સફળતા નાં સોપાનો
ભગવાન નું ઉત્કૃષ્ઠ
સર્જન એટલે માનવ. ૮૪ લાખ યોનીમાંથી
ભગવાને જો કોઈ ને વિશેષ સ્વરૂપે “ મન અને બુદ્ધિ “ આપ્યા હોય તો તે ફક્ત મનુષ્ય ને જ.
આવો મનુષ્ય કોઈપણ વ્યવસાય કરતો હોય અથવા
કોઈપણ ક્ષેત્રમાં હોય અને સફળ ન થાય તો
કેમ ચાલે ? સફળતા મેળવવા માટે માનવી શું નથી કરતો ?
સફળતા
.....સફળતા ....સફળતા ...ચારે બાજુ ,દરેક ક્ષેત્રમાં સફળતાનાં જ પડઘમ સંભળાય છે
.તો આ સફળતા છે શું ?
સફલતા ..એટલે “કોઈપણ વ્યક્તિ નો હક્ક લુંટ્યા સિવાય માણસ જે કાંઈ
મેળવવા ઝંખે છે અને સિદ્ધ
કરવા માટેની શક્તિ કેળવે છે તેનું નામ
સફળતા”તો પછી પ્રશ્ન એ થાય
કે “સફળતા” માટે સૌથી પહેલા જરૂરી શું?સૌથી પહેલા આપણે આપણું વૈયક્તિક
લક્ષ હંમેશાં ઊચુંજ રાખવું જોઈએ .કદાચ
આપણે નક્કી કરેલા લક્ષ સુધી એકદમ ન પહોંચી જઈએ તો કઈ નહી પણ જે મેળવશું તે આજે જે કઈ છે તેનાથી અનેકગણું વધારે હશે .
સફળતા માટે બીજી જરૂરી અને અગત્યની બાબત છે.”નક્કી કરેલા લક્ષ સુધી પહોચવાની શરૂઆત આજથી જ કરો.”એક સાહિત્યકારે કહ્યું છે ક ગમે તેવી સંગીન સલાહ, ગમે તેવી ચુનંદી આવડત ,ગમે તેવી નક્કર યોજના, ગમે તેવું ઊંચું લક્ષ ,ગમે
તેટલો સારો ઈરાદો ,ગમે તેટલી બુદ્ધી અને ગમે તેવા અનુકૂળ સંજોગો –આમાંનું તમને
કશું જ ઉપયોગી થઇ શકતું નથી .
કોઈપણ કેળવણીકારનું સારું પુસ્તક ક કેળવણી તમને પ્રેરણા આપશે, દિશા સૂચવશે
,અસરકારક રસ્તો બતાવશે પરંતુ એ કાર્ય ,તેની ચરમસીમાએ પહોંચાડવાનું તો તમારે જ છે.
આવી સફળતા કોને મળે ?
૧. સફળતાની જેને ઝંખના હોય .
૨ હકારાત્મક અભિગમ ધરાવતી વ્યક્તિને મળે .
૩. નિષ્ફળતાઓના નીચોડરૂપી હકારાત્મક અર્કની તમન્ના છે તેને મળે.
૪. જે માણસનો કામ પર ઉત્સાહ હોય,થનગનાટ
હોય,અદમ્ય ઇચ્છાશક્તિ હોય તે દરેકને સફળતા
મળે જ .
“ શમા પરાવાને કો જલના શીખતી હૈ ,સાંજ સૂરજ કો ઢલના શીખાતી હૈ ,
ગીરને વાલે કો કોસતે હો કયું ?ઠોકરે ઇન્સાન કો ચલના શીખાતી હૈ .”
તો પછી સફળતાના માર્ગમાં કોઈ અડચણરૂપ ક
અંતરાયરૂપ છે ખરું?હા, આ રહ્યા સફળતાના રિપુઓ. .
·
હતાશા * માનસિક ડીપ્રેશન
·
કુટેવ * સમયનો બેફામ
દુરુપયોગ
·
કંટાળો * લઘુતાગ્રંથી
·
નિરાશા * ગુરુતાગ્રંથી
·
વ્યસન *મનોરંજન અને એશ
આરામનું જીવનમાં સ્થાન
·
વ્યભિચાર *ફાજલ સમય નો ફોગટ
ઉપયોગ
·
નકારાત્મક
દ્રષ્ટિકોણ
આવી તો આખી વણઝાર છે......
સફળતા માટે બીજી કોઈ જરૂરી બાબત હોય તો તે છે “ ટાઈમ મેનેજમેન્ટ “
ભગવાને દરેક
વ્યક્તિ ને જન્મતાની સાથે ૨૪ કલાકના સમયનું પેકેજ તૈયાર કરીને આપી દીધું છે.પછી
ભલે તે મનાલી માં જન્મે કે મુંબઈ માં જન્મે,ગોવા માં જન્મે કે ગાંધીનગર માં જન્મે
.કોઈ ને આજદિન સુધી ભગવાને સમયની બાબતમાં અન્યાય કર્યો નથી .૯૨ કરોડ શ્વાસનો માલિક
છે તું રખે વેડફી નાખતો.
સફળ માણસ પોતાની
આવડતથી ૨૪ કલાક માં ૩૦ કલાક જેટલું કામ પણ કરી શકે.તે સમયને પોતાની મુઠ્ઠીમાં કેદ
કરી લે છે .જેઓ પોતાના જીવન નો ખ્યાલ મિનિટોને અનુલક્ષીને કરે છે.તેઓ જીવનને
સાર્થક અને સફળ બનાવે છે.જયારે નિષ્ફળ માણસો પોતાના કલાકોના કલાકો પોકળ વાતો કરીને
નબળી સ્વ-પ્રતિભા પાછળ સમય ગુમાવે છે.અને કહે છે કે –
Ø મને આગળ આવવાની કોઈ તક મળતી નથી.
Ø મારે કપાળે નિષ્ફળતા જ લખાયેલી છે.
Ø મારે હાથે કોઈ કામ સારી રીતે પર પડી શકતું નથી.
Ø હું આનાથી વધારે કડી કમી શકીશ નહિ .
Ø બધા લોકો મારી વિરુદ્ધ થઇ જાય છે
Ø મારા ક્ષેત્રમાં મારી કોઈ ગણના નથી .
આ બધી જ નબળી વિચાર સરણીમાંથી દુર થવું હોય તો એકજ ઉપાય છે.”મનને ગતિશીલ, પ્રગતિશીલ રાખો .”સમય ના બંધન સમજો.,ચોવીસ કલાક ને +વે
બનાવી જુઓ. જો ચોવીસ માંથી ચાર કલાક પણ બગડી નાખીશું તો જીંદગી “વિષ” થઇ જશે માટે વિચારો
....
સફળતા એટલે સદગુણોનો સરવાળો
જો આપણામાં અમુક સદગુણો હશે તો આપણે ઝડપથી સફળતા મેળવી શકીશું. સફળ વ્યક્તિ
ના જીવન માં અનેરા સદગુણોના સાથીયા પૂરેલા હોય છે. એક મહાન વ્યક્તિને પૂછ્યું કે :
what is A,B,C,D OF
Success ?
A = ABILITY
B = BRAVERY
C = CONFIDENCE
એટલે સફળતાનો આલ્ફાબેટ જુદોજ હોય છે.તે કેટલાક સદગુણોમાંનો
જ બનેલો છે.
આપણામાં ખડક જેવો આત્મવિશ્વાસ હોવો જોઈએ.કે . ‘હું સફળતા
મેળવીશ જ ,ભલે ગમે તે થાય ‘સફળતાનું બીજું નામ” છલકતો આત્મવિશ્વાસ “.સફળતા મેળવનારા માણસો પોતાના સત્વ બળે નિષ્ફળ થઈને પણ પાછા
સફળ થાય છે .ફરી પાછા બહાદુરની જેમ બેઠા થાય છે.અને તેથી જ આપણે તેમની “વાહ ! વાહ !”કરીએ છીએ.”ખડા હોના,ગીરના,ફિર ખાડા હોના,સહી મૈને મેં.વહી
હૈ વિજય કી મીટ્ટી ઔર સોના”
એટલે વિજય માં સફળતા-નિષ્ફળતા અને ફરી પછી સફળતાનો સમાવેશ થાય છે. ઇતિહાસમાં આવી કોઈ વ્યક્તિઓ થઇ ગઈ ખરી ક જેમને
શૂન્યમાંથી સર્જન કર્યું હોય ?હા આવી તો એક નહિ,અનેક વ્યક્તિઓ અમર થઇ ગઈ છે કે
જેનું નામ વિસ્વા ફલક પર આજે પણ એટલા જ જોર અને શોરથી ગુંજે છે.આવી એક વ્યક્તિની
વાત કરીએ તો આત્મબળ ના જોરે ક્યાંથી ક્યાં પહોચી ગયો?
નેન્સી થોડી થોડી વારે બહાર જુએ
છે ,હજી થોમસ કેમ ન દેખાયો ?ક્યાં ગયો હશે ?પછી તે પોતાના બાળક ને શોધવા બગીચા તરફ
ગઈ.તેની નજર એક ખૂણે બેત્હેલે થોમસ પર પડી અને ખીજાઈ.બેઠો બેઠો શું કરે છે?તેને
કહયું ‘હું ઈંડા સેવું છુ “પછી તેમાંથી મઝાનાં
બચ્ચાં પેદાથાસે.” નેન્સીએ
હસતાં-હસતાં કપાળ ફૂટ્યું,”આ છોકરામાં બુદ્ધિ
ક્યારે આવશે ?તે મનોમન બબડી અને તેને ઘેર ખેચી લઇ ગઈ.કોને ખબર હતી કે નાનપણમાં
મંદબુદ્ધિ ધરાવતો એ બાળક આખા વિશ્વને રોશનીથી અજવાળશે .
એ હતા થોમસ આલ્વા એડીસન ...
જાત જાતના પ્રયોગો કરવાનો ભારે શોખ.એટલે શોખ પૂર્ણ કરવા પિતાજીની મંજુરીથી
ટ્રેનમાં છાપાં વેચવાનું શરુ કર્યું પછી જાતે છાપું કાઢવાનો વિચાર કર્યો.રેલ્વે
અધિકારીની મંજૂરી લઇ”ગ્રાન્ટ ટ્રંક
હેરાલ્ડ”નામનું છાપું પ્રગટ કર્યું.મુદ્રક,પ્રકાશક અને ફેરિયા
પણ પોતે.તે વેળા તેમની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી.
ડબ્બામાં આગ લાગી ગાર્ડઆવ્યો.
તેનો બધો સમાન ફેકી દીધો.અને ગાલ પર જોરદાર તમાચો માર્યો.કાયમી બહેરાશ આવી ગઈ.
બીજા હોત તો પ્રયોગો બંધ કરત.તેના માટે બહેરાશપણું વરદાન સમું બની ગયું.અને નાની
મોટી ૧૩૦૦ શોધો કરો.તેની ૩૫૦૦ નોધનોટબુકોમાં કરી.તેમની અધિક મહત્વની નોધ વિદ્યુત
બલ્બની હતી.તેમને કરેલી સેકડો શોધોની સફળતાના પરાક્રમ વિષે કોઈએ કારણ પૂછ્યું તો
એમણે ખુબજ સાદો છતા રહ્સ્યોદ્ઘાટક પ્રત્યુતર આપ્યો .મારી બૌધિક તેજસ્વીતામાં
નસીબનો હિસ્સો એક ટકાજેટલો,જયારે મહેનત=પસીનાનો હિસ્સો નવ્વાણું ટકા જેટલો હતો.
આપણે પણ સફળ થવા માટે જ જન્મ્યા છીએ ,
સફળતા વરમાળા કોને પહેરાવશે ?
જેનો આદર્શ થોમસ આલ્વા એડીસન જેવો દ્રઢ મનોબળ વાળો હોય તેને જ .
પટેલ અરવિંદકુમાર કાળીદાસ
શ્રી સરસ્વતી
હાઇસ્કૂલ ડેભારી (એમ.એસ.સી.બી.એડ )
મુ.પો ડેભારી તા.વીરપુર
જી.મહીસાગર ગુજરાત પીન ૩૮૮૨૬૦
Mob.No.9429841404 9824787928
Patelarvind101@gmail.com
No comments:
Post a Comment