Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

3 April 2017

સિકંદરના સમયે ગ્રીસ અને મેસેડોનિયા હરીશ દવે (Harish Dave)

સિકંદરના સમયે ગ્રીસ અને મેસેડોનિયા

યુરોપ ખંડમાં ભૂમધ્ય સમુદ્ર અને એજિયન સમુદ્રની વચ્ચે ગ્રીસ દેશ આવેલ છે. ગ્રીસ દક્ષિણ-પૂર્વ યુરોપમાં આલ્બેનિયા, મેસેડોનિયા, બલ્ગેરિયા અને ટર્કીથી ઘેરાયેલો દેશ છે.
પ્રાચીન ગ્રીસ : ગ્રીક સંસ્કૃતિ
પ્રાચીન ગ્રીસ સંસ્કૃતિ (ગ્રીક સિવિલાઇઝેશન) આજથી અઢી હજારેક વર્ષ પહેલાં ખૂબ સમૃદ્ધ હતી. એથેન્સ, સ્પાર્ટા અને થેબીસ જેવાં અનેક નગરરાજ્યો ગ્રીક સંસ્કૃતિની વિશિષ્ટ પિછાણ-સમાન હતાં.
ગ્રીક સિવિલાઇઝેશન એટલે લોકશાહી અને ઑલિમ્પિક્સ રમતોની જનક. ગ્રીક સંસ્કૃતિની અમૂલ્ય બક્ષિસ એટલે સોક્રેટિસ, પ્લુટો અને એરિસ્ટોટલ જેવા ફિલોસોફરો, હીરોડોટસ જેવા ઇતિહાસકાર, હોમર જેવા સાહિત્યકાર, સોફોક્લિસ અને યુરિપિડિસ જેવા નાટ્યકાર, પાયથાગોરાસ અને યુક્લિડ જેવા ગણિતશાસ્ત્રી અને અન્ય તેજસ્વી પ્રતિભાઓ.
મેસેડોનિયાનો ઉદય: ફિલિપ બીજો અને સમ્રાટ સિકંદર (એલેક્ઝાંડર ધ ગ્રેટ)
પ્રાચીન ગ્રીસમાં એથેન્સ, સ્પાર્ટા, થેબીસ આદિ નાનાં-મોટાં નગર-રાજ્યો હતાં.
તે સમયે મેસેડોનિયા (મેસેડોન) નું નાનકડું કિંગ્ડમ હતું. મેસેડોનિયાની રાજધાની આઇગાઇ (આઇગૈ) હતી, જે પછીથી પેલ્લા ખાતે ખસેડાઇ હતી. થોડો સમય મેસેડોનિયા પ્રથમ પર્શિયન સામ્રાજ્ય (Achaemenid Empire, First Persian Empire) ને અધીન પણ રહ્યું હતું.
ઇસ્વીસન પૂર્વે ચોથી સદી (ઇસા પૂર્વે ચોથી સદી, 4th Century BCE) માં ફિલિપ બીજા નામના શક્તિશાળી રાજવીએ મેસેડોનિયાનું મજબૂત સામ્રાજ્ય ઊભું કર્યું. ઇપૂ 336માં ફિલિપ બીજાની હત્યા થઈ અને તેનો વીસ વર્ષનો યુવાન પુત્ર એલેક્ઝાંડર ત્રીજો (એલેક્ઝાંડર થર્ડ) મેસેડોનિયાની ગાદી પર બેઠો. એલેક્ઝાંડર થર્ડને આપણે વિશ્વવિજેતા સમ્રાટ સિકંદર કે એલેક્ઝાંડર ધ ગ્રેટ  તરીકે જાણીએ છે; મેસેડોનિયાને આપણે મેસેડોન કિંગ્ડમ કે મકદુનિયા (મકદોનિયા) તરીકે ઓળખીએ છીએ.
ઇપૂ 323માં સિકંદરનું અવસાન થયું. દરમ્યાન માત્ર તેર વર્ષના ટૂંકા રાજ્યકાળમાં સિકંદરે યુરોપમાં મેસેડોન –ગ્રીસથી લઈને એશિયામાં ઉત્તરી હિંદુસ્તાન સુધી મેસેડોનિયાનું સામ્રાજ્ય ફેલાવ્યું. એલેક્ઝાંડર ધ ગ્રેટના મૃત્યુ પછી મેસેડોનિયાના ટુકડા થતા ગયા. રોમન સામ્રાજ્યની સત્તા ફેલાતાં ઇસુ પૂર્વેની છેલ્લી સદીમાં મેસેડોનિયાના સામ્રાજ્યનો અંત આવ્યો.
ગ્રીસ ઇતિહાસકાર હીરોડોટસની નોંધોમાં પ્રાચીન ગ્રીક અને મેસેડોનિયન સભ્યતાઓનું રસપ્રદ આલેખન છે.
ગ્રીસની સૌથી મોટી યુનિવર્સિટી એરિસ્ટોટલ યુનિવર્સિટી ઑફ થેસ્સાલોનિકીના વિદ્વાન આર્કિયોલોજીસ્ટ મેનોલિસ એન્ડ્રોનિકોસ (મેનોલિસ એંડ્રોનિકોસ)ના ભગીરથ પ્રયત્નોથી, થેસ્સાલોનિકી નજીકના વર્જીના ટાઉન પાસે પ્રાચીન મેસેડોનિયાની પ્રથમ રાજધાની આઇગાઇનાં અવશેષો મળી આવ્યાં છે. તેમાં ફિલિપ બીજાનું સમાધિસ્થાન પણ છે અને મહેલનાં ખંડેરો પણ છે.
*** *
એલેક્ઝાંડર ધ ગ્રેટ : ટાઇમ લાઇન
356 એલેક્ઝાંડરનો જન્મ… પિતા ફિલિપ બીજો, માતા ઓલિમ્પિયાઝ
340 સોળ વર્ષની ઉંમરે પિતાના લશ્કરમાં જોડાયો
336 ફિલિપ બીજાની હત્યા થતાં વીસ વર્ષના એલેક્ઝાંડરે મેસેડોનિયાની સત્તા સંભાળી
335 ગાદી પર બેસતાંની સાથે વિદ્રોહ દબાવી નગરરાજ્યોને અંકુશમાં લીધાં
334 એશિયા માઇનોર પર ચઢાઈ
333 પર્શિયામાં વિજય પતાકા. દારિયસ III ભાગી છૂટ્યો.
332 સીરિયા પર વિજય
331 ઈજિપ્ત પર વિજય
331 દારિયસ III ને હરાવ્યો.
329 બેક્ટ્રિઆ પર વિજય
326 હિંદુસ્તાનના ઉત્તરમાં પોરસ પર વિજય
323 બેબિલોન (ઇરાક)માં અવસાન
*** * *
મધુસંચય સંક્ષેપ: સિકંદરના સમયે ગ્રીસ અને મેસેડોનિયા
  • સિકંદર : એલેક્ઝાંડર થર્ડ : એલેક્ઝાંડર ધ ગ્રેટ : Alexander The Great (356-323 BC)
  • ફિલિપ બીજો : Philip II (382-336 BC)
  • મેસેડોન / મેસેડોનિયા : Macedon / Macedoniya
  • આઇગાઇ : Aigai
  • ગ્રીસનાં નગર રાજ્યો : City States of Greece
  • સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ : Socrates, Plato, Aristotle
  • થેસ્સાલોનિકી: Thessaloniki
  • એરિસ્ટોટલ યુનિવર્સિટી ઑફ થેસ્સાલોનિકી: Aristotle University of Thessaloniki
  • મેનોલિસ એન્ડ્રોનિકોસ / મેનોલિસ એંડ્રોનિકોસ: Manolis Andronikos
  • મેસેડોનિયા FYROM : Macedonia : FYROM (Former Yugoslav Republic Of Macedonia)
** **** * ** *** ** ****  ** *** ** * *  ** ***  * ** * ** *** * *** * *

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી