Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

24 August 2017

વિદ્યાનું વ્યસન



વિદ્યાનું  વ્યસન
માનવીના જીવનમાં જો કોઈ વ્યસન હોય તો તે વિદ્યાપ્રાપ્તિ માટેની ઝંખનાનું હોવું જોઈએ .આજકાલ વ્યસનોની હારમાળા ખુબજ વધી ગઈ છે.ગણ લોકો પાસે સંપતિ ખુબ વધી જાય છે ત્યારે તેનો સદુપયોગ કરવાને બદલે વ્યસનો પાછળ જ વેડફે છે.
        જયારે જીવનમાં વ્યસન ઘર  કરી બેસે છે ત્યારે બહુ જ કષ્ટ થાય છે.માનવી એટલા બધા રોગોનો ભોગ બની જાય છે કે પૂરી ચિકિત્સા પણ થઇ શકાતી નથી.
                    વ્યસન એટલે માનવીને માટે પ્રાણાંત તૈયારીનું પહેલું પગથીયું.
           ભગવાને  પોતાની પ્રેમભરી ભેટના રૂપ માં આપેલું આ સુંદર માનવજીવન વ્યસનોની પાછળ વેડફી દેવા માટે છે ? હરગીઝ નહી .આપણું માનવ જીવન વીરત પરમાત્માની અભિવ્યક્તિ છે.ને તે વિરાટ સત્કાર્યો કરીને વિરાટ રૂપ માં સમાઈ જવા માટે છે.
પ્રભુએ પોતાના જેવા બનવા માટે જ  માનવીને સર્જ્યો છે.છતાં વ્યસનોની  પાછળ એ જાતે જ વામણો બની નીચે ગબડ્યા કરે છે એ કેવું આશ્ચર્ય !
    આપણે એવા પાગલ નથી બનવું. આજ સુધી કદાચ વ્યસનો પાછળ ઘસડાયા હોઈએ તોય આજે તો આપણે પાછા વળી જ જવું છે ને થયેલી ભૂલો સુધારી લઈને ઉન્નત જીવન જીવવાનો સંકલ્પ કરવો છે.
માનવજીવન મળ્યું છે એટલે ભૂલ તો થઇ જ જાય, પરંતુ એથી હતાશ થવાની જરૂર નથી.થયેલી ભૂલોને સ્વીકાર કરીને તેમાંથી છૂટવાનો પ્રયાસ કરીએ એ જ મહત્વની બાબત છે.
ભૂલ થઇ છે એમ સમજ્યા પછી મનમાં જો પશ્ચાત્તાપનો  પાવક પ્રગટશે ,ને ભૂલ સુધારી લેવાનો સંકલ્પ જાગશે ,તો થયેલી ભૂલ પણ તમારી પ્રગતિ માટેનું પગથીયું બની જશે .જીવનમાં થયેલી ભૂલ આખીય જીંદગી દરમ્યાન પીડા આપનાર ભયાનક શૂળ બની જાય તે પહેલા જ તેને તોડી નાખવાની અને જડમુળમાંથી મિટાવી દેવાની કોશિશ કરવી જોઈએ.
   એટલે જ જો વ્યસન રાખવું હોય તો વિદ્યાનું જ વ્યસન રાખવું જોઈએ.
Ø  કઈ વિદ્યાનું વ્યસન હોવું જોઈએ?
વકીલ, ડોક્ટર ક એન્જીનીયર  બનવા માટેનું ?
એ વિદ્યા જરૂરી છે ખરી,પણ વ્યસનની જેમ જરૂરી નથી. આપણા દેશ ને આજે
Ø  સારા વૈજ્ઞાનિકો
Ø  ઉત્તમ ડોક્ટરો અને
Ø  કુશળ એન્જીનીયરોની
  જરૂર છે એટલે તે વિદ્યા અવશ્ય ભણવી જોઈએ.પરંતુ દેશને આજે સૌથી પહેલી જરૂર તો ઉત્તમ માનવીની છે.
   જો માનવી ઉત્તમ નહી હોય તો વૈજ્ઞાનિકો ,ડોક્ટરો, એન્જીનીયરો વગેરેને પેદા કરનારી વિદ્યા  ખુબ જ વિકાસ પામવા છતાં દેશનું કશુંય હિત નહી કરી શકે,કારણ કે ઉત્તમ માનવીમાંથી જ ઉત્તમ વૈજ્ઞાનિક ,ડોક્ટર અને એન્જીનીયર નીપજી શકવાનો છે.
     એટલે  વ્યસન તો એવી વિદ્યાનું હોવું જોઈએ કે જે માનવીને ઉત્તમ બનાવી શકે .એવી વિદ્યા વગરની ભૌતિક વિદ્યા માનવીને વિકાસ ભણી લઇ જવાને બદલે વિનાશ ભણી લઇ જનારી નીવડશે .
   સા વિદ્યા યા વિમુક્તયે , સાચી વિદ્યા જન્મ –મૃત્યુ ના બંધન માંથી મુક્તિ અપાવનારી હોય,આપણી સંસ્કૃતિની મૌલિકતા જાળવનારી હોય.આપણા દેશ માં ચારિત્રને જ માનવીનું ઉત્તમ ધન ગણવામાં આવે છે.
પટેલ અરવિંદકુમાર કાળીદાસ
                      શ્રી સરસ્વતી હાઇસ્કૂલ ડેભારી (એમ.એસ.સી.બી.એડ )
                       મુ.પો ડેભારી તા.વીરપુર
જી.મહીસાગર ગુજરાત પીન ૩૮૮૨૬૦
Mob.No.9429841404      9824787928
                       Patelarvind101@gmail.com

શું એકવીસમી સદી માનવી ને માનવ બનાવશે ?



         શું એકવીસમી સદી માનવી ને માનવ બનાવશે ?
અરે ! માનવી ને માનવ બનાવવાની વાત !
શું માનવી માનવ નથી ?
કોણે આ  પુરવાર કર્યું છે ?
 સિંહ નું બચ્યું જન્મ્યા  પછી સિંહ જ કહેવાય. તો શું માનવી માનવ ન કહેવાય ?તેને માનવ બનાવવો  પડે ?અરે આ વહી ગયેલી વીસ-વીસ સદીઓ નો રચયિતા જ માનવ છે.તો પછી આવી હળવી વાતો ભારે સ્વરૂપ માં શા માટે ?
          થોડાક   wait and watch  થઈને વિચારીશું તો આ માનવ પોતાનું માનવત્વ ગુમાવી બેઠો છે. પોતાનામાં રહેલું સત્વ ,તત્વ અને અસ્તિત્વ  ગુમાવી બેઠો છે .દુનિયા એટલી બધી ફાસ્ટ આગળ જઈ રહી છે કે વ્યક્તિ સવારે ભારતમાં ચા પીવે છે બપોરે જાપાન માં જમે છે  સાંજે ઇંગ્લેન્ડ  માં ચા પીવે છે.અને પાછુ રાતનું વાળું અમેરિકામાં કરે છે.પરંતું તેમાં તે પોતાના કદમ મિલાવી શકતો નથી.અને ન ધાર્યું હોય તે કરી બેસે છે.તેથી આજના વિષય નો જન્મ થયો,
 તો પ્રશ્ન થાય કે એકવીસમી સદી કેવી હશે ?
    કે જે માનવીને માનવ બનાવશે ?
Ø  પ્રત્યેક  સદી નવા પડકારો નવી તકો  લાવે છે.
Ø  નવા સમીકરણ રચે છે .
Ø  લક્ષ્મી અને સરસ્વતીનો સમન્વય ન થઇ શકે એ માન્યતા ૨૧ મી સદી માં સાવ ખોટી પુરવાર થશે .
Ø  અલબત્ત ,જ્ઞાની પુરુષોને જ હવે નવા અબજોપતિ બનાવવાનો અધિકાર રહે છે.
Ø  આવનાર જમાનો મોટા તોતિંગ ઉદ્યોગોનો નહી ,પરંતુ ટચુકડા એન્ટર  પ્રાઈઝીંગ એકમોનો હશે.
Ø  મોટી માછલી નાની માછલીને ગળી જશે એ પૂર્વધારણા એ હવે વિપરીત સાબિત થશે .
Ø  સમકાલીન યુગ ભારત માટે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની દ્રષ્ટીએ સુવર્ણ યુગ સાબિત થશે .
Ø  એક્વીસમીસદીમાં  ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વચ્ચેનું અંતર કમ્પ્યુટરની બે કળ વચ્ચે હોય તેટલું દુર હશે.
Ø  ગ્રાહકો-ગ્રાહકો વચ્ચે,ઉત્પાદક-વપરાશકાર  ,વેપારી-વેપારી,ગ્રાહક-શાહુકાર ,વચ્ચેનો વહેવાર સીધો સટ થઇ જશે.
Ø  ભારતના  કોલેજીયન યુવાનોને ઈન્ટરનેટના માધ્યમથી શ્રેષ્ઠ શિક્ષણનો લાભ મળશે .
                 ચંદ્ર શેખર અને ગોવિન્દ-ખુરાના જેવા વિજ્ઞાનીઓ ને તથા અમર્ત્યસેન જેવા અર્થશાસ્ત્રી ને  ભારત માં યોગ્ય તક ન મળી  પરિણામે તેઓને વિદેશમાં જવાની ફરજ પડી . ત્યાં તેઓને નોબેલ પારિતોષિક મળ્યું .પરંતું આજનો યુવાન ઈન્ટરનેટ ના માધ્યમ થી કેમ્બીજ કે ઓક્સફોર્ડ યુનિવર્સીટી માં ત્વરિત પહોચી  જાય છે.તેમજ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી જોઈતી માહિતી મેળવી શકે છે.
Ø  ૨૦૧૦ ની સાલ માં આર્ટીફીશીયલ હૃદય,
Ø   ૨૦૧૩ માં કેન્સર પર સંપૂર્ણ વિજય
Ø  ૨૦૧૫ માં કૃત્રિમ ફેફસાંઅને કૃત્રિમ કિડની 
Ø  ૨૦૨૦ માં કૃત્રિમ લીવર શોધાશે.
તમને આ બધામાં રસ ના હોય તો પણ છેક ૨૦૨૦ માં કૃત્રિમ કિડની અને લીવર શોધાશે .તે ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આ બે કુદરતી અંગો કેટલા મૂલ્યવાન અને જટિલ છે.  કુદરતની નકલ કરતાં સારો એવો વધુ  સમય નીકળી જશે .
Ø  ૨૧ મી સદી માં કાગળ નું સ્થાન કેલ્ક્યુલેટરે અને કલમ નું સ્થાન કોમ્પુટરે લીધું હશે.
Ø  આવી તો ગણી બધી વાતો આ સદી માં સાક્ષાત્કાર કરી જશે આતો તેના ફક્ત અંશો જ છે .
Ø  તો વિવિધતા ભરેલી આવી અદભુત ૨૧ મી સદી માનવને પોતાના જ્ઞાનની ક્ષિતિજને ઢંઢોળવા ફરજ પાડશે.
Ø  મગજના દ્વાર પર ટકોરા મારશે અને દ્વાર ખુલતાં જ ખુલ જા સીમ સીમ ની પરિસ્થિતિ ઉભી થશે.અને આત્મજ્ઞાનનું મોજું માનવીના અંત:કરણમાં ફરી વળશે.
    અને કહેવા લાગશે
કરવું હતું ઘણું બધું પણ કઈ કરી ન શક્યો
બનવું હતું  ઘણું બધું પણ કઈ બની ન શક્યો
કાશ  !   કેવી હતી એ લાચારી
પાસ સઘળું હતું પણ કઈ થઇ ન શક્યો.
તેથી હું માનવી માનવ થાઉં તો ઘણું ના દ્વાર ખુલ્લા થઇ જશે .અને આજદીન સુધી,આળસ પ્રમાદ ,સુષુપ્ત અવસ્થામાં રહેલાં માનવીને કોમ્પ્યુટરની અજાયબીઓ,શરીર રચનાની માહિતી,કૃષિ ,સમાજ,શિક્ષણની માહિતી  જાણ્યા પછી થશે કે
અ ધ ..ધ ...ધ.. આટલું બધું ?
આવું બધું ?    હોઈ શકે ? 
 થઇ શકે ?  કઈ રીતે ? શા માટે ?
અને કોમ્પ્યુટર જેવા સાધનને માનવી કહેશે ડાહ્યું થા માં. તને બનાવવા વાળો તો મારા જેવો કાળા માથાનો માનવી  છે ને.? આમ, માનવીની જીજ્ઞાસાના દ્વારને ઢંઢોળવાનું કામ આ સદી માં થવાનું છે .મને વિશ્વાસ છે કે ૨૧ મી સદી માનવીને માનવ બનાવશે. રોબોટની કામગીરીથી માનવીની આળસ  અને અજ્ઞાનપણું છતું થવાથી માનવી ચિંતિત થઇ અને પોતાના મનને concentret કરશે તેથી  જ ૨૧ મી સદી માનવી ને માનવ  બનાવશે .
અને છેલ્લે શિક્ષણ ની ગુણવત્તા સુધારવા ગાંડોઘેલો  બનેલો શિક્ષક સમાજ કહે છે કે  આજદિન સુધી મેં નાહકનો પૈસો લીધો હતો હવે મને કામ કરવાં દે મારાથી નથી રેહવાતું
આ બતાવે છે કે
 ૨૧ મી સદી માનવીને  માનવ જ બનાવી ને જંપશે.

સફળતા નાં સોપાનો



સફળતા નાં સોપાનો
ભગવાન નું  ઉત્કૃષ્ઠ સર્જન એટલે માનવ. ૮૪ લાખ યોનીમાંથી  ભગવાને  જો કોઈ ને વિશેષ  સ્વરૂપે મન અને બુદ્ધિ આપ્યા હોય તો તે ફક્ત  મનુષ્ય ને જ. આવો મનુષ્ય કોઈપણ વ્યવસાય કરતો હોય  અથવા કોઈપણ ક્ષેત્રમાં હોય અને સફળ ન થાય  તો કેમ ચાલે ? સફળતા મેળવવા માટે માનવી શું નથી કરતો ?
    સફળતા .....સફળતા ....સફળતા ...ચારે બાજુ ,દરેક ક્ષેત્રમાં સફળતાનાં જ પડઘમ સંભળાય છે .તો આ સફળતા છે શું  ?
સફલતા ..એટલે  કોઈપણ વ્યક્તિ નો હક્ક લુંટ્યા સિવાય  માણસ જે કાંઈ  મેળવવા  ઝંખે છે અને સિદ્ધ કરવા  માટેની શક્તિ કેળવે છે તેનું નામ સફળતાતો પછી પ્રશ્ન એ થાય કે સફળતા માટે સૌથી પહેલા જરૂરી શું?સૌથી પહેલા આપણે આપણું વૈયક્તિક લક્ષ હંમેશાં ઊચુંજ  રાખવું જોઈએ .કદાચ આપણે નક્કી કરેલા લક્ષ સુધી એકદમ ન પહોંચી જઈએ તો કઈ નહી પણ જે મેળવશું  તે આજે જે કઈ છે તેનાથી અનેકગણું વધારે  હશે .
સફળતા માટે બીજી જરૂરી અને અગત્યની બાબત છે.નક્કી કરેલા લક્ષ સુધી પહોચવાની શરૂઆત આજથી જ કરો.એક સાહિત્યકારે કહ્યું છે ક ગમે તેવી સંગીન સલાહ, ગમે તેવી ચુનંદી આવડત ,ગમે તેવી નક્કર યોજના, ગમે તેવું ઊંચું લક્ષ ,ગમે તેટલો સારો ઈરાદો ,ગમે તેટલી બુદ્ધી અને ગમે તેવા અનુકૂળ સંજોગો –આમાંનું તમને કશું જ ઉપયોગી થઇ શકતું નથી .
     કોઈપણ કેળવણીકારનું સારું પુસ્તક ક કેળવણી તમને પ્રેરણા આપશે, દિશા સૂચવશે ,અસરકારક રસ્તો બતાવશે પરંતુ એ કાર્ય ,તેની ચરમસીમાએ પહોંચાડવાનું તો તમારે જ છે.
    આવી સફળતા કોને મળે ?
૧. સફળતાની જેને ઝંખના હોય .
 હકારાત્મક અભિગમ ધરાવતી વ્યક્તિને મળે .
૩. નિષ્ફળતાઓના નીચોડરૂપી  હકારાત્મક અર્કની તમન્ના છે તેને મળે.
૪. જે માણસનો કામ પર ઉત્સાહ હોય,થનગનાટ હોય,અદમ્ય ઇચ્છાશક્તિ  હોય તે દરેકને સફળતા મળે જ .
શમા પરાવાને કો જલના શીખતી હૈ ,સાંજ સૂરજ કો ઢલના  શીખાતી હૈ ,
ગીરને વાલે કો કોસતે  હો કયું ?ઠોકરે ઇન્સાન કો ચલના શીખાતી હૈ .
તો પછી સફળતાના માર્ગમાં કોઈ અડચણરૂપ ક અંતરાયરૂપ છે ખરું?હા, આ રહ્યા સફળતાના રિપુઓ. .
·         હતાશા                           * માનસિક ડીપ્રેશન
·         કુટેવ                             * સમયનો બેફામ દુરુપયોગ
·         કંટાળો                            * લઘુતાગ્રંથી
·         નિરાશા                           * ગુરુતાગ્રંથી
·         વ્યસન                            *મનોરંજન અને એશ આરામનું જીવનમાં સ્થાન
·         વ્યભિચાર                         *ફાજલ સમય નો ફોગટ ઉપયોગ
·         નકારાત્મક દ્રષ્ટિકોણ    
આવી તો આખી વણઝાર છે......
સફળતા માટે બીજી કોઈ જરૂરી બાબત હોય તો તે છે     ટાઈમ મેનેજમેન્ટ
ભગવાને દરેક વ્યક્તિ ને જન્મતાની સાથે ૨૪ કલાકના સમયનું પેકેજ તૈયાર કરીને આપી દીધું છે.પછી ભલે તે મનાલી માં જન્મે કે મુંબઈ માં જન્મે,ગોવા માં જન્મે કે ગાંધીનગર માં જન્મે .કોઈ ને આજદિન સુધી ભગવાને સમયની બાબતમાં અન્યાય કર્યો નથી .૯૨ કરોડ શ્વાસનો માલિક છે તું રખે વેડફી નાખતો.
સફળ માણસ પોતાની આવડતથી ૨૪ કલાક માં ૩૦ કલાક જેટલું કામ પણ કરી શકે.તે સમયને પોતાની મુઠ્ઠીમાં કેદ કરી લે છે .જેઓ પોતાના જીવન નો ખ્યાલ મિનિટોને અનુલક્ષીને કરે છે.તેઓ જીવનને સાર્થક અને સફળ બનાવે છે.જયારે નિષ્ફળ માણસો પોતાના કલાકોના કલાકો પોકળ વાતો કરીને નબળી સ્વ-પ્રતિભા પાછળ સમય ગુમાવે છે.અને કહે છે કે –
Ø  મને આગળ આવવાની કોઈ તક મળતી નથી.
Ø  મારે કપાળે નિષ્ફળતા જ લખાયેલી છે.
Ø  મારે હાથે કોઈ કામ સારી રીતે પર પડી શકતું નથી.
Ø  હું આનાથી વધારે કડી કમી શકીશ નહિ .
Ø  બધા લોકો મારી વિરુદ્ધ થઇ જાય છે
Ø  મારા ક્ષેત્રમાં મારી કોઈ ગણના નથી .
આ બધી જ નબળી વિચાર સરણીમાંથી દુર થવું હોય તો એકજ ઉપાય છે.મનને ગતિશીલ, પ્રગતિશીલ રાખો .સમય ના બંધન સમજો.,ચોવીસ કલાક ને +વે બનાવી જુઓ. જો ચોવીસ માંથી ચાર કલાક પણ બગડી નાખીશું તો જીંદગીવિષ થઇ જશે માટે વિચારો ....
સફળતા એટલે સદગુણોનો સરવાળો
જો આપણામાં અમુક સદગુણો હશે  તો આપણે ઝડપથી સફળતા મેળવી શકીશું. સફળ વ્યક્તિ ના જીવન માં અનેરા સદગુણોના સાથીયા પૂરેલા હોય છે. એક મહાન વ્યક્તિને પૂછ્યું કે : what is A,B,C,D OF Success ?
A   = ABILITY
B  =  BRAVERY
C  = CONFIDENCE
એટલે સફળતાનો આલ્ફાબેટ જુદોજ હોય છે.તે કેટલાક સદગુણોમાંનો જ બનેલો છે.
આપણામાં ખડક જેવો આત્મવિશ્વાસ હોવો જોઈએ.કે . ‘હું સફળતા મેળવીશ જ ,ભલે ગમે તે થાય ‘સફળતાનું બીજું નામ છલકતો આત્મવિશ્વાસ “.સફળતા મેળવનારા માણસો પોતાના સત્વ બળે નિષ્ફળ થઈને પણ પાછા સફળ થાય છે .ફરી પાછા બહાદુરની જેમ બેઠા થાય છે.અને તેથી જ આપણે તેમની વાહ ! વાહ !કરીએ છીએ.ખડા હોના,ગીરના,ફિર ખાડા હોના,સહી મૈને મેં.વહી હૈ વિજય કી  મીટ્ટી ઔર સોના
એટલે વિજય માં સફળતા-નિષ્ફળતા અને ફરી પછી સફળતાનો સમાવેશ થાય છે. ઇતિહાસમાં આવી કોઈ વ્યક્તિઓ થઇ ગઈ ખરી ક જેમને શૂન્યમાંથી સર્જન કર્યું હોય ?હા આવી તો એક નહિ,અનેક વ્યક્તિઓ અમર થઇ ગઈ છે કે જેનું નામ વિસ્વા ફલક પર આજે પણ એટલા જ જોર અને શોરથી ગુંજે છે.આવી એક વ્યક્તિની વાત કરીએ તો આત્મબળ ના જોરે ક્યાંથી ક્યાં પહોચી ગયો?
     નેન્સી થોડી થોડી વારે બહાર જુએ છે ,હજી થોમસ કેમ ન દેખાયો ?ક્યાં ગયો હશે ?પછી તે પોતાના બાળક ને શોધવા બગીચા તરફ ગઈ.તેની નજર એક ખૂણે બેત્હેલે થોમસ પર પડી અને ખીજાઈ.બેઠો બેઠો શું કરે છે?તેને કહયું ‘હું ઈંડા સેવું છુ પછી તેમાંથી મઝાનાં બચ્ચાં પેદાથાસે. નેન્સીએ હસતાં-હસતાં કપાળ ફૂટ્યું,આ છોકરામાં બુદ્ધિ ક્યારે આવશે ?તે મનોમન બબડી અને તેને ઘેર ખેચી લઇ ગઈ.કોને ખબર હતી કે નાનપણમાં મંદબુદ્ધિ ધરાવતો એ બાળક આખા વિશ્વને રોશનીથી અજવાળશે .
    એ હતા થોમસ આલ્વા એડીસન ...
જાત જાતના પ્રયોગો કરવાનો ભારે શોખ.એટલે શોખ પૂર્ણ કરવા પિતાજીની મંજુરીથી ટ્રેનમાં છાપાં વેચવાનું શરુ કર્યું પછી જાતે છાપું કાઢવાનો વિચાર કર્યો.રેલ્વે અધિકારીની મંજૂરી લઇગ્રાન્ટ ટ્રંક હેરાલ્ડનામનું  છાપું પ્રગટ કર્યું.મુદ્રક,પ્રકાશક અને ફેરિયા પણ પોતે.તે વેળા તેમની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી.
        ડબ્બામાં આગ લાગી ગાર્ડઆવ્યો. તેનો બધો સમાન ફેકી દીધો.અને ગાલ પર જોરદાર તમાચો માર્યો.કાયમી બહેરાશ આવી ગઈ. બીજા હોત તો પ્રયોગો બંધ કરત.તેના માટે બહેરાશપણું વરદાન સમું બની ગયું.અને નાની મોટી ૧૩૦૦ શોધો કરો.તેની ૩૫૦૦ નોધનોટબુકોમાં કરી.તેમની અધિક મહત્વની નોધ વિદ્યુત બલ્બની હતી.તેમને કરેલી સેકડો શોધોની સફળતાના પરાક્રમ વિષે કોઈએ કારણ પૂછ્યું તો એમણે ખુબજ સાદો છતા રહ્સ્યોદ્ઘાટક પ્રત્યુતર આપ્યો .મારી બૌધિક તેજસ્વીતામાં નસીબનો હિસ્સો એક ટકાજેટલો,જયારે મહેનત=પસીનાનો હિસ્સો નવ્વાણું ટકા જેટલો હતો.
આપણે પણ સફળ થવા માટે જ જન્મ્યા છીએ ,
સફળતા વરમાળા કોને પહેરાવશે ?
જેનો આદર્શ થોમસ આલ્વા એડીસન જેવો દ્રઢ મનોબળ વાળો હોય તેને જ .

પટેલ અરવિંદકુમાર કાળીદાસ
શ્રી સરસ્વતી હાઇસ્કૂલ ડેભારી (એમ.એસ.સી.બી.એડ )
મુ.પો ડેભારી તા.વીરપુર
જી.મહીસાગર ગુજરાત પીન ૩૮૮૨૬૦
Mob.No.9429841404      9824787928
Patelarvind101@gmail.com
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી