મળવા
જેવા માણસ
આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે.મોબાઈલ અને સોશિયલ મિડીયાનો યુગ છે.આ ફાસ્ટ ફોરવર્ડ યુગ માં માનવી દિનપ્રતિદિન વાંચનથી વિમુખ થતો જાય છે.પદ,પ્રતિષ્ઠા,પાવર અને પૈસા પાછળ માનવીએ આંધળી દોટ મૂકી છે.જેને લીધે સમાજમાં માનવીય મૂલ્યોનો હાસ થતો જાય છે.આ ચાર ને મેળવવા માનવી આખી જીંદગી ગમેતે કરવા તત્પર બને છે.પુસ્તકને વાંચવા અડકતાં માનવી ખચકાટ , અચકાટ અને કંટાળો અનુભવે છે.માનવી જાણે મોબાઈલ અને સોશિયલ મિડીયાનો બંધાણી,ગુલામ બની ગયો હોય તે રીતે વર્તે છે.આજની યુવાપેઢી માં વાંચવાનો શોખ વિસરાતો જાય છે.પુસ્તકો ખરીદવાનું ભૂલી ગયું છે.તો પછી વાંચવાની વાત જ ક્યાં રહી.
આવા કરાળ કળી કાળ માં વિસરાતાં જતા વાંચનના શોખ ને જીવંત રાખવાં એક અનોખું અભિયાન ઉપાડ્યું છે અને “રણ માં એક મીઠી વીરડી જેવું “ કામ કરનાર એક મળવા જેવા માણસની આજે આપણે મુલાકાત કરીએ.
નામ : કલ્યાણસિંહ
એન.પુવાર
જન્મ તારીખ ; ૨૬/૦૫/૧૯૬૪
જન્મ સ્થળ : દધાલીયા તા.કડાણા
જી.મહીસાગર ગુજરાત ભારત
પત્ની: પુસ્તકાલય
ચલાવે છે. તથા ગામ દધાલીયામાં પાળેલા ૩૦ કુતરાને ખવડાવવામાં મદદ કરે છે.
પુત્ર :એમ.એસ.ડબલ્યુ કરી
ને ભાવનગરમાં નોકરી કરે છે.
અભ્યાસ ; ધોરણ ૯ પાસ
નોકરી :સિક્યુરીટી
ગનમેન(ગાર્ડ ) બી.ઓ.બી ગોધરા ઉપરાંત ત્રણ જીલ્લામાં સલામત રીતે પૈસા પોહચાડવાનું કામ કરે છે. (કેશ વાનમાં )
શોખ ;
સમાજસેવા,પુસ્તકવાંચન,પુસ્તકો મેળવી જરૂરિયાતવાળા
લોકો ને પોહ્ચાડવા,ગરીબોને મફત કપડાં વિતરણ.છેલ્લા ૭ વર્ષના પ્રયાસના ભાગરૂપે તેઓ ૫ લાખથી પણ વધારે પુસ્તકો
સ્કૂલો,કોલેજો,ધાર્મિક સંસ્થાઓ ને મફતમાં દાન સ્વરૂપે આપે છે.તેઓ લોકોએ રદ્દી તરીકે
આપેલા પુસ્તકો પૈસા આપીને ખરીદે છે.અને પછી વિના મુલ્યે લોકોને વાંચવા આપે છે
સાકાર સ્વપ્ન ;ગામ દધાલિયા
માં સાર્વજનિક બાળ ગ્રંથાલય મોટી લાઈબ્રેરી ઉભી કરવાનું .જે સાકાર થયું.
પ્રેરણા ક્યાંથી મળી ? : મારી પાસે
પુસ્તકોની કોઈ વ્યવસ્થા કે સુવિધા ન હતી એટલે હું તો ન ભણી શક્યો.પણ મારી આસપાસના
ગામોના રહેતા વિદ્યાર્થીઓ ,જેમને પુરતું માર્ગદર્શન નથી મળતું ,તેઓ માત્ર વાંચન
સામગ્રી ના અભાવે પાછળ રહી જાય એ હું ન સહી શકું.
ધ્યેય ; ભણો અને ભણાવો.
ગરીબને રોજી રોટી મળવી જોઈએ.
સ્વપ્ન : તેમનું સ્વપ્ન
છે કે જ્યાં જ્યાં ગામ,ત્યાં ત્યાં પુસ્તકાલય.
મારો પ્રયત્ન ;દર મહીને
પુસ્તકો ખરીદવા અને લાવવાં લઇ જવા મારે પગાર ૧૦૦૦૦ ઉપરાંત પાંચ થી છ હજારનો ખર્ચ થાય છે.જે પૂરો કરવા હું વધારાના સમય માં
બેંકમાં મજુરીનું કામ કરીને મેળવું છું.આ બધું કામ હું સાઈકલ પર જ કરું છું.
દીર્ઘદ્રષ્ટિ :અંતરિયાળ ગામોમાં
વિદ્યાર્થીઓ મુશ્કેલીથી શિક્ષણ લઇ શકતા હોય છે ત્યારે નોકરી માટે સ્પર્ધાત્મક
પરીક્ષાની તૈયારી કરાવનારું કોઈ નથી હોતું
તેથી હું એવા પ્રયત્નો કરું છું કે તેમને
પરીક્ષાની તૈયારીમાં મદદ મળી શકે .તેમના જનરલ નોલેજ માં તથા વિષયવસ્તુ માં વધુ
જ્ઞાન મળી રહે તે માટે હું પરીક્ષાલક્ષી મેગઝીન અને સાહિત્ય પૂરું પડું છે.આ સિવાય
ધાર્મિક સાહિત્ય પણ અનેક જરૂરિયાત મંદ લોકોને પૂરું પાડ્યું છે.જે મારા બ્લડ નો
કાયમ પોઝેટીવ રીપોર્ટ છે.મને સુરતના કરુણાટ્રસ્ટ માંથી પચાસ હજારથી વધુ પુસ્તકો
મળ્યાં છે.ઉપરાંત કોબાના મહાવીર આરાધના કેન્દ્ર માંથી પણ અનેક પુસ્તકો દાનમાં
મળ્યા છે.અત્યાર સુધીમે બધી લાયબેરીઓમાં દોઢ કરોડથી પણ વધુ કિમતના પુસ્તકો આપ્યા
છે.
અત્યાર સુધીમાં ક્યાં ક્યાં પુસ્તકો પુરા
પાડ્યા ? ;દધાલીયા ,હારીજ ,લુણાવાડા,સુરત,
ઊંટડી,શામળાજી,મેરદ,કંટવા ,કીમ,ગોધરા, આણંદ જેવી અનેલ લાયબ્રેરીમાં પુસ્તકો પુરા
પડ્યા છે.
ઉત્તમ અને સરાહનીય કાર્ય : છેલ્લા ૪ વર્ષ
માં દધાલીયા ગામમાં ચાર લાયબ્રેરીમાં પોતાના ખર્ચે લગભગ ૧ લાખ પુસ્તકો દાન કર્યા
છે.અને લાયબ્રેરી માં લોકો ઉમળકાભેર વાંચન કરે છે.તેઓ રજાના દિવસે ત્યાં સેવા આપે
છે.
પરિણામ : હું પરિણામ ની
પરવા કરતો નથી પણ ગીતાના કર્મયોગને ધ્યાને રાખું છું .કામ કરતો જા.હક મારતો જા.મદદ
તૈયાર છે.મારે ત્યાંથી સાંપડેલા પુસ્તકો
અને મેગેઝીનનો અભ્યાસ કરી સુરતના ચાર
છોકરાઓ ગાંધીનગર માં અભ્યાસ કરે છે અને પરીક્ષા આપવા આવ્યા છે.મારી પાસે હાલ એક પણ
પૈસો નથી પણ મારા પુસ્તકો મારી ઝવેરાત છે અને અમુલ્ય સંપતિ છે જે ક્યારેય ખૂટતી
નથી અને ખૂટે તો તરતજ આવી જાય છે.
સમાજસેવક :પુસ્તકો એકત્ર
કરીને સમાજસેવા કરનારા કલ્યાણસિંહ પોતે એક સમાજસેવક પણ છે.તેઓ જુના અને નવા કપડા
એકત્ર કરીને જરૂરિયાતવાળા ગરીબોને પુરા પાડે છે.તેઓ તેમના વતન દધાલિયા માં એક ગૌ
શાળા બનાવવાનું કામ પણ કરી રહ્યા છે જેનું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ના હાથે
થાય તેવું તેઓ ઈચ્છે છે.મારી આ સેવાકીય પ્રવૃત્તિને લીધે મારે ત્યાં ૪૦૦ થી વધુ
મેગેઝીન ટપાલ માં આવે છે.જોકે બધું હું સમયના અભાવે વાંચી શકતો નથી પણ જ્યાં જાઉં
ત્યાંથી મને પુસ્તક ભેટમાં મળે છે અને હું પણ પુસ્તક ભેટ માં આપું છું.
સન્માન : મારા આ યજ્ઞીય
કાર્યની અનેક સંસ્થાઓએ નોધ લઇ અને મારૂ સન્માન તથા એવોર્ડ આપ્યા છે.જે મારી જીવનની
મુડી છે.
ઇતિહાસમાં એવા અનેક લોકો પોતાની વિશિષ્ઠ
પ્રતિભાથી ઉમદા કાર્ય કરીને પોતાને મળેલો આ માનવદેહ સાર્થક કરી જાય છે.જીવન ફક્ત
ખાવો,પીવો,અને મજા કરો એટલા માટે જ નથી.પૈસા કે વ્યવસ્થા હોય તો જ કોઈને મદદ કરી
શકાય એ વાત ખોટી છે.દિલ માં લગની ,નિષ્ઠા અને ઉચ્ચ ભાવના હોય તો માનવી
ઈતિહાસ માં અમર થઇ જાય છે.
ધન્ય છે એ જનેતાને કે જેની કૂખે આવા નરબંકાઓ
પેદા કર્યા છે.!ધન્ય છે એ મુછાળા કર્મ નિષ્ઠ સિપાહીને !
ભગવાન તેમને દીર્ઘ આયુષ્ય
આપે અને સમાજસેવાનું આ કાર્ય વધુને વધુ કરવાની પ્રેરણા આપે એવી પ્રાર્થના.
No comments:
Post a Comment