Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

3 April 2017

મનુષ્યનો જન્મસીદ્ધ અધીકાર –ડૉ. ગુણવન્ત શાહ

મનુષ્યનો જન્મસીદ્ધ અધીકાર

–ડૉ. ગુણવન્ત શાહ
     કહેવાતા ધર્મના નામે આપણે કેવો રોગી સમાજ રચી બેઠા ? એક એવો સમાજ, જે બળાત્કારના અન્ધારીયા કુવાઓ વેઠી લે; પરન્તુ છુટાછવાયાં આકર્ષણનાં રમ્ય ઝરણાં ન વેઠી શકે. આ સમાજને મૈત્રી વગરનાં લગ્ન ખપે; પરન્તુ લગ્ન વગરની મૈત્રી ન ખપે. આ સમાજને દાબદબાણથી થયેલાં લગ્નો ખપે; પરન્તુ પરસ્પરની સમ્મતીથી થયેલા છુટાછેડા ન ખપે. આવા પાંજરાપોળીયા સમાજમાં જીવન ઓચ્છવ મટીને ઉલ્ઝન બની રહે છે. લાખો માણસો કણસે તેય છાનામાનાં !
     યહુદી સાધુઓને રબ્બાઈ કહેવામાં આવે છે. ઈઝરાયેલનો એક પણ રબ્બાઈ અપરીણીત નથી હોતો. સાધુઓ તો પરણેલા જ સારા ! સેક્સ કોઈ પણ મનુષ્યનો જન્મસીદ્ધ અધીકાર છે. એ અધીકારની વચ્ચે દુનીયાના જે ધર્મો, સમ્પ્રદાયો, પન્થો અને પેટાપન્થો આવ્યા છે, ત્યાં મઠોમાં કે ડોર્મેટરીમાં અજવાળામાં ધર્મની અને અન્ધારામાં સેક્સની બોલબાલા રહી છે. કોઈ રમણ મહર્ષી કે કોઈ વીનોબા બ્રહ્મચર્ય સેવે તે સહજ હોઈ શકે છે. આવા મહામાનવો કરોડની સંખ્યામાં એક કે બે હોઈ શકે છે. બાકીના સૌ માટે સહજપણે સેક્સમુક્ત થવાનું અશક્ય છે. સેક્સ કંઈ માનવજાતની દુશ્મન નથી. ઈશ્વર તરફથી મળેલી એ પરમ પવીત્ર અને આનંદપુર્ણ ભેટ છે. ગીતામાં કૃષ્ણ કહે છે: ‘જે સેક્સ ધર્માનુકુળ હોય તે હું છું.’
     ક્યાંક સાધુઓનું સેક્સકૌભાંડ બહાર આવે છે ત્યારે લોકોને ક્રોધ ચડે છે. લોકો બદનામ સાધુઓને ગાળો દે છે; પરન્તુ બદનામ સીસ્ટમની નીન્દા કરતા નથી. ભ્રષ્ટ સાધુઓ પ્રત્યે ભારોભાર કરુણા જાગવી જોઈએ. તેઓ બીચારા એવી અપ્રાકૃતીક, અવૈજ્ઞાનીક અને અવૈદીક ગોઠવણમાં ભરાઈ પડ્યા, જેમાં સ્ત્રીને જોવાનું પાપ ગણાયું; પણ મીડીયાના સાણસામાં ન સપડાયેલા અસંખ્ય કૌભાંડોનું શું ? ભુખ, તરસ અને સેક્સ જેવી પાયાની માનવ જરુરીયાતોનો સ્વીકાર ન કરનારા સમ્પ્રદાયો દુનીયાભરમાં સડી ચુક્યા છે. પશ્ચીમના ખ્રીસ્તી પન્થના એક વડા ધર્મગુરુ બે બાળકોના પીતા બન્યા બાદ ગયા વર્ષે અન્ય પુરુષ સાથે પરણી ગયા હતા. તન્દુરસ્ત સમાજનું નીર્માણ તન્દુરસ્ત સેક્સના સ્વીકાર વગર શક્ય જ નથી. ધર્મગુરુઓના શમણાંની વીડીયો કેસેટ જોવા મળે તો ! હીન્દુ સ્ત્રીઓ છેતરાવા માટે આતુર શા માટે ?
     સેક્સ કૌભાંડમાં પકડાયેલા સાધુઓ પ્રત્યે વળી કરુણા શા માટે ? બસ, એટલા માટે કે તેઓની જગ્યાએ કદાચ આપણે પણ એમ જ કર્યું હોત. ફળીયામાં ચોરી કરતા પકડાયેલા ચોરને જાહેરમાં તમાચા મારવામાં વધારે પડતો ઉત્સાહ દાખવનાર માણસ પ્રચ્છન્ન ચોર હોય એવી સમ્ભાવના વધારે રહે છે. ખલીલ જીબ્રાન લેબેનોનના મસીહા હતા. તેઓ મહાત્મા હતા તે સાથે સ્ત્રીઓ પાછળ દીવાના હતા. એમના પ્રેમસમ્બન્ધો એમના સાધુપણામાં ગોબો પાડનારા નહોતા. ભારતીય દૃષ્ટીએ તેઓ બ્રહ્મચારી નહોતા; તેથી જ કદાચ આવા સુન્દર શબ્દોમાં પોતાની કરુણા પ્રગટ કરી શક્યા.
     ‘અનીષ્ટ બીજું કંઈ નથી, ઈષ્ટને જ્યારે ભુખે મારવામાં આવે અને તરસે તડપાવવામાં આવે ત્યારે તે અનીષ્ટ બની જાય છે. જ્યારે ભુખ અસહ્ય બને ત્યારે ઈષ્ટ તો અન્ધારી, અવાવરુ ગુફામાં પણ ખોરાકની શોધમાં ઘુસી જાય છે. જ્યારે એ તરસે મરતું હોય ત્યારે વાસી–ગન્ધાતું પાણી પણ પી લે છે.’
     બોલો ! આ શબ્દો વાંચ્યા પછી સ્વામીનારાયણના સાધુઓના કૌભાંડ બાદ તમને કરુણાનો ભાવ જાગ્યો? શ્રદ્ધા છે કે ક્રોધ પર કરુણાનો વીજય થયો હશે.
     ભગવાન બુદ્ધ યશોધરા સાથે વાત કરી રહ્યા હતા. પુર્વામની પત્ની યશોધરા દીક્ષા લીધા પછી ભીક્ષુણી બનીને સંઘમાં જોડાઈ ચુકી હતી. કોઈ વીરલ પળે એણે બુદ્ધને પ્રશ્ન પુછ્યો: ‘‘ભગવન ! તમારી ઉત્કટ સાધનાનાં વર્ષો દરમીયાન હું તમને ક્યારેક યાદ આવતી હતી ખરી ?’’ તથાગતે સ્મીત વેરીને જવાબ આપ્યો: ‘‘હા, તું મને યાદ આવતી હતી. સરોવરનાં નીર્મળ જળ પર પુર્ણીમાની રાતે ચન્દ્રનાં કીરણો પરાવર્તન પામે ને જે ચળકતો પટો સર્જાય તેમાંથી પસાર થઈ જતી સફેદ સઢવાળી નૌકાની માફક તું મારા ચીત્તમાંથી પસાર થઈ જતી હતી.’’  આજનો કયો સાધુ આટલી નીખાલસતા બતાવી શકે ?
     સાધુજીવનમાં ખલેલ પહોંચાડે તેવી બાબતો એટલી બધી વધી પડી છે કે કોઈ સાધુ સેક્સનું ખાનગી આક્રમણ ખાળી ન શકે. એવી છાપ પડે છે કે દ્રૌપદી પોતે જ પોતાનાં વસ્ત્રાહરણ માટે તૈયાર છે. બધી જાહેરખબરોમાં સ્ત્રીનું ઢીંગલીકરણ થતું જણાય છે. સાધુ પણ માણસ છે, યન્ત્ર નથી. તેણે લંગોટમુલક બ્રહ્મચર્ય પાળવું હોય તો સૌ પ્રથમ તેણે પોતાની આંખ ફોડી નાખવી પડે. રસ્તા પર નગ્ન સ્ત્રીઓનાં ચીત્રો મોટાં મોટાં પાટીયાં પર જોવા મળે છે. શું સાધુ આંખ મીંચીને ચાલી શકે છે ? કોઈ પણ છાપું અર્ધનગ્ન સ્ત્રીના આકર્ષક ફોટા વગરનું નથી હોતું. એક પણ અંગ્રેજી કે ગુજરાતી મેગેઝીન આકર્ષક સ્ત્રીઓના ફોટા વગરનું નથી હોતું. સાધુ વાંચવાનું માંડી વાળી શકે ? એ ટી.વી. જોવાનું ટાળી શકે ? દીવસે મનમાં સંઘરાયેલી ખલેલ રાતે સાધુને પજવે છે. એ સાધુને મનોમન કોઈ સ્ત્રીને પામવાના વીચારો સતાવે છે. વીચારોની પજવણી અસહ્ય બને ત્યારે ગમે તેવી અનાકર્ષક સ્ત્રી પણ એને ગમી જાય છે. વીક્ટર હ્યુગોની વીખ્યાત નવલકથા ‘લા મીઝરેબલ’માં ભુખથી પરેશાન નાયક જ્યાં વાલ, બ્રેડની ચોરી કરતાં પકડાઈ જાય છે અને સજા પામે છે. ભારતના ઘણા ખરા હીન્દુઓ ‘લા મીઝરેબલ’ના નાયક જેવા છે. તેઓ સાધુવેશ છોડીને ગૃહસ્થ થવા ઈચ્છે તોય તેમ કરવાનું સહેલું નથી. બોલો ! તેઓ ક્યાં જાય ? જૈનસાધુ ચીત્રભાનુએ સંસાર માંડીને સુન્દર દાખલો બેસાડેલો. જે સાધુ સ્વેચ્છાએ સંસારી બને તેનું જાહેર સન્માન થવું જોઈએ બાળદીક્ષાને કોઈ બીભત્સ નથી ગણતું. ગમે ત્યાં ઉત્સર્ગ કરનારને કોઈ અસભ્ય નથી ગણતું. રુશવતખોરીને કોઈ મહાપાપ નથી ગણતું. પત્નીને ગુલામડીની જેમ રાખનારને કોઈ રાક્ષસ નથી ગણતું. બસ, એક જ બાબત બીભત્સ ગણાય છે  : પરસ્પરની સમ્મતીથી થયેલા સંયોગને પણ સમાજ વેઠી નથી શકતો ! કોઈ માને કે ન માને, ભારતીય સમાજ અન્દરખાનેથી વસન્તવીરોધી અને પાનખરપ્રેમી સમાજ છે. આ સમાજમાં લગ્નેતર સમ્બન્ધ જાળવનાર લોકસેવક પણ બ્રહ્મચર્યનો જ મહીમા ગાતો રહે છે. આ રુગ્ણ સમાજનો સ્થાયીભાવ દમ્ભ છે અને નીન્દાકુથલી એ એની હોબી છે.
      જરુર છે પ્રેમક્રાન્તીની. સેક્સ પવીત્ર ખરી; પણ ત્યાં જ અટકી જવાનું નહીં પાલવે. એની દીશા પ્રેમ ભણીની હોવી જોઈએ. પ્રેમ જેવી દીવ્ય ઉર્જા બીજી કોઈ નથી. પ્રેમક્રાન્તીના ચાર પાયા છે: .૧. તંદુરસ્ત સેક્સ.. નીર્ભય માતૃત્વ  .૩. ઉદાત્ત પ્રેમસમ્બન્ધ .૪. સ્વસ્થ પરીવાર. આકાશમાં ક્યાંક ઉગેલા મેઘ–ધનુનાં ટીપાંનું શીલ્પ રચાતું હોય છે. સમાજમાં ક્યાંક પ્રગટેલા પ્રેમધનુષની નીન્દા ન હોય. પ્રેમસમ્બન્ધની નીન્દા કરનારને કેદની સજા થતી હોત તો, સમગ્ર ભારતીય સમાજ કેદમાં હોત ! આપણે ક્યારે સુધરીશું ? આ તે મનુષ્યોનો સમાજ છે કે વીરાટ મેન્ટલ હૉસ્પીટલ ? બીચારા સાધુઓ ! તમે પકડાઈ ગયેલા ભ્રષ્ટાચારી અને જેઓ જેલની બહાર રહી ગયા તેઓ ન પકડાયેલા ભ્રષ્ટાચારી ! જે સમાજ ‘બે મળેલા જીવ’ વચ્ચે સહજપણે ઉગેલા પ્રેમને મન્દીરનો દરજ્જો નથી આપતો, તે સમાજે મન્દીરોમાં થતા ગોટાળાને ક્ષમ્ય ગણવા પડશે. વર્ષો પહેલાં આ જ કટારમાં મેં લખ્યું હતું:
      ‘શીવમન્દીરમાં જે સ્થાન બીલીપત્રનું છે, તેવું જ સ્થાન જીવનમન્દીરમાં પ્રેમપત્રનું છે.’
–ડૉ. ગુણવન્ત શાહ

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી