ગધેડાઓના બચાવમાં .....હમણાં હમણાં રાજકારણમાં ગધેડાઓ ખુબ ચર્ચામાં છે !વાત એમ બની છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચુંટણીમાં યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાયબરેલીની એક ચૂંટણી સભામાં ગુજરાત ટુરિઝમની એક જાહેરાત" ખુશ્બુ હૈ ગુજરાત કી"માં સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને ગુજરાતના ખાસ પ્રકારના ગધેડાઓની વિશેષતાઓ જણાવતા દર્શાવવામાં આવ્યા છે, એના પર કટાક્ષ કર્યો હતો.અખિલેશ યાદવે અમિતાભ બચ્ચનને વિનંતી કરતાં કહ્યું હતું કે તમે ગુજરાતના ગધેડાઓની જાહેરાત કરવાનું બંધ કરો.ગધેડાઓની પણ શું જાહેરાત હોઈ શકે?અખિલેશે સભામાં આ આખી જાહેરાત વાંચી સંભળાવી હતી અને કહ્યું હતું કે ગુજરાતમાં તો ગધેડાઓનો પણ પ્રચાર થઈ રહ્યો છે અને વડાપ્રધાન મારા પર આરોપ લગાવે છે. અખિલેશ યાદવ આવું નિવેદન આપીને ટ્વિટર પર અળખામણા બની ગયા છે.અખિલેશના આ નિવેદનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડવામાં આવી રહ્યું છે જેના કારણે મોટો હોબાળો મચ્યો છે.મોદીનો અખિલેશને જવાબગુજરાતના ગધેડાવાળા નિવેદન સામે અખિલેશને જવાબ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે "અખિલેશને સૈકડો કિલોમીટર દૂર રહેતા ગધેડાઓથી ભય લાગે છે.હું મારી તમામ ટીકાઓ હસીને સ્વીકારી લઉં છું.પરંતુ અખિલેશને જણાવવા માગું છું કે ગધેડાઓ પાસેથી પણ પ્રેરણા લઇ શકાય છે. ગધેડુ મહેનતથી કામ કરે છે,બીમાર હોય તેમ છતાં પણ મહેનતથી કામ કરે છે, હું પણ ગર્વથી ગધેડાઓ પાસેથી પ્રેરણા લઉ છુ અને થાક્યા વગર, પૂરી મહેનત સાથે કોઇ પણ રજા વગર સતત કામ કરતો રહું છું.દેશની સવા સૌ કરોડની જનતા મારી માલિક છે અને તેઓ જે આદેશ આપે છે તે પ્રમાણે હું થાક્યા વગર, અટક્યા વગર મારું કામ પુરું કરું છું."
|
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
2 March 2017
ગધેડાઓના બચાવમાં ….. થોડું મરક… મરક ….
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment