અજ્ઞાત
*અતિશ્રદ્ધા* છે *અવળચંડી,*
*વેવલાપણાંનાં વાવેતર* કરે.
યુરોપે અટપટાં *યંત્રો* શોધી ફીટ
કર્યાં *ફૅક્ટરીમાં;*
આપણે *સિદ્ધિયંત્રો* બનાવી,
ફીટ કર્યાં *ફોટામાં.*
પશ્ચિમે *ઉપગ્રહ* બનાવી,
ગોઠવી દીધા *અંતરિક્ષમાં;*
આપણે *ગ્રહોના નંગ* બનાવી,
મઢી દીધા *અંગુઠીમાં.*
જાપાન *વિજાણુ યંત્રો* થકી,
સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે *વૈભવલક્ષ્મીનાં વ્રતો* કરી,
ગરીબી રાખી ઘરમાં.
અમેરીકા *વૈજ્ઞાનિક અભિગમથી*
બળવાન બન્યો વિશ્વમાં;
આપણે *ધાર્મિક કર્મકાંડો થકી,*
કંગાળ બન્યા દેશમાં.
પશ્ચિમે *પરિશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું*
આ લોકમાં;
આપણે *પુજાપાઠ–ભક્તિ કરી,*
સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
ઍડવર્ડ જેનરે રસી શોધી, *શીતળા*
નાબુદ કર્યા જગમાં;
આપણે *શીતળાનાં મંદિર બાંધી,*
મુર્ખ ઠર્યા આખા જગમાં.
*પર્યાવરણ–પ્રદુષણથી* જયારે
જગત આખું છે *ચિંતામાં;*
આપણે *વૃક્ષો જંગલો કાપી,*
લાકડાં ખડક્યાં *ચીતામાં..*
*વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ,*
લોકોને પીડે આ દેશમાં;
*ફાલતુશાસ્ત્ર* છે એ,છેતરાશો નહીં,
*ઠગનારા ઘણા* છે આ દેશમાં.
સાયંટિફિકલિ *બ્લડ* ચૅક કરી,
ઍંગેજમેન્ટ કરે પશ્ચિમમાં,
સંતાનોને ફસાવી *જન્મકુંડળીમાં,*
*લગ્નકુંડાળાં* થાય આ દેશમાં.
*લસણ–ડુંગળી–બટાકા* ખાવાથી
*પાપ* લાગે આ દેશમાં,
*આખી ને આખી બેન્ક* ખાવા છતાં
*પાપ ન* લાગે આ દેશમાં.
*અતિશ્રદ્ધા* છે *અવળચંડી,*
*વેવલાપણાંનાં વાવેતર* કરે.
કર્યાં *ફૅક્ટરીમાં;*
ફીટ કર્યાં *ફોટામાં.*
ગોઠવી દીધા *અંતરિક્ષમાં;*
મઢી દીધા *અંગુઠીમાં.*
સમૃદ્ધ બન્યું જગમાં;
ગરીબી રાખી ઘરમાં.
બળવાન બન્યો વિશ્વમાં;
કંગાળ બન્યા દેશમાં.
આ લોકમાં;
સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
નાબુદ કર્યા જગમાં;
મુર્ખ ઠર્યા આખા જગમાં.
જગત આખું છે *ચિંતામાં;*
લાકડાં ખડક્યાં *ચીતામાં..*
લોકોને પીડે આ દેશમાં;
*ઠગનારા ઘણા* છે આ દેશમાં.
ઍંગેજમેન્ટ કરે પશ્ચિમમાં,
*લગ્નકુંડાળાં* થાય આ દેશમાં.
*પાપ* લાગે આ દેશમાં,
*પાપ ન* લાગે આ દેશમાં.
No comments:
Post a Comment