દુનિયાભરમાં ‘સ્વદેશી’ અને ‘રાષ્ટ્રવાદ’નો વાયરો કેમ ફૂંકાઈ રહ્યો છે?
(સંકલન શ્રેણી પાક્ષિકની તા. ૭/૨/૧૭ના અંકની કવરસ્ટોરી)
ઘણાં વર્ષો બાદ પહેલી વાર એવું બની રહ્યું છે કે ભારત દુનિયામાં રાજકીય રીતે કાઠું કાઢી રહ્યું છે. અમેરિકામાં ચૂંટણી લડાઈ તેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હિન્દુઓએ અમેરિકામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી. ભારતમાં નરેન્દ્ર મોદીએ જે સૂત્ર ચૂંટણી લડવા વાપર્યું હતું તેની નકલ કરી અને તે પણ હિન્દીમાં જ અને સૂત્ર આપ્યું, ‘અબ કી બાર, ટ્રમ્પ સરકાર’. અત્યાર સુધી ભારતના લોકો અંગ્રેજી ન આવડે તોય ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી બોલતા હતા, પહેલી વાર વિદેશી વિદેશમાં ચૂંટણી જીતવા ભાંગ્યુ તૂટ્યું વિદેશી બોલી રહ્યા હતા! આ જાદુ માત્ર અમેરિકા પૂરતો સીમિત નહોતો. લંડનમાં મેયરની ચૂંટણી દરમિયાન પણ ભારતનો જાદુ દેખાયો હતો. એ અલગ વાત છે કે અમેરિકાની જેમ લંડનમાં એ જાદુ સફળ ન રહ્યો. આ હિન્દુવાદની બહુ મોટી જીત છે અને તે રાજકીય નેતાઓએ-પંડિતોએ સમજવું પડશે.
સાથે સાથે એ વાત પણ નોંધવી રહી કે એક સમયે સમગ્ર વિશ્વમાં વૈશ્વિકરણનો પવન ફૂંકાયેલો. ભારતને પણ ‘ગાટ’ કરાર પર સહી કરવાની થયેલી ત્યારે ભારતમાં તેનો ખૂબ જ વિરોધ થયેલો. જોકે આજે પરિસ્થિતિ એવી છે કે આ ‘ગાટ’ કરારના પ્રેરકબળ સમાન દેશોને વૈશ્વિકરણ ભારે પડ્યું છે! ડોનાલ્ડ ટ્રમ્પને સૂત્ર આપવું પડ્યું, ‘બાય અમેરિકન, હાયર અમેરિકન’. જોકે અમેરિકામાં આ પ્રકારની ચળવળ નવી નથી. પહેલાં સૂત્ર હતું ‘
બી અમેરિકન બાય અમેરિકન’. આ રાષ્ટ્રવાદ છે, પણ તેનો અમેરિકનો ગર્વ કરે છે, જ્યારે ભારતમાં? ભારતમાં ભારતીય હોવું એ શરમની વાત છે. આનું કારણ એ છે કે ભારતીય પ્રસાર માધ્યમોમાં નેગેટિવિટી એટલી પ્રસારાય છે કે ઘણા ભારતીયોને ભારત પ્રત્યે માન રહેતું નથી. તેમાં જોકે અગાઉ આવી ગયેલી સરકારો-અધિકારીઓના ભ્રષ્ટાચાર અને અણઆવડતથી વિકાસમાં આવી ગયેલી મંદતા પણ જવાબદાર ખરી.
ભારતના-ભારતીયોનાં સારાં કાર્યોને ટીવી ચેનલો પર પ્રમુખતાથી દર્શાવાતા નથી. આ જ રીતે સમાચારપત્રોમાં પણ સારાં કાર્યોને અગ્રણી પૃષ્ઠો પર ધ્યાનાકર્ષક રીતે સ્થાન મળતું નથી. તેને પબ્લિસિટી કે જાહેરખબર કે સરકારની ચમચાગીરીનો ભાગ ગણી લેવામાં આવે છે. હવે તો સ્થિતિ એ થઈ છે કે સરકારની મહત્ત્વની જાહેરાત થાય તો તેને કેટલાક સમાચારપત્રો છાપતા જ નથી! સરકાર તો જાહેરાત આપશે જ ને, એમ માનીને. સમાચારપત્રોના લુચ્ચા માલિકો-તંત્રીઓનું તો ખિસ્સું સરકારની જાહેરખબરો છપાવવાના કારણે ભરાઈ જાય છે પણ નાગરિકોનું કેટલું અહિત થાય છે! નાગરિકો મહત્ત્વની જાણકારીથી વંચિત રહે છે અને સરકારની જાહેરખબરો પાછળ જે નાણાં ખર્ચાય છે તે જાય છે તો સરેરાશ નાગરિકોના ખિસ્સામાંથી ને. દા.ત. સમાચારપત્રોમાં આદિવાસીઓના વિરોધના આંદોલનના સમાચાર ધ્યાનાકર્ષક રીતે અગ્રણી પૃષ્ઠો પર છપાયા, પરંતુ ગુજરાત સરકારે તાજેતરમાં નિર્ણય કર્યો કે આદિવાસી ગામમાં કુદરતી સંપદાનો હક-લીઝ તે ગામના આદિવાસીને જ મળશે- આ સમાચાર એક સમાચારપત્રમાં છપાયા જ નહીં! સરકારની વાજબી ટીકા-વિરોધ કરવી એ લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પ્રસાર માધ્યમોની જવાબદારી છે તેમ સરકાર વિષયક સાચી માહિતી પહોંચાડવી એ પણ પ્રસાર માધ્યમની ફરજમાં આવે કે નહીં?
જોકે બદમાશ મિડિયા અને રાજનેતાનો ઝઘડો વિદેશોમાં પણ છે. ડોનાલ્ડ ટ્રમ્પના શપથવિધિ વિશે ખોટી માહિતી પ્રસાર માધ્યમોમાં અપાતા તેમના તંત્રએ ખોટાં માધ્યમો અને પત્રકારો સામે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. અહીં ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરવા કે તેમને સાચા ઠેરવવાનો ઉપક્રમ નથી, પરંતુ દિવસે ને દિવસે મિડિયાની વિશ્વસનીયતાનું ધોવાણ થતું જાય છે તેની સામે લાલ બત્તી ધરવાનો મિડિયાના જ એક ભાગ તરીકે પ્રયાસ છે. વૈશ્વિકરણના ફાયદા તરીકે આજે વિશ્વ ગામડું બની ગયું છે તે પણ સ્વીકારવું રહ્યું. તેના કારણે જે પરંપરાગત માધ્યમો છે- મુદ્રિત સમાચારપત્રો, સામયિકો અને ટીવી ચેનલો- તે જે સમાચાર આપે તે વાચક કે દર્શક સાચા માની લે તેવું નથી બનતું કારણકે ઇન્ટરનેટ અને ખાસ તો સોશિયલ મિડિયા થકી સાચા સમાચાર તેના સુધી પહોંચી જ જાય છે.
અમેરિકામાં સ્વદેશીનો નારો ફરીથી કેમ ફૂંકાયો? અમેરિકામાં સૌથી પહેલાં ભારતીયો જ પહોંચેલા. તેના પુરાવા છે. અમેરિકામાં તેને નેટિવ ઇન્ડિયન્સ તરીકે ઓળખાય છે. તેઓ ૧૨ હજાર વર્ષ પહેલાં એશિયા-ભારતમાંથી આવેલા. કૉલંબસ પણ ભારત જવાનો નવો રસ્તો શોધવાના પ્રયાસમાં જ અમેરિકા પહોંચી ગયેલો. અને અમેરિકા પર યુરોપીયનોએ કબજો કરી લીધેલો, આ યુરોપથી આવેલા ગોરા લોકો અને તેમના વંશજો એમ જ માને છે કે અમે જ ખરા અમેરિકનો. એટલે તેમને વિદેશથી આવતા સ્થળાંતરિતો (ઇમિગ્રન્ટ્સ) પસંદ પડતા નથી. મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયો કે અગાઉ દક્ષિણ ભારતીયો તેમજ ગુજરાતીઓ સામે જેમ શિવસેના અને મનસે દ્વારા આંદોલન અને મારપીટની ઘટના બનેલી તેમ જ અમેરિકામાં સ્થળાંતરિતો સામે રોષ છે. સ્થળાંતરિતોને ગરજ હોવાથી તેઓ સસ્તા ભાવે કામ કરવા તૈયાર થઈ જાય છે. પરિણામે સ્થાનિકો નોકરી ગુમાવે છે. વળી, સંસ્કૃતિની રીતે પણ બદલાવ થાય છે. આ બદલાવ સારો હોય તો તેને સ્વીકારવા સામે વાંધો નથી પરંતુ તેનાથી અપરાધો વધે તે સ્વીકાર્ય બનતું નથી.
બીજું એ પણ કારણ કે અમેરિકાની કંપનીઓ તેમને ઓછો ખર્ચ પડે તે માટે ભારત, ચીન, મલેશિયા જેવા દેશોમાં પોતાનું કામ સોંપી દે છે (આઉટસૉર્સ કરી દે છે). જે ટૅક્નૉલૉજી આ વિકસિત દેશોએ શોધી એ ટૅક્નૉલૉજી જ હવે તેમને ભારે પડી રહી છે! કારણકે ટૅક્નૉલૉજીની મદદથી ભારતના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ કમ્પ્યૂટરની મદદથી અમેરિકાની કંપનીનું કામ કરી આપે છે. બીજું એ કે અમેરિકાની કંપનીઓને પણ એ દેશોમાં પોતાનું બજાર જોઈતું હોય છે. આથી ‘મેક ઇન ભારત’ કે ‘મેક ઇન ચીન’ તેમને સરળ પડે છે. વૈશ્વિકરણ પોતાની સાથે ટૅક્નૉલૉજી અને સ્પર્ધા પણ લાવે છે. આ સ્પર્ધા હવે અમેરિકનોને ભારે પડવા લાગી છે. ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પાછળ આ પણ એક બહુ મોટું કારણ હતું. તેમણે સૂત્ર આપ્યું, ‘મેક યુએસ ગ્રેટ અગેઇન’. અર્થાત્ અમેરિકનોમાં એવી ભાવના હતી કે અમેરિકા કરતાં બીજા દેશો આગળ નીકળી રહ્યા છે. કહેવાતા ઉદારતાવાદી બરાક ઓબામાના સમયમાં જે નીતિઓ અપનાવાઈ તે અમેરિકનોની કહેવાતી ‘મહાનતા’ કે ‘સુપરપાવર’ને નીચી કરનારી હતી. ઓસામા બિન લાદનને મારી નખાયો તેને બાદ કરતાં કોઈ મોટી સિદ્ધિ ઓબામાના ખાતે નહોતી. ખ્રિસ્તીઓને પણ નિર્દયતાથી મારતા આઈએસઆઈએસ જેવા ત્રાસવાદી સંગઠન કે ત્રાસવાદની સતત નિકાસ કરતા સાઉદી અરેબિયા પ્રત્યે કૂણું વલણ ઓબામાને ભારે પડી ગયું. કહેવાતા ઉદારતાવાદીઓ જેમાં ફિલ્મ કલાકારો- ટીવી સ્ટારો-રિયાલિટી સ્ટારો અને મિડિયાનો બહુ મોટો વર્ગ હોય છે તેમને ઓબામા જેવા લોકો પસંદ પડે તે સ્વાભાવિક છે. ભારતમાં જેમ હિન્દુવાદી નેતાઓની ખરાબ છબી બનાવીને રજૂ કરાય છે તેમ અમેરિકામાં રિપબ્લિકનોની સાથે મિડિયાના એક વર્ગમાં આવું કરાતું હોય છે- ચાહે તે જ્યોર્જ બુશ સિનિયર હોય, જુનિયર બુશ હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પ પર જાતીય અપરાધોના અને લફરાંના આક્ષેપો થયેલા તો ડેમોક્રેટિક બિલ ક્લિન્ટન પણ મોનિકા લેવિન્સ્કી સહિત નવ સ્ત્રીઓ સાથેના સંબંધો બહુ ગાજેલા. ગત પ્રમુખ બરાક ઓબામા કે આ વખતના પ્રમુખપદનાં ઉમેદવાર હિલેરી ક્લિન્ટન પણ આવા આક્ષેપોથી બાકાત નથી રહ્યાં. પરંતુ મિડિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ સામેના આક્ષેપો જ ગાજ્યા. અરે! બહુમતી ભારતીય માધ્યમોમાં પણ આવું જ બન્યું. આપણે ત્યાં હિલેરી ક્લિન્ટન પ્રત્યે કૂણું વલણ અને ટ્રમ્પ પ્રત્યે નકારાત્મક વલણ ઉપજાવવાનો પ્રયાસ મિડિયામાં થયો. ઓબામાના સમયમાં બેરોજગારી, અર્થતંત્રને નુકસાન, હિલેરીનાં કૌભાંડો, હિલેરી દ્વારા સત્તાના દુરુપયોગ વગેરેના કારણે ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર હિલેરી જીતી ન શક્યાં. વૈશ્વિકરણની ભાવના સારી છે અને વૈશ્વિકરણ એટલે ઉદાર નજરિયો. એ વાત સાચી છે પરંતુ ‘ઘર બાળીને તીરથ ન કરાય’ તેવી કહેવત છે.
આપણે ત્યાં હજારો વર્ષોના દાસત્વના કારણે પ્રસાર માધ્યમો અને શિક્ષણના લીધે એક માનસિકતા ઘર કરી ગઈ છે કે વિદેશી એટલું સારું અને આ વિદેશીમાંય પાછું અમેરિકા-બ્રિટન વગેરે દેશો. અર્થાત્ મૂળ બ્રિટનના લોકો હોય તે સારું. વિદેશોમાંથી આવતી ચીજોને આયાત કરેલી ચીજો કહેવાય. અર્થાત્ ઇમ્પૉર્ટેડ ચીજો. પરંતુ આપણી ભાષામાં આ ‘ઇમ્પૉર્ટેડ’ શબ્દ સારી ગુણવત્તાની ચીજનો પર્યાય બનીને રહી ગયો. એમાં મોટો વાંક નબળી ગુણવત્તા અને ખરાબ ‘આફ્ટર સેલ સર્વિસ’ આપતી આપણી કંપનીઓનો પણ ખરો. આના લીધે ‘દેશી’ અથવા ‘સ્વદેશી’ શબ્દને હિણપતભરી નજરે જોવાવા લાગ્યો. દેશી એટલે ખરાબ. સ્વદેશી એટલે સંકુચિત માનસિકતા. અને સ્વદેશીની વાત કરનારાને ટોણા મારવામાં આવે કે તમે ટૅક્નૉલૉજી વિદેશી કેમ વાપરો છો? સ્વદેશીની વિચારસરણીને સમજ્યા વગર જ આવા બુદ્ધુજીવીઓ પોતે કુવામાંના દેડકાની જેમ તર્ક વગરના સવાલ કરે છે. ચીનની ચીજોનો બહિષ્કાર કરવાની વાત હોય કે અન્ય વિદેશી ચીજોનો બહિષ્કાર, તેમાં પ્રશ્ન એ નથી આવતો કે દક્ષિણ કોરિયાની કંપની સેમસંગના કે અમેરિકાની એપલના ફોનનો પણ બહિષ્કાર કરવો કારણકે તેના કેટલાક ભાગો ચીનમાં બને છે. ચીન જે સસ્તું ડંપિંગ કરે છે કે પાકિસ્તાનને ત્રાસવાદી મુદ્દે સાથ આપે છે તેના લીધે ચીનની ચીજોનો બહિષ્કાર કરવાની હવા જાગેલી. ભારતમાં જે ચીજો સારી ગુણવત્તાની અને પોષણક્ષમ ભાવે મળતી હોય તે વિદેશી કંપનીની શું કામ ખરીદવી જોઈએ? દા.ત. ખાણીપીણી કે કપડાંની બાબતે અહીંની ચીજો સસ્તી અને ટકાઉ હોય તો વિદેશી બ્રાન્ડનો મોહ શું કામ રાખવો જોઈએ? રાધર, બ્રાન્ડનો જ મોહ શું કામ રાખવો જોઈએ? રસ્તા પર પણ સસ્તી અને ટકાઉ ચીજ મળે તો ખરીદી જ શકાય.
અમેરિકા પણ આ ‘સ્વદેશી’ની ભાવનાથી અછૂતું નથી રહી શક્યું. ત્યાં તો છેક વર્ષ ૧૯૩૩થી ‘બાય અમેરિકન ઍક્ટ’ બનાવાયેલો છે! પણ અમેરિકાની ખરાબ માનસિકતાને અહીં પ્રસરાવતા બુદ્ધુજીવી કૉલમિસ્ટો આ વાત ક્યારેય નહીં કરે. અમેરિકા તો ઠીક, બ્રિટનમાં પણ સ્વદેશી અને રાષ્ટ્રવાદની ભાવના પ્રસરેલી જ છે. એટલે તો તેણે યુરોપીય સંઘમાંથી નીકળી જવાનું પસંદ કર્યું. આ ઘટના ‘બ્રિદાય’ (બ્રિટન+ વિદાય) અથવા અંગ્રેજીમાં ‘બ્રેક્ઝિટ’ (બ્રિટન+એક્ઝિટ) તરીકે ઓળખાય છે. યુરોપીય સંઘોમાંથી આવતા સ્થળાંતરિતો સામે યુરોપના જ એક દેશ સ્વિત્ઝર્લેન્ડને વિરોધ છે. તેથી તો તેમાં જનમત (પ્લેબિસાઇટ) લેવાયેલો! સ્વીડનમાં પણ યુરોપીય સંઘમાંથી નીકળી જવા દબાણ છે. ફ્રાન્સમાં આ વર્ષે થનારી પ્રમુખ પદની ચૂંટણીમાં જમણેરી મનાતા મરીન લી પેન, ફ્રાન્કોઇસ ઓલાન્દે સામે જીતી જાય તેવી પ્રબળ સંભાવના છે. નેધરલેન્ડમાં પણ મવાળ જમણેરી (રાઇટ ટૂ સેન્ટર) પક્ષો ઓપિનિયન પોલમાં કાઠું કાઢી રહ્યા છે. બુદ્ધુજીવી કૉલમિસ્ટો વારંવાર અમેરિકાના માધ્યમોને ટાંકીને ફલાણું આમ ને ફલાણું તેમ એવી વાત સિદ્ધ કરતા હોય છે પરંતુ અમેરિકાની જાણીતી સંશોધન સંસ્થા ‘પ્યૂ’ના સંશોધન પ્રમાણે, કહેવાતા ઉદારતાવાદીઓ ખરેખર તો સંકુચિત હોય છે. સોશિયલ મિડિયા પર તેઓ વિરોધી વિચારવાળાને બ્લૉક કરી નાખે છે. તેમની સાથે સંબંધ તોડી નાખે છે. આ વાત ભારતના કહેવાતા ઉદારતાવાદીઓ રાજદીપ સરદેસાઈ, બરખા દત્ત, રવીશકુમાર જેવા પત્રકારો અને શાહરુખ ખાન, આમીર ખાન, સલમાન ખાન વગેરે ફિલ્મ કલાકારોના કિસ્સામાં જોવાયેલી જ છે.
સ્વામી વિવેકાનંદે મિશિગન યુનિવર્સિટીમાં વિદેશી પત્રકારોના એક સમૂહને કહેલું, “૨૧મી સદી (ખરેખર તો હિન્દુ કેલેન્ડર પ્રમાણે, બાવનમી સદી) ભારતની સદી છે.” આ વાત રાજકીય રીતે, આર્થિક રીતે અને વિચારોની રીતે સાચી પડી રહી છે, ભલે ભારતના બુદ્ધુજીવીઓ માને કે ન માને.

No comments:
Post a Comment