વિદ્યાનું વ્યસન
માનવીના જીવનમાં જો કોઈ વ્યસન હોય તો તે વિદ્યાપ્રાપ્તિ
માટેની ઝંખનાનું હોવું જોઈએ .આજકાલ વ્યસનોની હારમાળા ખુબજ વધી ગઈ છે.ગણ લોકો પાસે
સંપતિ ખુબ વધી જાય છે ત્યારે તેનો સદુપયોગ કરવાને બદલે વ્યસનો પાછળ જ વેડફે છે.
જયારે
જીવનમાં વ્યસન ઘર કરી બેસે છે ત્યારે બહુ
જ કષ્ટ થાય છે.માનવી એટલા બધા રોગોનો ભોગ બની જાય છે કે પૂરી ચિકિત્સા પણ થઇ શકાતી
નથી.
“ વ્યસન
એટલે માનવીને માટે પ્રાણાંત તૈયારીનું પહેલું પગથીયું.”
ભગવાને પોતાની પ્રેમભરી ભેટના રૂપ
માં આપેલું આ સુંદર માનવજીવન વ્યસનોની પાછળ વેડફી દેવા માટે છે ? હરગીઝ નહી .આપણું
માનવ જીવન વીરત પરમાત્માની અભિવ્યક્તિ છે.ને તે વિરાટ સત્કાર્યો કરીને વિરાટ રૂપ
માં સમાઈ જવા માટે છે.
પ્રભુએ પોતાના જેવા બનવા માટે જ માનવીને સર્જ્યો છે.છતાં વ્યસનોની પાછળ એ જાતે જ વામણો બની નીચે ગબડ્યા કરે છે એ
કેવું આશ્ચર્ય !
આપણે
એવા પાગલ નથી બનવું. આજ સુધી કદાચ વ્યસનો પાછળ ઘસડાયા હોઈએ તોય આજે તો આપણે પાછા
વળી જ જવું છે ને થયેલી ભૂલો સુધારી લઈને ઉન્નત જીવન જીવવાનો સંકલ્પ કરવો છે.
માનવજીવન મળ્યું છે એટલે ભૂલ તો થઇ જ જાય, પરંતુ
એથી હતાશ થવાની જરૂર નથી.થયેલી ભૂલોને સ્વીકાર કરીને તેમાંથી છૂટવાનો પ્રયાસ કરીએ
એ જ મહત્વની બાબત છે.
ભૂલ થઇ છે એમ સમજ્યા પછી મનમાં જો પશ્ચાત્તાપનો પાવક પ્રગટશે ,ને ભૂલ સુધારી લેવાનો સંકલ્પ
જાગશે ,તો થયેલી ભૂલ પણ તમારી પ્રગતિ માટેનું પગથીયું બની જશે .જીવનમાં થયેલી ભૂલ
આખીય જીંદગી દરમ્યાન પીડા આપનાર ભયાનક શૂળ બની જાય તે પહેલા જ તેને તોડી નાખવાની
અને જડમુળમાંથી મિટાવી દેવાની કોશિશ કરવી જોઈએ.
એટલે
જ જો વ્યસન રાખવું હોય તો વિદ્યાનું જ વ્યસન રાખવું જોઈએ.
Ø કઈ વિદ્યાનું વ્યસન
હોવું જોઈએ?
વકીલ, ડોક્ટર ક
એન્જીનીયર બનવા માટેનું ?
એ વિદ્યા જરૂરી છે
ખરી,પણ વ્યસનની જેમ જરૂરી નથી. આપણા દેશ ને આજે
Ø સારા વૈજ્ઞાનિકો
Ø ઉત્તમ ડોક્ટરો અને
Ø કુશળ એન્જીનીયરોની
જરૂર છે એટલે તે વિદ્યા અવશ્ય ભણવી જોઈએ.પરંતુ
દેશને આજે સૌથી પહેલી જરૂર તો ઉત્તમ માનવીની છે.
જો માનવી ઉત્તમ નહી હોય તો વૈજ્ઞાનિકો
,ડોક્ટરો, એન્જીનીયરો વગેરેને પેદા કરનારી વિદ્યા
ખુબ જ વિકાસ પામવા છતાં દેશનું કશુંય હિત નહી કરી શકે,કારણ કે ઉત્તમ
માનવીમાંથી જ ઉત્તમ વૈજ્ઞાનિક ,ડોક્ટર અને એન્જીનીયર નીપજી શકવાનો છે.
એટલે
વ્યસન તો એવી વિદ્યાનું હોવું જોઈએ કે જે માનવીને ઉત્તમ બનાવી શકે .એવી
વિદ્યા વગરની ભૌતિક વિદ્યા માનવીને વિકાસ ભણી લઇ જવાને બદલે વિનાશ ભણી લઇ જનારી
નીવડશે .
“સા વિદ્યા યા વિમુક્તયે “, સાચી વિદ્યા જન્મ –મૃત્યુ
ના બંધન માંથી મુક્તિ અપાવનારી હોય,આપણી સંસ્કૃતિની મૌલિકતા જાળવનારી હોય.આપણા દેશ
માં ચારિત્રને જ માનવીનું ઉત્તમ ધન ગણવામાં આવે છે.
પટેલ અરવિંદકુમાર
કાળીદાસ
શ્રી સરસ્વતી હાઇસ્કૂલ
ડેભારી (એમ.એસ.સી.બી.એડ )
મુ.પો ડેભારી તા.વીરપુર
જી.મહીસાગર ગુજરાત પીન ૩૮૮૨૬૦
Mob.No.9429841404
9824787928
No comments:
Post a Comment