કહ્યું તેમ મજૂર સૂકો રોટલો- ડુંગળી ને મરચા ખાય તો તેને કંઈ ન થાય કારણ કે તે એટલી મહેનત કરે છે કે તેને તે પચી જાય છે. આપણું ખાણું ઘણા વિદેશીઓને બહુ મસાલેદાર- તીખું- સ્પાઇસી લાગે છે. તેમને તે માફક આવતું નથી. એમ, આ એમએસજીવાળા ખાદ્ય પદાર્થો ટેસ્ટી લાગે, પરંતુ અંતે તે હિતકર નથી હોતા. એમએસજીવાળા જ શું કામ, ઉપર કહ્યું તેમ પેકેજ્ડ, પ્રોસેસ્ડ અને સ્ટોર્ડ ફૂડ, જંક ફૂડ આ બધા હિતકર નથી જ.
(ગુજરાત ગાર્ડિયનની શનિવારની સાયન્સ પૂર્તિમાં તા.૧૩/૬/૧૫ના રોજ આ લેખ છપાયો.)

No comments:
Post a Comment