Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

24 August 2017

શું એકવીસમી સદી માનવી ને માનવ બનાવશે ?         શું એકવીસમી સદી માનવી ને માનવ બનાવશે ?
અરે ! માનવી ને માનવ બનાવવાની વાત !
શું માનવી માનવ નથી ?
કોણે આ  પુરવાર કર્યું છે ?
 સિંહ નું બચ્યું જન્મ્યા  પછી સિંહ જ કહેવાય. તો શું માનવી માનવ ન કહેવાય ?તેને માનવ બનાવવો  પડે ?અરે આ વહી ગયેલી વીસ-વીસ સદીઓ નો રચયિતા જ માનવ છે.તો પછી આવી હળવી વાતો ભારે સ્વરૂપ માં શા માટે ?
          થોડાક   wait and watch  થઈને વિચારીશું તો આ માનવ પોતાનું માનવત્વ ગુમાવી બેઠો છે. પોતાનામાં રહેલું સત્વ ,તત્વ અને અસ્તિત્વ  ગુમાવી બેઠો છે .દુનિયા એટલી બધી ફાસ્ટ આગળ જઈ રહી છે કે વ્યક્તિ સવારે ભારતમાં ચા પીવે છે બપોરે જાપાન માં જમે છે  સાંજે ઇંગ્લેન્ડ  માં ચા પીવે છે.અને પાછુ રાતનું વાળું અમેરિકામાં કરે છે.પરંતું તેમાં તે પોતાના કદમ મિલાવી શકતો નથી.અને ન ધાર્યું હોય તે કરી બેસે છે.તેથી આજના વિષય નો જન્મ થયો,
 તો પ્રશ્ન થાય કે એકવીસમી સદી કેવી હશે ?
    કે જે માનવીને માનવ બનાવશે ?
Ø  પ્રત્યેક  સદી નવા પડકારો નવી તકો  લાવે છે.
Ø  નવા સમીકરણ રચે છે .
Ø  લક્ષ્મી અને સરસ્વતીનો સમન્વય ન થઇ શકે એ માન્યતા ૨૧ મી સદી માં સાવ ખોટી પુરવાર થશે .
Ø  અલબત્ત ,જ્ઞાની પુરુષોને જ હવે નવા અબજોપતિ બનાવવાનો અધિકાર રહે છે.
Ø  આવનાર જમાનો મોટા તોતિંગ ઉદ્યોગોનો નહી ,પરંતુ ટચુકડા એન્ટર  પ્રાઈઝીંગ એકમોનો હશે.
Ø  મોટી માછલી નાની માછલીને ગળી જશે એ પૂર્વધારણા એ હવે વિપરીત સાબિત થશે .
Ø  સમકાલીન યુગ ભારત માટે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની દ્રષ્ટીએ સુવર્ણ યુગ સાબિત થશે .
Ø  એક્વીસમીસદીમાં  ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વચ્ચેનું અંતર કમ્પ્યુટરની બે કળ વચ્ચે હોય તેટલું દુર હશે.
Ø  ગ્રાહકો-ગ્રાહકો વચ્ચે,ઉત્પાદક-વપરાશકાર  ,વેપારી-વેપારી,ગ્રાહક-શાહુકાર ,વચ્ચેનો વહેવાર સીધો સટ થઇ જશે.
Ø  ભારતના  કોલેજીયન યુવાનોને ઈન્ટરનેટના માધ્યમથી શ્રેષ્ઠ શિક્ષણનો લાભ મળશે .
                 ચંદ્ર શેખર અને ગોવિન્દ-ખુરાના જેવા વિજ્ઞાનીઓ ને તથા અમર્ત્યસેન જેવા અર્થશાસ્ત્રી ને  ભારત માં યોગ્ય તક ન મળી  પરિણામે તેઓને વિદેશમાં જવાની ફરજ પડી . ત્યાં તેઓને નોબેલ પારિતોષિક મળ્યું .પરંતું આજનો યુવાન ઈન્ટરનેટ ના માધ્યમ થી કેમ્બીજ કે ઓક્સફોર્ડ યુનિવર્સીટી માં ત્વરિત પહોચી  જાય છે.તેમજ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી જોઈતી માહિતી મેળવી શકે છે.
Ø  ૨૦૧૦ ની સાલ માં આર્ટીફીશીયલ હૃદય,
Ø   ૨૦૧૩ માં કેન્સર પર સંપૂર્ણ વિજય
Ø  ૨૦૧૫ માં કૃત્રિમ ફેફસાંઅને કૃત્રિમ કિડની 
Ø  ૨૦૨૦ માં કૃત્રિમ લીવર શોધાશે.
તમને આ બધામાં રસ ના હોય તો પણ છેક ૨૦૨૦ માં કૃત્રિમ કિડની અને લીવર શોધાશે .તે ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આ બે કુદરતી અંગો કેટલા મૂલ્યવાન અને જટિલ છે.  કુદરતની નકલ કરતાં સારો એવો વધુ  સમય નીકળી જશે .
Ø  ૨૧ મી સદી માં કાગળ નું સ્થાન કેલ્ક્યુલેટરે અને કલમ નું સ્થાન કોમ્પુટરે લીધું હશે.
Ø  આવી તો ગણી બધી વાતો આ સદી માં સાક્ષાત્કાર કરી જશે આતો તેના ફક્ત અંશો જ છે .
Ø  તો વિવિધતા ભરેલી આવી અદભુત ૨૧ મી સદી માનવને પોતાના જ્ઞાનની ક્ષિતિજને ઢંઢોળવા ફરજ પાડશે.
Ø  મગજના દ્વાર પર ટકોરા મારશે અને દ્વાર ખુલતાં જ ખુલ જા સીમ સીમ ની પરિસ્થિતિ ઉભી થશે.અને આત્મજ્ઞાનનું મોજું માનવીના અંત:કરણમાં ફરી વળશે.
    અને કહેવા લાગશે
કરવું હતું ઘણું બધું પણ કઈ કરી ન શક્યો
બનવું હતું  ઘણું બધું પણ કઈ બની ન શક્યો
કાશ  !   કેવી હતી એ લાચારી
પાસ સઘળું હતું પણ કઈ થઇ ન શક્યો.
તેથી હું માનવી માનવ થાઉં તો ઘણું ના દ્વાર ખુલ્લા થઇ જશે .અને આજદીન સુધી,આળસ પ્રમાદ ,સુષુપ્ત અવસ્થામાં રહેલાં માનવીને કોમ્પ્યુટરની અજાયબીઓ,શરીર રચનાની માહિતી,કૃષિ ,સમાજ,શિક્ષણની માહિતી  જાણ્યા પછી થશે કે
અ ધ ..ધ ...ધ.. આટલું બધું ?
આવું બધું ?    હોઈ શકે ? 
 થઇ શકે ?  કઈ રીતે ? શા માટે ?
અને કોમ્પ્યુટર જેવા સાધનને માનવી કહેશે ડાહ્યું થા માં. તને બનાવવા વાળો તો મારા જેવો કાળા માથાનો માનવી  છે ને.? આમ, માનવીની જીજ્ઞાસાના દ્વારને ઢંઢોળવાનું કામ આ સદી માં થવાનું છે .મને વિશ્વાસ છે કે ૨૧ મી સદી માનવીને માનવ બનાવશે. રોબોટની કામગીરીથી માનવીની આળસ  અને અજ્ઞાનપણું છતું થવાથી માનવી ચિંતિત થઇ અને પોતાના મનને concentret કરશે તેથી  જ ૨૧ મી સદી માનવી ને માનવ  બનાવશે .
અને છેલ્લે શિક્ષણ ની ગુણવત્તા સુધારવા ગાંડોઘેલો  બનેલો શિક્ષક સમાજ કહે છે કે  આજદિન સુધી મેં નાહકનો પૈસો લીધો હતો હવે મને કામ કરવાં દે મારાથી નથી રેહવાતું
આ બતાવે છે કે
 ૨૧ મી સદી માનવીને  માનવ જ બનાવી ને જંપશે.

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી